Opinion Magazine
Number of visits: 9962629
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

લૂઝ કનેક્શન શ્રેણી (24)

સુમન શાહ|Opinion - Opinion|6 February 2022

સૅક્સ્યુઅલ રીલેશનશિપ :  લેખાંક – 5 : મર્લો પૉન્તિ :

સાપ કદી એના મદારીને ડંખે? ના, પરન્તુ આ કોરોનાનો સાપ મને ડંખ્યો. હું જો કે મદારી નથી પણ પૃથ્વી પરના માનવસંસારનો એક અદનો પ્રતિનિધિ જરૂર છું. એ નાતે કોરોનાને હમ્મેશ માટે ચાલી જવા સમજાવ્યા-પટાવ્યા કર્યો છે, છતાં મને ડંખ્યો. હું બચી ગયો છું પણ હેરાન ખૂબ થયો. હજી હોમ-આઇસોલેશનમાં છું.

મદારીને ન ડંખે કેમ કે મદારી એનો રખવૈયો કહેવાય, વાલિ. એને ખવરાવે, પીવરાવે, કરઁડિયામાં ઢબૂરીને ઉંઘાડી દે. જાગે ત્યારે  દૂધ પાય, બ્હારની તાજી હવા ખવરાવે. એની ખુશી માટે બીન બજાવે. ઘણાં લાલનપાલન કરે.

મેં પણ કોરોનાનાં મારા છાંસઠ છાંસઠ લેખોમાં કેટકેટલાં લાલનપાલન કર્યાં છે, છતાં મને ડંખ્યો. કદી જરા ય ધમકાવ્યો નથી. હમેશાં લાડ લડાવ્યાં છે. વગોવણી તો કરી જ નથી. મહા જ્ઞાની ગણી સામે બેસાડ્યો છે અને એની મૂક સમ્મતિ પછી જ સાહિત્યની વાતો કરતો રહ્યો છું, છતાં મને ડંખ્યો.

હું તો અહીં, સૅક્સ્યુઅલ રીલેશનશિપ બાબતે ઍક્ઝિસ્ટૅન્શ્યાલિઝમની ભૂમિકાએ લેખો કરતો’તો. સાર્ત્રે પોતાના ‘બીઈન્ગ ઍન્ડ નથિન્ગનેસ’ ગ્રન્થનું ઉપશીર્ષક રાખ્યું છે, ‘ફીનૉમિનોલૉજિકલ ઑન્ટોલૉજી’, એની વાત પાસે અટક્યો’તો. એ જોતાં, મને એમ લાગેલું ને લાગે છે કે એમની પદ્ધતિ અતિ અમૂર્ત વિભાવનાઓથી ખસીને નક્કર મૂર્ત વિભાવનાઓ તરફ વિકસી છે.

પણ હું જ મૂર્ત વાસ્તવની મોઢામોઢ મુકાઇ ગયો …

ફીનૉમિનોલૉજિને મેં આવિષ્કારોનું અધ્યયન કહેલું – અ સ્ટડિ ઑફ ફિનૉમિના. પણ એટલે પછી, મને અંજપ થયેલો કે એ શી ચીજ છે તે મારા વાચકને કેવી રીતે સમજાવું, એવું શું લખું કે એ આખી વાત એના ગળે ઊતરી જાય.

પણ એ પહેલાં તો મારું જ ગળું પકડાઈ ગયું. કોરોનાના ડંખથી મારી તો બોલતી જ બંધ અને ગળામાં દુખાવો પાર વગરનો. ખાંસી પર ખાંસી. ગળા નીચે થૂંક આદિ આન્તરદ્રવ તો આસાનીથી ઊતરી જાય છે, પણ એમ ન ઊતર્યા, ખૂબ જોર કરી ઊંકારાથી ધક્કો મારવાનો – પણ એટલે જે પીડા ઊપડે, ન પૂછો ! સમગ્ર સંવેદના ત્રમત્રમી ઊઠે. એ દુખાવો માત્ર ને માત્ર અનુભવવાની વસ્તુ છે. દુ:ખ વિસ્તરીને બન્ને કાન લગી પ્હૉંચે, લાગે કે ફાડી નાખશે, પણ એમ થાય નહીં. બન્ને હથેળીમાં ચ્હૅરો સાહીને વિચારું કે – હું છું તો ખરો ને ! એ જુલમ મેં ઘણો વેઠ્યો. સ્પર્શની ઇન્દ્રિય જુદી નથી હોતી – મજ્જા – મજ્જા ઉપરની ત્વચા – ત્વચા જેની બની છે એ ત્રણે ત્રણ ત્વચાપડ, સમજો, શરીર આખું ! 

આ ‘શરીર’ સંજ્ઞા પાસે હું અટકી ગયો. સૅક્સ્યુઅલ રીલેશન્સ સૅક્સથી રચાય છે અને સૅક્સ શરીર વિના અસંભવ છે.

મને ફ્રૅન્ચ ફિલસૂફ મર્લો પૉન્તિ (1908-1961) યાદ આવ્યા. એમની વાતો યાદ આવી.

પૉન્તિએ ‘ફીનૉમિનોલૉજિ ઑફ પર્સેપ્શન’ ગ્રન્થ લખ્યો છે. એમ કે પર્સેપ્શનની – ઇન્દ્રિયબોધની – ફીનૉમિનોલૉજિ કેવીક છે.

એમના મન્તવ્યોને સમજવા માટે આપણે ‘ફીનૉમિનન’ અને તેની ‘લૉજિ’ શું છે તે સમજવું પડશે; એટલે કે, ફીનૉમિનનને જો આવિષ્કાર કહીએ છીએ તો એનું શાસ્ત્ર શું છે તે સમજવું પડશે.

ફીનૉમિનન એક એવી હકીકત છે, એક એવી ઘટના છે, એક એવો આવિષ્કાર છે, જે જ્ઞાનેન્દ્રિયોનો વિષય છે. એને આંખથી નીરખી શકાય, કાનથી સાંભળી શકાય, ચાખી શકાય, સૂંઘી શકાય, સ્પર્શી શકાય.

ફિલસૂફીમાં ‘ફીનૉમિનન’ સંજ્ઞા કાન્ટ દ્વારા વપરાતી થઈ. એમણે એને ‘નૉમિનન’ સંજ્ઞાના વિરોધમાં પ્રયોજી. ‘નૉમિનન’ એટલે એક એવી વસ્તુ, એક એવી ઘટના, જે સ્વત: હોય છે, જેને માનવ-શરીર કે ઇન્દ્રિયોના આધારની જરૂરત નથી હોતી.

Picture Courtesy : Pinterest

પૉન્તિ કહે છે કે માનવ-શરીર, ચેતના અને વિશ્વ એકમેક સાથે જટિલ સ્વરૂપે ગૂંથાયેલાં છે અને એકમેક સાથે સતત “ઍન્ગેજ્ડ” છે – પ્રવૃત્ત છે – સક્રિય છે – વ્યસ્ત છે.

આપણી પરમ્પરામાં થયેલી પાંચ જ્ઞાનેન્દ્રિયોની અને પાંચ કર્મેન્દ્રિયોની વાત સુવિદિત છે. માનવ-શરીર ઇન્દ્રિયગ્રામ કહેવાય છે.

ઇન્દ્રિયો .. ઇન્દ્રિયપ્રત્યક્ષ .. ઇન્દ્રિયબોધ .. એમ વિચાર વિકસતો રહે છે. સૅન્સિસ, સૅન્સિસથી સૅન્સેશન, સૅન્સેશન્સથી પર્સેપ્શન, પર્સેપ્શનથી ઍક્સપીરિયન્સ, એમ પણ વિચાર વિકસતો ચાલે છે.

પૉન્તિ પર્સેપ્શનના અધ્યયનની શરૂઆતમાં ‘સૅન્સેશન’ સંજ્ઞાને યાદ કરે છે. દર્શાવે છે કે પોતાને રતાશનું કે ભૂરાશનું સૅન્સેશન થાય છે, ગરમ કે ઠંડાનું સૅન્સેશન થાય છે, તો તુર્ત થાય છે, સ્પષ્ટપણે થાય છે. પૉન્તિને એ સ્વીકારવામાં કશી તકલીફ નથી પડી કે આપણી કોઇ પણ જ્ઞાનેન્દ્રિયથી લાધતો બોધ આમ સદ્ય અને વિશદ હોય છે, પણ તેઓ કહે છે કે પરમ્પરાગત વિશ્લેષકો એના ફીનૉમિનનને, પર્સેપ્શનના ફીનૉમિનનને, ચૂકી ગયા છે.

પૉન્તિએ દેકાર્તના ‘કોગિટો’ સામે – હું વિચારું છું માટે હું છું એ સિદ્ધાન્ત સામે – ‘બૉડિ-સબ્જેક્ટ’-નો વિકલ્પ મૂક્યો છે. એમણે ચેતના, વિશ્વ અને વિવિધ ઇન્દ્રિયબોધના પરસ્પરના સમ્બન્ધો અને કાર્યો વિશે ગ્રન્થમાં એમના અંગત ‘હું’-ના સૂરમાં સરસ ફિલસૂફી પીરસી છે.

આમ તો, સુનામી, ચન્દ્રગ્રહણ, ધુમ્મસ, વનદવ, ધરતીકમ્પ વગેરે પણ ફીનૉમિનન છે. પણ પૉન્તિ એમ જણાવે છે કે ફીનૉમિનલ થિન્ગ શરીર અને સૅન્સરી-મૉટરનાં ફન્ક્શન્સને જોડનારું એક રૂડું સમ્બન્ધક છે, કો-રીલેટ છે.

એમનું કહેવું એમ બને છે કે શરીર એક સબ્જેક્ટિવિટી રૂપે આ દુનિયાની ફ્રેમમાં ઇરાદાપૂર્વક વસ્તુઓને વિસ્તારે છે. અને ત્યારે એ વિશ્વને વિશેની પોતાની સમજને પ્રયોજે છે. એ સમજ પ્રી-કૉન્સ્યસ હોય છે, પ્રી-પ્રૅડિક્ટિવ હોય છે.

સમજાશે કે કશી પૂર્વનિશ્ચિત ધારણા-અવધારણાઓથી બચવાની આ વાત છે. માત્ર આત્મા કે માત્ર ચિત્તને નહીં પણ શરીરને શું અનુભવાય છે ત્યાંથી શરૂ થવાની આ વાત છે.

શારીરિક પ્રક્રિયાઓ – શરીર ગળવા કે બગડવા માંડે; ફૂલછોડવા અને અન્ય સજીવોમાં બીજાંકુરણ થાય; વગેરેને પણ ફીનૉમિના કહેવાય છે. ફીનૉમિના ફીનૉમિનનનું બહુવચન છે.

= = =

(વિશેષ હવે પછી.)

(February 5, 2022: Ahmedabad)

સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દિવાલેથી સાદર

Loading

दिया जलाओ !

कुमार प्रशांत|Opinion - Opinion|5 February 2022

1943 का साल था और कुंदनलाल सहगल ने अपनी फिल्म ‘तानसेन’ में अपने मन-प्राणों का पूरा बल लगा कर गाया था : दिया जलाओ … जगमग जगमग दिया जलाओ ! अंधकार को तोलती और प्रकाश का आह्वान करती ऐसी हूक, ऐसी वेदना और ऐसी ललकार थी उनकी आवाज में कि हम विवश हो जाते थे कि मन के किसी कोने में, कहीं तो कोई दीप जले !! कला यही करती है. लेकिन राजनीति इसका उल्टा करती है.  नया साल आया नहीं कि राजनीति ने जलता दिया बुझा दिया.

अमर जवान ज्योति पिछले 70 से अधिक सालों तक उस इंडिया गेट पर जलती रही थी जिसे अब सेंट्रल विस्टा जैसा बेढब नाम दे कर धूल, धुआं और धंधे की गर्द में इस तरह ढक दिया गया है कि देश की राजधानी की उस पहचान का दम ही टूट गया है. वह पूरा परिसर आज शोक व सन्नाटे में डूबा है. कोई नई रचना पुराने इतिहास को इस तरह नेस्तनाबूद कर सकती है, इसकी कल्पना भी इस हादसे से पहले करना मुमकिन नहीं था. लेकिन उनके लिए यह मुमकिन है जो देश के इतिहास से नहीं, अपने इतिहास से निस्बत रखते हैं.

जो अमर जवान ज्योति रातोरात बुझा दी गई, वह तैयार भी रातोरात ही हुई थी- 1971 में भारत-पाक युद्ध की जीत के बाद ! लेकिन इसका इतिहास इससे भी पहले की कहानी बताता है. अंग्रेजों ने अपने सबसे बड़े व कमाऊ उपनिवेश की अपनी राजधानी को सत्ता व संपत्ति का भव्यतम प्रतीक बना कर खड़ा करने की सोची तो वास्तुकार एडविन लुटियंस को अपनी भव्यतम उड़ान को साकार करने का मौका मिला. उसने वह सब बनाया जो वह बनाना चाहता था. औपनिवेशिक शोषण में धन की कमी तो थी नहीं. हमारी सरकारी दिल्ली आज भी उनके स्थापत्य कला के तले दबी हुई है. 1914 से चलकर पहला विश्वयुद्ध 1919 में समाप्त हुआ तो अंग्रेज हुकूमत को अहसास हुआ कि साम्राज्य की नींव मजबूत रखने के लिए यह जरूरी है कि प्रजा यह देखे कि साहब बहादुर उसका कितना ख्याल रखते हैं. इस तरह महायुद्ध में मारे गए देशी फौजियों का एक युद्ध स्मारक बनाने का ख्याल आया और लुटियंस साहब ने1919 से शुरू कर 1931 में वह स्मारक तैयार किया जिसे हम इंडिया गेट कहते हैं- एक ऐसा गेट कि जिसकी एक तरफ खड़े हो कर आप अपने सामने अंग्रेजी हुकूमत का दंभ-दर्प और वैभव एक साथ देख सकते हैं. गुलामों को यह याद दिलाना कि गुलामी भी कितनी भव्य व सुनहरी हो सकती है, इसका मकसद था.

यह इतिहास इंडिया गेट पर ठहरा, पथराया ही रहता लेकिन इंदिरा गांधी ने 1973 में बड़ी खूबसूरती व तत्परता से इसे मिटा दिया और स्वतंत्र भारत के इतिहास में समाहित कर लिया. इंडिया गेट अमर जवान ज्योति में बदल गया. यह जिस तरह बना व खिला उसमें यह युद्ध स्मारक नहीं, बलिदान स्मारक बन गया. अंग्रेजों ने इसकी ऊपरी दीवार पर महायुद्ध में मारे गए कोई 3 हजार भारतीय फौजियों के नाम खुदवाए थे जो बताते हैं कि धर्म-जाति-भाषा-का भेद किए बिना सबने बलिदान दिया था. अमर जवान ज्योति ने इसे भूत-वर्तमान व भविष्य तीनों को जोड़ दिया. कल्पना यह रही कि पहले के भी और भविष्य के भी युद्धों में बलिदान होने वालों का यह प्रतीक स्मारक होगा जिसकी ज्योति सदा जलती रहेगी. वहां का पूरा वातावरण युद्धोन्माद नहीं, वीरता के लिए श्रद्धा जगाता था. उल्टी राइफल पर टंगा फौजी टोप, सामने जलती अमर जवान ज्योति और चौबीस घंटे पहरे पर खड़ा मौन, पाषाणवत् फौजी जवान – सब मिलकर सारे बलिदानों का ऐसा मुखर व शालीन प्रतीक बनाते थे कि उसके चारो ओर उत्सव मनाता भारत भी उसकी गरिमा संभाल कर चलता था. एक झटके में यह सारा कुछ मेट दिया गया. अमर जवान की ज्योति ही बुझा दी गई.

