દૂર-દૂર ક્યાંક આઘે
હું પણ ન હોઉં, તું પણ ન હોય, આપણે આપણી સાથે
મળવાનું હોય નહીં
છળવાનું હોય નહીં
હોડમાંથી નીકળીને હોડીમાં તરવાનું
હોય બસ આગળને આગળ વધવાનું.
થાકી જવાય તો થોડું બેસવાનું
થોડું પાણી પીવાનું થોડું ઊંઘી જવાનું
ગોતીગોતીને ખાવાનું માપનું
પાસે ન રાખવાનું હોય જે ન આપણું
હરતાં જઈએ ફરતાં જઈએ
પ્રકૃતિમાં ભળતાં જઈએ
ઠરી જઈએ
પ્રકૃતિમાં ઓગળી જઈએ
પહાડ નહીં, ઝાડ નહીં, ખાસ નહીં, ઘાસ બની જઈએ
દૂર-દૂર ક્યાંક આઘે
હું પણ ન હોઉં, તું પણ ન હોય, આપણે આપણી સાથે.
e.mail : umlomjs@gmail.com