પાંખ નભમાં વીંઝવાનુ મન થયું,
તું હસી, તો જીવવાનું મન થયું.
ઓગળ્યા તો બહુ વીતી આ જાત પર,
એટલે તો થીજવાનુ મન થયું.
આંગળી નક્કી તમારી નહિ રહે !
કેમ તમને ચીંધવાનુ મન થયું ?
આગ અંદર મેં ઉતારી બુંદ બુંદ !
કૈંક વેળા ખીજવાનું મન થયું.
પ્યાસ લાગી’તી ખરેખરની ‘પ્રણય’,
જે મળ્યું, એ પી જવાનું મન થયું !
તા. ૨૮-૧૦-૨૦૧૭