Opinion Magazine
Number of visits: 10,226,258
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

સંવેદનાની સફરમાં

કમલેશ ઓઝા|Opinion - Opinion|19 June 2021

મિ. સુશીલ શર્મા, તમે આજે ત્રીસ વર્ષ પછી તમારી કર્મભૂમિ – વતન, અમદાવાદ તરફ આવો છો. તમે રાયપુરથી ફ્લાઇટમાં અમદાવાદ આવવા નીકળો છો. ૩૦ વર્ષ પહેલાં ધંધો રોજગાર, ઘરસંસાર, બાળગોપાલ, કુટુંબ કબીલા તેમ જ સામાજિક જિંદગીને સંકેલીને ગાંધી વિચારના અહિંસાના પર્વને વધુ વેગવાન બનાવવા, રાયપુર પહોંચો છો. જ્યાં છતીસગઢ એરિયામાં નક્સલવાદ પૂરેપૂરો ફાલીફૂલીને વિકસ્યો છે. જે ભારત જેવા શાંતિપ્રિય દેશ માટે ખતરનાક સાબિત થઇ ચૂક્યો છે, અને આ નક્સલવાદના હિસાબે અનેક નિર્દોષ લોકોનાં જીવન બરબાદ થઇ ગયાં છે. ભારતની કરોડરજ્જુને લગભગ અશાંત પરિસ્થિતિમાં મૂકી દેતા નક્સલવાદ ભારત જેવા લોકશાહી દેશ માટે એક સળગતો મોટો પ્રશ્ર્ન થઇ ચૂક્યો છે. તેવા સંજોગોમાં તમે, પ્રખર સામ્યવાદી વિચાર ધરાવતા હોવાના નાતે, સામાજિક સમાનતા અને માનવીય જીવન પ્રબળ કેમ બને તેની સતત ચિંતામાં હો છો. નક્ષલવાદનો જન્મ અન્યાયમાંથી થયો છે. જાગીરદારી પ્રથાથી થતો અન્યાય સામાન્ય ખેડૂત ખેતકામદારને બહેાલ બનાવી દેતા, તેનો જન્મ વર્ષો પહેલાં થયો અને હિંસાથી ક્રાંતિ કરવાના અલ્ટ્રાલેફ્ટના વિચારો ચારુ મજમુદાર કનુ સન્યાલ જેવા અનેક લોકોએ સમાનતા લાવવાના અને ખેતમજૂરને શોષણવિહીન કરવાનાં સ્વપ્ન સાથે નક્ષલવાદના પગરવ થયા અને આખા દેશમાં આ નક્ષલવાદ ફાલી ફૂલીને વિકસ્યો જેમાં છત્તીસગઢમાં બસ્તર એરિયામાં આ નક્ષલવાદ વધુ ઉગ્ર બન્યો અને અનેક નિર્દોષ લોકો મોતનાં મુખમાં ધકેલાયા અને આખી સમાજવ્યવસ્થા છિન્નભિન્ન કરી નાખી.

આ રોગ આખા દેશ માટે ખતરનાક નીવડ્યો. તમે ૩૦ વર્ષ પહેલાં આ નક્ષલવાદને કેમ ડામી શકાય અને અનેક આદિવાસી ભાઇઓને નક્ષલવાદમાંથી મુક્ત કરી તેમને મેઇન સ્ટ્રીમમાં સામાન્ય પ્રવાહમાં લાવી ગેરમાર્ગે દોરાયેલા અસંખ્ય નવયુવાનોને હથિયાર હેઠા મૂકી નવજીવન કેવી રીતે મળે તેના વિચાર સાથે રાયપુર આવી નક્ષલાદને ડામવાના સક્રિય પ્રયાસમાં લાગી ગયા. વિકાસના નામે આદિવાસી ભાઇબહેનોને માનવીય અભિગમવાળું જીવન ન મળતાં આ એરિયામાં પાવર પ્લાન્ટ, બંધ વગેરે બંધાતા મૂડીપતિઓનો વિકાસ થયો છે, મૂળ આદિવાસી ભાઇબહેનો મુખ્ય પ્રવાહથી અલગ છે, અને એટલે જ તેમને થતાં અન્યાયની સામે વિસ્ફોટ આદિ ઉલ્કાપાત રચાતા સશસ્ત્ર ક્રાંતિ સાથે માઓવાદીના વિચારો સાથે નક્ષલવાદ તરફ આકર્ષાયા આ ઇતિહાસ, અને વર્તમનાકાળથી મિ. સુશીલ શર્મા તમે પૂરેપૂરા વાકેફ હોવાથી રાયપુર જઇ બસ્તર એરિયાની મુલાકાત લઇ ભોગ બનેલા આદિવાસી વિસ્તારની મુલાકાત લઇ આપ આદિવાસી ભાઇઓ બહેનોને મેઇન સ્ટ્રીમમાં કેમ લાવવા તેના વિચાર સાથે નોન વાયોલેન્સ – અહિંસાના ગાંધી વિચાર સાથે આશ્રમશાળા સ્થાપવાનું બીડુ ઝડપ્યું અને આજે અનેક આશ્રમ શાળાઓ બસ્તર એરિયામાં સ્થાપી આદિવાસી ભાઇઓ બહેનો યુવાનોને રોજગાર પૂરો પાડી, સ્વાવલંબી બનાવી નક્ષલવાદમાં ગેરમાર્ગે ગયેલા અસંખ્ય લોકોને નવજીવન આપી તેમને સામાન્ય પ્રવાહમાં લાવી એક મોટું કામ કર્યું, સુશીલ શર્મા, તમે આ બસ્તર એરિયામાં છોટે ગાંધીના નામે નામના મેળવી શક્યા.

આજે ત્રીસ વર્ષ પછી તમે રાયપુરથી અમદાવાદમાં આવતી ફ્લાઇટમાં તમારા ભૂતકાળ તરફ યાદોનાં ટોળાંમાં ખોવાઇ જાવ છો. મિ. સુશીલ શર્મા, ધંધો રોજગાર, કુટુંબ કબીલા, સંસાર ત્યાગ તમારી ધર્મપત્ની મિત્રો, બધાને છોડીને આજે ત્રીસ વર્ષ પછી અમદાવાદ તરફ પ્રયાણ કરો છો ત્યારે, અમદાવાદમાં તમારા જૂના મિત્રો સુવિચાર ધરાવનારા પ્રગતિશીલ લેખક સંઘના નામે તમને અમદાવાદ વક્તવ્ય આપવા બોલાવે છે. "નક્ષલવાદની આસપાસ અને તેને ડામવાના ઉપાયો" પર તમારું વક્તવ્ય રાખ્યું છે અને આજે ત્રીસ વર્ષ પછી અમદાવાદ એરપોર્ટ પર પહોંચતાં તમને જૂના મિત્રો, સહાધ્યાયીઓ અને સમાન વિચારશરણીવાળા લેખકો વગેરે મળે છે અને મિ. સુશીલ શર્મા આ પળ તમારા માટે યાદગાર બની જાય છે. તમે તમારા હૃદયમાં અનેક યાદગીરીના બનાવો નજર સમક્ષ આવતાં, સુશીલ શાર્મ તમે આહ્લાદક ક્ષણ માણો છો.

