ફૂલોને કહી દો
હવે ગાવાનું નથી!
ફૂલોને કહી દો
હવે હસવાનું નથી!
ફૂલોને ખીલવા પર બાન ??!!
પ્રેસનોટ અપાઈ ગઈ છે.
છાપાંઓમાં છપાઈ ગઈ છે.
ચલ હવે!
બાન એટલે બાન!
હવે ઝટ મંગાવ,
મારે ખાવું છે બનારસી પાન!
બાન એટલે બાન.
સૌજન્ય : “નિરીક્ષક”, 16 અૉક્ટોબર 2015; પૃ. 05