વિચારું છું, ન વિચારું છતાં પણ હું વિચારું છું.
વિચારીને પછી મિથ્યા ગણી મનને મનાવું છું.
નથી કૈં સત્ય કે ના તથ્ય, છે માયાવી જાળો આ
ને અંતે એ વિચારીને પછી સઘળું વિસારું છું.
જગતમાં જાત છે ને જાતમાં આખું જગત પણ છે.
ફરક તોયે ધરા ને આભના જેવો નિહાળું છું.
કદી ના ઊડવું ઉપર, કહે છે ઉડતું પંખી!
નથી માળો થતો આભે, તો હું વૃક્ષો સજાવું છું.
હતું મનમાં, પડી જળમાં, તરી જાશું વિના નૈયા
નદી સૂકાય જો વચમાં, ઊરે સાગર સમાવું છું.
નગારાં સૌ વગાડે નિજના ચારે દિશાઓમાં,
જઈ એકાંત, રાખી મૌન, બસ, અક્ષર ઉતારું છું.
e.mail : ddhruva1948@yahoo.com
![]()


કોરોનાને દુનિયાએ ચીનથી આયાત કર્યો. આ વાયરસ કુદરતી નથી ને માનવસર્જિત છે, એ પણ હવે જગજાહેર છે. મહાસત્તા બનવા વિશ્વયુદ્ધ ન છેડતાં ચીને કોરોના(હત્યા)કાંડ કર્યો ને આખી દુનિયાને બાનમાં લીધી. જુદા જુદા દેશોમાં પ્રવાસીઓ કોરોના વાયરસના વાહક બન્યા. એ ઘણું બધું શક્ય છે કે ચીને જ વાયરસના વાહકો ફેલાવ્યા હોય. ચીન તેના ઈરાદાઓમાં સફળ થયું ને વગર યુદ્ધે તે દુનિયાની ઈકોનોમી પર પ્રભાવ પાડી શક્યું, એટલું જ નહીં, ચીન સૌથી વધુ ધનિક દેશ તરીકે ઉપર ઊઠયું છે ને અમેરિકાને તેણે પાછળ છોડ્યું છે. અમેરિકા, ચીનનો સૌથી મોટું ટાર્ગેટ હતું. કોરોનાને મામલે અમેરિકા, રશિયા કે અન્ય દેશોમાંથી કોઈ પણ ચીનની જવાબદારી નક્કી કરી શક્યું નથી કે જવાબદારી નક્કી જ ન કરવી હોય તેમ વર્તી રહ્યા છે તે અકળ છે. વિશ્વ આરોગ્ય સંસ્થા(W.H.O.-હૂ)ની ભૂમિકા આખા કોરોના કાળ દરમિયાન બહુ જ સંદિગ્ધ રહી છે. કેટલીય વાર તેનાં વિધાનો વિરોધાભાસી રહ્યાં છે. ક્યારેક કોરોનાથી જગતને તેણે ડરાવ્યું છે તો ક્યારેક સાદી ચેતવણીથી પણ ચલાવી લીધું છે. એ જાણે લીલાલહેર હોય તેમ બીજી, ત્રીજી, ચોથી લહેર સુધીનાં ભયસ્થાનો દુનિયાને વિશ્વ આરોગ્ય સંસ્થાએ બતાવ્યાં છે. દુનિયાએ એવું પણ અનુભવ્યું છે કે વૈશ્વિક કક્ષાએ કોઈ એવું છે જે ઇચ્છે છે કે કોરોના દુનિયામાંથી જાય જ નહીં ને તે ભયભીત જ રહે. થોડે થોડે અંતરે પ્રગટ થતા વેરિયન્ટ એ વાતની સાક્ષી પૂરે છે. ડેલ્ટાથી દુનિયા ઠરીઠામ થાય ન થાય ત્યાં ઓમિક્રોન વેરિયન્ટની વધામણી દક્ષિણ આફ્રિકાએ ખાધી છે. ડેલ્ટા કેટલો ખતરનાક છે એનું રટણ ચાલ્યું ને હવે ઓમિક્રોનના મણકા ફેરવાઈ રહ્યા છે.