Opinion Magazine
Number of visits: 10081065
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ફિરંગી  આચાર્ય 

સુરેશ જાની|Opinion - Opinion|23 October 2025

પહેલાં એના ફિરંગીપણાની વાત …

લશ્કરના ચબરાક સૈનિકોને ઈજનેરી જ્ઞાન આપતી કોલેજમાંથી મિકેનિકલ એન્જિનિયર તરીકે ઉત્તીર્ણ થઈને તેણે લશ્કરમાં પાંચ વર્ષ સેવા આપી હતી. પણ ત્યાંની ચીલાચાલુ કામગીરીથી કંટાળીને તેણે ઈજનેરીને તિલાંજલિ આપી દીધી અને શેર માર્કેટમાં સલાહ આપતી  કમ્પનીમાં ઝંપલાવ્યું. પણ ત્યાં ય એના અંતરની આગ ઓલવાતી ન હતી. અઢળક કમાતો હતો અને ઘણાની માન્યતા મળવા છતાં, તેને સુખ તો વેગળું જ લાગ્યા કરતું હતું.

 એટલામાં તેને સંતોષ વેલ્લુરી નામના યોગશિક્ષકનો પરિચય થયો અને તે યોગ શીખવા  લાગ્યો. થોડાક જ વખતમાં સંતોષને આ તરવરિયા વિદ્યાર્થીના અંતરનાં ભૂખ-તરસ વિશે જાણ થઈ ગઈ. તેણે તેને સૂચવ્યું કે, તેની ખરી જરૂરિયાત શારીરિક યોગ નહીં પણ, વેદાન્તનો અભ્યાસ કરવાની છે.

આમ ૨૦૦૪ની સાલમાં તેના માટે વેદાન્તના દ્વાર ફટાબાર ખૂલી ગયા. તેને સંસ્કૃત અને વેદાન્ત શીખવતી શિક્ષિકા પણ મળી ગઈ. ત્રણ વર્ષ આ અભ્યાસના અંતે, ૨૦૦૬ની સાલમાં તે અમેરિકાની મુલાકાતે ગયો. ત્યાં દયાનંદ સરસ્વતીને મળવાનો મોકો મળ્યો. હવે તો તેની અંતરની ભૂખ તેને ભારતમાં ખેંચી ગઈ. તે કોઇમ્બતુરના આર્ષવિદ્યા ગુરુકૂળમાં ભરતી થઈ ગયો.

ત્રણ જ વર્ષ બાદ માદરે વતનમાં પાછા ફરી, તે વેદાન્તનો શિક્ષક બની ગયો. તેણે ઘણા વિદ્યાર્થીઓને આ વિષયોમાં દોરવણી આપી છે. દોઢેક લાખ જેટલા તેના દેશવાસીઓએ તેની પાસે વેદાન્તનું શિક્ષણ લીધું છે. તેણે ઘણાં પુસ્તકો પણ પોતાની ભાષામાં લખ્યાં છે.

કોણ છે આ અલગારી ફિરંગી? લો આ રહ્યો …

બ્રાઝિલના રિયો-ડી-જાનેરો શહેરનો જોનાસ મસેટી હવે તો ભારતમાં ઘણો જાણીતો બની ગયો છે. ૨૦૨૫નો પદ્મશ્રી ઈલ્કાબ પણ તેને એનાયત થયો છે.

https://www.youtube.com/watch?v=E1V3IRXgJT4

ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેમની ‘મનની વાત’ના એક મણકામાં પણ તેનો ઉલ્લેખ કર્યો છે. હવે તેનું બીજું એક નામ વિશ્વનાથ પણ છે.

Ref
https://en.wikipedia.org/wiki/Jonas_Masetti

https://theindianeye.com/2020/12/04/meet-jonas-masetti-an-acharya-of-vedanta-and-bhagwat-geeta-from-brazil-who-pm-modi-talked-about-in-his-mann-ki-baat-program/

E.mail : surpad2017@gmail.com

Loading

‘ઘૂસપેઠિયા’ ગજબના ચમત્કારી છે !

રમેશ સવાણી|Opinion - Opinion|23 October 2025

રમેશ સવાણી

વડા પ્રધાન મોદી / ગૃહ મંત્રી અમિત શાહ ‘ઘૂસપેઠિયા’ વિશે બોલે તો સમજવું કે ચૂંટણી સાવ નજીક છે !

આ ‘ઘૂસપેઠિયા’ એટલે કોણ? ભક્તો ‘ઘૂસપેઠિયા’નો શું અર્થ કરે છે? ‘ઘૂસપેઠિયા’ શબ્દ સાંભળતાં જ ભક્તોના માનસમાં કેવાં રાસાયણિક ફેરફારો થાય છે? તે મહત્ત્વનું છે. 1857માં દેશની પ્રથમ આઝાદીની ચળવળમાં અંદાજે 2 લાખ મુસ્લિમો શહીદ થયાં હતા. સ્વાતંત્ર્ય સેનાની અશફાક ઉલ્લાહ ખાનને 19 ડિસેમ્બર 1927ના રોજ ફાંસી આપવામાં આવેલ. સ્વતંત્રતા સંગ્રામમાં શહીદ થયેલા લોકોમાંથી લગભગ 30% મુસ્લિમ હતા. તેમ છતાં ભક્તો તો દેશના બધા મુસ્લિમોને ઘૂસપેઠિયા જ માને છે ! જો કે આસામમાં ઘૂસપેઠિયા હિન્દુ પણ છે. ઘૂસપેઠિયા મ્યાનમાર, નેપાળ અને અન્ય દેશોમાંથી પણ ગેરકાયદેસર રીતે ભારતમાં પ્રવેશ કરે છે.

જમીન માર્ગે / જળ માર્ગે / હવાઈ માર્ગે દેશની બોર્ડર ક્રોસ કરીને કોઈ ન આવે તે માટે સુરક્ષા એજન્સી BSF-બોર્ડર સિક્યોરિટી ફોર્સ કેન્દ્ર સરકાર પાસે છે. બોર્ડરનું સંપૂર્ણ નિયંત્રણ કેન્દ્ર સરકાર પાસે છે. જો ‘ઘૂસપેઠિયા’ દેશમાં ઘૂસી જતા હોય તો તેની જવાબદારી રાજ્ય સરકારની નથી પણ કેન્દ્ર સરકારની છે. 

દેશમાં એક પણ ઘૂસપેઠિયો ન હોવો જોઈએ. એને દેશમાંથી કાઢીએ મૂકવા 11 વરસનો સમય ઓછો ન કહેવાય.

2024 પહેલા કેટલાં ‘ઘૂસપેઠિયા’ ઘૂસી ગયા હતા? તેમાંથી કેટલાને પરત મોકલી દીધાં? 2014થી 2025 દરમિયાન કેટલાં ‘ઘૂસપેઠિયા’ ઘૂસી ગયા છે? તેમાંથી કેટલાને પરત મોકલી દીધાં? આ વિશે ચોક્કસ આંકડાકીય માહિતી સરકાર જાહેર કરતી નથી !

2004માં, ગૃહ રાજ્ય મંત્રી શ્રીપ્રકાશ જયસ્વાલે કહ્યું હતું કે 17 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં કુલ 12,053, 950 ગેરકાયદેસર બાંગ્લાદેશી ઘૂસપેઠિયા છે. 2016માં, કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુએ જણાવ્યું હતું કે ભારતમાં આશરે 20 મિલિયન બાંગ્લાદેશી ઘૂસપેઠિયા ગેરકાયદેસર રીતે રહે છે, જે ઓસ્ટ્રેલિયાની વસ્તી જેટલાં છે. અગાઉ, UPA સરકારે 2004માં 1.2 કરોડનો આંકડો આપ્યો હતો.

રાજ્ય મુજબ જોઈએ તો, પશ્ચિમ બંગાળમાં માન્ય દસ્તાવેજો વિના રહેતા ઘૂસપેઠિયાની સંખ્યા સૌથી વધુ 5.7 મિલિયનથી વધુ હોવાનો અંદાજ છે. આસામ બીજા ક્રમે છે, આશરે 50 લાખ ઘૂસપેઠિયા છે.

22 ઓગસ્ટ 2025ના રોજ વડા પ્રધાન મોદીએ બિહારમાં કહ્યું હતું કે “દેશમાં ઘૂસપેઠિયાની વધતી સંખ્યા ચિંતાનો વિષય છે. બિહારના સરહદી જિલ્લાઓની વસ્તી વિષયક સ્થિતિ ઝડપથી બદલાઈ રહી છે. તેથી, NDA સરકારે ઘૂસપેઠિયાને દેશનું ભવિષ્ય નક્કી ન કરવા દેવાનો નિર્ણય લીધો છે. અમે ઘૂસપેઠિયાને બિહારના યુવાનોની નોકરીઓ છીનવી લેવા દઈશું નહીં. આ ખતરાને પહોંચી વળવા માટે, મેં ડેમોગ્રાફી મિશન શરૂ કરવાની જાહેરાત કરી છે, જે ખૂબ જ ટૂંક સમયમાં તેનું કાર્ય શરૂ કરશે.”

2011માં 6,761 બાંગ્લાદેશી ઘૂસપેઠિયાઓને ભારતમાંથી દેશનિકાલ કરવામાં આવ્યા હતા. 2012માં 6,537 બાંગ્લાદેશી ઘૂસપેઠિયાઓને ભારતમાંથી દેશનિકાલ કરવામાં આવ્યા હતા. 2013માં 5,234 ઘૂસપેઠિયાને તેમના દેશમાં દેશનિકાલ કરવામાં આવ્યા હતા 2014માં કુલ 989 ઘૂસપેઠિયાને બાંગ્લાદેશ દેશનિકાલ કરવામાં આવ્યા હતા. 2015માં 474 ઘૂસપેઠિયાને દેશનિકાલ કરવામાં આવ્યા હતા. 2016માં 308 ઘૂસપેઠિયાને બાંગ્લાદેશ દેશનિકાલ કરવામાં આવ્યા હતા અને 2017માં 51 ઘૂસપેઠિયાને બાંગ્લાદેશ દેશનિકાલ કરવામાં આવ્યા હતા ! આ રીતે ‘ઘૂસપેઠિયા’ સામે કામ થાય તો સદીઓ વીતી જશે ! જો ઘૂસપેઠિયાઓ આપણા યુવાનોની નોકરી છીનવી રહ્યા હોય તો તેમની સામે ગોકળ ગાય કરતાં પણ ધીમી ગતિએ કામ કેમ થઈ રહ્યું છે? શું વડા પ્રધાન / ગૃહમં ત્રીને નેહરુ રોકતા હશે? 

આ ઘૂસપેઠિયાઓને રોજગારી આપે છે કોણ? એ કાંઈ હવા ખાઈને જીવી શકે નહીં ! ઘૂસપેઠિયાઓ આપણા યુવાનોની નોકરી કઈ રીતે છીનવી શકે? ઘૂસપેઠિયાઓને સસ્તા દરે કામે રાખનાર માલિક તો હિન્દુઓ જ છે ને? ઘૂસપેઠિયાઓ માટે જવાબદાર હિન્દુઓ કહેવાય કે નહીં?

વડા પ્રધાન મોદીજી કહે છે : “ઘુસપેઠ પર તાળું મારવાની NDAની પાક્કી જવાબદારી છે !” તો ગૃહ મંત્રી અમિત શાહ કહે છે : “મારી જવાબદારી છે ભાઈ, એક વખત દેશની સીમા જોઈને આવો. ત્યાંથી ઘૂસપેઠ કોઈ રોકી ન શકે !” આ બેમાંથી કોને સાચા માનવા? મોદીજીએ 11 વરસમાં ઘૂસપેઠિયાની સમસ્યા હલ કરી નથી હજુ ચાર વરસમાં આ સમસ્યા હલ થાય તેવા અણસાર નથી. 

આ ‘ઘૂસપેઠિયા’ મોદીજીને સત્તામાં ટકાવી રાખનાર મહત્ત્વનું પરિબળ છે. ‘ઘૂસપેઠિયા’ વિશે બોલનાર ઓટોમેટિક દેશભક્ત બની જાય છે. એટલે દેશભક્તિનો ‘ડોળ’ મતોનો ધોધમાર વરસાદ આપે છે. ‘ઘૂસપેઠિયા’ ગજબના ચમત્કારી છે; જ્યારે ચૂંટણી આવે છે, ત્યારે ‘ઘૂસપેઠિયા’ આવે છે અને તે ભા.જ.પ.ને જીતાડીને ચાલ્યા જાય છે !

22 ઓક્ટોબર 2025
સૌજન્ય : રમેશભાઈ સવાણીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

આંસુભીનાં રે હરિનાં લોચનિયાં મેં દીઠાં !

રમેશ સવાણી|Opinion - Opinion|22 October 2025

ઉત્તર પ્રદેશનાના મુખ્ય મંત્રી યોગી આદિત્યનાથે 19 ઓક્ટોબર 2025ના રોજ ‘X’ પર ટ્વિટ કર્યું  છે : “આજે, ‘રામમય’ શ્રી અયોધ્યા ધામમાં 26 લાખ 17 હજાર 215 દીવાઓના ઝળહળતા પ્રકાશે એક વિશ્વ વિક્રમ સર્જ્યો છે અને સનાતન સંસ્કૃતિના અમર મહિમાને ફરીથી જાગૃત કર્યો છે. ‘દીપોત્સવ- 2025’ એ શ્રદ્ધા, ભક્તિ અને નિશ્ચયનો ઉત્સવ છે, જ્યાં 2,128 વેદચાર્યો, અર્ચકો અને સાધકોએ સાથે મળીને માતા સરયુની આરતી કરી અને ધર્મ અને સંસ્કૃતિનો એક અનોખો રેકોર્ડ બનાવ્યો. પૂજ્ય સંતો, ધાર્મિક નેતાઓ અને ભગવાન રામના અસંખ્ય ભક્તોના સામૂહિક પ્રયાસો દ્વારા સાકાર થયેલ આ દૃશ્ય ભારતના આત્માનો પ્રકાશ છે. આજે આખું વિશ્વ એક સ્વરમાં કહી રહ્યું છે. જય જય સિયારામ !”

ગુજરાતના મુખ્ય મંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે  ‘X’ પર ટ્વિટ કર્યું છે : “આજે, ભગવાન શ્રી રામનું ઘર, અયોધ્યા શહેર, અસંખ્ય દીવાઓના પ્રકાશથી ઝગમગી ઉઠ્યું છે. 26 લાખથી વધુ દીવાઓના પ્રકાશે માત્ર વિશ્વ વિક્રમ જ નહીં પરંતુ સનાતન ધર્મના શાશ્વત આભાને પણ પ્રકાશિત કર્યા છે. આ દીપોત્સવ રામરાજ્યની ભક્તિ, શ્રદ્ધા અને આદર્શોની અમર ગાથાની સાક્ષી પૂરે છે. જય શ્રી રામ.”

26.17 લાખ દીવાઓ પાછળ જેટલો ખર્ચ કર્યો તેટલો ખર્ચ શિક્ષણ પાછળ કર્યો હોત તો હજારો ગરીબ બાળકો ઝળહળી શક્યા હોત ! દર વર્ષે દિવાળી નિમિત્તે સરયુ નદીના કિનારે કરોડો રૂપિયાના ખર્ચે આ ઝળહળાટ થાય છે. 2014 પહેલા અનેક મુખ્ય મંત્રીઓ આવ્યા / અનેક વડા પ્રધાનો આવ્યા તેમને આવા ઝળહળનો વિશ્વ વિક્રમ સ્થાપો ન હતો. ભગવા કપડાં ધારણ કરનાર યોગી આદિત્યનાથ આવા ખર્ચની મંજૂરી આપે છે તેનું આશ્ચર્ય થાય છે. ભગવા વસ્ત્રો એટલે મોહ / માયા / ઝળહળાટનો ત્યાગ ! શું મુખ્ય મંત્રી / વડા પ્રધાન ધર્મના કર્મકાંડો પાછળ લખલૂટ ખર્ચ કરે છે તે ધાર્મિક ભાવનાથી કરે છે કે મત લણવાની રાજકીય ચાલાકીથી કરે છે? શું તેમનો ઈરાદો સાત્ત્વિક છે ખરો? 

આ ઝળહળાટ દરેક ધર્મના, ગરીબ અને મધ્યમ વર્ગના લોકોએ GST ભર્યો છે, તેમાંથી થાય છે. આ ખર્ય યોગી આદિત્યનાથ કે કમલમ્‌ તરફથી થતો નથી. પરંતુ જશ બધો મુખ્ય મંત્રી / વડા પ્રધાન અને કમલમ્‌ને જાય છે ! આ જ ચાલાકી છે. શ્રદ્ધાળુ લોકોને આમાં ધર્મનો / સંસ્કૃતિનો / સનાતનનો વિજય દેખાય છે. ભારતના આત્માનો પ્રકાશ લાગે છે ! કેટલાંકને લાગે છે કે આ દીપોત્સવ રામરાજ્યની ભક્તિ, શ્રદ્ધા અને આદર્શોની અમર ગાથાની સાક્ષી પૂરે છે ! 

માત્ર દિવાળીએ જ નહીં, પણ રોજે આવો ઝળહળાટ કરો તો પણ ધર્મનો / સંસ્કૃતિનો / સનાતનનો વિજય ન થાય. વર્ષોથી આવો ઝળહળાટ કરો છો છતાં આપણા યુવાનો જ્યાં ઝળહળાટ થતો નથી તે દેશોમાં જવા માટે લાઈનમાં કેમ ઊભા રહે છે? જો આ ઝળહળાટ / વિશ્વ વિક્રમ કોઈ પરિણામ આપી શકતો ન હોય તો પુનઃ વિચાર કરવાની જરૂર નથી? 

ઝળહળાટ તો આંખોને ગમે, પણ વિવેક જરૂરી છે. જેવો આ ઝળહળાટ પૂરો થાય પછી દિવડાઓમાં વધેલું તેલ એકત્ર કરતાં ગરીબ બાળકો અને તેમને રોકતા પોલીસ / સિક્યોરિટીના માણસોના ફોટાઓ જોઈને વિચલિત થઈ જવાય છે. એ ગરીબ બાળકોના ચહેરા પર ફેલાયેલા અંધકાર તરફ જોવાની આપણી હિંમત નથી. જ્યાં સુધી આવાં દૃશ્યો અસ્તિત્વમાં છે, ત્યાં સુધી આપણી ઉજવણી ખોટી છે, આપણી સભ્યતા અધૂરી છે, અને આપણો પ્રકાશ ફક્ત ઢોંગનો ધુમ્મસ છે જે અસમાનતાના અંધકારને વધુ ગાઢ બનાવે છે. તેલ એકત્ર કરતાં બાળકોના ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ ન થાય તે માટે ‘સંવેદનશીલ સરકારે’ દિવાઓ વાળીચોળીને નદીમાં જ ફેંકાવી દીધાં !

કવિ કરસનદાસ માણેકે 1935માં એક અદ્દભુત કવિતા લખી હતી. 2025માં આવી કવિતા કોઈ લખે તો તેને ‘ધર્મદ્રોહી-દેશદ્રોહી’ ઘોષિત કરી દે ! 1935માં આપણે પ્રગતિશીલ મૂલ્યોની વાત કરી શકતા હતા. સવાલ એ છે કે આપણે માત્ર મિથ્યાભિમાનનો જ વિકાસ કર્યો છે? આ સંદર્ભમાં કરસનદાસ માણેકની આ રચના યાદ આવી ગઈ : 

પચરંગી ઓચ્છવ ઊછળ્યો’તો 

અન્નકૂટની વેળા,

ચાંદીની ચાખડીઓએ ચડી 

ભક્ત થયા’તા ભેળા !

શંખ ઘોરતા, ઘંટ ગુંજતા, 

ઝાલરું ઝણઝણતી:

શતશગ કંચન આરતી 

હરિવર સન્મુખ નર્તંતી

દ્રરિદ્ર, દુર્બળ, દીન અછૂતો 

અન્ન વિના અડવડતા,

દેવદ્વારની બહાર ભટકતા 

ટુકડા કાજ ટટળતા,

તે દિન આંસુભીનાં રે

હરિનાં લોચનિયાં મેં દીઠાં !

21 ઓક્ટોબર 2025. 
સૌજન્ય : રમેશભાઈ સવાણીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

...102030...212213214215...220230240...

Search by

Opinion

  • એક યુવક જન્તર મન્તર છોડતી વખતે પોલીસને કહેતો જાય કે, “ફિર આયેંગે ઔર તબ બંદૂક લેકર આના.”
  •  પ્રાથમિક શિક્ષણથી યુનિવર્સિટી શિક્ષણ સુધી ભ્રષ્ટાચાર એ જ શિષ્ટાચાર …
  • ૨૧મી સદીમાં ઘર પુન: બાંધવું
  • Gen Zનો રોષ: કઠેડામાં આજની કે અગાઉની પેઢી નહીં, વ્યવસ્થા છે
  • ચલ મન મુંબઈ નગરી—353

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 
  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …

Poetry

  • નિષ્ક્રમણ
  • ગઝલ
  • માર્યા જશે
  • ચાર સાંપ્રત હિન્દી કાવ્યો
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • State-Sponsored Communal Profiling : The Gujarat Government Must Be Held Accountable
  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved