લંડનથી પ્રગટ થતાં ગુજરાતી સામયિક અને વિચારપત્ર “ઓપિનિયન”(તંત્રી : વિપુલ કલ્યાણી)નો માર્ચ 2013નો અંક પ્રકાશિત થઈ ગયો છે. જે આ લિન્ક પરથી ડાઉનલોડ કરી શકાશે. http://www.gujaratilexicon.com/magazine/opinion/84/download
આશરે 15000થી વધુ વાચકોને PDF “ઓપિનિયન” દર મહિને એમના inboxમાં મળે છે.
માર્ચ 2013નો અંક એ “ઓપિનિયન”નો ‘આખરી’ અંક છે. 1995થી 2010 સુધીનાં 15 વરસો મુદ્રિત સ્વરૂપે અને ત્યાર બાદ 3 વરસો સુધી ડિજિટલ (PDF) સ્વરૂપે એમ 18 વરસોની સફર પછી “ઓપિનિયન” દર મહિને પ્રગટ થતા અંક સ્વરૂપનો સંકેલો કરે છે. જો કે “ઓપિનિયન” એની વેબસાઇટ https://opinionmagazine.co.uk/ દ્વારા જીવંત રહેશે અને સર્જકો દ્વારા મળતી કૃતિઓ આ વેબસાઈટ પર પ્રગટ થયાં કરશે.
વિલાયતના ગુજરાતી ડાયસ્પોરામાં, રોજિંદા જીવન અને વાણીવ્યવહારમાં અંગ્રેજીના વાવંટોળ વચ્ચે આ એકલવીરે ગુજરાતી ભાષાનો દીવડો પંડની આડશે આટલાં વરસો સુધી ટમટમતો રાખ્યો છે. આ માટે આપણી સૌની આ એકલવીરને સલામ. ‘પરદેશમાં ગુજરાતી ભાષા/સાહિત્ય’ની વાત નીકળે ત્યારે “ઓપિનિયન”નું નામ લીધા વગર ન જ ચાલે. આ બાબતે ઇતિહાસમાં પણ એનું એક આગવું સ્થાન હશે જ. “ઓપિનિયન”ની અનેક દેણગીઓ વચ્ચે આટલી બાબતો ઊડીને આંખે વળગે એવી છે :
– એક પણ જાહેરાત લીધા વગર અઢાર-અઢાર વરસ સામયિક ચલાવવું.
– એકે હજારા શી ખમતી : તંત્રી, સંપાદક, પ્રૂફરીડર, વિતરકથી માંડી જે ગણો તે એક જ વ્યક્તિ અને એના પરિવારની નિષ્ઠા.
– અનેક નવા સર્જકો પહેલીવાર આ સામયિક દ્વારા ગુજરાતી ભાષાને મળ્યા.
– લેખકો અને પ્રતિભાવકોનો, સામયિકમાં છપાતાં ઠામ-ઠેકાણાં દ્વારા, સીધો સંપર્ક.
– ગમે તેવા આકરા પ્રતિભાવો/મંતવ્યોનો સ્વીકાર અને સામયિકમાં સ્થાન.
– તળ ગુજરાતના કોઈ પણ સામયિકમાં પણ દુર્લભ એવી ઊંચા સ્તરની જાગતિક, શિષ્ટ, પ્રકીર્ણ, સાહિત્યિક અને વૈચારિક સામગ્રીનું મૂલ્યનિષ્ઠ પીરસણ.
– ગુજરાતી ડાયસ્પોરા દ્વારા વિલાયત, અમેરિકા, કેનેડા, યુરોપ, ઓસ્ટ્રેલિયા અને આફ્રિકા જેવા દેશોમાં રચાતાં સાહિત્યનો અવિરત પ્રચાર-પ્રસાર અને એને તળ ગુજરાતના મુખ્યપ્રવાહનાં સાહિત્ય સાથે જોડવાનો અપૂર્વ પુરુષાર્થ.
વેબસાઇટ અને સોશિયલ મીડિયા દ્વારા “ઓપિનિયન” વૈશ્વિક ગુજરાતી કોમમાં કોઈ પણ જાતના વાડા/સીમાડા વગર હજી વધુ પ્રસરે અને ગુજરાતી લખતી – વાંચતી – બોલતી – જીવતી પેઢીઓને પોતીકું વાંચતી, વિચારતી અને લખતી કરે એવી શુભેચ્છાઓ.
લંડન, 24 માર્ચ 2013 : https://www.facebook.com/pancham.shukla
વિપુલભાઈ અને “ઓપિનિયન”ને તમારા સંદેશાના એક-બે વેણ આ લિન્ક પર જઈ પાઠવવા વિનંતી.
− પંચમ શુક્લ
પંચમ શુક્લના નિવેદનની પછીતે, એમની ફેઇસબુકની દીવાલે તરતા, વિધવિધ પ્રતિભાવો :
24 માર્ચ 2013
• ખૂબ સુંદર. અભિનંદન.
− શફી એ. સૂબેદાર
• ગુજ્જુ ઝિંદાબાદ.
− રેહમાન સાઝ
• The Gujarati reader will sadly miss “Opinion” and Vipoolbhai. It is a great service Vipoolbjai has rendered to Gujarati language sitting in an English country.
— Muhammedali Yusuf Bhaidu Wafa
• વાહ …. આખો અંક સુંદર છે.
− સંજુ વાળા
‘ મારું ય એક મેંડું મેલજો ’ :
ઈશાન ભાવસાર, ઉર્વીશ કોઠારી, તાહા મન્સૂરી, મુર્તાઝા પટેલ, મનોજ દવે, મનીષા લક્ષ્મીકાન્ત જોશી, અારતી પટેલ શાહ, ભૂપેન્દ્રિસિંહ રાઉલ, દિલીપ ભટ્ટ, ફઇસલ બકીલી, વૈભવ કોઠારી, હેમન્ત ગોહિલ, બીરેન ત્રિવેદી, હેમન્ત ભણશાળી, ગૌરાંગ અમીન, વિપુલ ખેરાજ, પારુલ ખખ્ખર, રાજેશ મહેતા, અરવિંદ પટેલ, મુકેશ દવે, રાજ મેકવાન, મુર્તાઝા ઝોઝવાલા, શિરીન ચ., પ્રકાશ ખાનચંદાણી, ગરિમા શુક્લ અને દેવાંશી દવે.
https://www.facebook.com/pancham.shukla?ref=ts&fref=ts
23 માર્ચ 2013 :
• સુશ્રી વિપુલભાઈ, પંચમભાઈ જેવા ઘણા શૂરવીરોએ એટલાં વરસ સુધી અથાગ પ્રયાસ કર્યો છે, અને એના સાક્ષી ઘણા મિત્રો છે. એક જ વાત હૃદયથી કહેવાનું મન થાય છે કે એ બધા નામી અનામી દોસ્તોને હૃદયથી વધામણાં જ આપીએ અને સો સો સલામ કરીએ. પ્રભુ આપ સૌને નિરોગી રાખે અને કાર્યરત રાખે એ જ પ્રાર્થના .
− ગુણવંત વૈદ્ય
• 100 Salutes to Vipool sir. I was one of the writers that he published first … I am so much obliged.
— Chintan Shelat
• વિપુલભાઈ … અા ભગીરથ કાર્ય બદલ શત શત વંદન … દિલ સે.
− નરેશ કે. દોઢિયા
• પંચમભાઈ, વિપુલભાઈ તો ભેખધારી સાહિત્યબંધુ છે. તમે તેમની કરેલી પ્રસંશામાં અતિશયોક્તિનો અંશ પણ નથી. સાગરની ઓળખ પ્રતિકાત્મક રીતે જ આપી શકાય. તેવું જ તેમના કામ વિષે તમારું લખાણ છે. તેમના પરિચયમાં આવે તે તેમની સાથે સંબંધથી સંકળાઈ જાય. “ઓપિનિયન”ની યાત્રાના સાહસવીરને હૃદયપૂર્વક અભિનંદન અને વંદન.
− કનૂભાઈ સૂચક
• I salute you. Your efforts and dedication stand tall even among the people who have dedicated their lives to the language. I am sure it would inspire someone somewhere to take up the cause.
— Dhaval Shah
• “Opinion” has symbolised excellence in journalism, a phenomenon that has blessed Gujarati Publication – Vipool Kalyan has been the epitome of this phenomenon. I welcome “Opinion”'s web avatar !
— Faruque Ghanchi
• Vipoolbhai did excellent job. He is the link between India and all other countries. He is the man who has been dedicated to diaspora, literature and brotherhood. He is the man wearing sannyasi's garb to identify Gujarati. He is a genuine lover of Gujarat and Gujarati. Thanks for all efforts.
— Anil Vyas
• વિપુલભાઈના આ ભગીરથ કાર્યે ગુજરાતી અસ્મિતાને, એની ગરવી સંસ્કૃિતને અને એની આગવી ઓળખને દેશ વિદેશ પહોચાડતી કરી દીધી છે. ટેકનોલોજીની મદદથી તમારા સૌના અવિરત પ્રયત્નોને લીધે, ભાષા તો ખરી જ, પણ સાથે સાથે ઉદ્દભવતી નવી પ્રતિભાને પાગરવાનું અનુપમ મેદાન “ઓપિનિયન” (તંત્રી:વિપુલ કલ્યાણી) દ્વારા મળી શક્યું છે. આપણે સૌ એમનામાંથી પ્રેરણા લઈ કંઈક યોગદાન આપવું જ રહ્યું. તો જ એમના આ ભગીરથ કાર્યને ન્યાય આપી શકીશું.
− જય ભટ્ટ
24 માર્ચ 2013
• 'તારી હાક સુણી કોઈ ના આવે તો એકલો જાને રે …', અને જો એ હાકમાં તાકાત હોય, તો યાત્રી ક્યારે ય એકલો ન હોઈ શકે; વણઝાર જોડાતી જ જાય. એવું જ વિપુલભાઈનું છે ! અને એક જમાનાના ફિલ્મોની શરૂઆતે ગોખાઈ ગયેલા શબ્દો ઃ 'फानूस बनके जीसकी हिफाजत हवा करे, वो शमा क्या बूझे, जिसको रोशन खूदा करे …' “ઓપિનિયન” મુદ્રિત, ડિજીટલ કે હવે નવા વેબસાઇટના અવતારે, સમયાંતરે બદલાતા સ્વરૂપો સાથે, ગુજરાતથી દૂરના ગુજરાતીઓની અને ગુજરાતી ભાષા પ્રેમીઓની, સેવા કરતું રહે એવી શુભેચ્છા અને પ્રભુ પ્રાર્થના …
− શરદ રાવલ
• “ઓપિનિયન” સાથે મોડો સંકળાયો, પણ જે કંઈ પ્રાપ્ત થયું, તે નર્યો શબ્દ જ હતો, ધ્વનિ હતો. અને હવે ચિત્તમાં સતત સ્ફોટ પ્રવર્તમાન રહેશે. અપેક્ષા છે એ ત્રણેવ વર્ષના અંકો પિડિએફ..માં, આર્કાઇવ સ્વરૂપે, ભવિષ્યમાં, વાચવા મળે. તો આ દિશામાં અાવ્યો તે પહેલાંનું સર્જન જોવા વામ્ચવા મળે. હૃદયના દરેક ‘ધડાકા’ઓથી તમારા કાર્ય માટે આભાર, વિપુલભાઈ.
− હિમાંશુ પટેલ
• અઢાર વરસમાં, બે તબક્કા પૂરા કરીને, હવે, ત્રીજા તબક્કે જાતરા ચાલુ રાખવાનો નિર્ણય “ઓપિનિયન”ની જાગરૂકતાને સહજ છે. સમયનો સંકેત આકાશી માધ્યમ દ્વારા જ બધે વહેંચાવાનો છે.
મારો નાનકડો અનુભવ કહે છે કે ગુજરાતમાં ખરીદાતાં પુસ્તકોની દુબળી સંખ્યા પ્રિન્ટસાહિત્યના વાચનરસ તરફ આંગળી ચીંધનારી છે. જ્યારે નેટ પર એક નવી વાચનગંભીરતા જોવા મળે છે.
સામયિકો તેનાં બારણાં વાકતાં જાય છે ને દૈનિકોને તો ભાષાગૌરવ જેવું ભાગ્યે જ રહ્યું છે. ત્યારે ‘નેટગુર્જરી’ને લેખનની જેમ જ, કહું કે એનાથી ય વિશેષ વાચનક્ષમ કરીને, નવી પેઢી માટે રસભરપૂર કરવાની તાતી જરૂરિયાત ઊભી થઈ છે. આ કામ – વાચકોને ગુજરાતી સાથે રાખવા ને નવાને આકર્ષવાનું કામ – તાકીદનું બન્યું છે. નેટ પર પણ સસ્તું ને પાણી નાખેલી છાશ જેવું લેખન જોર ન કરી જાય, તે જોવાનું કામ પણ પાયાનું બની રહેવાનું છે.
ઉપમા તફાવતે કહું તો ‘ગિરા અનયન, નયન બિનું બાની’ જેવું કંઈક બની રહ્યું છે. ભાષાજ્ઞાનીઓ નેટ પર બહુ ઓછા છે. ને નેટ પર જેઓ છે તેઓ વિજ્ઞાનીઓ કે ટૅકનિશિયનો વધુ છે …. સૌ કોઈને હાથવગું બની ગયેલું આ માધ્યમ લેખકોને જાતે ગલાલ છાંટતું કરી મૂકે, તે પહેલાં સાહિત્યનાં ધોરણોની સમજ, લેખનક્ષમતા કે લેખનતાલીમ જેવું કંઈક મોટા પાયે કરવું પડશે. બ.ક.ઠા.એ કવિતાશિક્ષણ કર્યું હતું તે ખચિત યાદ આવે.
ભાષા અને સાહિત્ય બન્ને આપણી વાગીશ્વરીના રથનાં પૈડાં છે. લેખક અને વાચક બન્ને એના દ્વારા સાથે સફર કરે છે. લેખક પોતાને રથચાલક માનવાને બદલે સહયાત્રી માને, તો પંડિતોએ જે સદીભર ગૂંચવ્યાં કર્યું છે, તેવું હવે પછી ન થાય. ‘હવે પછી કોઈને ગુજરાતી–સ્વામી તરીકે ઓળખાવવાનો અધિકાર નથી’ તે મતલબની વાત નેટમાધ્યમી સહુએ સમજવાની જરૂર છે.
મેં ‘નેટગુર્જરી’ પરના મારા આગ્રહો ચાલુ રાખીને, ‘વેબગુર્જરી’ દ્વારા એક નવું કામ હાથ પર લીધું છે. તેની પાછળ આવો જ ખ્યાલ છે. હવે લેખક–વાચક સંબંધોને નવેસરથી ગોઠવીને ગુર્જરીને આંખમાથા પર રાખવાની છે. પંડિતાઈ તો હવે આમે ય ભૂતકાળ બની રહી છે (જોડણી સંદર્ભે આવું વિધાન કરવામાં મને સંકોચ નથી) ત્યારે હવે સૌ લેખક–વાચક માતૃભાષાના સેવક બનવાની નમ્રતા દાખવે, તેવી આશા ગુજરાતના સીમાડા ઓળંગીને ગુજરાતીને સેવનારાંઓના પ્રતિનિધિ તરીકે વિપુલભાઈ સમક્ષ મૂકીને “ઓપિનિયન”ની કામગીરીમાં મારી ઈંટ પુરાવું છું.
ખૂબ ખૂબ ધન્યવાદો અને શુભેચ્છાઓ સાથે,
– જુગલકિશોર વ્યાસ
Dear Pancham,
• Vipoolbhai, is a trail blazer, a pioneer and a visionary!
He is also a very good writer and an editor.
Under his stewardship he laid down a 'template' for future Gujarati e magazines and whether he likes it or not, any future effort in this direction would be compared against the high standards in editorship that he has laid down.
His modesty, his compassion, kindness and awareness with the current literary trends cannot be under-estimated and it has helped the OPINION in a variety of ways!
As far as I know, there has never been a down-side for OPINION. He has managed to keep OPINION always on the TOP.
He only knows the long hours, emotional and material sacrifices that he had to endure to see that OPINION keeps on doing what he had envisioned it to do.
And his timing of ending the OPINION's e edition cannot be underestimated. The best time to go is when you are on the top.
So let us ask him not to be shy, take a bow from the down-stage center, downstage left and down-stage right.
Return to down-stage center and soak-in the applause from his trusted, loving and loyal readers, friends and family members!
Then and only then the curtain will come down!
People will go home with a smile on their faces and blessings in their heart for the wonderful ride that OPINION gave to all.
May God bless him and his loved ones with a long, happy and very healthy life!
Here is to that young man, Vipoolbhai Kalyani, for the job well done – Cheers!
— Harish & Sharon Trivedi,
Dayton, Ohio
• Congratulations for this extra ordinary project.
— Rekha Sindhal
• વિપુલભાઈ, તમારા અથાગ પુરુષાર્થને ધન્યવાદ …
− અતુલ નટવરલાલ જાની
• વર્ષોથી આ મહાન કાર્ય-ગંગાની જેમ વહાવવા માટે વિપુલભાઈનો ખૂબ ખૂબ આભાર. ભારતીય અને તેમાં ય ગુજરાતી ભાષાની મહત્તાને દુનિયાના ખૂણે ખૂણે પહોંચાડવી એ નજીવી બાબત નથી. નિ:સ્વાર્થ ભાવે આવું ભગીરથ કાર્ય હાથમાં લેવા બદલ એમને કોટિ કોટિ પ્રણામ. આશા સહ કે એમનું આ કાર્ય હંમેશને માટે આવતી પેઢીને સદુપયોગી બની રહે, એવા સઘળા પ્રયત્નો અન્ય સાહિત્યગણ કરે.
− નિકેતા વ્યાસ
• Vipoolbhai has inspired me by publishing my articles in “Opinion”. This is how I met him. I wish him good health and same success now on the web site.
— Chiman Patel ‘Chaman’
• અભિનંદન. બાકી કહેવા જેવું બધું જ આગળ કહેવાઈ ગયું છે; અને સૂરજને વળી ઓળખાણની શી જરૂર ?
− ચિરાગ ઠક્કર ‘જય’
• વિપુલભાઈ તથા પંચમદા, આપનાં અથાક પ્રયત્નને વંદન. આ કાર્ય બંધ ના થવું જોઈએ … મારી દુઆ છે કે કાર્ય કોઈ પણ સંજોગોમાં ચાલુ રહે ..
− સપના સપના
• વ્હાલાં ગુજરાતી સાહિત્યપ્રેમી ભાઈબહેનો,
આજના વિષયને લગતી અગાઉની એક સંક્ષિપ્ત મેઈલના અનુસંધાને, જણાવવાનું કે 'આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ'ને અનુલક્ષીને, લખાયેલી મારી વાર્તા, ‘જોગાનુજોગ’, લંડનથી પ્રસિદ્ધ થતા “ઓપિનિયન”(તંત્રી : વિપુલ કલ્યાણી)ના માર્ચ – ૨૦૧૩ના અંકમાં, પ્રસિદ્ધ થઈ ચૂકી છે. જેને હું આજ રોજે મારા બ્લોગ, ‘વલદાનો વાર્તાવૈભવ’માં પ્રકાશિત કરી રહ્યો છું. વાર્તામાંના ‘જોગાનુજોગ’ ઉપરાંતનો બાહ્ય ‘જોગાનુજોગ’ એ છે કે આ અંક એ “ઓપિનિયન”નો ‘આખરી’ અંક છે. ૧૯૯૫થી ૨૦૧૦ સુધીનાં ૧૫ વર્ષો સુધી મુદ્રિત સ્વરૂપે અને ત્યાર બાદ, ૩ વર્ષો સુધી ડિજિટલ (PDF) સ્વરૂપે, એમ ૧૮ વર્ષોની સફર પછી “ઓપિનિયન”, દર મહિને પ્રગટ થતા અંક સ્વરૂપનો સંકેલો કરે છે. જો કે “ઓપિનિયન” એની વેબસાઈટ www.opinionmagazine.co.uk દ્વારા જીવંત રહેશે અને સર્જકો દ્વારા મળતી કૃતિઓ આ વેબસાઈટ પર પ્રગટ થયા કરશે. વિપુલભાઈ અને તેમના પરિવારે એકલપંડે કોઈ જાહેરાતોની આવકો સિવાય, અઢાર અઢાર વર્ષો સુધી, ગુજરાતી ભાષા અને દેશવિદેશમાં વસતા ગુજરાતી ભાષીઓની, જે સેવા કરી છે તે બેમિસાલ છે.
વિપુલભાઈ અને તેમનાં પરિવારજનોને શત શત હાર્દિક અભિનંદન.
− વલીભાઈ મુસા
• લંડનમાં રખડપટ્ટી કરતા, તમને વાતવિસામો તો વિપુલ કલ્યાણીની સંગતિમાં મળે. વિપુલ કલ્યાણી સંપાદિત "ઓપિનિયન" વિચારપત્ર હવે બંધ થાય છે, એ સમાચાર મિત્ર પંચમ શુકલએ આપ્યા, ત્યારે વ્યથિત થવાયું. આજકાલ શબ્દોની ગુજરી બજારમાં, "ઓપિનિયન"નો શાંત કોલાહલ મને ખૂબ ગમતો હતો. વિપુલ એ તપસ્વી માનવી છે. નિર્ભીક વિચારક છે. બ્રિટનમાં રહીને, ગુજરાતી ભાષા -સાહિત્યનો અખંડ દીવો રાખવો, એ કાઈ નાનીસૂની વાત નથી. વિપુલ કલ્યાણીને ‘સ્યાહી ડોટ કોમ’ના સલામ. "ઓપિનિયન"ના અંકમાં મહેબૂબ દેસાઈએ ‘શિક્ષણ પદ્ધતિમાં સર્જનાત્મકતા’ વિષે એક સુંદર લેખ લખ્યો છે. આ લેખના અમુક અંશો વિપુલ અને મહેબૂબ દેસાઈના સૌજન્યથી મિત્રો સાથે શેર કરું છું.
ઑશૉ કહે છે, ‘બુદ્ધિમત્તાને પ્રવૃત્તિમય કરવા માટે વધારે માહિતીની નહીં, પણ વધારે ધ્યાનમગ્નતા – એકાગ્રતાની જરૂર છે. સર્જન માટે દિમાગની ઓછી અને દિલની વધારે જરૂર પાસે છે. જો તમારું કામ તમારી પ્રેમની કથા હશે તો તે સર્જન બની રહેશે. સર્જનાત્મકતા એટલે તમે કરી રહ્યા છો તે પ્રવૃત્તિમાં તમારી ગુણવત્તાનું પ્રદાન. તે એક અભિગમ છે, એક આંતરિક દ્રષ્ટિકોણ છે. તમે જે કંઈ પણ કરો તે જો આનંદથી કરો, પ્રેમથી કરો, તો તે નવસર્જન છે.’
શિક્ષણમાં સર્જનાત્મકતાની આ ચર્ચાને આટોપતાં એટલું જ કહી શકાય કે સર્જનાત્મકતાવિહોણું શિક્ષણ રસ વિનાના જીવન સમાન છે. ભાર વિનાનું ભણતર એ વિધાનને શબ્દોમાં અભિવ્યક્ત કરવો સહેલો છે. પણ તેને શિક્ષણ પદ્ધતિમાં સાકાર કરવો મુશ્કેલ છે. પણ કૌટલ્યનું પેલું વિધાન ‘शिक्षक कभी साधारन नहीં होता, सर्जन और प्रलय उसकी गोद में पलता है।’ સર્જક તરીકેની શિક્ષકની શક્તિ સિદ્ધ કરે છે. અને એટલે જ શિક્ષક શિક્ષણને જ્યારે પણ સર્જનાત્મક બનાવશે, ત્યારે અવશ્ય શિક્ષણ રસમય બનશે. પરિણામે શિક્ષણ પદ્ધતિમાં આમૂલ પરિવર્તન આવશે, તેમાં બે મત નથી.
– અનિલ જોશી
https://www.facebook.com/permalink.php?story_fbid=356840857758792&id=179462315459105
• Vipoolbhai's dedication to Gujarati language and Indian diaspora has been unique. His whole life seem to be woven around this. Salam, Vipoolbhai.
— Keshavlal J. Patel
• માર્ચ 2013નો અંક એ “ઓપિનિયન”નો ‘આખરી’ અંક છે. .. ઓહ .. આ બહુ દુ:ખદ વાત છે. પંચમભાઈ અને વિપુલભાઈ, તમારા અથાગ પરિશ્રમને અભિનંદન.
− સ્નેહા એચ. પટેલ
• … Quite sad to know that “Opinion” is no longer going to be there to express it opinion. Heartiest congratulations to Vipoolbhai to serve Gujaratis and Gujarati ank all these years ….
— Hemantkumar Jani
• Vipool Kalyani is a devotee of Gujarati Diaspora. His contribution is great, not only in England, but in Canada and the USA too. His unforgetable efforts are great. God bless him for good work he has done
— Jay Gajjar
• દુ:ખદ
− મીનાક્ષી – અિશ્વન ચંદારાણા
25 માર્ચ 2013
• પહેલી વાર લંડન આવી, ત્યારે વિપુલભાઈ અને “ઓપિનિયન”નો પરિચય થયો હતો. લંડનમાં રહીને, ગુજરાતી ભાષાનું આવું સરસ કામ કોઈ કરતું હોય, એ જાણી સ્વાભાવિક જ ખુશી થાય. પછી “ઓપિનિયન”ના અંકો જોતાં, એમાં વિપુલભાઈની ચીવટ અને ચોકસાઈ સ્પર્શી ગઈ .. આ આખુંયે કામ સાવ એકલે હાથે સંભાળવું, અને એ ય આટલાં બધાં વર્ષો સુધી, એ અસાધારણ બાબત છે. એ પછી મેઇલમાં મળતા અંકો ક્યારેક જ જોવાયા છે … આ છેલ્લો અંક છે, એવા શબ્દો દુ:ખદ જરૂર લાગે, પણ તોયે હવે વેબસાઇટ રૂપે મળતું રહેશે એનો આનંદ છે. વિપુલભાઈની નિષ્ઠાને સો સલામ …
− લતા જગદીશ હિરાણી
• ઘણી દુ:ખની વાત છે, કે અા અાખરી અંક છે. વિપુલભાઈ – પંચમભાઈ, તમને ખૂબ ખૂબ અભિનંદન … !
− અજિત ખાચર
• વિપુલભાઈ, તમને મારા શત શત વંદન
− શાહ દિલીપકુમાર જીવણલાલ
‘ મારું ય એક મેંડું મેલજો ’ :
નંદિતા મૂનિ, ચિંતન શેલત, મનીષા પ્રધાન, જીતેન્દ્ર એન. દવે, કનૈયાલાલ ભટ્ટ, સૌમ્યા જોશી, રણજિત ચૌહાણ, અતુલ બગડા, જનક એમ. દેસાઈ, રણધીર એમ. નાયક, નીરજ શાહ, પરિક્ષિત જોશી, રાજેન્દ્ર એમ. ત્રિવેદી, છાયા એ. ત્રિવેદી, જયેન્દ્ર અાશરા, અનિલ ચાવડા, મુકેશ દવે, હેમન્ત પારેખ, લેનિન જોશી તેમ જ પુરુષોત્તમ મેવાડા.
https://www.facebook.com/groups/glauk/