એક ટકોરો મહાઘંટનો
અક્ષર પર સળવળતી કીડીઅો બંધ
બંધ પરેથી ધસતાં પાણી બંધ
પાણી
થેમ્સ નદીનાં વ્હેતાં પાણી
બંધ
ધસમસતી નૌકાઅો થાયે બંધ
વાણી
હાઇડ પાર્કની થરથરતી થરથરતી કંપે શિશિર પર્ણે
રાણીના દરવાજા બંધ
બંધ જ તેના રક્ષકની અપલક દૃષ્ટિમાં
સૂતેલાં સૌ કબૂતરોની ભીતરી લીલા
બંધ
લીલા તુસાડનાં મીણનાં પૂતળાંની
અંદરથી અોગળવા મથતી
મીણ મીણ થૈ વ્યથિત કથનીઅો
સજ્જડ સજ્જડ બંધ
એક ટકોરો મહાઘંટનો
અક્ષર પર
સળવતી કીડીઅો
બંધ
જન્મ : 18 નવેમ્બર 1928
(સૌજન્ય : ‘ઠંડો સૂરજ’, પૃષ્ઠ 26)