તમારે ફૂલને વખાણવું છે
કહેવું છે કે
તે
સુંદર છે
ડાળની શોભા છે
આકાશ જોઈને મલકે છે
કવિતાને જન્મ આપે છે
ન જોનારને કલ્પના આપે છે
જોનારને બતાવે છે કે
ઝાકળ
કેવી રીતે ઝીલાય
પાંદડીના ખોબામાં
મસ્તીથી ડોલીને
હવાને આકાર આપે છે
– આવું તો ઘણું ઘણું કહેવું છે
પણ મુશ્કેલી એ છે કે
તે હજી ડાળ પર છે …
0
e.mail : ravindra21111946@gmail.com
![]()


અનામતનું શૂળ ફરી એક વખત ઉપડ્યું છે. સુપ્રીમ કોર્ટે મરાઠા સમુદાયને આપવામાં આવેલ અનામત રદ્દ કરી છે. શિક્ષણ અને નોકરી ક્ષેત્રે મરાઠા અનામતને સુપ્રીમે ગેરબંધારણીય ઠેરવી છે. જો કે, જેમને એનો લાભ મળ્યો છે એમનાં પ્રવેશ કે નિમણૂક રદ્દ નહીં થાય, પણ મરાઠા અનામતના આધાર પર નવી વ્યક્તિને હવે કોલેજમાં પ્રવેશ કે નોકરીમાં નિમણૂક નહીં મળે. સુપ્રીમની પાંચ જજોની બેન્ચે ઠરાવ્યું છે કે મરાઠા સમુદાયને આરક્ષણ આપી ન શકાય. અનામત નકારવાનાં કારણો આપતાં સુપ્રીમે જણાવ્યું છે કે મરાઠા અનામત 2018ના મહારાષ્ટ્ર રાજ્ય કાયદા સમાનતાના અધિકારનું ઉલ્લંઘન કરે છે. બીજા શબ્દોમાં, અનામત 50 ટકાથી વધવી ન જોઈએ એ કાયદાનું પાલન થતું નથી. એ જ કારણે સુપ્રીમે 1992ના નિર્ણયની સમીક્ષામાં જવાનું પણ સ્વીકાર્યું નથી. મહારાષ્ટ્ર સરકારે ઈમરજન્સી ક્લોઝ હેઠળ આરક્ષણ આપ્યું હતું, પણ સુપ્રીમને એવી કોઈ ઈમરજન્સી જણાઈ નથી. સુપ્રીમને એમ પણ લાગ્યું છે કે મરાઠા આરક્ષણને લીધે ટકાવારી લગભગ 75 ટકા જેટલી થઈ ગઈ છે. આમ તો 2001ના રાજ્ય આરક્ષણ અધિનિયમ પછી આરક્ષણની ટકાવારી 52 ટકા થઈ ગઈ હતી, તેમાં 16 ટકા મરાઠાઓ માટેનું આરક્ષણ ઉમેરાતાં અનામતનો આંકડો નક્કી કરેલા 50 ટકાને વળોટી ગયો હોય તો તે બંધારણ મુજબ નથી એ નક્કી છે.
સ્ત્રી એટલે શું? એક જીવતી ઢીંગલી માત્ર? ઘણાં આ વાત માનવા તૈયાર નહીં થાય, કારણ સ્ત્રી વડા પ્રધાન કે રાષ્ટ્રપતિ થઈ શકતી હોય, કંપનીઓ કે ઓફિસો સંભાળી શકતી હોય ને તેના હાથ નીચે અનેક પુરુષો કામ કરતા હોય, ત્યાં તેને ઢીંગલી તો ન જ કહેવાય, પણ એ તો જે વિસ્તારોમાં પ્રગતિ થઈ હોય ને સ્ત્રી સત્તા ભોગવતી હોય એની વાત થઈ. હજી એવાં ઘણાં શહેરો અને ગામડાં છે જ્યાં સ્ત્રી જીવતી ઢીંગલીથી વિશેષ કૈં નથી. તે બીજાઓ માટે આદેશ આપવાનું સાધન માત્ર છે. તે હુકમો ઉઠાવવા જ હોય તેમ તેની સાથે વ્યવહાર થાય છે. તેને મન ફાવે તેમ રમાડાય છે કે તેનો લાભ લેવાય છે.