વાંચવા લખવાની ઉંમર થાય છે,
પ્રેમની ત્યાંથી જ મોસમ વાય છે.
આદમી જ્યારે ને જ્યાં ભેટાય છે,
એ સ્વભાવે સૌ પ્રથમ પરખાય છે.
ભાગ્ય જ્યાં મેદાન મારી જાય છે,
‘લગ્નતિથિ’ દર વરસ ઉજવાય છે.
તું જ હોવી જોઈએ એ, દ્વાર પર,
ને ઉઘાડું તો, હવા હરખાય છે.
આપવિતી કોઈ મારી સાંભળે,
પોતાની એને કથા સમજાય છે.
પ્રેમના અશ્રુમાં શું જાદુ છે દોસ્ત!
લાગણી રૂદન વિના ભીંજાય છે.
કૂથલી કરવામાં તો સૌ કોઇ કાન દે,
ગીત ગાવું તો બધા વિખરાય છે.
e.mail : siddiq948212@gmail.com
![]()

