જોઉં છું
અદ્ભુત્ પ્રભાવના પ્રતિબિંબ સમ
એક અલખ નિરંજન હંસ
જાજરમાન શાંતિના પ્રવાહમાં
સપાટી પર
સૌંદર્ય થઈ વહી જાય છે
વર્ષોથી સંગ્રહેલા પંખીના
ફફડાટથી ખરેલાં પીંછાના શસ્ત્રથી
હું એક કોરા કાગળની
સપાટી તળિયે વીંઝાતા પંજાની
સ્યાહીમાંથી
શબ્દો ઉલેચવા મથું છું
પણ ઝાડીમાંથી એક શિયાળ
કૂદે છે
અને આખા રાજકારણની શાંતિનો ભંગ કરે છે
હું હવે જોઉં છું
બતકાં ચારે બાજુ ભાગંભાગી કરે છે
e.mail : skylarkpublications@gmail.com