1931માં ગોળમેજી પરિષદમાં હાજરી આપવા ગાંધીજી લંડન આવ્યા ત્યારે મ્યુરિએલ લેસ્ટરનું આમંત્રણ સ્વીકારીને બ્રોમલી બાય બો – લંડનમાં આવેલા, તેમના આવાસ કિંગ્સલી હોલમાં પોતાનો ઉતારો રાખેલો.
તારીખ 2 ઓક્ટોબર 2024માં કિંગ્સલી હોલમાં મુલાકાતીઓ માટે મ્યુરિએલ લેસ્ટરનાં કાર્ય અને ગાંધીજી સાથે તેમના સંબંધો દર્શાવતા ફોટા તેમ જ માહિતીનું પ્રદર્શન અને એ સ્થળની ઐતિહાસિક વિગતો સાથેની મુલાકાતનું આયોજન થયેલું. ગાંધી ફાઉન્ડેશન અને ખાદી લંડનના પ્રતિનિધિ તરીકે મને ચરખા કાંતણનું નિદર્શન કરવાની તક મળી.
મુલાકાતીઓ સાથે કિંગ્સલી હોલના બગીચામાં આવેલ એક અનોખા સ્મારકની મુલાકાત લીધી.
વિવિધ ધાર્મિક માન્યતાઓ ધરાવનારા અને અલગ અલગ સાંસ્કૃતિક પરંપરાઓને અનુસરનારાઓને લંડનમાં એક શાંતિ આપે તેવું સ્મારક ઊભું કરવાનો વિચાર આવ્યો, જેને કારણે આ વિશ્વ શાંતિ પથનું નિર્માણ થયું. શાંતિ અને સંવાદિતા માટેની પોતાની મનોકામનાને વ્યક્ત કરવા આ સ્થાન સહુને આવકારે છે.

આ શાંતિ પથનું દુનિયાના દરેક દેશમાંથી લાવેલ પથ્થર કે રેતી વડે બાંધકામ કરવામાં આવ્યું છે. વિશ્વના ઇતિહાસમાં ખાસ મહત્ત્વ ધરાવતાં સ્થળો જેવાં કે મક્કા, માઉન્ટ અરાફાત, એસિસી, વૃંદાવન, જેરુસલેમ અને માચુ પિચ્ચુની રેત લાવવામાં આવી હતી. આખા સ્થાપત્યની નીચે મહાત્મા ગાંધીના સાબરમતી આશ્રમમાંથી લાવેલી રેતી મુકવામાં આવી છે.
આ સ્થાપત્યની મધ્યમાં આખા વિશ્વ પર માનવ જાતના દર્દ મિટાવનારી શાંતિની જ્યોત જોવા મળશે, જે સૂર્ય શક્તિથી સતત ઉજ્વલિત રહે છે. આ પથના બાહરી વર્તુળમાં શાંતિ માટે અલગ અલગ ભાષામાં શબ્દો કોતરવામાં આવ્યા છે.

આ શાંતિ પથના મુલાકાતીઓ એક દીપ લઇ, તેને ફરતે પ્રદક્ષિણા કરે છે અને પોતે જે સ્થળે શાંતિ સ્થપાય તેવી ઈચ્છા રાખે ત્યાં એ દીપ મૂકે છે. આ એક અદ્ભુત અનુભૂતિ કરાવે તેવું સ્થળ છે.
e.mail : 71abuch@gmail.com
![]()





ચંપારણના સત્યાગ્રહની સફળતાથી પ્રેરાઈને ત્રાવણકોર પાસેના વ્યાઘ્રપાદપુરમ્માં અછૂતો પર મંદિરપ્રવેશની બંધી દૂર કરવા માટે ચળવળ શરૂ થઈ. આ સત્યાગ્રહમાં ગાંધીજીનો સીધો હિસ્સો નહોતો, પણ ક્યાં ય હિંસાનું આચરણ નથી થતું એની ખાતરી કરતા. ખ્રિસ્તી અને શીખ સંગઠનોએ આ લડત લડનારાઓ માટે ખોરાક પૂરો પાડવા તૈયારી બતાવી ત્યારે ગાંધીજીએ ‘હિન્દુ કલંકને કાઢવા સત્યાગ્રહીઓ પોતાના પૈસે જ પ્રશ્ન હલ કરશે તો વધુ બળ મેળવશે’, એમ કહીને એ મદદ નકારી. ચૌદ મહિના સુધી મંદિર તરફ જતા રસ્તા પર અખંડ ભજનો કરીને અસ્પૃશ્ય લોકોએ પોતાની મક્કમતા અને સ્વશિસ્તનો પરિચય કરાવ્યો, જેથી માત્ર એ મંદિર જ નહીં પણ ત્રાવણકોરનાં બધાં મંદિરોનાં દ્વાર એમને માટે ખૂલી ગયાં. આમ ગાંધીચીંધ્યા સત્યાગ્રહના પ્રયોગો વ્યાપક બનતા ગયા, એ વાત સાથે ત્રીજા દિવસની કથા સમાપ્ત થઈ.
પહેલો મુદ્દો એ કે આબોહવામાં થતા ફેરફારો અને તેને કારણે માણસ જાત જ માત્ર નહીં પણ આખી સૃષ્ટિ વિનાશના આરે આવી ઊભી છે અને એ હવે ભય નથી પણ હકીકત છે એ સાચી વાત છે. કુદરતે માનવીની જરૂરિયાતો માટે પૂરતી સામગ્રી આપી છે પણ તેના લોભને પહોંચી વળે તેટલા સંસાધનો નથી, એમ મેં કહેલું તે વીસમી સદીમાં. તમે રહ્યા 21મી સદીમાં જીવતા લોકો. મને પૂછો, કે સો એક વરસ પહેલાં એકવીસમી સદીના અઢી દાયકા વીત્યે દુનિયાની આવી હાલત થશે, એની મને કેવી રીતે જાણ હતી? તો હું તો એટલું કહું કે ભાઈ, મને માનવ જીવનને ખંડમાં નહીં, એક આખા એકમ તરીકે જોવાની આદત; અને તેમાં પણ આજનો વિચાર કરીને સંતોષ ન માનું. વળી આજની આપણી જીવન રીતિની દાયકાઓ, કહોને કે સૈકાઓ પછી તમામ જીવસૃષ્ટિ પર શું અસર થશે એ વિચારવાની ટેવ એટલે મેં એમ કહેલું. હવે, તેને અનુસરવાનું તમ સહુ ઉપર છોડીને હું તો મુક્ત થઈ ગયો!
દીધો છે કે એને પગલે ચાલો છો એટલે આઝાદી ટાણે 35 કરોડ જનસંખ્યા હતી તે તમારા કહેવા મુજબ વધીને 1.24 કરોડ થઈ ગઈ છે એને ખાલી પેટ ભરવા પણ બીજી સાત ધરતી જોઈશે તેનો વિચાર કાં ન કરવો? ‘હિન્દ સ્વરાજ’માં લખેલી વાતોની પુષ્ટિ મને તો ત્યારે થયેલી, જો 21મી સદીમાં એ પુરવાર કરતી ન લાગે તો જરૂર તેને એક બાજુ મૂકી દેજો, પણ ઉપભોક્તા વાદના દુષ્ટ, વિનાશક પરિણામો ટાળવા બીજો વધુ અસરકારક મારગ શોધજો, ન લાધે તો મારી વાત ધ્યાનમાં લેજો.