Opinion Magazine
Number of visits: 9624525
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

વહેતા શબ્દ

‘બાબુલ’|Poetry|18 December 2013

પાતળી હવામાં વહેતા શબ્દ

અર્થને ઝાલી

વળગણને પીડતા રહ્યા

પીગળતા રહ્યા …

હેતાળ અાશિષ કેરા 

અાશ્લેશ દેતા

શીતળ શાતા:

ભીના વાતાવરણમાં

સ્મરણ ઉભરતા રહ્યા 

વળગણ અાછું રડતા રહ્યા. 

e.mail : drvision@gmail.com

Loading

સિક્કાની ત્રીજી બાજુ

હરનિશ જાની|Opinion - Opinion|18 December 2013

મારા બાલુકાકાને મેં પૂછ્યું, ‘તમે ભગવાનમાં માનો છો?’

બાલુકાકા બોલ્યા, ‘ના.’

મેં વળી પાછું પૂછ્યું, ‘કેમ માનતા નથી? આ ચાંદો સૂરજ કોણે બનાવ્યા છે? ધરતી આકાશ કોણે બનાવ્યાં છે?’

બાલુકાકા કહે, ‘જો ભાઈ, એ બધું જેણે બનાવ્યું હોય તે જાણે. મને હેરાન ના કર …’

મેં કહ્યું, ‘ના, તે પરમાત્માએ બનાવ્યા છે.’

બાલુકાકા બોલ્યા, ‘તો જા, તારી વાત સાચી. પરમાત્માએ બનાવ્યા. તેમાં વાંધો શું છે? તેના વિષે તારે ફરિયાદ કરવી હોય તો બીજાને કર.’

મેં કહ્યું, ‘તો પછી તમે ભગવાનમાં કેમ માનતા નથી?’

બાલુકાકા બોલ્યા, ‘ભગવાન જોડે મારે કોઈ વાંધો નથી. મને વાંધો હોય તો તે તારા જેવા લોકો જોડે છે. જો હું કહું કે હું ભગવાનમાં માનું છું તો તારા જેવા લોકો પૂછશે કે કયા ભગવાનમાં માનો છો? અને કેમ માનો છો? એટલે સો વાતની એક વાત. નન્નો કહી દેવાનો .. નહીં તો મારે બીજા સો જવાબ આપવા પડે.’

મેં કહ્યું કે ભગવાન બધાં સરખા છે. જ્યાં સુધી તમે કોઈ સુપ્રિમ પાવરમાં માનો ત્યાં સુધી.

કાકા કહે કે તું આટલો બધો જ્ઞાની થઈ ગયો છે તો મને કહે કે તારો સુપ્રિમ પાવર એટલે કોણ? અલ્લાહ – જિસસ – કૃષ્ણ – મહાવીર – ગ્રંથ સાહેબ ??

મેં કહ્યું કે એ બધા જ સુપ્રિમ.

કાકા બોલ્યા, ‘બધા કેવી રીતે સુપ્રિમ કહેવાય. સુપ્રિમ તો એક જ હોય. બધા સુપ્રિમ ન હોઈ શકે.’

આ જગતમાં મોટામાં મોટો પ્રોબ્લેમ એ છે કે કોઈપણ વાતની બે બાજુ હોય છે. જે એક બાજુને જુએ છે તેને બીજી બાજુ પર શું છે તેની ખબર નથી. એટલે એને પોતાની બાજુ ખરી લાગે છે. હવે બીજી બાજુનાને પોતાની બાજુ ખરી લાગે છે. એમની માન્યતાઓ એટલી દ્રઢ હોય છે કે તેમને એવું પણ નથી લાગતું કે બીજી વ્યક્તિ ખરી હોઈ પણ શકે.

અમે બ્રાહ્મણ સમાજની પચીસમી જયંતી ઉજવતા હતા. તેની મિટીંગ હતી. વાત આવી ડિનરની. વડોદરાના ભાગવતભાઈ કહે, ‘આપણે બ્રાહ્મણ કહેવાઈએ એટલે આપણાં ડિનરમાં લાડુ મસ્ટ’. સુરતના મારુતિભાઈ કહે, ‘હવે અમેરિકામાં જૂના વિચારો છોડીને ઘારી પુરી રાખો.’ અને ચાલ્યું ડિસ્કશન. અડધા લાડુની તરફેણમાં અને અડધા ઘારી પુરીમાં જોડાયા. ડિસ્કશન પછી ‘તું–તાં’ પર આવી ગયું … સારું થયું કે આ બધાં બ્રાહ્મણો હતા. જો રજપૂતો હોત તો તલવારો ખેંચાઈ હોત ! પછી એક વડીલ નિવેડો લાવ્યા કે બન્ને વાનગીમાં જે સસ્તી પડતી હોય તે બનાવો. છેવટે પૈસાની સિચ્યુએશન જોતાં લાપસી જ પોષાય તેમ હતું. છેવટે, લાડુ ઘારીમાં ત્રીજા લાપસીબહેન ફાવી ગયાં.

ઘણી વખતે બે સાઈડ એકમેકની સામે આવી જાય તો ત્રીજું એલિમેન્ટ પેદા થાય છે અથવા તો તૈયાર કરવું પડે છે. બન્ને પાર્ટી પોતે ખરી જ છે. એમ દ્રઢપણે માનતી હોય છે. ખબર નહીં કે એક કેમ બને છે કે બન્ને બાજુઓ પોતાના પક્ષને જ સાચો કેમ માનતા હશે ? જો બે પક્ષો વચ્ચે રમતની હરીફાઈ હોય અને રમતમાં હાર જીત આંકડાઓથી નક્કી થતી હોય છતાં અમ્પાયર કે રેફ્રી રાખવા પડે છે.

અમે જ્યારે નાના હતા અને રસ્તા પર ક્રિકેટ રમતા ત્યારે ભીંત પર કોલસાથી સ્ટંપ દોરતા. અને બોલ સ્ટંપ પર વાગે તેની ખબર કેવી રીતે પડે ? ત્યારે અમે કોઈ નબળાને અમ્પાયર બનાવી દેતા. અને પછી કહેતા કે ‘અમ્પાયર ઈઝ ઓલ્વેઝ રાઈટ.’ આ વાક્યથી વધારે ઇંગ્લિશ અમારામાંથી કોઈને નહોતું આવડતું. પણ તેમ છતાં અમે એ અમ્પાયરનું માનતા. એમ રમતમાં વચલો રસ્તો શોધ્યો હતો. આજે તો કમ્પ્યુટરની આંખે ટેસ્ટ મેચોમાં નિર્ણય લેવાય છે. તો ય મનદુ:ખ તો રહે જ છે.

હું માનું છું કે જો બન્ને પક્ષ ખોટા હોય તો જ ઝગડો લાંબો ચાલે. જો એક પક્ષ શાંતિ રાખવા માંગતો હોય તો બીજા પક્ષની વાત માની લે.. પછી ભલેને તેમ કરવાથી સ્વમાન ઘવાતું હોય. પહેલાં નક્કી કરવું જોઈએ કે શું હાંસલ કરવા ઝગડીએ છીએ.

મારી પત્નીએ એક સફરજન (એપલ) મારી બે દીકરીઓને આપ્યું અને કહ્યું, ‘બે બહેનો વહેંચી લેજો.’ : મોટી કહે હું કાપીશ અને અડધો ભાગ નાનીબહેનને આપીશ. નાનીને એમ કે મોટીબહેન કાપીને મોટો ભાગ પોતે લઈ લેશે. એટલે એ મંડી, ‘ના, મને કાપવા દે.’ આમ, ‘હું કાપું– હું કાપું’ ચાલું થયું. હવે આ વાતનો નિવેડો મારી પત્ની લાવી. તેણે કહ્યું, 'તમારામાંથી જેણે બે ભાગ કરવા હોય તે કરે. પરંતુ તેના બે કટકામાંથી, પહેલો ટુકડો પસંદ કરવાનો હક બીજીનો.' પછી બન્ને શાંત થઈ.

વરસો પહેલાં, જ્યારે હું હાઇ સ્કૂલમાં ભણતો હતો, ત્યારે ‘તલાક’ ફિલ્મનું કવિ પ્રદીપનું એક ગીત પ્રખ્યાત થયું હતું : તેમાં તે ગાય છે, ‘સંભલ કે રહના અમને ઘરકે છિપે હુએ ગદ્દારો સે’. તેમાં આવતું, ‘તુમ્હે હમારે કશ્મીર કી રક્ષા કરની હૈ’. જે મને ન સમજાતું. મેં મારા બાપુજીને પૂછયું, ‘શ્રીનગર–કાશ્મીર તો આપણા ભારતમાં આવ્યું, પછી એની જુદી રક્ષાની આ શી વાત છે?’ અને એમણે મને સમજાવ્યું કે કાશ્મીરના બે ભાગ પડી ગયા છે. આપણો ભાગ પાકિસ્તાન માંગે છે. ત્યારે જ મેં તેમને કહ્યું હતું કે ‘હવે જેના ભાગમાં જે આવ્યું છે તે લઈને બેસી રહોને !’ ત્યારે તેમણે કહ્યું હતું કે ‘તું હજુ નાનો છે. મોટો થઈશ તો સમજાશે.’  આજે ૭૨ વરસે પણ મને તે હજુ નથી સમજાતું. ત્યારે બન્ને દેશો પાસે પોતાના ભાગના કાશ્મીર હતા. અને આજે પણ છે. વાત તો ત્યાંની ત્યાં જ છે. બેમાં કોઈએ ખરું હોવું જરૂરી છે ? કદાચ તેને જ પોલિટીક્સ કહેતા હશે !

બે દેશો વચ્ચે યુદ્ધને તિલાંજલી આપીને શાંતિ સ્થાપવી હોય તો મંત્રણાઓમાં સૈનિકોની માતાઓને બેસાડવી જોઇએ અને પોલિટીશ્યનોને ઘેર બેસાડવા જોઇએ.

મેં મારા બાલુકાકાને પૂછ્યું, ‘તમે ભગવાનમાં નથી માનતા. તો પછી તમારી જાતને આસ્તિક કેમ ગણાવો છો?’

બાલુકાકાએ મને કહ્યું, ‘જો ભાઈ, હું ટીલાં ટપકાં ન કરું, પણ હું આધ્યાત્મિક છું. દુનિયાને ચલાવનારી કોઈ શક્તિ તો છે જ. તું માનવ શરીરને જ જો. અને શરીરની બધી પ્રક્રિયાઓનું નિરીક્ષણ કર. તો તું એ પરમશક્તિમાં માનતો થઈ જઈશ.’

મેં કહ્યું, ‘ચાલો ત્યારે તમે નાસ્તિક નથી. અને તમને કોઈ આસ્તિક ગણે તો તે તમને ગાળ સમાન લાગે છે. બરાબરને!’

કાકા બોલ્યા, ‘હું આધ્યાત્મિક છું. ભગવાનમાં નથી માનતો. મને ધર્મના નામે ચાલતા ધતિંગો નથી ગમતા. અને તારી જેમ જાત જાતની ધજાઓ લઈને ઘુમવામાં હું નથી માનતો. મને મોક્ષ અપાવવા આ નીકળી પડેલા ગુરુઓ નથી ગમતા. હા, પરંતુ જગતને નિયંત્રણમાં રાખનાર કોઈક શક્તિ છે.  તેને હું નમું છું.’

મારે કહેવું પડ્યું કે કાકાએ સિક્કાની ત્રીજી બાજુ શોધી કાઢી.

xxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxx

Date 15Th December 2013

4 Pleasant Drive, Yardville, NJ 08620, U.S.A.

e.mail : harnishjani5@gmail.com

Loading

વળતી ભેટ …

પન્ના નાયક અને નટવર ગાંધી|Opinion - User Feedback|18 December 2013

મધુસૂદન કાપડિયાના “ઓપિનિયન” ઓક્ટોબર 30, 2013માં છપાયેલા લેખ, અમેરિકાવાસી કેટલાક સર્જકો — 'પર્યાલોચન અને પ્રતિભાવ' વાંચ્યો. લેખમાં એમણે એમના પુસ્તકની જે પ્રશંસા થઈ તે સહર્ષ વધાવી લીધી છે. અને જે કંઈ ટીકા થઈ છે તેનાથી છંછેડાઈને, એમણે, ડિફેન્સ એટર્નીની અદાએ, મુદ્દાસર જવાબ આપ્યા છે.

એ પુસ્તકની અમારી સમીક્ષામાં અમે એમને કદાચ અન્યાય તો નથી કરી બેઠા એ દ્રષ્ટિએ અમે અમારા લેખો ફરી વાર વાંચી ગયા. મધુસૂદનભાઈના આ લેખ વાંચ્યા પછી, અમને અમારી સમીક્ષાઓની યોગ્યતાની ફરી એક વાર ખાતરી થાય છે અને એ સમીક્ષાઓનું અમે અહીં નિઃસંકોચ પુનરાવર્તન કરીએ છીએ. એમના લેખને અંતે એ લખે છે ઃ 'આત્મરતિમાં રાચતા સાહિત્યકારોને નોર્મન વિન્સન્ટ પીલનું અવતરણ સપ્રેમ ભેટ : "The trouble with most of us is that we would rather be ruined by praise than saved by criticism." પીલના આ અવતરણ સાથે અમે સર્વથા સંમત થઈએ છીએ અને એટલા જ પ્રેમથી મધુસૂદનભાઈને વળતું ભેટ કરતાં અમે આનંદ અનુભવીએ છીએ.

e.mail : naik19104@yahoo.com

Loading

...102030...4,0354,0364,0374,038...4,0504,0604,070...

Search by

Opinion

  • ભારતીય સંવિધાનના અમલના લેખા-જોખા 
  • મતદાર યાદી સુધારણા : માંગે છે ફેરવિચારણા !
  • તેઓ ભલે ને મીઠું પકવતા, એથી શું : અગરિયાનાં છોકરાંને વળી ભણવું શું 
  • સહસ્રલિંગનું પવિત્ર તર્પણ : વીર મેઘમાયા
  • એક પંડિત પત્રકાર વિશેનો સ્મૃતિગ્રંથ

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • નહીં આવન, નહીં જાવન : એક  મનન 
  • મુખોમુખ
  • ગઝલ
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved