તુલસીને ક્યારે કોઈ દીવો પ્રગટાવે એમ સાંજ જરા હળવે ઝુલાવે.
તરંગ-ઝરૂખે જે ઝુલતાં’તાં ગીત હવે, નજરુંના ગોખે ઝીલાવે.
કોરી કલમને કંકુમાં બોળી
રક્તભરી આંગળી ઝબોળી
સોળ સોળ મોસમની ભેગી રંગોળી
આથમણી કોરની સેંથી પૂરાવે
આજ નભનો નઝારો સજાવે…નજરુંના ગોખે ઝીલાવે ..
છપ્પર ફાડીને લઈ લેતો કીમિયાગર
ગબ્બર ગોખેથી દઈ દેતોયે જાદુગર
સરવર સમ છલકાવે તનમન
ચાહે શું કોઈ કૈં, એથી વધારે?
રંગીન ફુવારે ભીંજાવે…સાંજ આજ અંતર ઉજાસે …
તુલસીને ક્યારે કોઈ દીવો પ્રગટાવે એમ સાંજ જરા હળવે ઝુલાવે ..
હ્યુસ્ટન
http://devikadhruva.wordpress.com