કાંઠે, કાંઠો ચકાસ્યો ને દરિયો ઓસરી ગયો,
રેતી જેવું ઉદાસ્યો ને દરિયો ઓસરી ગયો.
જળની ઝાંપલી ખોલી જે રમણે ચઢ્યો હતો,
અંગાંગે એય દાઝ્યો ને દરિયો ઓસરી ગયો.
વ્હાણ સાથે વહી ગયો લહેરાતી ધ્વજા લઈ,
કાંઠો કાંઠે ડૂબાડ્યો ને દરિયો ઓસરી ગયો.
ખળખળ થઈ વાગ્યો જળની ઝાંઝરી થઈ,
તોય પાછો પિપાસ્યો ને દરિયો ઓસરી ગયો.
તા.17.6.26.
વૃન્દાવન બંગલોઝ, 15) શિવ બંગલો, બળિયાદેવ મંદિર નજીક, ગાના-કરમસદ રોડ, મુ. કરમસદ. તા.જિ. આણંદ.
ઈ-મેલ: 1959pareshdave@gmail.com
![]()

