ભલે રોકશો તમે, અમે તો આવીશું,
ગમગીન જીવનમાં ખુશીઓ લાવીશું.
ભરવસંતે પાનખર જોઈ શકતા નથી,
થોભો જરા લીલીછમ વસંત વાવીશું.
નહિ જાય એળે આ ભાવનાઓ તમારી,
લાગણીઓને અમે ખુલ્લેઆમ નવાજીશું.
ઘૃણાનો પ્રત્યુત્તર તો પ્રીત જ હોઈ શકે,
પ્રેમનગરમાં આ વાત અમે તો ફેલાવીશું.
એકવાર નિર્દોષભાવે હસી લેજો ‘મૂકેશ’,
ખડખડાટ હાસ્યનો અમે સમંદર રેલાવીશું.
ન્યુ જર્સી, યુ.એસ.એ.
e.mail : mparikh@usa.com