Opinion Magazine
Number of visits: 9954726
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

અમદાવાદ શહેર સુધરાઈ, સરદાર, સુખાકારી અને સ્વરાજ

ચંદુ મહેરિયા|Opinion - Opinion|20 November 2024

ચંદુ મહેરિયા

સરદાર પટેલ(જન્મ ૩૧.૧૦.૧૮૭૫ – અવસાન ૧૫.૧૨.૧૯૫૦)ના જન્મના દોઢસોમાં વરસનો આરંભ થયો છે. સરદારના અમદાવાદ શહેર સુધરાઈના પ્રમુખ તરીકેનું આ શતાબ્દી વરસ પણ છે. સ્વરાજની લડતના ઘણા મોટા નેતાઓના જાહેરજીવનનો આરંભ શહેરોની સુધરાઈઓના સભ્ય તરીકે થયો હતો. શહેરોની સુધરાઈઓનું તંત્ર દેશની આઝાદીનો પાયો માનવામાં આવતું હતું. એટલે જવાહરલાલ નહેરુ અલ્હાબાદ, રાજેન્દ્ર પ્રસાદ પટણા, ચિતરંજન દાસ કલકત્તા, વિઠ્ઠલભાઈ પટેલ મુંબઈ અને વલ્લભભાઈ પટેલે અમદાવાદ મ્યુનિસિપાલિટીના સભ્ય અને પછી પ્રમુખ તરીકે જાહેરજીવન આરંભ્યું હતું.

વલ્લભભાઈ હજુ સરદાર બન્યા નહોતા ત્યારે પાંચમી જાન્યુઆરી ૧૯૧૭ના રોજ તેઓ અમદાવાદના દરિયાપુર વિસ્તારમાંથી પેટા ચૂંટણી દ્વારા અમદાવાદ મ્યુનિસિપાલિટીના સભ્ય બન્યા હતા. પંદરમી જુલાઈ ૧૯૨૯ના રોજ તેમણે શહેર સુધરાઈનું સભ્યપદ છોડ્યું હતું. ખાસ્સો સવા દાયકો અમદાવાદ મ્યુનિસિપાલિટીના સભ્ય, સેનેટરી, મેનેજિંગ અને સ્ટેન્ડિગ કમિટીના અધ્યક્ષ અને મ્યુનિસિપાલિટીના પ્રમુખ તરીકે અમદાવાદના વિકાસમાં તેમનું અનન્ય યોગદાન હતું. અમદાવાદ શહેર સુધરાઈ સાથેનો વલ્લભભાઈ પટેલનો નાતો એ કક્ષાનો હતો કે ગાંધીજીએ અમદાવાદ મ્યુનિસિપાલિટીને “વલ્લભભાઈનું માનીતું સ્થાન” ગણાવ્યું હતું. વલ્લભભાઈ પટેલના સ્વપ્ન સમી વાડીલાલ સારાભાઈ હોસ્પિટલની મુલાકાતપોથીમાં પણ ગાંધીજીએ લખ્યું હતું કે, ‘સરદાર વલ્લભભાઈનો જય હો. આ ઈસ્પિતાલ જોઈને હું રાજી થયો છું.’

વલ્લભભાઈ પટેલ

બેરિસ્ટર વલ્લભભાઈ પટેલે ૧૯૧૩માં અમદાવાદમાં વકીલાત શરૂ કરી હતી એ સમયે તેમનું વલણ જાહેરજીવનથી અળગા રહેવાનું હતું. જો કે જાહેર બાબતોથી તે બેખબર રહેતા નહોતા. અમદાવાદ મ્યુનિસિપાલિટીમાં ચૂંટાયેલી પાંખ પર કમિશનર નિમવાની અંગ્રેજ સરકારની પદ્ધતિના તે વિરોધી હતા. પૂર્ણપણે જડ અમલદારશાહી માનસ ધરાવતા કમિશનર જહોન એ. શિલીડીને સીધા કરવાના ઉદ્દેશથી ગુજરાત કલબના મિત્રોના આગ્રહવશ વલ્લભભાઈ અમદાવાદ મ્યુનિસિપાલિટીના સભ્ય બન્યા. ૧૯૧૭ની પાંચમી જાન્યુઆરી કે મે-ની ચૌદમીના દિવસે તેમના રાજકારણમાં પ્રવેશથી જ અમદાવાદની શહેર સુધરાઈ રાષ્ટ્રીય ફલક પર મુકાઈ હતી અને સ્વરાજની લડતમાં પણ તે અવ્વલ બની હતી.

