Opinion Magazine
Number of visits: 10,202,933
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

એ ભાઈ, મૈં ના દેખ કે ચલું …….

આશા બૂચ|Samantar Gujarat - Samantar|22 January 2015

આગે ભી નહીં પીછે ભી, દાંયે ભી નહીં બાયેં  ભી, ઉપર ભી નીચે નીચે ભી

જયારે કોઈ પણ ગામ કે શહેરના માર્ગો પરથી પસાર થઈએ ત્યારે વાહન ચાલકો જાણે આવું ગાતા સંભળાય.

છેલ્લાં પાંત્રીસેક વર્ષોથી યુનાઇટેડ કિંગ્ડમમાં વસવાટ કરું છું, પરંતુ વતનની મુલાકાતે દર બે-પાંચ વર્ષે આવવાનું સદ્દભાગ્ય મળે છે. તે વખતે ભારતમાં થતો વિકાસ દેખાયા વિના ન રહે અને તેમાં ય ‘વાઈબ્રન્ટ ગુજરાત’ અને ‘મેઇક ઇન ઇન્ડિયા’નાં સૂત્રો પોકારતી પ્રજાની દોટ જોઈને તો એવો પ્રશ્ન થાય કે ‘એ ભાઈ, આપ સબ લોગ કહાં ચલેં?’

મારે મોટે ભાગે રાજકોટ, જામનગર, અમદાવાદ અને વડોદરા જેવાં પ્રગતિશીલ શહેરોની સફરે વધુ જવાનું થાય છે એથી ત્યાં જે દરે વાહનોની સંખ્યામાં વધારો થતો અનુભવ્યો એ વર્ણવી શકાય તેમ નથી. સહુથી વધુ આશ્ચર્ય તો વાહન ચલાવવાના નિયમોના પાલનના સદંતર અભાવનું છે. તેમાં સીટ બેલ્ટ બાંધો તો પુલિસ પકડે અને ચાલુ વાહને મોબાઈલ પર વાત કરવી એટલું જ નહીં પણ કારમાં મોબાઈલ પડી જાય તો ચાલુ કારે નીચા વળી મોબાઈલ ઉપાડીને ‘હું શોપિંગ કરવા જાઉં છું’ જેવો મહત્ત્વનો સંદેશો આપો તો પણ કોઈ ટોકનાર ન હોય એ જોઈને તો દંગ થઈ જવાય.

‘મેરા નામ જોકર’ના પેલા પ્રખ્યાત ગીતના શબ્દોને થોડા બદલીને શહેરોમાં કઈ રીતે વાહનો ચલાવાય છે એ વાચકો સમક્ષ રજૂ કરું :

શેરી કે રસ્તા પર એક બાજુ ઊભા રહીને જોઈએ તો જાણે દરેક પ્રકારના વાહન ચાલકો કહી રહ્યા છે : એ ભાઈ, મૈં ના દેખ કે ચલું, આગે ભી નહીં પીછે ભી, દાંયે ભી નહીં બાયેં  ભી, ઉપર ભી નીચે નીચે ભી …

સામાન્ય નિયમ એવો છે કે નાની શેરીમાંથી મુખ્ય રસ્તા પર જોડાતા વાહને મુખ્ય રસ્તા પર આવતાં વાહનો પસાર થઈ જાય ત્યારે મુખ્ય રસ્તા પર જોડાવું અને ત્યાં સુધી ધીરજથી રાહ જોવી. પણ આપણે તો ભાઈ ‘ગીરને સે ડરતા મૈં ક્યોં, મરને સે  ડરતા મૈં ક્યોં’ એ ન્યાયે સાઈડની શેરીમાંથી મુખ્ય રસ્તા પર યુદ્ધમાં આગલી હરોળમાં ઘોડો દોડાવીને દુશ્મનને વાર કરતા હોય તેમ ધસી જાય અને તેમ કરવા માટે જોઈએ તો હોર્ન પર હોર્ન મારીને ધરાર આગળ વધી જાય.

