અંધકારની કોખમાંથી એક તારો લપસીને
વાદળનાં રેખાંકનની ચમત્કૃત વિદ્યુતમાં પરોવાઇ ગયો છે.
મોતિયાની ઝાંખપમાંથી હું જોઉં છું:
ઝાંખી એક આશા, હલેસા મારી એને
પર્વતની ટોચ પર રઝડતો છોડી દે છે.
ધ્યાનથી જુઓ તો
શહેરનાં દરમાં લપકતાં ઉંદરો
એની તરફ બંદૂક તાણીને
ગોઠવાઈ ગયા છે.
રખેને એ તારો કદાચ
પાછો લપસી પડે!
વળી એને હું મારી
ખુંટી પર ટીંગાળી ના દવ!
e.mail : skylarkpublications@gmail.com