ઘરોને લાજનાં વસ્ત્રોથી ઢાંકો,
નવા માહોલમાં પેઢી બચાવો.
છે અંધારું તો ત્યાં દિવા પેટાવો,
હ્રદય એક ઘર છે ન ઘરને જલાવો.
હું એવો નમ્ર ને પોચો હ્રદય છું,
મને થોડું ઘણું પથ્થર બનાવો.
ઉદાસીના અહીં કંટક ન રોપો,
મહોબ્બતના સિતારા ઝગમગાવો.
મેં ગઝલો, શેરથી ભાષા બગાડી,
તમે તો શુભઈચ્છાથી વધાવો!
તમારી વાતનો પડશે વજન ત્યાં,
ગઝલ છું, શેર છું દિલમાં વસાવો.
કહે છે કે “મને ભૂસી જ નાખો”,
કહ્યું, પહેલાં મને ભૂલી બતાવો.
e.mail : siddiq948212@gmail.com