બીજે દિવસે અમદાવાદના ટાઉન હોલમાં પ્રગતિશીલ લેખક સંઘના સેક્રેટરી શાશ્વત વસાવડા તમારો પરિચય એક જૂના સામ્યવાદી વિચારક તરીકે કરાવી તમને વક્તવ્ય આપવા નિમંત્રે છે.

તમે સાવ સાદા ડ્રેસમાં કૂર્તા પાયજામામાં વધેલી દાઢી સાથે વક્તવ્ય દેવા ઊભા થાવ છો. તમે ઉદ્‌બોધન કરો છો.

ભાઇઓ અને બહેનો, આજે ત્રીસ વર્ષ પછી અમદાવાદમાં આવતા હું આનંદથી ઝુમી ઊઠ્યો છું. મારો ભૂતકાળ, મારા વિચારો સામ્યવાદી વિચારધારા સાથે સંકળાયેલા છે. મેં સૌ પ્રથમ ટ્રોટસ્કી, લેનિન અને માર્કસને વાંચ્યા છે. માર્કસ આજે પણ આખે આખા મને સમજાયા નથી, પણ સામ્યવાદી વિચારસરણીમાં હું ગળાડૂબ હોવા છતાં, શોષણવિહીન સમાજ રચનાના મંતવ્ય સાથે, સમાનતા બંધુત્વના વિચાર સાથે, હું ભૂતકાળમાં અને આજે પણ કટિબદ્ધ છું, તેમ છતાં આજે હું કબૂલ કરું છું કે હું ગાંધીવિચાર સાથે જોડાયેલ ત્યારથી હિંસા વગરની સમાજવ્યવસ્થા સ્થાપવાના મારા વિચાર સાથે ગાંધીજીના પોતાના વિચાર સાથે અડીખમ અને નીતિવિષયક જીવનશૈલીથી પ્રભાવિત થયો છું, અને મારા અનુભવે ગાંધી મને સુપેરે દેખાયા હતા તેમ જ નક્ષલવાદની સશસ્ત્ર ક્રાંતિવાળી વાતને હું અનુમોદન આપતો બંધ થયો અને નક્ષલવાદ ભલે અન્યાયમાંથી જન્મ્યો, પણ તે વિચાર સાથે માઓવાદી ચળવળ સાથે આ દેશમાં સશસ્ત્ર ક્રાંતિથી લોકશાહીની વ્યવસ્થાને તોડી ફોડીને સામાન્ય જીવન બક્ષવાનો વિચાર ગેરમાર્ગે દોરે છે. તેવું મને સમજાતા નક્ષલવાદને ડામીને અસંખ્ય આદિવાસી ભાઇઓ બહેનોને મેઇન સ્ટ્રીમાં લાવીને સ્વાવલંબી બનાવવાનું મેં ત્રીસ વર્ષ પહેલાં બીડું ઝડપ્યું અને આ વિચાર સાથે છત્તીસગઢમાં મે શરૂઆતમાં ૧૦થી ૧૫ આશ્રમ શાળાઓ સ્થાપી જે આજે અનેકની સંખ્યામાં છે અને આ આશ્રમશાળાઓ સ્થાપી ત્યાંના યુવાનોની મદદથી સ્થાપ્યા અને અસંખ્ય આદિવાસી ભાઇઓને બહેનોને હથિયાર હેઠા મૂકી મુખ્ય પ્રવાહમાં લાવી ધંધો રોજગાર અપાવી ઉત્તમ માનવીય જીવન આપવામાં મદદ કરી.

આ સરકાર કે કોઇ પણ સરકાર નક્ષલવાદને કોઇ દિવસ ડામી નહીં શકે કારણ કે સરકારનો નક્ષલવાદને ડામવા માટેનો રસ્તો હિંસા, અન્યાય, ધમકી, ડર પેદા કરી આદિવાસીઓને ઉઘાડે છોગે મોતના હવાલે કરવાનું કામ કરે છે. મારા મતે નક્ષલવાદને ડામવા માટે સહાનુભૂતિ સાથેનો વર્તાવ કરી તેમને થતાં અન્યાય દૂર કરી તેમને સ્વાવલંબી બનાવવા જરૂરી છે, જે મેં ખૂબ જ ગંભીરતાથી પ્રયાસ કર્યો. આશ્રમ શાળામાં દૂધની ડેરી, ગૌશાળા, હસ્તકલા ઉદ્યોગ, સીવણકામ કરવાના સંચા, સ્કૂલો, બાળકોને આરોગ્યની સેવા આ બધુ કરવામાં આવે તો ગેરમાર્ગે ગયેલા સશસ્ત્ર-ક્રાંતિના હિમાયતી અનેક યુવાનોને આપણે મુખ્ય પ્રવાહમાં ભેળવી શકીએ. આ મારો ગાંધી વિચાર સાથેનો નમ્ર પ્રયાસ છે. અને આ પ્રયાસ સાથે અનેક આદિવાસી ભાઇઓ બહેનો, યુવાનોને સ્વાવલંબી બનાવી ઉત્તમ માનવીય જીવન બક્ષવાનો મારો નમ્ર પ્રયાસ છે. મારા જેવા ગાંધી વિચારકોએ આ પ્રયાસ કરી આ નક્ષલવાદને ડામવાના ભગીરથ કાર્યક્રમમાં જોડાવું જોઇએ. હું ત્રીસ વર્ષ પહેલાં મારા કુટુંબને, બાળગોપાલ, સગાંવ્હાલાં, મિત્રો, બાળકો બધાને છોડીને એક નવા કાર્યક્રમ સાથે છત્તીસગઢમાં સ્થાયી થયો અને આજે આ વિસ્તારમાં નક્ષલવાદને હું થોડા ઘણા અંશે ડામવામાં સફળ થયો. આમ, નક્ષલવાદનો જન્મ ભલે અન્યાયથી થયો છે, પણ તેને સશસ્ત્ર ક્રાંતિના વિચાર સાથે આવકારવાની જરૂર નથી તેને ડામવા ભારતના દરેક સમજુ વિચારકે સહાનુભૂતિ સહૃદયથી વર્તાવથી આદિવાસી ભાઇઓ જે અત્યાચાર, અન્યાયના ભોગ બનેલા છે તેમને ફરી પાછા મુખ્ય પ્રવાહમાં સ્થાપી તેમને માનવીય અભિગમવાળું જીવન આપવાનું ભગીરથ કામ કરવું જોઇએ, તેમ કહી વિરમું છું.

તાળીઓના ગડગડાટ સાથે તમારા વક્તવ્યને ખૂબ જ આવકાર મળે છે.

મિ. સુશીલ શર્મા, તમારી સાદગીપૂર્વકની જિંદગીથી લોકો ખરેખર પ્રભાવિત થાય છે અને તમને મળવા આવનારા અસંખ્ય જૂના મિત્રો, મળીને ખુશ થાય છે. એ જ રીતે તમને મળવા તમારા બન્ને દીકરાઓ, તમારી બન્ને પુત્રવધૂઓ, તમારી સહધર્મચારિણી સરિતાદેવી, તમારા ભાઇ શૈલેષ શર્મા અનેક લોકો મળે છે.

તમારા બન્ને દીકરાઓ તમારી પાસે આવે છે, તમને ઘરે લઇ જવા માટ કહે છે, તમારી સહધર્મચારિણી સરિતાદેવી તમને મળે છે, તમારા બન્ને દીકરાઓ પુત્રવધૂઓ આખુ કુટુંબ બન્ને દીકરાઓ તેના ઘરે તમને લઇ જાય છે. આખુ કુટુંબ સાથે જમે છે, બન્ને દીકરાઓ અને આખું કુટુંબ ત્રીસ વર્ષ પછી તમને મળ્યાનો આનંદ મેળવે છે, અને તમને કહે છે કે પપ્પા, હવે તમે પાછા આવી જાવ અને આ સરસ મજાના બંગલામાં છેલ્લી જિંદગી અમારા મમ્મી સાથે ગાળો. મેં સ્પષ્ટ કહ્યું કે બધાં કુટુંબીજનો, હું મારું કામ અધૂરું છોડીને ન આવી શકું. હજું મારી યાત્રા લાંબી છે. અને આજે ૭૮ વર્ષે પણ હું થાક્યો નથી, અને એટલે મારે તો એ જ મારો આદિવાસી બસ્તર વિસ્તાર અને તમે બધા સુખી છો. સંપીને રહો છો. બધા પ્રપૌત્ર અને પ્રપૌત્રી ભણવામાં અવ્વલ નંબર છે અને તમે મારા આપેલા સંસ્કારવાળું જ જીવન જીવો છો. તમારામાં તમારી પાસે અખૂટ પૈસા હોવાનું અભિમાન નથી. તે મારા માટે મહત્તમ સુખ છે. એમ કહી સરિતાદેવી, તમારા ધર્મપત્નીને ૧૦ મિનિટ માટે એકલા મળી, તેને સ્નેહનું ચુંબન કરી, તું સુખી છે, બન્ને દિ=દીકરાઓ પુત્રવધૂઓ બધાં સારી રીતે તને સાચવે છે. એટલે મારી ગેરહાજરી તને સાલશે નહીં આમ જ જીવનયાત્રા પૂરી કર, એમ કહી તમે બન્ને દીકારાને એરપોર્ટ પર મૂકી જવાનું સૂચન કરો છો અને તમે અમદાવાદ એરપોર્ટ પરથી રાયપુર પાછા જવાની ફ્લાઇટ પકડી, તમારા મૂળ કાર્યક્રમ નક્ષલવાદને મુખ્ય પ્રવાહમાં ભેળવવાના ભગીરથ કાર્યમાં પાછા રાયપુર તરફ પ્રયાણ કરો છો.

મિ. સુશીલ શર્મા, સલામ તમારી ઝીંદાદિલીવાળી જિંદગીને સલામ. મિ. સુશીલ શર્મા, તમારી ગાંધી વિચારને મુબારક અહિંસાવાળી વિચારસરણીને સલામ સલામ તમારા કુટુંબીજનો બન્ને દીકરાઓ, પુત્રવધૂઓ, પ્રપોત્રો અને ભાઇઓને કે જેણે ત્રીસ વર્ષ સુધી તમારી ગેરહાજરીમાં તમારા સહધર્મચરિણી સરિતાદેવીને સાચવવાનું તેને સરસ રીતે જીવન જીવવાનું જીવન બક્ષવા બદલ સલામ, અને છેલ્લે લાખ લાખ સલામ સરિતાદેવીને કે જેણે ત્રીસ વરસના પતિ વિયોગને પચાવી સુખમય સામાન્ય જીવન જીવવાનું હસ્તે મોઢે જીવન જીવવાના ભગીરથ કાર્યને સલામ – મિ. સુશીલ શર્મા તમારા ગાંધી વિચારને લાખ લાખ સલામ.

e.mail : koza7024@gmail.com

Loading

ચલ મન મુંબઈ નગરી—100

દીપક મહેતા|Opinion - Opinion|19 June 2021

મુંબઈનું મેઘદૂત, ઓગણીસમી સદીના અંગ્રેજોની કલમે 

વરસાદને માણવાના આ દિવસો છે. પારકાંને પોતીકાં બનાવવાના દિવસો છે. પોતીકાંની વધુ નિકટ જવાના આ દિવસો છે. નિકટનાં નજીક ન હોય તો મેઘદૂતનો પ્રેમ-સંદેશ મોકલવાના દિવસો છે. પણ દુનિયામાં બધે પડતો વરસાદ એક સરખો નથી. બ્રિટન, યુરપના ઘણા દેશોમાં ચોમાસા જેવી ઋતુ જ નથી. ત્યાં બારે માસ ગમે ત્યારે વરસાદ પડે છે. ‘આવે આવે ને જાય રે મેહુલિયો’ એવો. આથી જ બારે માસ પડતા વરસાદથી અકળાયેલું બાળક ગાય છે : Rain, rain go away. જ્યારે આપણા દેશમાં આઠ આઠ મહિના રાહ જોયા પછી વરસાદ આવે તો આવે. એટલે અહીંનું બાળક ગાય છે : ‘આવ રે વરસાદ.’ કેટલાક અંગ્રેજ લેખકોએ મુંબઈના વરસાદ વિષે ૧૯મી સદીમાં જે લખ્યું તેમાંથી આજે અહીં થોડાં અમી છાંટણાં.

એમ.ડી.ની ડિગ્રી ધરાવતા હેન્રી મોઝીસ વ્યવસાયે ડોક્ટર હતા અને હિન્દુસ્તાનની મુસાફરી પછી તેમણે આ પુસ્તકમાંના લેખો લખ્યા હતા જે પહેલાં મિસિસ મિલ્નરે ‘ધ ઇંગ્લિશ વુમન્સ મેગેઝીન’માં પ્રગટ કર્યા હતા. આથી લેખકે પુસ્તક તેમને અર્પણ કર્યું છે. આ લેખક વિષે વધુ માહિતી મેળવી શકાઈ નથી.

*

મુંબઈના દરિયા પર ઘેરાયેલાં  વાદળાં – ‘સ્કેચિસ ઓફ ઇન્ડિયા’ પુસ્તકમાંથી

ઘણી રાહ જોયા પછી છેવટે એ દિવસ આવ્યો જ્યારે આભના આગળા ખૂલી ગયા, અને માણસો, જનાવર, અને વનસ્પતિની આતુરતાનો અંત આવ્યો. બપોર પડતાં સુધીમાં નૈરુત્ય દિશામાં કાળાં વાદળાંએ દેખા દીધી, અને જોતજોતામાં તો આખા આકાશમાં છવાઈ ગયાં. અજવાળું ભૂખરું થઈ ગયું, ગરમી ઘટી ગઈ. કોણ જાણે ક્યાંથી શીતલ પવન વાવા લાગ્યો. સમુદ્ર એકાએક આકુળ-વ્યાકુળ થઈ ગયો. એક બાજુથી પવનની થપાટો, અને બીજી બાજુ કિનારા પરના પથરા પર મોજાંની થપાટો. દૂરના ડુંગરાઓ પર થતી ગડગડાટી અહીં સુધી સંભળાતી હતી. વીજળીના ઝબકારા ક્ષણાર્ધ માટે બધું અજવાળતા હતા. નાળિયેરી પરનાં સૂકાં પાન એક્બીજાં સાથે અથડાઈને જાણે કે ખંજરી બજાવી રહ્યાં હતાં. કુદરતનાં તત્ત્વો એકબીજા સામે યુદ્ધે ચડ્યાં હતાં.

વરસાદનાં મોટાં મોટાં ટીપાં વરસવા લાગ્યાં. એ જમીન પર પડે ત્યારે ધૂળનાં નાનાં નાનાં ટીપાં ઊછળકૂદ કરવા લાગ્યાં. જોતજોતામાં તો વરસાદનું જોર વધ્યું, અને અહીં, તહીં બધે, બધું જ જળબંબાકાર થઈ ગયું. ખેતરમાં કામ કરતો ખેડૂત તેની માટીની મઢુલીમાં ભરાઈ ગયો અને ધીમા સાદે રામરક્ષાકવચ ગણગણવા લાગ્યો. તો મુંબઈ શહેરના કોટ વિસ્તારમાંની ઊંચી ઈમારતો દરેક ગડગડાટ સાથે ધ્રૂજવા લાગી. દરેક મકાનના છાપરા પરથી પાણીનો ધોધ પડવા લાગ્યો. અને ઘણાં મકાનોનાં છાપરાં પરથી પડતાં પાણીએ રસ્તાઓને નદીમાં પલટી નાખ્યા. આપણે અંગ્રેજોએ આપણા દેશમાં આવો વરસાદ ક્યારે ય જોયો નથી. આપણે તો લગભગ બારે માસની ઝરમરથી ટેવાયેલા છીએ. એટલે અહીંનું ચોમાસું પહેલી વાર જોતી વખતે ઘણા અંગ્રેજો તો એમ જ માને છે કે હવે આ પૃથ્વી રસાતાળ જવાની છે.

હેન્રી મોઝિસ, સ્કેચિસ ઓફ ઇન્ડિયા, (૧૮૫૦)માંથી 

મુંબઈનો વરસાદ – વોટર કલર

એમનું આખું નામ જ્યોર્જ ક્રિસ્ટોફર મોલ્સવર્થ બર્ડવૂડ. ૧૮૩૨માં જન્મ, ૧૯૧૭માં અવસાન. કારકિર્દી દરમ્યાન અનેક બંદરનાં પાણી પીધેલાં. ડોક્ટર થઈને ૧૮૫૪માં બોમ્બે મેડિકલ સર્વિસમાં જોડાયા. ગ્રાન્ટ મેડિકલ કોલેજમાં પ્રોફેસર બન્યા. પછી યુનિવર્સિટી ઓફ બોમ્બેના રજિસ્ટ્રાર. ૧૮૫૮માં મુંબઈના પહેલવહેલા મ્યુઝિયમના પહેલા ક્યુરેટર બન્યા. (આજે આ મ્યુઝિયમ ભાઉ દાજી લાડ મ્યુઝિયમ તરીકે ઓળખાય છે.) મુંબઈના શેરીફ બન્યા. પણ પછી નબળી તબિયતને કારણે ૧૮૬૮માં ઇંગ્લંડ જઈ સ્થાયી થયા.

*

મુંબઈથી ખંડાળા સુધીના આખા વિસ્તાર પર સ્વચ્છ, શાંત અજવાળું પથરાઈ ગયું હતું. એકેએક ગામડું, તેની એકેએક ઝૂંપડી, દરેક રસ્તો અને દરેક કેડી, અરે, ચોક આગળ આવેલી નદી પરનો પુલ સુધ્ધાં એકદમ સાફસૂથરાં, સ્પષ્ટ દેખાતાં હતાં. વૃક્ષો પર કોઈએ લીલા રંગની જાદુઈ પીંછી ફેરવી દીધી હોય તેમ લાગતું હતું. આછા, પણ સ્પષ્ટ પ્રકાશમાં દરેકે દરેક ઝરણું જાણે પાણીનું નહિ પણ પ્રવાહી રજતનું હોય એમ લાગતું હતું. પનવેલ અને નાગોઠાણા નદીઓ તો અરીસાની જેમ ચમકતી હતી, અને દરિયા પર જે વધતા-ઓછા પ્રકાશના શેરડા પડતા હતા તેને કારણે જાણે કુદરત કોઈ મહાકાય પિયાનો વગાડી રહી હોય એવું લાગતું હતું.

લગભગ પાંચેક વાગ્યે વાવાઝોડાની સવારી વાજતેગાજતે આવી પહોંચી. કડાકાભડાકા, વીજળીના ચમકારા. લગભગ એક કલાક સુધી આ ચાલુ રહ્યું. ક્યારેક તો લાગતું હતું કે આ તોફાન ડુંગરોને ઉખેડીને અધ્ધર હવામાં ફંગોળી તો નહિ દે ને! મુંબઈના દરિયા પર પશ્ચિમ આકાશમાં આછું, સોનેરી અજવાળું પથરાઈ ગયું. પછી ધીમે ધીમે ચંદ્રોદય થયો. અને ધરતીથી આકાશ સુધીનો એક રૂપેરી પુલ બંધાઈ ગયો. પણ પછી બીજે દિવસે સાવ શાંતિ, જાણે કશું બન્યું જ નહોતું! પણ ત્રીજે દિવસે ફરી વાદળાં ઊભરાવા લાગ્યાં. બપોરે બે વાગતા સુધીમાં તો આખું આકાશ કાળુંધબ્બ! બિહામણું! અને ચાર વાગ્યે મોસમનો પહેલો વરસાદ.

સર જ્યોર્જ બર્ડવૂડ, ‘લંડન ટાઈમ્સ’, જાન્યુઆરી ૧૮૮૦માંથી

સર થોમસ અર્સકીન પેરીનો જન્મ ૧૮૦૬માં, અવસાન ૧૮૮૨. વ્યવસાયે વકીલ. મુંબઈ ઈલાકાની ‘સુપ્રીમ કોર્ટ’ના ન્યાયાધીશ. પછીથી એ જ કોર્ટના ચીફ જસ્ટિસ (૧૮૪૭-૧૮૫૨). ઇન્ડિયન બોર્ડ ઓફ એજ્યુકેશનના દસ વરસ સુધી પ્રમુખ. ૧૮૫૪થી ૧૮૫૯ સુધી બ્રિટિશ પાર્લમેન્ટના સભ્ય. ૧૮૫૯થી ૧૮૮૨ સુધી કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના સભ્ય. પ્રિવી કાઉન્સિલના સભ્ય નિમાયા, પણ માંદગીને લીધે શપથ ન લઈ શક્યા.

*

ચોમાસાનું આગમન એ હવામાન શાસ્ત્રની દૃષ્ટિએ પશ્ચિમ હિન્દુસ્તાનમાં એક મોટી ઘટના બની રહે છે. મે મહિનાને અંતે મુંબઈમાં સૂરજ બરાબર માથે તપતો હોય છે. અત્યાર સુધી વહેતો રહ્યો હતો એ દરિયાઈ પવન થંભી જાય છે. વાતાવરણમાં ગૂંગળામણ. છેલ્લા આઠ મહિનાથી વરસાદની એકાદ ઝડી પણ વરસી નથી, એટલે ધરતી છે સાવ ઉજ્જડ, વેરાન, ભેંકાર. દરિયા કિનારા પરની નાળિયેરીનાં પાંદડાં પણ જાણે બેભાન હોય તેમ ઝૂકી ગયાં છે. રોજ સાંજ પડ્યે દક્ષિણ દિશામાંથી આવીને વાદળાંના ઢગલેઢગલા આકાશને ભરી દે છે. સૂર્યાસ્ત વખતે એ બધાં જાતજાતના રંગોમાં જાણે કે ધોવાઈ જાય છે. થોડા દિવસ પછી આવી પહોંચે છે કાળાં ડિબ્બાણ વાદળાંનાં ઝુંડનાં ઝુંડ. આકાશની દિવાલ પર વીજળીના ઝબકારા કોઈ અજાણી લિપિમાં કોઈક સંદેશ લખી રહ્યા છે. દિવાલો પર જાહેર ખબર ચિતરનારા છોકરાઓની જેમ વાદળાં ડુંગરોના એક શિખર પરથી બીજા શિખર પર દોડાદોડી કરી રહ્યાં છે. પણ રાત સુધીમાં તો બધું શાંત. આકાશમાં ચંદ્ર બરાબર માથા પર આવી ગયો છે. છતાં, આપણા દેશમાં ક્યારે ય જોવા ન મળે એટલા તારા આકાશમાં જોઈ શકાય છે.

અહીં વરસાદની શરૂઆત અનેક રીતે થાય છે. કોઈક વાર વીજળી અને કડાકાભડાકા સાથે રાજાશાહી ઠાઠથી એ પધારે છે. ક્યારેક નવોઢાની જેમ દબાતે પગલે આવે છે. તો ક્યારેક તોફાની બાળકની જેમ સંતાકૂકડી રમતો આવે છે. પણ ભલે એ ગમે તે રીતે આવે, થોડા જ વખતમાં ધરતી પરથી ભૂખરો રંગ ગાયબ થઈ જાય છે અને અહીં, તહીં, સર્વત્ર લીલા રંગનું સામ્રાજ્ય સ્થપાઈ જાય છે.

સર અર્સ્કીન પેરી, બર્ડઝ આઈ વ્યૂ ઓફ ઇન્ડિયા, (૧૮૫૫)માંથી 

બે લેખકો: બર્ડવૂડ અને અર્સકીન

સ્કોટલેન્ડ, ઇંગ્લંડ, હિન્દુસ્તાન, આયર્લેન્ડ, અને ફ્રાન્સમાં વસવાટ કરનાર એલિઝાબેથ ગ્રાન્ટનો જન્મ ૧૭૯૭માં, અવસાન ૧૮૮૫. પિતા પાર્લમેન્ટના સભ્ય. ૧૮૨૭માં એલિઝાબેથ અને તેમનું કુટુંબ મુંબઈ રહેવા આવ્યું. જીવનનાં ઘણાં બધાં વરસ તેમણે એકધારી રીતે ડાયરી અને નોંધ લખ્યાં. તેમના નામ વગર તેમાંનાં કેટલાંક લખાણો સામયિકોમાં પ્રગટ થયાં હતાં ‘મેમ્વાર્સ ઓફ અ હાઈલેન્ડ લેડી’ લખાયું હતું તો માત્ર કુટુંબના સભ્યોના વાચન માટે. તેમની દીકરીની પરવાનગી મેળવીને તેનું પહેલું પ્રકાશન ૧૮૯૮માં થયું હતું. જો કે તેનું સંપાદન કરનાર જેન મારિયા સ્ટ્રેચીએ તેમાં ઘણી કાપકૂપ કરી હતી. એક જ વરસમાં તેનાં ચાર પુનર્મુદ્રણ થયાં. કશી કાપકૂપ વગર સંપૂર્ણ પુસ્તક ૧૯૮૮માં પહેલી વાર પ્રગટ થયું.