સરદારના સભ્યપદના ત્રણેક મહિનામાં જ શિલીડી કમિશનરના પદેથી ગયા હતા. સરદાર ચૂંટાઈને તરત જ સેનેટરી સમિતિના અધ્યક્ષ બન્યા હતા. કર્મને વરેલા વલ્લભભાઈના કામની કસોટી કરવાની હોય તેમ શહેરમાં પ્લેગ ફાટી નિકળ્યો. બીજા આગેવાનોની જેમ પ્લેગથી બચવા સરદારે શહેર ના છોડ્યું પણ તેમના કામમાં મંડ્યા રહ્યા હતા. તેઓ અમદાવાદની શેરીઓમાં જતા, ગટરો સાફ કરાવતા અને જંતુનાશક દવાઓ છંટાવતા. “કચરો સાફ કરવાનું કામ રાજકારણની ગંદકી સાફ કરવા કરતાં ઘણું જુદું છે”, એમ માનનાર વલ્લભભાઈ એ દિવસોમાં કહેતા કે સફાઈ સમિતિના પ્રમુખ તરીકે પ્લેગ સામે નાગરિકોના બચાવના પ્રયાસો કરવા તે મારી ફરજ છે. તે છોડીને ભાગવું એ તો જનતાનો દ્રોહ છે.

૧૯૨૪ની અમદાવાદ શહેર સુધરાઈની ચૂંટણી સરદારના નેતૃત્વમાં લડાઈ અને જંગી બહુમતીથી જીતાઈ હતી. સરદાર અમદાવાદ મ્યુનિસિપાલિટીના પ્રમુખ બન્યા. નવમી ફેબ્રુઆરી ૧૯૨૪થી તેરમી એપ્રિલ ૧૯૨૮ સુધીના એમના પ્રમુખપદના ગાળામાં આરોગ્ય, શિક્ષણ, સફાઈ, ગટર અને રસ્તાનાં કામોને પ્રાધાન્ય આપ્યું હતું. એમનો ઉદ્દેશ શહેરની સુખાકારી હતી.

અમદાવાદનો કેમ્પ વિસ્તાર મ્યુનિસિપાલિટીની હદમાં નહોતો છતાં તેને પાણી મ્યુનિસિપાલિટી પૂરું પાડતી હતી. તે પણ અમદાવાદના નાગરિકો કરતાં વધારે અને ઓછા દરે. મુખ્યત્વે સરકારી અફસરોની વસ્તીના કેન્ટોનમેન્ટ વિસ્તારમાં આ પ્રમાણે સગવડો આપવી તે સરદારને અમદાવાદના નાગરિકો સાથે અન્યાય લાગ્યો હતો. એટલે મ્યુનિસિપાલિટીના સભ્ય બન્યા કે તરત સરદારે આ બાબતે વિરોધ નોંધાવ્યો અને શહેરીઓને ન્યાય કરતો નિર્ણય લેવડાવ્યો હતો. દલિત મિલ કામદારોની ચાલીઓની અગવડોથી તેઓ વાકેફ હતા. દલિત મહિલાઓને ખુલ્લામાં નહાવું પડતું હતું. તેના નિવારણ માટે મેયર વલ્લભભાઈએ ચાલીઓમાં હજારેક નાવણિયા બનાવડાવ્યા હતા.

અસહકાર આંદોલન વખતે શહેરની મ્યુનિસિપલ શાળાઓને મળતી સરકારી ગ્રાન્ટ લેવાની બંધ કરી શહેરની શાળાઓને અંગ્રેજ સરકારની ચુંગાલમાંથી મુક્ત કરાવી હતી. સ્વરાજ આંદોલનમાં સામેલગીરીના કારણે ત્રણેક વખત મ્યુનિસિપાલિટીને અંગ્રેજ સરકારે સસ્પેન્ડ કરી હતી. બ્રિટિશ ગુલામીકાળમાં મ્યુનિસિપાલિટીની સામાન્ય સભાઓ માટે બંધાયેલા હોલનું નામ “ગાંધી હોલ” રાખવું, મ્યુનિસિપાલિટી વતી ગાંધીજીનું જાહેર નાગરિક અભિવાદન કરવું અને કાઁગ્રેસની કારોબારી ગાંધી હોલમાં યોજવી તે નાનીસૂની વાત નહોતી.

જો કે મ્યુનિસિપાલિટીના પ્રમુખ તરીકે સરદારનું કામ આસાન નહોતું. તેમણે બાકી કરવેરા મેળવવા ઝુંબેશ કરી એટલે કાઁગ્રેસનો એક વર્ગ તેમનો વિરોધી બન્યો હતો. જો કે સરદાર તેની તમા રાખ્યા સિવાય કામ કરતા રહ્યા. ૧૯૨૭ના જુલાઈ મહિનાની આખરના છ દિવસમાં અમદાવાદમાં ૫૧ ઈંચ વરસાદ પડ્યો હતો. અતિવૃષ્ટિની આ આફતને સરદાર કુનેહથી ઉકેલી શક્યા. પ્રમુખ તરીકે તેઓ જાતે ફરીને નાળાં સાફ કરાવવામાં અને પાણીના નિકાલની વ્યવસ્થામાં લાગ્યા હતા. અમદાવાદ શહેર ભવિષ્યમાં વિકસે તેને ધ્યાનમાં લઈને તેમણે રિલીફ રોડ ભારે વિરોધ છતાં બંધાવ્યો હતો. દાદાસાહેબ માવળંકર અને ચંદુલાલ ભગુભાઈ દલાલ લિખિત દસ્તાવેજી પુસ્તક ‘રાષ્ટ્રીય ચળવળમાં અમદાવાદ મ્યુનિસિપાલિટીનો ફાળો’માં સરદારના પ્રમુખ તરીકેના કાર્ય સંદર્ભે લખ્યું છે કે, “વલ્લભભાઈએ પ્રમુખ તરીકે રાષ્ટ્રીય પક્ષની કાર્યપદ્ધતિની નવી જ ભાત પાડી અને લોકો ઉપર એની બહુ સરસ છાપ પડી. જાહેર જીવન એ જ એમનો વ્યવસાય બન્યો. એ વખતે જાહેર જીવન મુખ્યત્વે મ્યુનિસિપલ જીવન જ હતું. એમણે પોતાનો આખો સમય મ્યુનિસિપલ કામકાજને આપ્યો.” (પૃષ્ઠ – ૧૬૨)

શહેર સુધરાઈનાં કામકાજમાં સરદાર કેવા અનોખા હતા એના બે નમૂના : મ્યુનિસિપાલિટીનું સઘળું કામ એ સમયે અંગ્રેજીમાં ચાલતું હતું. જનરલ બોર્ડના ઠરાવો પણ અંગ્રેજીમાં લખાતા હતા. જ્યારે બોર્ડની બેઠકમાં વહીવટ ગુજરાતીમાં ચલાવવાનો પ્રસ્તાવ આવ્યો ત્યારે સરકાર નિયુક્ત અંગ્રેજીભાષી સભ્યોએ તેની તરફેણ કરી હતી. પણ સરદારે વિરોધ કર્યો હતો! ૧૯૨૬માં નવા મ્યુનિસિપલ એક્ટ પ્રમાણે સ્ટેન્ડિંગ કમિટીની ચૂંટણી થઈ. ચેરમેન તરીકે વલ્લભભાઈનું નામ મુકવામાં આવ્યું. સામે વિપક્ષા તરફથી દોલતરામનું નામ આવ્યું. જ્યારે બેઉને એક સરખા મત મળ્યા ત્યારે સભાના પ્રમુખ તરીકે સરદારે તેમનો કાસ્ટિંગ વોટ પોતાને આપવા કે તટસ્થ રહેવાને બદલે દોલતરામને આપ્યો હતો ! ૧૯૨૭માં પ્રમુખની ચૂંટણીમાં દોલતરામના નામની દરખાસ્ત આવી. સુધારા દરખાસ્તમાં વલ્લભભાઈનું નામ સૂચવાયું. મતદાનમાં સરદાર પટેલના નામની દરખાસ્તને ૪૮ અને દોલતરામના નામની દરખાસ્તને ૭ મત મળ્યા હતા. વલ્લભભાઈ આ મતદાનમાં તટસ્થ રહ્યા હતા જ્યારે દોલતરામે પોતે પોતાનો મત આપ્યો હતો.  ૧૯૨૮માં બારડોલીની લડતના સુકાની સરદારને મ્યુનિસિપાલિટીના માનપત્રની દરખાસ્તનો એ સમયના મ્યુનિસિપાલિટીના પ્રમુખ દોલતરામે વિરોધ કર્યો હતો. મતદાનમાં દોલતરામ સહિતના ૪ સભ્યો વિરોધમાં હતા જ્યારે ૪૩ તરફેણમાં હતા.

અંગ્રેજ કમિશનર શિલીડીને સીધો કરવા સરદાર પટેલ મ્યુનિસિપાલિટીમાં પ્રવેશ્યા હતા. પરંતુ મ્યુનિસિપાલિટીના દેશી ચીફ ઓફિસર ઈશ્વરલાલ રણછોડલાલ ભગતની કાર્યપદ્ધતિથી કંટાળી સરદારને પહેલા પ્રમુખ પદ અને પછી સભ્યપદ છોડવું પડ્યું હતું. તે કેટલી મોટી કરુણા છે.

૧૯૩૫માં અમદાવાદ મ્યુનિસિપાલિટીની શતાબ્દી પ્રસંગે એક સંદેશમાં ગાંધીજીએ તેમની કલ્પનાના અમદાવાદ વિશે કહ્યું હતું કે, “એ મ્યુનિસિપાલિટીના પાયખાનાં વાચનાલય જેવાં સાફ થશે, એની પોળો સ્વચ્છતાનો નમૂનો થશે, એનાં બધાં બાળકો પાઠશાળામાં જતાં હશે, ત્યાં રોગોનું પ્રમાણ ઓછું હશે, ત્યાં મજૂરો અને માલિકો વચ્ચે ઊંચનીચના ભેદ નહીં હોય, ત્યાં મજૂરોનાં મકાનોમાં મ્યુનિસિપાલિટીના પ્રમુખ સૂઈ શકતા હશે. ‌- ‌એવી કોઈ દિવસ થશે, અને એ જોવા હું પામીશ, એવું સ્વપ્ન સેવ્યા કરું છું. એ સિદ્ધ કરવું તો શહેરીઓના હાથમાં છે. એને સારુ, આપણામાં સરદારની સેવાવૃતિ અને ત્યાગ વૃતિ જોઈએ.”

સરદારના સાર્ધ શતાબ્દી, મેયર તરીકેના શતાબ્દી અને આઝાદીના અમૃત વરસોમાં કર્ણાવતી, આશાપલ્લી, અહમદાબાદ અને અમદાવાદ રિવરફ્રન્ટ, અટલ બ્રિજ, કાંકરિયા કાર્નિવલ અને એવી જાતભાતની ઝાકમઝાળ અને રોશનીના દેખાડાથી સોહે છે. પરંતુ શહેરના સત્તાવાળાઓ અને શહેરીઓમાં સરદારની સેવા અને ત્યાગવૃતિના અભાવે ગાંધીની કલ્પનાનું અમદાવાદ સ્વપ્નવત છે.

e.mail : maheriyachandu@gmail.com  

Loading

खाली संविधान !

कुमार प्रशांत|Opinion - Opinion|20 November 2024

कुमार प्रशांत

तो राहुल गांधी के सबसे धारदार हथियार की धार भोथरी करने के लिए प्रधानमंत्री ने एक ऐसा झूठ बोला कि जिस बराबरी का झूठ खोजना उनके संसार में भी मुश्किल है. झूठ की शिफत यही है कि उसे हरबार पिछले से ज्यादा बढ़ा–चढ़ा कर बोलना चाहिए अन्यथा उसकी तासीर बेअसर हो जाएगी. प्रधानमंत्री इस कला के माहिर उस्ताद हैं. वे झूठ भी बोलते हैं – याकि झूठ ही बोलते हैं ! – और सार्वजनिक विमर्श कास्तर इतना गिराते जाते हैं कि शालीनता, विवेक, ज्ञान आदि के खड़े होने की जगह ही न बचे. जवाब में फिर दूसरी तरफ से भी उसी स्तर की बातें आती हैं.   

लोकसभा चुनाव के दौरान राहुल गांधी अपने भाषणों में भारतीय संविधान की लाल रंग की एक आवृत्ति दिखाते घूमते रहे. उनका कहना है कि भारतीय संविधान में वह सब कुछ है जो आंबेडकरजी, गांधीजी, फुलेजी आदि के दर्शन में है. वे समझाते हैं कि जनता के अधिकार, जनता की शिक्षा, जनता का आरक्षण, जनता का रोजगार, जनता की आजादी आदि सभी इसी संविधान से निकलती है और प्रधानमंत्री इसी संविधान को समाप्त करना चाहते हैं. बक़ौल राहुल गांधी प्रधानमंत्री व भारतीय जनता पार्टी ऐसा इसलिए चाहती है कि उसे समता व बराबरी का समाज नहीं चाहिए. वे इससे जुड़ी तमाम दूसरी बातें भी कहते हैं. राहुल गांधी जो कर रहे हैं, वह सब सही है, ऐसा तो कैसे कहें हम लेकिन हम यह कहना जरूर चाहते हैं कि राहुल जो कह रहे हैं, उस पर गहराई से विचार होना चाहिए. 

लेकिन किसी विचार की बात तो दूर, प्रधानमंत्री ने राहुल गांधी को ऐसा जवाब दिया कि जिसका सर है, न पांव ! प्रधानमंत्री दहाड़ कर बोले, बार–बार बोले और हर बार नई मुद्रा में बोले कि राहुल गांधी संविधान की जो किताब दिखाते हैं उसके भीतर कुछ लिखा ही नहीं है. वह खाली है. राहुल गांधी ने अपनी अगली सभा में फिर किताब दिखाई लेकिन इस बार उसे खोल कर भी दिखाया. उसमें बाजाप्ता लिखाहुआ था. वह खाली नहीं थी. अभी तक किसी ने उस किताब की ऐसी कोई प्रति सार्वजनिक भी नहीं की है जो ऊपर से लाल हो लेकिन भीतर से खाली हो. 

हमारा संविधान प्रधानमंत्री ने पढ़ा हो कि नहीं, देखा तो जरूर होगा. उसके सामने दंडवत होते वक्त भी उन्हें अनुमान तो हुआ ही होगा कि वह एक खासा भारी–भरकम ग्रंथ है. उतना बड़ा ग्रंथ उस गुटके में समाही नहीं सकता है. तो संविधान का सार बताने वाला वह प्रतीक संस्करण है. कांग्रेस ने तुरंत ही वह फोटो भी छाप दिया जिसमें प्रधानमंत्री स्वंय ही तत्कालीन राष्ट्रपति रामनाथ कोविद को वही लाल संस्करण भेंटकर रहे हैं. तो क्या प्रधानमंत्री ने राष्ट्रपति को कोरा गुटका दे कर झांसा दिया था. अगर नहीं, तो राहुल गांधी ऐसा झूठा काम क्यों करेंगे जो तभी–के–तभी, वहीं–के–वहीं पकड़ा जा सके ! पप्पू कैसा भी पप्पू हो, ऐसा फेंकू तो नहीं हो सकता ! 

अब अपना अमृत–प्रवचन दे कर प्रधानमंत्री देश से बाहर चले गए. भारतीय जनता पार्टी उनके इस झूठ को सन्नाटे में डुबो कर ही झेल सकती है. वह झेल रही है. लेकिन इससे भारतीय जनता पार्टी को हासिल क्या हुआ ? राहुल गांधी ने भारतीय राजनीति में अब अपनी ऐसी जगह तो बना ही ली है कि उन्हें प्रधानमंत्री वापस पप्पू साबित नहीं कर सकते. सहमति–असहमति, योग्यता–अयोग्यता सब अपनी जगह है लेकिन कांग्रेस को भी राहुल को उसी तरह ढोना है जिस तरह भारतीय जनता पार्टी को नरेंद्र मोदी को ढोना है. यह दोनों पार्टियों का अंदरूनी मामला है. लेकिन किसी को यह हक कैसे मिल सकता है कि वह मतदाता को ऐसा मूर्ख माने और चुनाव–प्रचार को इतनी फूहड़ता से ले !    

चुनाव प्रचार को झूठ का बवंडर और अर्थहीन जुमलों का ऐसा जंगल बना दिया गया है कि वहां लोक शिक्षण की जगह ही बाकी न हीं रही है.  चुनाव प्रचार मतदाता को जागरूक करने का नहीं, उसके ही पैसेसे उसे मूर्ख बनाने का सबसे बड़ा संवैधानिक आयोजन बन गया है. सारी संवैधानिक संस्थाएं इस शर्मनाक प्रहसन की मूक दर्शक भर हैं. देश के सार्वजनिक व वैधानिक जगत का ऐसा पतन संविधान निर्माताओं की कल्पना में नहीं रहा होगा. 1977 के अत्यंत नाजुक लोकसभा चुनाव के वक्त भी कम नहीं थे ऐसे ज्ञानी–धुरंधर जो जयप्रकाश नारायण को समझाते रहे थे कि साधारण लोग कहां समझेंगे आपकी यह लोकतंत्र व तानाशाही की बात ! “ दो में से एक चुनना है : लोकतंत्र या तानाशाही !” का सीधा नारा दे कर, वे यह कहते हुए आगे निकल गए कि आप लोग अपनी समझ की फिक्र कीजिए, जनता की नहीं! साधारण मतदाता ने वह चुनौती समझी और लोकतंत्र उभर आया.     

संविधान की किताब दिखा कर चुनाव की तासीर बदलने की राहुल की कोशिश आज भी जारी है. कांग्रेस संगठन में कोई राजनीतिक समझ होती तो वह इसी का बड़ा आंदोलन खड़ा कर सकती थी. जब सामने वैचारिक शून्यता का घटाटोप रचा जा रहा हो, तब आपकी सामान्य वैचारिक बातें भी जड़ जमा लेती हैं. लेकिन कांग्रेस में ऐसी समझ होती तो उसका ऐसा हाल होता ही क्यों! कोई चिढ़ कर जवाब देता हैकि जहां राहुल गांधी की अपनी सरकारें हैं, वहां भी तो वह सब नहीं हो रहा है जो राहुल गांधी कह रहे हैं. बात गलत नहीं है लेकिन यह राहुल गांधी की बात का जवाब नहीं है. जिस तरह मतदाताओं को नंगों–कंगलों–भीखमंगों की भीड़ समझ कर रुपये बांटने की नई शैली चली है, जिसमें कांग्रेस–भाजपा में एक–दूसरे को मात देने की होड़ चल रही है, वह भी इस बात का जवाब नहीं है कि संविधान में कैसा भारत बनाने का सपना दर्ज है, और वैसा भारत बनाने का क्या रास्ता संविधान बताता है. सबसे बड़ा क्षद्म यह है कि अब सभी संविधान की शपथ लेते हैं, उसे पढ़ता कोई नहीं है. अभी–अभी सेवानिवृत हुए हमारे सर्वोच्च न्यायमूर्ति चंद्रचूड़ साहब ने तो बाकायदा घोषणा ही कर दी कि संविधान पढ़ना ईश्वर का काम है, न्यायपालिका का काम ईश्वर से पूछ लेना भर है. 

देश इतना खोखला बना दिया गया है, मतदाता इतनी बार, इतनी तरह से छला गया है कि आज सारा कुछ संविधान में सिमट आया है. प्रधानमंत्री भले खिल्ली उड़ाएं कि राहुल गांधी खाली संविधान दिखा रहे हैं, देश को आज जरूरत खाली संविधान की ही है. खाली संविधान की कसौटी पर विधायिका–कार्यपालिका–न्यायपालिका को कसने की ताकत देश एक बार पा ले तो गाड़ी पटरी पर लौट सकती है. मीडियासंस्थानों का विष–दंत भी संविधान ही तोड़ सकता है. मतदाता को यह ताकत व यह दृष्टि खाली संविधान से ही मिल सकती है. हम सब अपनी–अपनी जगह पर इसके औजार बनें तो 1977 का चमत्कार फिर दोहराया जा सकता है.

(20.11.2024)  
मेरे ताजा लेखों के लिए मेरा ब्लॉग पढ़ें
https://kumarprashantg.blogspot.com

Loading

આદિવાસી અધિકારોનો મુદ્દો વિકાસયાત્રામાં નડતરરૂપ હોય ખરો?

પ્રકાશ ન. શાહ|Opinion - Opinion|20 November 2024

પ્રકાશ ન. શાહ

જનજાતીય ગૌરવ દિવસના રાજસી તામઝામ વચાળે લગરીક ન્યારે છેડેથી, મેઘાણી ને જયન્ત કોઠારીના હવાલેથી વાત શરૂ કરવા ઈચ્છું છું. સહેજે ત્રણ-ચાર દાયકા થઈ ગયા એને – જયન્તભાઈનો ફોન આવ્યો કે આ બિરસા મુંડા કોણ છે. 

એમની પૃચ્છાનું નિમિત્ત અલબત્ત મારી કલમકથની હતી. મેઘાણી જયંતીએ લખતાં મેં મારતી કલમે ટપકાવેલું કે જે રીતે મેઘાણી જનઆંદોલનનો સ્પંદ ઝીલતા હતા એ જોતાં, જો એ આપણી વચ્ચે હોત તો બિરસા મુંડા અને સૂ ચી (કી) સહિતના કેટલાયે પ્રજાસૂય જોધ્ધા વણગાયાં ન રહ્યાં હોત. કોઠારીની પૃચ્છામાં જે જિજ્ઞાસા ને નમ્રતા હતાં એ બેઉથી મહાત થવા સિવાય વિકલ્પે શો હોઈ શકે. 

ખરું પૂછો તો મેં લખતા શું લખી નાખ્યું’તું, પણ બિરસા બાબતે નિરાંતે ને વિગતે વાત કરવાની સજ્જતા મારી કને ય ત્યારે ક્યાં હતી? સધિયારો અલબત્ત એક જ હતો, મહાશ્વેતાદેવીનો : એમની નવલકથા ‘અરણ્યેર અધિકાર’ (‘અરણ્યનો અધિકાર’, અનુવાદક : સુકન્યા ઝવેરી, 1985) વાંચવાનું બન્યું હતું અને બિરસા મુંડાના જીવનકાર્યની કંઈક ઝાંખી મળી હતી. ઝારખંડ શા આદિવાસી ઈલાકામાં, ટૂંકી જિંદગીમાં એણે જે જીવી જાણ્યું, લોક એને ભગવાન કહેતું.

બિરસા મુંડા

બિરસાનો જન્મ 1875ના નવેમ્બરની પંદરમીએ અને જેલજુલમે મૃત્યુ 1900ના જૂનની નવમીએ : પૂરાં પચીસ વરસમાં પણ પાંચ મહિના ઓછા. ઈસ્ટ ઇન્ડિયા કંપનીના વારાથી શરૂ થઈ રાણી વિક્ટોરિયાના ઢંઢેરાથી આરંભાયેલ બ્રિટિશ રાજઅમલનો ગાળો જળ, જમીન અને જંગલના અધિકારો મૂળ વતનીઓ પાસેથી ક્રમે ક્રમે રાજ હસ્તક જવાનો ગાળો છે. જંગલની જમીનોને ખેતીલાયક બનાવતાં બદલાતા માલિકી હક્ક એ પણ એક સંસ્થાનવાદની દાસ્તાં છે. બાળક બિરસા, કેમ કે પિતા એને ભણાવવા ચાહે છે ને પોતે પણ ભણવા ઈચ્છે છે, ખ્રિસ્તી ધર્મ અંગીકાર કરી મિશન સ્કૂલમાં ભરતી થાય છે. ખેંચાણ અલબત્ત ધર્મનિષ્ઠા તરેહનું નથી. ખ્રિસ્ત મતાવલંબી એક શિક્ષકનાં મહેણાંટોણાંથી શાળા બદલે છે અને બહારની દુનિયામાં પગ મૂકતાં જે સિતમ ને શોષણ અનુભવે છે એમાં હજુ વીસી પણ વટાવે તે પહેલાં તીરકામઠાં સાહે છે. જુવાનોનું દળ ખડું કરે છે. બંદૂક સામે તીરની લડાઈ, પરિણામ નક્કી છે. પણ જે બની આવે છે તે નવો, પલટાતો મિજાજ. બિરસા થકી પ્રચલિત પ્રયોગ, ઉલગુલાન.

1857માં દેશજનતાએ રોટી ને કમલના સંકેત સાથે ‘મારો ફિરંગી કો’ એવો એક ભેરીઘોષ સાંભળ્યો હતો. પછીની પચાસીમાં ‘વંદે માતરમ્’ના નારાએ જનમાનસનો કબજો લીધો હતો. વીસમી સદીનો ત્રીજો દાયકો આવતે આવતે આ સ્વદેશવત્સલ જયઘોષ ‘ઈન્કિલાબ ઝિંદાબાદ’ના નારા સાથે નવાં નિશાન સાધતો આવતો હતો. પણ ‘વંદે માતરમ્’ અને ‘ઈન્કિલાબ ઝિંદાબાદ’ની સાથે અંતરિયાળ ભારતમાં આદિવાસી ઈલાકામાં પરચમ પેઠે લહેરાતો નાદ, સંભળાતો સાદ હતો ઉલગુલાન કહેતા ક્રાન્તિ.

બિરસા ચરિત્ર ક્યારેક યથાસંભવ જરૂર મૂકીશું, પણ અત્યારે તો એવી સાર્ધ શતાબ્દીનું નિમિત્ત પકડીને જે એક મુદ્દો ખાસ કરવો છે તે સ્વાતંત્ર્યલડતના સતત ચાલુ દોરનો 1857ની શતાબ્દી મનાવાઈ ત્યારે ભારતીય વિદ્યાભવનની સુપ્રતિષ્ઠ ભારત ઇતિહાસ શ્રેણીના વડા સંપાદક આર. સી. મઝુમદારે સત્તાવનના સંગ્રામને પહેલો સ્વાતંત્ર્યસંગ્રામ કહેવાની ના ભણી હતી. નહીં કે એમને સત્તાવનનું મહત્ત્વ નહોતું વસ્યું. પણ એમનું કહેવું એમ હતું કે 1857 પહેલાં અને તે પછી દેશમાં અલગ અલગ ઠેકાણે સ્વાતંત્ર્યસંઘર્ષ ચાલતો રહ્યો છે. દેશના આદિવાસી ઈલાકાઓમાં અઢારમી સદીથી આરંભીને ઓગણીસમી ઉતરતે પણ દોર જારી રહ્યો છે.

વેલ, બિરસા તો એકસો પચાસ વરસ પરનું નામ છે, પણ હજુ માંડ પાંચ દાયકા પર આપણી વચ્ચે નાગાલેન્ડ-મણિપુરનાં લક્ષ્મીબાઈનું બિરૂદ પામેલાં રાણી ગાઈદિન્લિયુ હતાં જ ને. 1931માં 16 વરસની આ કન્યકાએ ચાર હજારના સશસ્ત્ર દળ સાથે આસામ રાઈફલ્સનો મુકાબલો કરી જેલ વહોરી હતી. 1937માં એને મળ્યા પછી જવાહરલાલે ‘રાણી’નું માનબિરૂદ આપ્યું તે એના નામનો હિસ્સો બની ગયું. આઝાદ હિંદે એને સ્વાતંત્ર્યસેનાની સન્માન આપ્યું ને પદ્મભૂષણે પોંખી. બાય ધ વે, આખી લડતમાંથી એક નાનો વિગતમુદ્દો ઊંચકી ભા.જ.પ. પોતાની એન્ટિ-ક્રિશ્ચન રાજનીતિનો ખેલ આ કિસ્સામાં પાડે છે. જેમ, બિરસા ચરિતમાં જેકબ વકીલ અને બીજા ખ્રિસ્તી કર્મશીલોની સ્મૃતિ કોરાણે મેલી કોમી રંગની કોશિશ થતી માલૂમ પડી છે. વસ્તુત: ફ્રિન્જલાઈન ચર્ચવેડા બાદ કરતાં મેઈન લાઈન ચર્ચો તો ભીમા-કોરેગાંવ કેસ દરમ્યાન જેલમાં શહીદ થયેલા સ્ટેનસ્વામી પેઠે જળ-જમીન-જંગલના અધિકારો સારુ ઝૂઝતા કર્મશીલોની કાર્યાશાળા છે.

બ્રિટિશ અમલમાં ફોરેસ્ટ એક્ટ અને આનુષંગિક પગલાં સાથે કોલસા ને સોનાની ખાણોની જેમ જંગલો ને વેસ્ટલેન્ડ રાષ્ટ્રીય સંપત્તિ કહેતાં સુવાંગ સરકારી માલિકીના બની ગયાં … હા, રાજવીઓ ને લાટસાહેબો માટે મૃગયા સારુ અંકિત ઈલાકા બાદ!

સ્વરાજ પછી, મોડે મોડે જળ-જમીન-જંગલના અધિકારો મુદ્દે જરૂર હિલચાલ છે. 1988થી ગ્રામસભા અને વન અધિકારીઓની સહિયારી વ્યવસ્થા હેઠળ કંઈક ફેરફાર શરૂ થયો. 2006માં મનમોહન સિંહની સરકારે ધ શિડ્યુલ્ડ ટ્રાઈબ્સ એન્ડ અધર ટ્રેડિશનલ ફોરેસ્ટ ડ્વેલર્સ (રેકગ્નિશન ઓફ ફોરેસ્ટ રાઈટ્સ) એક્ટ – એફ.આર.એ. અન્વયે કંઈક ભોંય ભાગવાની શરૂઆત કરી. પણ છેલ્લો દસકો એક આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ પદે સ્થાપવા જેવા ઉપચારો બાદ કરતાં આદિવાસી અધિકારોના સંકોચનનો છે. વનરક્ષણ અને આદિવાસી અધિકારોનો મુદ્દો રેલવે, વીજળી, કોલસા, પેટ્રોલિયમ મંત્રાલયોને અને નીતિ આયોગને વિકાસયાત્રામાં રુકાવટ (બોટલનેક) જેવો લાગે છે. એપ્રિલ 2024ના સર્વેક્ષણ પ્રમાણે વન-ગ્રામસભા મામલામાં સરકારી અધિકારીઓ કોમ્યુનિટી રાઈટ્સ પર હાવી માલૂમ પડે છે.

સાર્ધ શતાબ્દીના તામઝામમાં વિગતો સંભળાશે? ન જાને.

Editor: nireekshak@gmail.com
પ્રગટ : ‘તવારીખની તેજછાયા’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘કળશ’ પૂર્તિ, “દિવ્ય ભાસ્કર”; 20 નવેમ્બર 2024

Loading

...102030...563564565566...570580590...

Search by

Opinion

  • AIને માથે ચડાવવા જેવું નથી …
  • અપેક્ષા                                                 
  • જરૂરત અલબત્ત સુરક્ષા દિવસની પણ ઉજવણી જો કે હત્યા દિવસની
  • આઝાદીની પોણી સદી વીતી તો ય આઠ જ દલિત મુખ્યમંત્રી થયા!
  • ફૂટપાથ થોડી જિંદગી બચાવી શકે એમ છે …

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 
  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …

Poetry

  • દરિયો
  • ગઝલ
  • ગઝલ
  • ગઝલ
  • નોકરી એક ચુડેલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved