માણસ પ્રીતમ લખલાણી|Poetry|1 June 2022 આંદોલનમાં જવા પરોઢથી તૈયાર થયેલા ખેડૂતોનાં ખિસ્સાંમાં આપણે ગઈ સાંજે લખેલી કવિતા મૂકી દઈએ. મીરાં, જો આ ખેડૂત જીવી જશે તો? આપણી કવિતા જીવી જશે ! કવિતા જીવી જશે તો ! માણસ પણ જીવી જશે ! સૌજન્ય : “નિરીક્ષક”, 01 જૂન 2022; પૃ. 13