આજકાલ નાનાં મોટાં શહેરોમાં વાહનોની સંખ્યા વસતી વધારાના આંક્ને ય આંબી ગઈ છે. કીડીના દરમાં હાથી સમાય? આપણો ભારતીય બચ્ચો કરી દેખાડે. એક તો નગર આયોજનની વ્યાખ્યા જાણતા ન હોવાને પ્રતાપે આડેધડ રહેણાક વિસ્તારો, વચ્ચે વચ્ચે દેરી અને મંદિરો, દુકાનો, રસ્તાની ધારે નિશાળો, કારખાનાંઓ અને અધૂરામાં પૂરું હવે બહુમાળી મકાનો અને તેની છાયામાં ઝુંપડપટ્ટીઓ ઊભી કરીને નિરાંતે રહેતાં આવ્યાં છીએ. મૂળે તો આપણો દેશ બળદ ગાડાં અને ઘોડાગાડીઓથી ટેવાયેલો. પણ પેલું અમેરિકા અને ઇંગ્લેન્ડના વાદે વાદે પેટ્રોલને પાણી માફક ઘટઘટાવતાં વાહનો રસ્તા પર દોડતાં ન કરી મુકીએ તો ‘વિકસિત દેશ’નું બિરુદ કેમ મળે? એટલે સાંકડી શેરીઓ અને નાના રસ્તાઓ હોય, ઘર કે દુકાનને છેડે પાકું બાંધકામ ન હોય તો ય અમારે પહેલાં સાઈકલ, પછી રિક્સા અને હવે સ્કુટર, મોટર બાઈક અને કાર પણ એટલા જ ફૂટની શેરી/રસ્તા પરથી ચલાવવા પડે. એમાં બસ મારું વાહન ઝડપથી નીકળી જાય એની જ તમા રાખતા લોકો ‘ઝીંદગી હૈ ક્યા નહીં જાન પાયેગા રોતા હુઆ આયેગા રોતા ચલા જાયેગા’ એ જાણે સહજ હોય, તેમ અકસ્માતનો ભોગ બનતા કે બનાવતા ચાલ્યા જ જાય છે.

કેટલાંક શહેરોમાં ટ્રાફિક લાઈટ્સ અને ટ્રાફિક પુલિસ પણ છે, પરંતુ એ નિયમોનું પાલન ધરાર નથી થતું. નેશનલ હાઈ વે પર દરેક વાહન ડાબી બાજુ ચલાવે અને ઓવર ટેક કરનાર જમણી બાજુથી કરે તેવો નિયમ છે, સિવાય કે તમે અમેરિકામાં હો. પણ ના, અમે તો ભાઈ રસ્તાની જમણી બાજુ નહીં પણ બે રસ્તાની વચ્ચોવચ્ચ ચલાવીએ અને વટથી ડાબી બાજુથી એટલે કે ઓવર ટેક નહીં પણ અંડર ટેક કરીએ ! ધોરી માર્ગો પર અકસ્માત અને તે પણ જાનહાનિ કરનારા અકસ્માતોની સંખ્યા ઘણી વધુ છે એની નવાઈ ન લાગે.

જેમ નવરાત્રીમાં નવ દિવસ રાસ-ગરબા લેવાય છે અને દિવાળીમાં પાંચ દિવસ તહેવાર ઉજવાય છે તેમ વર્ષમાં નક્કી કરેલ એક મહિના સુધી નિયમ મુજબ વાહનો ચલાવવાનું વ્રત લેવાય અને જો તેનાથી ફાયદો થાય તો એ મુદત વધારતા વધારતા બાર મહિના સુધી લઈ જવાની અપીલ કરીએ. અને પછી ‘એ ભાઈ, મૈં તો દેખકે ચલું, આગે હી સહી પીછે ભી, દાંયે હી સહી બાયેં ભી’ ગાઈ  શકીશું અને ત્યારે ખરા અર્થમાં વાહનોના માલિક થવાને લાયક બનશું.

સમૂહ લગ્ન અને સમૂહ યજ્ઞ કરી શકનાર પ્રજા નિયમ મુજબ વાહનો ચલાવવાની સમૂહ પ્રતિજ્ઞા જરૂર લઈ શકે.

e.mail : 71abuch@gmail.com

Loading

હાથીને મણ મળશે પણ કીડીને કણ મળશે?

આશા બૂચ|Samantar Gujarat - Samantar|22 January 2015

તાજેતરમાં રાજકોટ, જામનગર અને અમદાવાદ-વડોદરા વચ્ચે પાંચેક અઠવાડિયાં ગાળવાનો લ્હાવ મળ્યો. તે વખતે અખબારોમાં આવતા સમાચારો દ્વારા અને જાગૃત નાગરિકો સાથેના સંવાદ મારફતે કેટલીક રસપ્રદ માહિતી મળી અને પ્રબુદ્ધ સ્વજનોના અભિપ્રાયો અનાયાસ જાણવા મળ્યા જે અહીં ટપકાવું.

એક સમાચાર હતા : ‘અમદાવાદમાં વિશ્વની સૌથી મોટી હોલસેલ માર્કેટ બનશે. 500 એકર જમીન પર ચીની પેઢી સાથે મળીને આ સાહસ થશે. અઢી લાખ કામદારોને રોજગારી મળશે.” એ વાંચતાં જાણે સંવાદદાતા, હોલસેલ માર્કેટના માલિક અને તે માટેની પરવાનગી આપનાર સત્તાધારીઓ એક ખુશ ખબર સુણાવતા હોય તેવો ટોન સંભળાયો. હા જ તો વળી, ગુગલ પર ‘દુનિયાની સૌથી મોટી હોલસેલ માર્કેટ’ લખો અને તેમાં અમદાવાદની આ માર્કેટનું નામ આવે તો કયો ગુજરાતી ન પોરસાય?

વધુ માહિતી વાંચતાં જણાયું કે ઇન્ડિયા ઇન્ડસ્ટ્રીઅલ ટ્રૈડ સેન્ટરનો આ પ્રોજેક્ટ છે. દોઢ અબજ ડોલર ખર્ચવાના વચન પર સહી સિક્કા થયા છે અને આવતા ત્રણ વર્ષમાં 75 કરોડ ડોલરનું રોકાણ કરવામાં આવશે તેવું આયોજન છે. ગ્રાહક વપરાશની ચીજો અને ઔદ્યોગિક માલ સામાનના ભારતીય અને વિદેશી ઉત્પાદકોનાં માલનું વેચાણ। કરતી આ હોલસેલ માર્કેટમાં નાણાં ચીની કંપનીના રોકાશે અને તેની વ્યવસ્થા અને સંચાલન ભારતીય કંપનીનું રહેશે. વેપારની અન્ય જોગવાઈઓ ઉપરાંત કર્મચારીઓ માટે ચાર હજાર ફ્લેટ્સ પણ બનાવાશે જેને માટે રાજ્ય સરકાર સાથે જમીન મેળવવા વાટાઘાટ ચાલે છે.

હવે આ સમાચાર તો ભારતની વેપારી ક્ષેત્રે થઈ રહેલી ઉન્નતિ અને આર્થિક સમૃદ્ધિના દ્યોતક છે એટલે તેમાં કંઈ ખાસ નવું નથી, પણ મારા સંપર્કમાં આવેલ શિક્ષિત લોકોનાં પ્રતિભાવોએ મને આ લખવા પ્રેરી. એ પ્રતિભાવોનો સાર કંઈક આવો હતો : ‘જુઓ, માત્ર પાંચ મહિનામાં નરેન્દ્ર મોદીની સરકારે ઘણું સારું કરી બતાવ્યું છે, હો. હવે જમાનો જ સુપર માર્કેટ અને ઈન્ટરનેટ વેપારનો છે. મોદી પોતાના વતનને લાભ થાય એનું ધ્યાન તો રાખે ને, ભાઈ સાહેબ? અઢી લાખ કામદારને રોજગારી મળે અને રહેવા આવાસો મળે તે કંઈ જેવી તેવી સુવિધા ગણાય? વળી એ હોલસેલ માર્કેટની આજુબાજુનો વિસ્તાર ટ્રક અને મોટર ગાડીઓથી ધમધમતો થઇ જશે અને દેશ વિદેશના નાના મોટા વેપારીઓ સોદા કરવા આવતા થઈ જશે તે નફામાં. આપણને (ગુજરાતીઓને, અને ખાસ કરીને અમદાવાદના ઉચ્ચ માધ્યમ વર્ગના લોકોને જ તો, વળી) તો ભાઈ ઘી કેળાં, તો બીજાની શી પરવા?’

મારા દેશ બંધુઓ-ભગિનીઓનો ઉત્સાહ મંદ ના પડે એવી હળવાશથી મેં કહ્યું, ‘તમે સિક્કાની એક બાજુ જોઈ, હવે આપણે એ અખબારોના સંવાદદાતા, હોલસેલ માર્કેટના માલિક અને તે માટેની પરવાનગી આપનાર સત્તાધારીઓને પૂછીએ કે ભાઈ આ 500 એકર જમીનના માલિક અત્યારે કોણ છે? એ કંઈ સાવ વેરાન અને બિન વારસ જમીન તો નહીં હોય. એવડો મોટો જમીનનો પટ ખરીદવા જતાં નાના મોટા જમીનના માલિકોને શું વળતર અપાયું અને તેઓ ક્યાં સ્થળાંતર કરી જશે? એવી જ રીતે આ ખુશ ખબરનો ઢોલ પીટનારા અઢી લાખ લોકોને રોજગારી મળશે એ કહેશે પણ તેને કારણે કેટલા લાખ લોકો બેકાર બનશે એ કેમ નથી કહેતા? જરા વિચાર કરો, એ મહાકાય માર્કેટમાં આવનાર માલ હાલમાં બીજા નાના મોટા વેપારીઓ-ઉદ્યોગપતિઓ લે-વેચ કરે જ છે, તો એમના પેટ પર પાટુ નહીં પડે? યાદ રાખવું ઘટે કે એ અઢી લાખ તો માત્ર વાણોતર હશે જે પોતાના નાના વેપારના એકદા ‘માલિક’ હશે. એટલે કાકા મટીને ભત્રીજા થવાની વાત છે.

મોટા પહોળા રસ્તાઓ પર દોડતાં ગંજાવર વાહનો અને ચકમક થતી મોટર ગાડીઓના હોર્નથી પ્રભાવિત થનારા ગુજરાતીઓને ખ્યાલ છે જ કે ભારતના ધનાઢય અને સાધન સંપન્ન વેપારીઓ જ આ હોલસેલ માર્કેટનો લાભ લઈ શકશે. બીજું, જેનું નાણું તેનું ગાણું એ વાત વ્યાપાર અને વ્યવહાર કુશળ ગુજરાતી પ્રજાથી વધુ સારી રીતે કોણ સમજી શકે? ભારતની વહીવટી વ્યવસ્થા ગમે તેટલી સારી હશે, પણ તે અને ગ્રાહકો રૂપી બે બિલાડી વચ્ચે ન્યાય તોળનાર ચીની કંપની રોટલાનો મોટો ટુકડો જપ્ત કરી જશે તેમાં લેશ શંકા નથી. નાણાંકીય ગુલામીનો દરવાજો જાતે જઈને ખખડાવવો તે આનું નામ. ચીની કંપની આપણી લાલચુ વૃત્તિ અને મૂર્ખામી પર હસતી હશે.

દુ:ખની વાત એ છે કે અમેરિકા પાસે ‘વર્લ્ડ ટ્રેડ સેન્ટર’ હતું તો ભારત કહે, ‘હમ ભી કુછ કમ નહીં હૈ’. પણ પશ્ચિમના દેશો પોતાની જ આ મૂડીવાદી અર્થવ્યવસ્થા અને બજારુ વૃત્તિથી વાજ આવી ગયા છે. જુઓ શું થયું? સંપત્તિ એક જગ્યાએ એકઠી કરી તો બીજાની ઈર્ષ્યાને પાત્ર ઠર્યા અને આતંકવાદીઓએ જોડિયા ટાવરને ઘડીમાં ફૂંકી માર્યા. કેન્દ્રીય અર્થ વ્યવસ્થાને પગલે કેન્દ્રીય સમાજ અને રાજ્ય વ્યવસ્થા આવે જે શોષણ અને અન્યાયનું મૂળ હોય છે. જપાન અને ચીનમાં બને છે તેમ એ ચાર હજાર આવાસોમાં રહેતા કામદારો ઘડીભર  વિચારશે કે અમે તો અમારી જમીન અને નાનો સૂનો વેપાર વેંચીને બેકાર થયેલા હતા, તો ભલું થાજો આ બહુ રાષ્ટ્રીય કંપનીનું કે તેણે અમને રોટી, કપડાં અને મકાન આપ્યાં.

થોડાં વર્ષો પછી એમની આંખ ઉઘડશે કે તેમની પાસે માનવ શક્તિની બહાર હોય તેટલું કામ લેવામાં આવે છે, કુટુંબ સાથે ગાળવા સમય નથી રહેતો, કામ કરવાની વ્યવસ્થા સારી નથી અને વધારામાં એ હોલસેલ માર્કેટને થતો મોટા ભાગનો નફો તેના ચીની અને ભારતીય માલિકો જ ઢસડીને પોતાના ઘર ભેગો કરે છે અને પોતાને ભાગે રસ ચુસાઈ ગયેલા ગોટલા જ આવે છે. તે વખતે અન્યાય સામે માથું ઊંચકવા જેટલી શક્તિ પણ તેમનામાં નહીં રહી હોય. જમીનદારીના જમાનામાં જેમ બંધુઆ મઝદૂર હતા તેમ હવે આ નવી રીત છે જે કંપનીના માલિકો અને તેના કામદારોને એક પ્રકારના માલિક-ગુલામના ચોકઠામાં મૂકી દેવાની જેની તેમને – ખરું જોતાં કામદાર વર્ગને – જાણ પણ ન થાય તેવી રીતે ફૂંકી ફૂંકીને ભોળવવામાં આવે છે.

હું મારા તમામ ગુજરાતી ભાઈ-બહેનોને યુનાઇટેડ કિંગ્ડમ અને અમેરિકા જઈને જાત તપાસ કરવાનું આમંત્રણ આપું છું (અલબત્ત, તેમના પોતાને હિસાબે અને જોખમે). ખેતી, ડેરી અને તેને લગતા તમામ ગૃહોદ્યોગ-ગ્રામોદ્યોગને આધુનિકતાને નામે કેન્દ્રિત કરીને મૂડીવાદ અને બજારુ વેપાર વાણિજ્ય વિકસાવવાને પરિણામે આજે પાતાળમાં ચાંપી દેનારી મંદીના ભોગ બનવું પડ્યું છે. હોલસેલ માર્કેટ્સ પેલી માન્ચેસ્ટરની સૂતરની મિલોની જેમ માંદી પડી, મોટી મોટી સુપર માર્કેટ્સ ખુલતાં નાની દુકાનો અને છૂટક વેપારીઓ બેકાર બનતા જાય છે અને સરકારી મદદ પર અથવા સદાવ્રત પર નભતા થાય છે. વિદેશમાં એક બાજુ શ્રમનું મહત્ત્વ હોવાને કારણે  ડોકટરનો દીકરો કે દીકરી પ્લમર થવાનું પસંદ કરે કેમ કે તેમાં આવક વધુ છે તો બીજી બાજુ કોલસાની ખાણ કે કાપડની મિલમાં કામ કરનારનાં સંતાનો સુપર માર્કેટની ફર્શ સાફ કરીને ગુજરાન ચલાવે છે. જો અમદાવાદમાં ખુલનારી વિશ્વની મોટામાં મોટી હોલસેલ માર્કેટ અને તેના જેવાં બીજાં સાહસો થતાં રહેશે તો જગતનો તાત મનાતો ખેડૂત અને પ્રજાને પ્રેમથી સ્થાનિક ઉદ્યોગોથી પેદા થયેલ માલ વેચનારો વણિક એ માર્કેટમાં અભેરાઈઓ પર દેશ-વિદેશની સસ્તી ચીજો ગોઠવનારો એક વાણોતર માત્ર બની જાય એ પરિસ્થિતિ દૂર નહીં હોય.

મોદીની આપેલી મધલાળથી મોહી પાડનારાઓને એટલી જ વિનંતી કે આવા બહુરાષ્ટ્રીય કેન્દ્રિત વેપાર સાહસોથી હાથી જેવી મૂડી રોકનાર વિદેશી કંપનીઓને મણના હિસાબે નફો મળી રહેશે પણ તેમાં કામ કરનારને અને જેની જમીન અને વેપાર ખૂંચવી લેવામાં આવશે તેવી કીડીઓને કણ પણ નહીં મળે એ હકીકત સમજે અને અસર પામનાર તમામ લોકોની સાથે મળીને લેવાનાર પગલાનો સક્રિય વિરોધ કરે.

e.mail : 71abuch@gmail.com

Loading

Nonviolence and Parenting

Arun Gandhi|Gandhiana|21 January 2015

This story by Arun Gandhi, grandson of Mahatma Gandhi, is one of the most powerful examples of effective parenting I have ever heard. By one simple act, his father taught him a critically important lesson that, unfortunately, many people never grasp.

•


             

Manilal Gandhi    

When I was sixteen years old, we lived in South Africa about eighteen miles outside the city. One Saturday my father had to go to town to attend a conference and he didn’t feel like driving so he asked me if I would drive him into town and bring him back in the evening. My parents also gave me many small chores to do in town, like getting the car serviced and the oil changed.

When I left my father at the conference venue, he said, “At five o’clock in the evening, come here and pick me up, and we’ll go home together.”

I said, “Fine.” I rushed off, did all my chores as quickly as possible, left the car in the garage—and went straight to the nearest movie theatre. I got so engrossed in a double feature that I didn’t realize the passage of time. The movie ended at 5:30, and I came out and ran to the garage and rushed to where Dad was waiting for me. It was almost six o’clock when I reached there and he was wondering what had happened to me. The first question he asked me was, “Why are you late?”

Instead of telling him the truth, I lied to him, and I said, “The car wasn’t ready; I had to wait for the car,” not realizing that he had already called the garage.

When he caught me in the lie, he said, ‘There’s something wrong in the way I brought you up that didn’t give you the confidence to tell me the truth, that made you feel you had to lie to me. I’ve got to find out where I went wrong with you, and to do that I’m going to walk home.” There was absolutely nothing I could do to make him change his mind—and I couldn’t leave him and go away. For five and a half hours I crawled along in the car behind Father, watching him go through all this pain and agony for a stupid lie. I decided then and there that I was never going to lie again.

It’s almost fifty years since the event, and every time I think about it I still get goose bumps. That is the power of nonviolent action. It’s a lasting thing. It’s a change we bring through love, not fear. Anything that is brought by fear doesn’t last. But anything that is done by love lasts forever.

Loading

...102030...4,0154,0164,0174,018...4,0304,0404,050...

Search by

Opinion

  • દારૂનો વેપાર ધમધોકાર ચાલે એટલે ગુજરાતમાં દારૂબંધી છે…
  • डाकियाની દુનિયામાં ડોકિયું : પોસ્ટલ હેરિટેજ પ્રદર્શન
  • દસ મિનિટનો ફોટોગ્રાફ
  • નારી શક્તિને વંદન કે માત્ર શબ્દોની રમત ?
  • ચલ મન મુંબઈ નગરી—359

Diaspora

  • આપણે કયા ગુજરાતની વાત કરી રહ્યા છીએ?
  • દશમી ભાષા-સાહિત્ય પરિષદ :
  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ

Gandhiana

  • આતંકવાદ અને અસમતોલ યુદ્ધના માહોલમાં ગાંધી 
  • શાંતિની સ્થાપના અને જાળવણી શક્ય છે.
  • कौमी संवादिता की मधुशाला[1]
  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 
  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 

Poetry

  • ને ,પાળ તૂટી! !
  • હળવે હળવે હળવે
  • બગલ ખંજવાળો
  • નિષ્ક્રમણ
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • State-Sponsored Communal Profiling : The Gujarat Government Must Be Held Accountable
  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved