ખ્યાતનામ હિન્દી કવિ વિનોદ વિઠ્ઠલના એક કાવ્ય जब वह आ जाती हैનો અનુવાદ માણો.
ટપાલખાતાની ભૂલથી કોઇ પ્રેમપત્ર આવી ચડે
સુખના મનીઓર્ડર ઉપર ભગવાન તમારું સરનામું લખી નાખે
એકાદ ઋતુ ચોરાઈ જતાં વસંતને એકાએક આવી જવું પડે
રવિવાર બીજા દિવસો કરતાં બમણો લાંબો હોય
આપણે જાગીએ નહીં ત્યાં સુધી કૂકડા ને સૂરજ પણ આરામ કરે
ચાવી ભરવાનું ભૂલી જઈએ ને બધી ઘડિયાળો બંધ થઈ જાય
તમે વિશ્વાસ રાખો, એવી ક્ષણ આવે છે
આપણા જીવનમાં એકાદ વાર- સદીના પહેલા દિવસની જેમ
બહુ રાહ જોવડાવ્યા બાદ, ભલે ને,
જ્યારે એ આવી જાય છે.
સૌજન્ય : નંદિતાબહેન મુનિની ફેઇસબૂક દીવાલેથી સાદર