તમે આપેલી લિન્ક પર હવે પછી "ઓપિનિયન" વાંચતો રહીશ. પ્રકાશન અર્થે નવીન રચનાઓ અવારનવાર મોકલતો રહીશ.
ગુજરાતી ભાષા માટે કોઈ એની પૂરતી નોંધ લે કે ન લે, તેની પરવા કર્યા વિના, તમે સૌ ઉમદા અને સરાહનીય કામ કરી રહ્યા છો, એમાં બે મત નથી. કોયલ કયાં એવી પંચાત કરે છે કે મારો ટહૂકો કોઇએ સાંભળ્યો અને વાહ વાહ કરી કે નહીં ?
![]()


બહુ નાની ઉંમરે મોટા થઈ જવાયેલું. એના કારણોમાં તો ગરીબી અને અભાવોને કારણે આવી પડેલી જવાબદારીઓ હતી. પણ એમાં મિત્રો પણ એક કારણ છે. મને નાની ઉંમરે મોટી ઉંમરના મિત્રો મળેલા. જુવાન હતો ત્યારે મારા કરતાં એક-દોઢ-બે દાયકા મોટા નીરવ (પટેલ), દલપત (ચૌહાણ), ઈન્દુભાઈ (જાની) અને હર્ષદભાઈ (દેસાઈ) સાથે ગાઢ દોસ્તી હતી. આજે વન વળોટી ચૂક્યો છું ત્યારે ઉર્વીશ (કોઠારી), સંજય (ભાવે) અને જિજ્ઞેશ (મેવાણી) જેવા મારા કરતાં ઉંમરમાં એક દોઢ-બે-દાયકા નાના છે એવા આત્મીય અને અંતરંગ મિત્રો છે. સમવયસ્ક મિત્રોનું હોવું એ વરદાન છે કે શાપ એ તો ખબર નથી પણ ઉંમરનું આ અંતર ગાઢ દોસ્તી છતાં અમુક અંતર બનાવી રાખે છે.
આજે આપણે સાંસ્કૃિતક રાષ્ટ્રવાદના અનેક આવિર્ભાવો આપણી આસપાસ જોઈએ છીએ. આપણી ચારે બાજુ ‘હિન્દુ સંસ્કૃિત’ અને ‘હિન્દુ રાષ્ટ્ર’ વિશે અનેક અવાજો સંભળાય છે. છેલ્લા નવ મહિનામાં, ભારતીય જનતા પક્ષના ૨૦૧૪માં સત્તા પર આવ્યા પછી, આ અવાજો વધુ બુલંદ બન્યા છે અને તેમને ટોકનાર કે રોકનાર કોઈ નથી, બલકે તેમને છૂટો દોર મળ્યો છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા આપણને વારંવાર કહે છે કે ભારત એ હિન્દુ રાષ્ટ્ર છે અને હિન્દુઓની એકતા એ એમનું ધ્યેય છે .. ભારતના ઇતિહાસને કોઈ પુરાવા કે હકીકત વગર ફરીથી લખવાનો પ્રયત્ન થઈ રહ્યો છે. આપણને કહેવામાં આવે છે કે ભારતના ‘ભવ્ય ભૂતકાળ’માં પશ્ચિમની અર્વાચીન વૈજ્ઞાનિક શોધો પહેલેથી જ અસ્તિત્વમાં હતી. ‘ભગવદ્દગીતા’ને રાષ્ટ્રીય પુસ્તક જાહેર કરવાની માંગણી થઈ રહી છે. શિક્ષણની પધ્ધતિમાં ધરમૂળ પરિવર્તન કરવાના પ્રયાસો થઈ રહ્યા છે. અમુક પક્ષ કે વિચારધારાને સુસંગત ન હોય તેવા વિચાર ધરાવનારાઓને રાષ્ટ્રવિરોધી ગણવામાં આવે છે અને તેમના પર પ્રતિબંધ મૂકવામાં આવે છે, તે પછી ગ્રીન પીસનાં એક્ટિવિસ્ટ પ્રિયા પિલ્લઈ હોય કે તમિળ નવલકથાકાર પેરૂમલ મુરૂગનની નવલકથા હોય કે આમિરખાનની ફિલ્મ હોય.