ઇસ્વી સન 1948માં, ચક્રવર્તી રાજગોપાલાચાર્યની ભારતના ગવર્નર જનરલ પદે નિયુક્તિ કરાઈ તે વેળા, એમના માનમાં સરદાર વલ્લભભાઈ પટેલે એક ભોજન સમારોહ યોજેલો. વડા પ્રધાન જવાહરલાલ નેહરુનું અા પહેલું પ્રધાન મંડળ હતું. મેજની સામેની બાજુએ (જમણેથી) શ્યામાપ્રસાદ મુખરજી, બાબુ જગજીવન રામ, સરદાર વલ્લભભાઈ પટેલ, ચક્રવર્તી રાજગોપાલાચાર્ય, પંડિત જવાહરલાલ નેહરુ, રાજકુમારી અમૃત કૌર, જ્હોન મથાઈ (?) જોઈ શકાય છે. જ્યારે બીજી બાજુએ, (ડાબેથી) રફી અહમદ કિડવાઈ, નરહર વિષ્ણુ ગાડગીલ (?) સરદાર બળદેવ સિંહ, મૌલાના અબુલ કલામ અાઝાદ, જયરામદાસ દોલતરામ (?), કે. સી. નિયોગી (?), ભીમરાવ અાંબેડકર, ગોપાળસ્વામી અાયંગર દેખાય છે.
અા મહાનુભાવો માટે મેજ પરની સાદગી ભરી ભોજન રસમથી અાશ્ચર્ય થાય. અાજે તો અનેક વાનગીઅોથી મેજ ભરેલું હોય તેવું તેવું જોવા પામીએ છીએ.