એ લોકો રોજ સૌને ગભરાવતાઃ "જે વાંસ ઊંચો થાય તે જ પહેલો કપાય"
નીચી મૂંડી રાખવામાં જ સાર છે, એમ સારી પ્રજા માની ગઈ
પણ એક વાંસ નીકળ્યો હઠીલો
પવનના સુસવાટા ભલે વાંસને હચમચાવી દેતા,
પણ આ વાંસ તો પાછો ઊભો થઇ જતો
અને એને કાપવા જાવ
તો ભલભલી તલવારો બની જતી બુઠ્ઠી
*
એ લોકોને પહેલેથી ચેતવણી આપી હતી કે
જો આ માણસને દફનાવશો તો એ વસંત ઋતુમાં પાછો આવશે પુષ્પ બનીને
કારણ કે એ માણસ નથી, બીજ છે
એ લોકો તો પડ્યા વિમાસણમાં
કે જો આ માણસની રાખ એક કળશમાં મૂકી
એક રોકેટમાં ઘુસાવી રોકેટ સાથે મોકલી દઈએ અવકાશમાં
અને એક વખત અંતરીક્ષમાં પહોંચ્યા પછી
રોકેટનો પાછલો દરવાજો ખોલી દઈએ
તો એની રાખ પ્રસરી જાય શૂન્યતામાં
– પણ આ માણસ તો છે ગજબનો,
એનો એકેએક કણ બની જાય તારો
અને એ તારા પછી ઝગમગે
અને એ જોઈ અહીં પૃથ્વી પર માબાપો પોતાના છોકરાઓનાં નામ પાડે
એ માણસની યાદમાં!
હવે?
એ ગણતરી કરીને એ લોકોએ આ માણસની રાખનો કળશ સમુદ્રમાં વહેતો કર્યો
જેથી સમુદ્રના પેટાળમાં માછલીઓ રાખનાં કણોને ચૂસીચૂસીને ગળી જાય
પણ એમને શું ખબર કે રાખ તો થઈ જશે પાણીમાં વિલીન
અને પાણીનાં બિંદુ આવશે સમુદ્રની સપાટીએ
અને થશે એનું બાષ્પીભવન
અને એ સૂક્ષ્મ જલસીકરો પહોંચશે આકાશમાં ને મળશે વાદળને
અને વાદળમાં પ્રસરાવશે ભીનાશ
અને પડશે વરસાદ એવો તો ધોધમાર કે હજારો પુષ્પ ખીલશે
અને ડોલશે વાંસળીના સુર સાથે – એવો હતો આ માણસ
એ લોકો ગમે તેટલા પ્રયત્ન કરત, તો ય એ માણસ તો કરતો
એને મન ફાવે તેમ જ
હઠીલા માણસના આત્મવિશ્વાસ સામે
એ લોકોના રંજ અને જીદની શું કિંમત,
શું હિમ્મત?
How to erase a man (for Liu Xiaobo)
by Salil Tripathi
They were warned that if they buried him deep he would return in spring as a flower because he was a seed
And they were worried that if they placed his ashes in an urn and attached it to a rocket and fired it in the sky and programmed the rocket to release the urn which would scatter the ashes in space, then each particle of his ashes would become a star and the stars would glow and parents would name their sons after those stars
So they lowered the urn into an ocean, hoping that fish would swallow the ashes and the ashes would disappear and no longer flow
But they had no idea that the ashes would dissolve in the water and in time the water from beneath would rise to the surface and evaporate and reach the skies and seed the clouds and rain on the vast land, this good earth…
And a hundred flowers will bloom And sway to the lilt of the flute.
It was not quite what they had planned.
Salil Tripathi is the Chair of the Writers in Prison Committee of PEN International