ફૂલને ફૂટ્યાં ફૂલ સખીરી
ફૂલનું આખું ગામ ખીલ્યું ને ફૂલની ઝૂલી ઝૂલ સખીરી
ફૂલને ફૂટ્યાં ફૂલ ….
પાય ધરું ત્યાં ફૂલ ને વળી ફૂલ શી આખી ભોમ
ફૂલ જેવું કંઈ ધવલ જાણે ખીલતું આખું વ્યોમ
ફૂલનાં ઓલ્યા વાદળ ઉપર
ફૂલનો બાંધુ પૂલ સખીરી …..
ફૂલ શો ખીલ્યો મારગ આખો ફૂલ ઓઢેલી કેડી
મેઘધનુ શા રંગથી રંગી આજ તો હેતપછેડી
ફૂલનો આખો છલકે સાગર
હોય શાં એનાં મૂલ સખીરી …..
https://www.facebook.com/photo.php?v=10203796843109592&set=vb.1474836073&type=2&theater