લ્યો, આ ધૂમાડા કાઢતી છોકરી
છુક્છુક કરતી જાય છે
લહેરી લાલા પાટા શંટિંગ કરતાં હસે છે
જાય છે તો જાય છે, ભલે જાય
શું ફર્ક પડે છે?
લ્યો, ઊંચી એડીએ પગનાં ખીલા
સડકની છાતીમાં ઠોકતી જાય છે
કયા ઋષિમૂનિઓ અહીંથી ગયા હશે?
ગયા તો ગયા, ભલે ગયા
શું ફર્ક પડે છે?
આ મેગપાઇને પણ કૌતુક છે
સ્વાદિષ્ટ અળશિયાં બાજુ પર
ગજબ! લ્યો, ધૂમાડા કાઢતી છોકરી જાય છે!
ચાલો સમજાવીએ એને
વાત ક્યાં છોકરાની છે?
વાત તો બસ પકડવાની છે
વાત ક્યાં છોકરીની દાઢીની છે
વાત તો યુરોપનું ગીત જીતવાની છે
હશે,
જાય છે તો જાય છે, ભલે જાય
શું ફર્ક પડે છે?
ધુમ્મ્સમાં ધૂમાડા કાઢતું શહેર છે
તો લ્યો ધૂમાડા કાઢતી છોકરી છે!