*

એલિઝાબેથ ગ્રાન્ટ

મને બરાબર યાદ છે. તે દિવસે બપોરે મારી મા અને હું જમવા બેઠાં હતાં. એકાએક અમે ગુંગળામણ અનુભવવા લાગ્યાં. ભર બપોરે એકાએક અંધારું ઊતરી આવ્યું. દૂરથી ગડગડાટી સંભળાતી હતી. કશુંક અસાધારણ બનવાનું છે એમ લાગ્યું. નોકરો બારી તરફ દોડ્યા અને મકાનની એક બાજુની બધી બારી બંધ કરી દીધી. હા, આ એ બાજુ હતી જે બાજુથી વાવાઝોડું ત્રાટકવાનો સંભવ હતો. અને બે પાંચ ક્ષણોમાં જ પવન એવો તો સૂસવાટાભેર વાવા લાગ્યો કે અમે બીજું કશું જ સાંભળી શકતાં નહોતાં. નોકરો કૈંક બોલી રહ્યા હતા એ અમને દેખાતું હતું, પણ કશું સંભળાતું નહોતું. અને ત્યાં તો ધૂળની ડમરી ઘોડાપૂરની ઝડપે આવી. ફર્શ, બેઠકો, ટેબલ, બધું ધૂળથી ઢંકાઈ ગયું. પછી થોડી વાર નિઃસ્તબ્ધતા. જાણે કશું બન્યું જ નહોતું. પછી આકાશમાં ગડગડાટી. નજીક ને નજીક આવતી રહી એ, અને છેવટે જાણે અમારા ઘર પર જ ત્રાટકી. અને પછી શરૂ થયો મૂશળધાર વરસાદ. મારી મા અને હું તો એવાં ડઘાઈ ગયેલાં કે કાપો તો લોહી ન નીકળે! તે દિવસે મને જેટલી બીક લાગી હતી એટલી ન તો પહેલાં ક્યારે ય લાગેલી, ન તો પછી ક્યારે ય લાગી છે. તે દિવસે જે ધોધમાર વરસાદ શરૂ થયો તે બીજા દિવસે બ્રેકફાસ્ટના ટાઈમ સુધી સતત ચાલુ રહ્યો. આવા વરસાદનો અમારો આ પહેલો અનુભવ.

એલિઝાબેથ ગ્રાન્ટ, મેમ્વાર્સ ઓફ અ હાઈલેન્ડ લેડી, (૧૮૯૮)માંથી

e.mail : deepakbmehta@gmail.com

xxx xxx xxx

પ્રગટ : “ગુજરાતી મિ-ડે”, 19 જૂન 2021

Loading

નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ આવા શિક્ષકોને કારણે ઊજળી છે …

રવીન્દ્ર પારેખ|Samantar Gujarat - Samantar|18 June 2021

15 જૂન, 2021ના “ધબકાર”માં બીજે પાને એક ફોટો છપાયો છે. એની નીચે શેરીમાં ત્રણ શિક્ષકો બાળકોને શાળાપ્રવેશ માટે વાલીઓને સમજાવી રહ્યા છે – એવું લખાણ છે. એ વાંચીને સવાલ એ થયો કે શિક્ષકોએ આ કામ કઈ ખુશીમાં કર્યું? તપાસ કરતાં ખબર પડી કે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, સુરત સંચાલિત શ્રી દામોદર હરિ ચાફેકર શાળા નંબર 222ના મુખ્ય શિક્ષક ચંદ્રશેખર નિકમનું એ સાહસ હતું. ચંદ્રશેખર નિકમ ચીકુવાડી વિસ્તારમાં રહે છે અને એમની શાળા પાંડેસરા વિસ્તારમાં છે. સ્કૂલનું નવું સત્ર શરૂ થયું એ ગાળામાં 11 જૂનથી ચંદ્રશેખર નિકમ સવારે 8 વાગે ચંદ્રકાંત જાધવ અને સંજય સાવંતને લઈને ક્રિષ્ના નગર, અંબિકા નગર, આવિર્ભાવ સોસાયટી જેવા વિસ્તારોમાં નીકળી પડે છે. 8 વાગે એટલા માટે કે મોડું થાય તો વાલીઓ કામ પર નીકળી જાય ને સંપર્ક મુશ્કેલ બને. વાલીઓને તેમનાં સંતાનો મરાઠી માધ્યમની શાળામાં પ્રવેશ મેળવે તે માટે સમજાવાય છે. એને માટે શિક્ષકોની ટીમ ઘરે ઘરે પેમ્ફલેટ વહેંચે છે ને માઈકમાં પ્રાથમિક શાળામાં પ્રવેશ લેવાથી કયા લાભ છે તે કહે છે, એ સાથે જ નાગસેન નગર અને તેની આસપાસના વિસ્તારમાં 222 અને 255 નંબરની શાળા આવેલી છે તેનો ખ્યાલ પણ અપાય છે ને સૂચવાય છે કે આ શાળામાં તો વિદ્યાર્થીઓ પ્રવેશ મેળવે જ, પણ બીજા વિસ્તારોમાં રહેતા હોય તેઓ પણ તેમની નજીકની સ્કૂલોમાં પ્રવેશ મેળવે, પણ શિક્ષણથી વંચિત ન રહે.

વિદ્યાર્થી પ્રાથમિક શાળામાં પ્રવેશ મેળવે તો તેણે ફી તો ભરવાની નથી જ, ઉપરથી વર્ષે તેને 1,100 રૂપિયા સ્કોલરશિપ મળે તે નફામાં. સ્કૂલોમાં અત્યારે મધ્યાહ્ન ભોજનને વિકલ્પે ઘઉં ને ચોખા ચોક્કસ સમય ગાળામાં આપવામાં આવે છે તે બીજો લાભ … આવી ઘણી માહિતી આચાર્ય નિકમ અને તેમનાં સાથી શિક્ષકો આપતા રહે છે. નિકમ સાહેબનો ઉદ્દેશ વધારે વિદ્યાર્થીઓ એમની શાળામાં પ્રવેશ મેળવે અને શિક્ષણથી વંચિત ન રહે એ છે. વિદ્યાર્થીઓના પ્રવેશ માટે વાલીઓને સમજાવવાના પ્રયત્નો સાહેબે અગાઉ પણ કર્યા જ છે, એટલું જ નહીં, કોરોના નિમિત્તે લોકોને રસી લેવા સમજાવવાનું ને ફંડ ઊભું કરીને અનાજ, તેલ જેવી સામગ્રી ઘરે ઘરે પહોંચાડવાનું કામ પણ કર્યું છે. આ ઉપરાંત વર્ગ શિક્ષણ કે ઓનલાઈન શિક્ષણને વધુ સજીવ બનાવવાના પ્રયત્નો પણ નિકમ તેમની સ્કૂલમાં કરતાં રહે છે. એક તરફ શિક્ષકો, વિદ્યાર્થીઓ પ્રાથમિક શાળામાં પ્રવેશ લે તે માટે પ્રયત્નો કરે છે તો નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની ઉત્રાણની મહારાજા કૃષ્ણકુમાર સિંહજી પ્રાથમિક શાળા નં. 334 અને પ્રમુખસ્વામી મહારાજ પ્રાથમિક શાળા નં. 346માં 1,600 જગ્યાઓ માટે 3,500 અરજીઓ આવી છે. ત્રણ વર્ષથી અહીં પ્રવેશ માટે ધસારો થાય છે. આમ થવાનું કારણ અહીં અપાતું શિક્ષણ છે. સવારની પાળીના આચાર્યા રમા પદ્માણીએ કહ્યું કે પહેલું વર્ષ હતું ત્યારે વિદ્યાર્થીઓને શોધવા જવું પડતું હતું, પણ હવે પ્રવેશ માટે એટલો ધસારો છે કે ડ્રો કરીને પ્રવેશ આપવો પડે છે. આમ થવાનું કારણ આપતા ચેતન હીરપરા કહે છે કે અહીનું શિક્ષણ સારું હોવા ઉપરાંત મોટું ગ્રાઉન્ડ, લાઈબ્રેરી, રમત-ગમતનાં સાધનો જેવી ઉત્તમ સુવિધાઓ પણ છે.

નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના 15 સભ્યોની સમિતિની ચૂંટણી આવી રહી છે એમાં શાસક પક્ષ વધારે સીટો કેવી રીતે કબજે કરાય એના દાખલા ગણવામાં પડ્યો છે, વિપક્ષ પણ ફાળે આવેલી બે સીટો પર નજર માંડીને બેઠો છે. એ બધાં ચૂંટણી જીતશે ને સમિતિ ચમત્કારો કરશે એવું લોકો તો ખાસ માનતા નથી. એ બધાં જાણે છે કે સરકારમાં કે સંસ્થાઓમાં સમિતિઓ કામ ન કરવા જ બનતી હોય છે અને કદાચ કોઈ કામ થાય પણ, તો તે ન થયા બરાબર જ હોય છે. આમ પણ સમિતિ ને પ્રાથમિક શિક્ષણ વગોવાઈ ચૂક્યાં છે ત્યારે સમિતિની સ્કૂલોમાં શિક્ષણ સુધરે અને ખાનગી સ્કૂલોમાં પ્રવેશ મેળવવાનો મોહ છોડીને સમિતિની શાળાઓમાં વિદ્યાર્થીઓ પ્રવેશ મેળવે એ માટે નિકમ જેવા આચાર્ય ને તેમનાં શિક્ષકો ગલીએ ગલીએ ફરે એ સુખદ આશ્ચર્ય જ છે. આ મામલામાં સમિતિ પોતે તો નિષ્ક્રિય છે ને તેણે આ બધું કરવાનો શિક્ષકોને આદેશ આપ્યો છે એવું પણ નથી, તો કેમ આ શિક્ષકો ઘરે બેસીને પગાર ગણવાને બદલે સ્વેચ્છાએ સમિતિની શાળાઓમાં વિદ્યાર્થીઓ પ્રવેશ લે એને માટે મથે છે?

જે સ્કૂલમાં ગરીબ વાલી પણ પોતાનાં બાળકને મૂકવા રાજી નથી, એ સ્કૂલમાં ખાનગી શાળામાંથી ઉઠાડીને વાલીઓ બાળકને પ્રવેશ અપાવવા લાઇન લગાવે તો તેવી શાળાઓ માટે માન થવું સહજ છે.

એક તબક્કે સરકારે ખાનગી સ્કૂલોને ઉત્તેજન આપીને અને પ્રાથમિક સ્કૂલોને બંધ કરતાં જઈને એવું ચિત્ર ઊભું કર્યું કે વાલીઓને થઈ ગયું છે કે સારું શિક્ષણ તો ખાનગી સ્કૂલોમાં જ અપાય છે. આવામાં પ્રાથમિક સ્કૂલો બંધ ન થાય તો શું થાય? સરકારની દાનત પણ અંદરથી એવી રહી છે કે પ્રાથમિક સ્કૂલો બંધ થાય તો એના શિક્ષકોનો ને વિદ્યાર્થીઓનો બોજો ઉપાડવો મટે. રૂપિયો ફી લેવાની નહીં ને ઉપરથી શિક્ષકોનો પગાર ને સ્કૂલોના ખર્ચા કાઢવાના. એમાં સરકારને બહુ રસ ન હોય એ સમજી શકાય એવું છે. આમ તો આ બધું સરકાર લોકોના પૈસામાંથી જ કરતી હોય છે, પણ આવી ઊઠવેઠ કરવાનું જીવ પર આવે તે પણ ખરું, પણ મફત શિક્ષણની ભૂંગળો વાગી ચૂકેલી એટલે થાય શું? ના છૂટકે બધું ચલાવવું જ પડે એમ હતું. પણ, બધાં કામગરા નથી હોતા, એમ જ બધાં કામચોર પણ નથી હોતા, એ હિસાબે કેટલીક નગર પ્રાથમિક શિક્ષણ સમિતિએ ખાનગી શિક્ષણની સ્કૂલો સામે ટક્કર લઈને એવી મોડેલ સ્કૂલો ઊભી કરી જે આધુનિક સગવડોથી સુસજ્જ હોય. જો કે છાપ એટલી બગડી ચૂકી હતી કે પ્રાથમિક સ્કૂલોમાં ભણાવવા વાલીઓ રાજી ન હતા. ઘણા વાલીઓ તો ઉધાર-ઉછીનું કરીને ખાનગી સ્કૂલોની મોંઘીદાટ ફી ચૂકવતા હતા, તે એવી છાપને કારણે કે શિક્ષણ તો ખાનગી સ્કૂલોમાં જ થાય છે, પણ વાસ્તવિકતા જુદી હતી. ખાનગી સ્કૂલોએ સુવિધાઓ તો ઊભી કરી ને એની બાહ્ય ટાપટીપથી વાલીઓ અંજાયા પણ ખરા, પણ એમને ખબર ન હતી કે આ દેખાડો એમના જ પૈસાથી થઈ રહ્યો છે.

જેમ કેટલીક પ્રાઇમરી સ્કૂલો સારી છે એમ જ કેટલીક ખાનગી સ્કૂલો પણ ઉત્તમ છે, પણ મોટે ભાગના સંચાલકો માટે શાળા એ કમાણીનું સાધન બની ગઈ છે. ફી વધુ ને પગાર ઓછો – એ ખાનગી સ્કૂલની ઓળખ છે. તાલીમી શિક્ષકોને પૂરો પગાર આપવો પડે ને એ આપે તો નફો ઘટે એટલે ખાનગીના સંચાલકોએ સાધારણ ગ્રેજ્યુએટોને ઓછો પગાર આપીને નોકરીએ રાખ્યા. આવા ગ્રેજ્યુએટોને આવક જ ન હતી એટલે એમની પાસે ઓછા પગારની નોકરી સિવાય બીજો વિકલ્પ ન હતો. એનું પરિણામ એ આવ્યું કે શિક્ષણ કથળ્યું. જે સારાં પરિણામો દેખાયાં તે બીજે વધારે ફી ચૂકવીને ખાનગી ટ્યૂશન લીધું તેથી.

આમાં સાધારણ વાલીઓની હાલત કફોડી હતી. સ્કૂલો ફી વધારતી જતી હતી ને ઉપરથી મોંઘી ટ્યૂશન ફી પણ કાઢવાની હતી. એમાં પણ એકાદ બાળક હોય તો સમજ્યા, પણ એક જ ઘરમાં એકથી વધુ બાળકોનું શિક્ષણ વાલીઓને ભારે પડવા માંડ્યું. એમાં કોરોના આવ્યો ને તેણે જગતભરનાં સમીકરણો બદલી કાઢ્યાં. શિક્ષણ ઓનલાઈન થયું. તેણે મોબાઈલ, નેટ, લેપટોપના ખર્ચા વધાર્યા. ઘરમાં બે જણનું ઓનલાઈન ભણવાનું હોય તો એક નેટથી ચાલે, પણ એક મોબાઇલથી ચાલે એમ ન હતું. ટૂંકમાં, ખર્ચા વધ્યા હતા ને લોકડાઉનને કારણે નોકરી-ધંધા અટકી પડ્યાં હતાં. ઉપરથી ખાનગી સ્કૂલો ફી કે અન્ય ખર્ચા ઘટાડવા બહુ તૈયાર ન હતી. આવામાં બે જ વિકલ્પો વાલીઓ પાસે હતા, બાળકને ઉઠાડી લે અથવા પ્રાથમિક શાળામાં મૂકે.

આ સ્થિતિનો ખ્યાલ ચંદ્રશેખર નિકમ જેવા આચાર્યને આવી ગયો હતો એટલે એમણે સાથી શિક્ષકોને લઈને વાલીઓને એ સમજાવવાની કોશિશો કરી કે ખાનગી સ્કૂલ મોંઘી પડતી હોય તો તેમની શાળા 222 કે 255માં બાળકને મૂકે. અહીં ફી કે ચોપડાની કિંમત ચૂકવવાની ન હતી ને ઓનલાઈન શિક્ષણ અહીં પણ શક્ય હતું. ખરેખર તો આ વાલીઓ પ્રાથમિક શિક્ષણ વિશેના ખોટા ખ્યાલોથી ખાનગી સ્કૂલો તરફ ખેંચાયા હતા, બાકી તેમની સ્થિતિ એવી હતી જ નહીં કે ખાનગી સ્કૂલોને આર્થિક રીતે પહોંચી વળે. એમને નિકમ સાહેબની વાતો પહોંચી ને તેની અસર એ પડી કે પ્રાઇમરીમાં પ્રવેશની સંખ્યા વધી. ઉત્રાણ જેવામાં ખાનગી સ્કૂલોથી એટલા વાલીઓ ત્રાસ્યા છે કે ત્યાં પ્રવેશ માટે ધસારો થયો. આ સારું લક્ષણ છે. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ રાજનીતિ ભલે કરે, પણ થોડું અસરકારક શિક્ષણ આપવા અંગે ગંભીરતાથી વિચારે તો ઘણા વાલીઓ ખાનગી સ્કૂલો તરફ, સ્થિતિ ન હોવા છતાં ખેંચાય છે, એમને રાહત થશે ને શિક્ષણનું ધોરણ સુધરશે તો એ સમજ વધશે કે મફત પણ કિંમતી હોય છે. આશા છે સરકાર અને શિક્ષણ સમિતિ પ્રાથમિક શિક્ષણને પોતાનું સમજીને તેનો જીર્ણોદ્ધાર કરશે …

000

e.mail : ravindra21111946@gmail.com

પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 18 જૂન 2021

Loading

...102030...2,0182,0192,0202,021...2,0302,0402,050...

Search by

Opinion

  • બજેટ પૂરતું હોવા છતાં, શિક્ષકોની ભરતી થતી નથી …
  • ખટારાવાળો 
  • ભારતીય ચૂંટણી પંચને અત્યારે ટી.એન. શેષનની તાતી જરૂર છે 
  • મતદાર શાસકને ચૂંટે કે શાસક મતદારને ?
  • કરસનદાસ માણેક : કવિતાની ભક્તિ, ભક્તિની કવિતા  

Diaspora

  • 55 Million Speakers, 84 Editors: The Challenge Facing Gujarati in the Age of AI  
  • ગુજરાતી સાહિત્ય અને અનુવાદ – દશા અને દિશા
  • આપણે કયા ગુજરાતની વાત કરી રહ્યા છીએ?
  • દશમી ભાષા-સાહિત્ય પરિષદ :
  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા

Gandhiana

  • ગાંધીજીનો ઘરડો દોસ્ત
  • આતંકવાદ અને અસમતોલ યુદ્ધના માહોલમાં ગાંધી 
  • શાંતિની સ્થાપના અને જાળવણી શક્ય છે.
  • कौमी संवादिता की मधुशाला[1]
  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 

Poetry

  • ને ,પાળ તૂટી! !
  • હળવે હળવે હળવે
  • બગલ ખંજવાળો
  • નિષ્ક્રમણ
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • State-Sponsored Communal Profiling : The Gujarat Government Must Be Held Accountable
  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved