Opinion Magazine
Number of visits: 10,295,144
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

દશેરા સંબોધન 

પ્રકાશ ન. શાહ|Opinion - Opinion|22 October 2026

શું કહ્યું, તમે – ‘રેજિમ ચેન્જ‘ ? એ વળી કઈ બલાનું નામ છે ! 

હિંસક પ્રતિકારની નહીં પણ ચોખ્ખી ચૂંટણીની વાત આ તો છે : મતદાનપાત્ર સૌને સૂચિબદ્ધ કરી શકાય તો એ એક સુવિશાળ સ્વયંસેવી સંગઠનાની શતાયુ સિદ્ધિ હશે. જેન ઝીને  સારુ  એ વળતો રચનાત્મક ચમકારો બની રહેશે.

ચેનલ ચોવીસાની – એનાં એન્કર બંધુઓ ને એન્કર બાનુઓની અલબત્ત એ એક કરમ કઠણાઈ જ છે કે સવાર પડી નથી કે એમને ચિચિયારી વાસ્તે કોઈ મુદ્દો ભલે નહીંમુદ્દો પણ જોઈએ જોઈએ અને જોઈએ જ. ખીંટી તો ખીંટી, હાથ લાગે તો થેલી તો શું આખ્ખેઆખ્ખો કોથળો પણ એના પર ટીંગાડી ન બતાવું તો મારું નામ એન્કર નહીં.

હમણેના દિવસોમાં આ સંદર્ભમાં  હાથ લાગેલો બલકે મોંએ વળગેલો કોઈ એક શબ્દ હોય તો તે “રેજિમ ચેન્જ” છે. ખલ્લાસ. માર્યા ઠાર. તમારે અહીં બીજું બાંગ્લાદેશ સર્જવું છે ? ભલા ભાઈ, આ તો એક સાદો દાખલો છે. એશિયામાં ને યુરોપમાં બધે યુવજનો સડક પર આવ્યા અને પ્રતિકાર ને પલટાની ઇતિહાસકથાઓ આપણી નજર સમક્ષ સર્જાઈ રહી છે. એમાં એક હિંસક બૂ હશે તો હશે. અહીં જંતરમંતર પર્વ શરૂ થયું પેપરફૂટ પ્રકરણે પણ એનો નવપડાવ મતદાર નિકંદન પર્વ ને વોટચોરીના મુદ્દાનો છે. ચોખ્ખી ચૂંટણી વાસ્તે એટલે કે કોઈ હિંસ્ર હિમાયત વાસ્તે નહીં પણ લોકશાહી પ્રક્રિયા સારુ બજતો બૂંગિયો આ તો છે. મારફાડના ને બાળઝાળના અર્થમાં નહીં પણ શાંતિમય પ્રતિકાર અને પલટાના અર્થમાં અહીં રેજિમ ચેન્જ જેવા ઉદ્દગારો લેવાના છે …. અને લોકશાહીમાં તો અલબત્ત એ લાજિમ જ લાજિમ છે.

કદાચ આ શોર આજકાલમાં મટી ગયો હોત અને ચેનલ ચોવીસાએ ચિચિયાટા માટે બીજો કોક ખરોખોટો મુદ્દો ઉછાળ્યો પણ હોત. પણ સરસંઘચાલક મોહન ભાગવતનું વિજયાદશમી સંબોધન આરંભની રાબેતાશાઈ રજૂઆત પછી જે વાતે બરાબરનું ચોંટી પડ્યું તે બહારી તાકાતો પ્રેરિત હિંસ્ર ઉત્પાત અને ઉઠાવની વાતે હતું. એમ તો. એક જમાનામાં ઈન્દિરાજીને સર્વત્ર સી.આઈ.એ.નાં  દર્શન ક્યાં નહોતાં  થતાં ? બાર બાર વરસનાં વહાણાં વાયા પછી અને છતાં જે પોતાનાં જુવાનજુવતીને વિશ્વાસમાં લઇ શકેલ નથી, પોતાને અંગે ‘નવનિર્માણની ઓલાદ’નો અધ્ધરદાવો કરતે છતે પછીની નવપેઢીને આગેકદમની હૂંફ ને હૈયાધારણ સંપડાવી શક્યો નથી તેણે અને તેના પ્રેરક બળે (નાગપુરે) નવેસરથી વિચારવાની જરૂર છે. એને બદલે બીજે ક્યાંક દોષારોપણનો રવૈયો તાત્કાલિક ગાળિયો કાઢવા સારુ ખપમાં આવે તોપણ હકીકત તો એ જ છે કે પ્રજામત જીતવાને બદલે મત ઓળવવાની રીતે કે ગુપચાવવાની રીતે કામ લેવાનું રાજકારણ હવે ડચકાં ખાઈ રહ્યું છે.

સાંભળ્યું છે કે સુપ્રસિદ્ધ જયપુર ડાયલોગ્ઝમાં એક ચર્ચામુદ્દો શત્રુબોધનો રહ્યો છે. સંઘ પરિવારની શત્રુખોજનો એક લાંબો ઇતિહાસ રહેલો છે. 1939થી સ્વરાજના શરૂના દાયકાઓમાં સંઘી બાઇબલ બની રહેલ “વી ઓર અવર નેશનહૂડ ડિફાઈન્ડ” (ગોળવલકર) પ્રમાણે મુસ્લિમો અને ખ્રિસ્તીઓ જો હિન્દૂ સંસ્કૃતિ ન સ્વીકારે તો એમને નાગરિક અધિકારો આપી શકાય નહીં. તે પછી શત્રુખોજ અગર બોધમાં થયેલો ઉમેરો ‘બંચ ઓફ થોટ્સ’ મુજબ  કોમ્યુનિસ્ટોનો છે. હવે આજકાલ આંદોલનજીવી અને ‘વોક’ને નિશાન પર લેવાય છે. એક રીતે જેન ઝી આંદોલન આવી પડ્યું એથી શત્રુખોજમાં અને એ રીતે લડવામાં સગવડનો સંભવ જણાયો હશે, પણ સહજ લોકશાહી માંગણીમાં શત્રુની રીતે નહિ પરંતુ સંવાદની રીતે પેશ આવવું રહે છે.

ભાગવતે 2016ના વિજ્ઞાનભવન વ્યાખ્યાનો વખતથી શરૂ કરેલ દોરમાં ગાંધીજીના ‘હિન્દ સ્વરાજ’ કે રવીન્દ્રનાથ કૃત ‘સ્વદેશી સમાજ’ આદિનો ઉલ્લેખ થતો રહે છે. એમ તો જરી  કૌતુક લાગે, કોઈક વખત ધ્રુવ ભટ્ટનું ‘સમુદ્રાન્તિકે’ પણ મનમોહન વૈદ્ય જેવા વરિષ્ઠ સંઘજનના બૌદ્ધિકમાં આવી પડે એવુંયે બને. પણ મુક્ત માનવ્યના સઘળા ઉલ્લેખો ચોક્કસ પ્રકારના રાષ્ટ્રવાદી બીબાંમાં ઢળાઈ વસૂકી જતા માલુમ પડે છે. શતાયુ હોવાની સિદ્ધિ હાલની ભયભીત  સ્વ-સરકારમાં જોવી કે જંતરમંતરના જેન ઝી પડકારમાં તે સંઘ શ્રેષ્ઠીઓએ વિચારવાનું છે. તળેઉપર ખુદને તપાસવાની ઇતિહાસતક મળે એથી રૂડું શું.

ગાંધીજીએ લોકસેવકની જે કામગીરીઓ સૂચવેલી તેમાં મતદાનપાત્ર કોઈ છૂટી ન જાય તે પણ હતી. સુવિશાળ સ્વયંસેવી સંગઠના માટે એ અઘરું ન હોવું જોઈએ. જેન ઝી ચમકારા સામે એ એક વળતો રચનાત્મક ચમકારો હશે.

21 ઑક્ટોબર 2026 
e.mail : prakash.nireekshak@gmail.com

Loading

22 October 2026 Vipool Kalyani
← સદીઓથી એવું જ બનતું રહ્યું છે — એક નઝમ 

Search by

Opinion

  • સદીઓથી એવું જ બનતું રહ્યું છે — એક નઝમ 
  • वे हर स्तर पर मनुष्य को आजाद देखना चाहते थे 
  • ‘રોડ ટુ સંગમ’ અને બીજી આનુષંગિક વાતો
  • આપણે નહીં હોઈએ, પણ મોંઘવારી હશે …
  • સ્વર સ્પર્શ     

Diaspora

  • 55 Million Speakers, 84 Editors: The Challenge Facing Gujarati in the Age of AI  
  • ગુજરાતી સાહિત્ય અને અનુવાદ – દશા અને દિશા
  • આપણે કયા ગુજરાતની વાત કરી રહ્યા છીએ?
  • દશમી ભાષા-સાહિત્ય પરિષદ :
  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા

Gandhiana

  • वे हर स्तर पर मनुष्य को आजाद देखना चाहते थे 
  • નિરાધાર, દીન, હીન, સર્વને સમાવતો ગાંધી-સમાજવાદ 
  • બધી શાળાઓએ અપનાવવા જેવું પુસ્તક
  • યાંત્રિક યુગમાં માનવ ક્યાં ખોવાયો?
  • ગાંધીજીને પૂજવા સહેલા, સમજવા મુશ્કેલ અને અનુસરવા અસંભવ – શા કારણે?

Poetry

  • ને ,પાળ તૂટી! !
  • હળવે હળવે હળવે
  • બગલ ખંજવાળો
  • નિષ્ક્રમણ
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • State-Sponsored Communal Profiling : The Gujarat Government Must Be Held Accountable
  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved