ન આવે
કવિતા કોઇ
ન ગઝલ
નહિ કોઇ છંદ, લય કે પ્રાસ
છું મુગ્ધ હું
એ હવામાં
જે વિંટળાય છે તને
અને
પસવારે તારા હ્રદયને
ઉતરી છાતીમાં લઇ શ્વાસ
આમળી અનામિકા પર
તારી અલકલટને
જોયાં કરું
ગાલ પર ઉભરતાં
શેહનાં
રતુંબડાં રેખાચિત્રો
અચાનક છોડી દઉં
બંધ કેશ ને
અષાઢી વાદળિયા ઝુલ્ફો
રેશમી પીઠ પસવારે – ત્યારે
પાંપણ ઝૂકી જાય
હોઠ મોઘમ મલકી જાય
બસ આવે છે આ સપનાં
અહર્નિશ
વણછીપી આશ
ન આવે ગીત કોઇ ન ગઝલ
ન તો રદીફ, ન પ્રાસ.
૧૩ માર્ચ ૨૧
![]()


કોરોનાને કારણે આ વખતે હોળી બે ભાગમાં નહીં ઉજવાય. આઇમીન, હોળી ઉજવાશે, પણ ધૂળેટી નહીં ઉજવાય. સરકાર માઇબાપને એવું લાગે છે કે હોળી સળગાવવાનો વાંધો નથી, પણ રંગો ઉરાડવામાં જોખમ છે. આમ પણ કોઈને કોઈ કારણે ઘરમાં હોળી સળગતી જ રહેતી હોય એટલે લોકો ખાસા રીઢા, આઈ મીન, ઇમ્યુન થઈ ગયા હોય. એવામાં હોળી પ્રગટાવવાનો વાંધો નહીં, પણ લોકો રોજ રંગ છાંટતા નથી એટલે રંગોને મામલે ઓછા ઇમ્યુન હોય, એવામાં ધૂળેટી રમે તો ઘણાંના રામ રમી જાય એટલે સરકારે હોળી પ્રગટાવવાની છૂટ આપી અને ધૂળેટી બંધ રાખી. એ સાથે જ તંત્રોએ અક્કલવાળું કામ એ કર્યું કે હોળી નિમિત્તે 100થી વધુ હોળી ટ્રેનો ને ખાસ સુરતથી જ વધારાની 200 બસો દોડાવવાનું નક્કી કરી લોકોની ધાર્મિક લાગણીને પ્રોત્સાહિત કરી.
બારાડી વિસ્તારના ગાગા ગામે તા. રર-૧૧-૧૯પ૧ના રોજ જન્મ થયો. પ્રાથમિક શિક્ષણ જામનગર જિલ્લાના વિવિધ ગામડાંઓ તથા ઊનામાં, માધ્યમિક શિક્ષણ જામજોધપુરમાં, સ્નાતક અનુસ્નાતક કક્ષા સુધીનું શિક્ષણ ઉપલેટામાં અને ગ્રંથાલય વિજ્ઞાન અને પીએચ.ડી. કક્ષાનો અભ્યાસ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રાજકોટ ખાતે પૂર્ણ કયો. વતન જામજોધપુરમાં જ તેર વરસ સુધી કોલેજના ગ્રંથપાલ તરીકે ફરજ બજાવી. પચીસ વરસ ઉપલેટાની પટેલ મહિલા કોલેજમાં ગુજરાતી વિષયના અધ્યાપક તરીકે. 'ગુજરાતી ઐતિહાસિક નવલકથાઓ' વિષયે ડો. હસમુખ દોશીના માર્ગદર્શનમાં ઈ.સ. ૧૯૮૧-૮ર માં તૈયાર કરેલો મહાનિબંધ નવલકથાના અભ્યાસ સંશોધન ક્ષેત્રે અનન્ય ગણાયો છે. ગુજરાતી વિષયના પીએચ.ડી. માર્ગદર્શક – પરીક્ષક – રેફરી તરીકે પણ સેવાઓ આપી. લોકવિદ્યા તથા સાહિત્ય ક્ષેત્રની વિશ્વની યુનિવર્સિટીઓ ગ્રંથાલયો અને સંસ્થાઓ સાથેનો જીવંત સંપર્ક, લોકવિદ્યાના અન્ય સંશોધકોથી એમને જુદા પાડે છે. ‘સમીપે', 'બુદ્ધિપ્રકાશ', ‘કવિલોક', ‘લોકગુર્જરી, ‘શબ્દસૃષ્ટિ', 'શબ્દસર', મુદ્રાંકન' … જેવાં વિવિધ સાહિત્ય સામયિકોમાં અભ્યાસલેખો પ્રકાશિત થતા રહ્યા છે. 'અભીદ્રષ્ટિ' નામના ઉચ્ચ શિક્ષણના સામયિક સાથે વર્ષોથી જોડાયેલા છે.
ડૉ. નિરંજન રાજ્યગુરુનો જન્મ તા.ર૪-૧ર-૧૯પ૪ના રોજ માગશર વદી ૧૪, શુક્રવાર વિ.સં. ર૦૧૧, રાત્રે ૯ કલાકે જૂનાગઢ જિલ્લાના બિલખા પાસેના 'મંડલીકપુર' ગામે, મોસાળમાં માતા વિજ્યાબહેનની કૂખે થયો હતો. નાના મોહનલાલ આત્મારામ વ્યાસ શિક્ષક હતા તો નિરંજનભાઈના પિતા વલ્લભભાઈ રાજ્યગુરુ પણ ઘોઘાવદર તાલુકા ગોંડલ, જિલ્લા રાજકોટની પ્રાથમિક શાળામાં આચાર્ય હતા. ર૮,૦૦૦ દોહરાઓ અને ૭,૦૦૦ જેટલાં કાવ્યો ભજનોના સર્જક તેમ જ આંતર બાહ્ય રીતે સાધુ એવા આજીવન શિક્ષક પિતા પાસેથી નિરંજનભાઈને લોકસાહિત્ય અને સંતસાહિત્યના ભાથા ઉપરાંત સાહિત્ય, સંગીત અને કલાનો વારસો ગળથૂથીમાં મળ્યો.
શેખડીવાળા, પ્રો. શિવલાલ જેસલપુરા, પ્રો. રમણલાલ જોશી, પ્રો. ચિમનલાલ ત્રિવેદી, પ્રો. ચિનુભાઈ નાયક, મેઘનાદ ભટૃ, આચાર્ય નરોત્તમ પલાણ, ડો. હસુ યાજ્ઞિક જેવા મધ્યકાલીન સાહિત્યના અભ્યાસીઓએ નિરંજન રાજ્યગુરુ દ્વારા આ ક્ષેત્રમાં થયેલાં સંશોધનકાર્યને વારંવાર બિરદાવ્યું છે.