सवाल कई हैं जिनका जवाब कई स्तरों पर ढूंढा जाना चाहिए. युद्ध स्मारकों से पश्चिमी दुनिया पटी है, क्योंकि उनका सारा संसार बना ही युद्धों से है. उनके यहां युद्ध धार्मिक वीरता के भी, प्रतिद्वंद्वी के विनाश के भी, हथियारों का धंधा कर कमाई करने की भी युक्ति रहे हैं. दोनों विश्वयुद्धों में की गई अपनी अकूत कमाई के बल पर ही अमरीका ऐश्वर्य के शिखर पर विराजता रहा है. भय दिखा कर और भय बढ़ा कर आमने-सामने की स्थिति पैदा करना और फिर दोनों पक्षों को हथियार बेंचना पश्चिम की हर महाशक्ति का सम्माननीय धंधा रहा है. आज पश्चिम में छाई मंदी के पीछे एक कारण यह भी है कि पिछले दिनों में युद्ध तो कई हुए हैं, होते रहे हैं लेकिन महायुद्ध नहीं हो सके हैं. महायुद्ध नहीं तो महा कमाई नहीं. इसलिए उनके यहां युद्ध स्मारकों का एक मतलब युद्धों को जीवित रखना भी है.

हमारे यहां भी युद्ध हुए हैं लेकिन वे कमाई के साधन नहीं रहे हैं. हमारी वृत्ति कभी साम्राज्यवादी या औपनिवेशिक नहीं रही. हमारे युद्धों का उद्देश्य भी कुछ बड़ा और कुछ श्रेष्ठ रहा है – महाभारत भी न्याय के लिए हुआ तो अनेक युद्ध आती औपनिवेशिक गुलामी को रोकने के लिए हुए. इसलिए भारतीय परंपरा में युद्ध स्मारकों की नहीं, बलिदान या शहादत के प्रतीक स्मारकों की स्वाभाविक जगह बनती है. और यह भी कि प्रतीक परिपूर्णता दर्शाते हैं, संख्या नहीं. साम्राज्य के सारे प्रतीकों को आत्मसात करती हुई अमर जवान ज्योति उन सबका परिपूर्ण प्रतिनिधित्व करती थी जो सार्वभौम, स्वतंत्र देश का गौरव संजोते हैं तथा एक उद्दात मन तैयार करते हैं. बाहर जलती ज्योति जब भीतर उजाला करती हो तभी उसकी सार्थकता है. अमर जवान ज्योति एक ऐसा ही प्रतीक बन कर भारतीय मन में अवस्थित हो चुका था. जरूरत नहीं थी उसे बुझाने की. जरूरत थी ही तो नवनिर्मित युद्ध स्मारक में एक ज्योति और जलाई जा सकती थी. अंधकार जितना घना और अभेद्य होता है, समाज को उतने ही उजाले की जरूरत होती है. यह किसने कहा कि एक बुझा कर ही दूसरा जलाया जा सकता है ? लेकिन जब प्रतीकों, महापुरुषों और  इतिहासों को हड़पने की पागल दौड़ चल रही हो और कोई, किसी की शह पा कर कह रहा हो कि आजादी 1947 में नहीं, 2014 में मिली, तब तो दीप बुझेंगे ही, हर इतिहास हमसे ही शुरू होता है, यह निर्धारित किया ही जाएगा. यह अंधकार बाहरी ज्योति जलाने से दूर नहीं होगा.

क्या किसी को याद है कि राजधानी में ही एक ज्योति और भी जल रही है ? बापू की समाधि राजघाट पर जलती ज्योति क्या यह कह बुझाई जाएगी कि स्वतंत्रता के शहीदों का एक नया स्मारक हम बना रहे हैं जहां सबके नाम से एक ही ज्योति जलाई जाएगी ? तो बापू की हत्या तो स्वतंत्रता के बाद हुई थी. तो उस ज्योति का क्या करेंगे आप ? अब देखिए, अब छत्तीसगढ़ में अमर जवान ज्योति बनाई गई. अागे हो सकता है कि राज्यों में वैकल्पिक ज्योति जलाई जाए. जब आम सहमति बनाने की आप कोई कोशिश नहीं करते हैं तो आम प्रतिक्रिया ऐसी ही होती है. ऐसी ज्योतियां और अंधकार फैलाएंगी.

(05.02.2022)

मेरे ताजा लेखों के लिए मेरा ब्लॉग पढ़ें 

https://kumarprashantg.blogspot.com  

Loading

ચલ મન મુંબઈ નગરી—131

દીપક મહેતા|Opinion - Opinion|5 February 2022

ત્રીજી દુકાને એક પીંજારો બેઠો, પીંજારો સીવે રજાઈ

હરજી દરજી, હરજી દરજી, સાંભળ મારી અરજી

રંગબેરંગી રંગ નથી, હું દાતણ છું

‘આપણ હ્યાંના પાહિલાત કા?’ આજે પણ દૂરદર્શનની સહ્યાદ્રી ચેનલ પર આવી જાહેરાતો જોવા મળે છે. ખોવાયેલી વ્યક્તિનો ફોટો અને તેને વિશેની થોડી માહિતી પણ સાથે હોય. આજે વાત કરવી છે – ના, ખોવાયેલી, ગુમશુદા વ્યક્તિઓની નહિ, પણ કેટલાક વિસરાયેલા વ્યવસાયોની.

રંગબેરંગી રંગ નથી, હું દાતણ છું

આજથી ૭૫-૮૦ વરસ પહેલાં મુંબઈના મધ્યમ વર્ગની સવાર મોટે ભાગે પડતી દાતણ સાથે. હા, બાળકો માટે ઘણાં ઘરોમાં ટૂથપેસ્ટ આવી ગઈ હતી, પણ ટૂથબ્રશ નહિ. થોડી ટૂથપેસ્ટ એક આંગળીના ટેરવા પર લઈને તેને દાંત પર ઘસવાની. પણ મોટેરાં તો વાપરે દાતણ. શાક લેવા જાય ત્યારે ગૃહિણી સાથોસાથ દાતણ પણ લેતી આવે. આ દાતણ વેચનારી બાઈઓ મોટે ભાગે વાઘરી કોમની. બપોર પડ્યે દાતણનો મોટો ભારો માથે મૂકીને બજારમાં આવે. જૂની ચાદર કે સાડી પાથરી તેના પર ભારો મૂકીને ખોલે. જાડી-પાતળી, નાની-મોટી સોટીઓ અલગ કરી દરેકનો ભાવ ઠરાવે. લેવા આવનાર ઘરાક રોજના ઓળખીતા હોય તો ય ભાવ અને ‘ક્વોલિટી’ અંગે પહેલાં થોડી રકઝક થાય. ઘણાંખરાં બૈરાં ઉભડક બેસીને મોતી વીણતાં હોય તેમ દાતણ પસંદ કરે. પછી દાતણવાળી ધારદાર સૂડીથી દાતણના એકસરખી લંબાઈના ટુકડા કરી તેને કાચા દોરાથી બાંધી આપે. આખો સોદો બે-ચાર આનાનો હોય, પણ જાણે લાખ્ખો રૂપિયાનો હોય તેવી રીતે બંને પક્ષે પાર પડે.

દાતણ નહિ તો દંતમંજન

ઘરનાં જેટલાં જણ દાતણ વાપરતાં હોય તેટલા દાતણના કટકા કરીને રાત્રે સૂતાં પહેલાં વહુઆરુ તાંબાના કળશામાં પાણીમાં પલાળી દે. સવારે પહેલું કામ દાતણ કરવાનું. વહુઆરુએ તો સૌથી પહેલાં જ જાગવાનું હોય. ઘરનાં ગલઢેરાં માટે દાતણનો એક છેડો દસ્તાથી કે ચટણી વાટવાના પથ્થરથી ટીપીને નરમ કરીને મૂકે. એક પછી એક જેમ ઘરનાં માણસ ઊઠતાં જાય તેમ પહેલું કામ દાતણ કરવાનું, કોગળા કરવાનું. કોગળાનો બને એટલો મોટો અવાજ કરવાનો. દાંત સફાઈ થઈ જાય એટલે દાતણની બે ફાડ કરવાની અને એકનો ઉપયોગ ઓળિયા કે જીભિયા તરીકે કરવાનો. જો કે, આ દાતણનો રિવાજ મોટે ભાગે ગુજરાતી ઘરોમાં જ જોવા મળતો. આ લખનાર જિંદગીનાં પહેલાં ૩૨ વરસ ગિરગામમાં રહ્યો ત્યારે ત્યાં દાતણવાળી ભાગ્યે જ જોવા મળતી. મરાઠી ઘરોનો રિવાજ દંતમંજન વાપરવાનો. એ દંતમંજન ત્રણ રંગનાં : લાલ, કાળો, સફેદ, કાચની બાટલીમાં. દાતણને લગતું એક જોડકણું કાચું-પાકું યાદ છે :

રંગબેરંગી રંગ નથી, હું દાતણ છું,
લચકીલું કોઇ અંગ નથી, હું દાતણ છું.
આગળથી પકડો કે પાછળથી પકડો,
પકડવાના કોઇ ઢંગ નથી, હું દાતણ છું.  

* * *

ત્રીજી દુકાને એક પીંજારો બેઠો, પીંજારો સીવે રજાઈ,
બખિયે આવીને એક બેઠું પતંગિયું, સૂયામાં વાગી શરણાઈ.

આપણા મોટા ગજાના કવિ વિનોદ જોશીની આ પંક્તિમાં જે પીંજારો બેઠો છે, તે મુંબઈમાંથી તો લગભગ ઊઠી ગયો છે. એક જમાનામાં મોટા ભાગનાં મધ્યમ વર્ગનાં ઘરોમાં ત્રણ-ચાર વરસે પીંજારો બેસાડતા. ઘણાખરા મુસ્લિમ બિરાદરીના. પણ એ વાત કોઈને ખટકે નહિ. જેનાં કામ તે જે કરે. એ વખતે ગાદલાં, ઓશિકાં, રજાઈ, બધું કાપૂસ કહેતાં કોટનનું. વપરાઈ વપરાઈને દબાઈ જાય અને થોડી વાસ પણ આવે. એટલે નક્કી થાય ગાદલાં ‘ભરાવવાનું.’ ઘણી વાર કુટુંબનાં સભ્યોની સંખ્યા વધી હોય તો વધારે ગાદલાં જોઈએ. ત્યારે પહેલાં તો બજારમાંથી ખાસ ગાદલાં માટેના જાડા કપડાનો તાકો લાવવામાં આવે. લાલ, કાળો, બ્રાઉન, ડાર્ક બ્લૂ એવા રંગની ડિઝાઈનવાળું મોટા પનાનું કાપડ. પીંજારો દર બે-ચાર વરસે આવતો હોવાથી ઓળખીતો. એ કાપડ લઈને દરજી પાસે ખોળ સિવડાવી લે. ખોળ ચારે બાજુથી સીવેલી હોય, ફક્ત એક જગ્યાએ મોઢું ખુલ્લું રાખ્યું હોય. પછી આવે પીંજવાનો દિવસ. મોટે ભાગે પુરુષ વર્ગ કામે જાય પછી આવવાનું કહ્યું હોય. બધાં જૂનાં ગાદલાં, ઓશિકાં, રજાઈ, વગેરેનો ઢગલો થાય. એ વખતે કોરોનાની તો કોઈએ કલ્પના પણ કરી નહોતી. પણ અ પીંજારો કામ શરૂ કરતાં પહેલાં નાક-મોઢા પર કપડાનો કટકો સજ્જડ બાંધી લે. જેથી રૂની રજકણ નાક-મોઢામાં જાય નહિ. પછી કાપૂસ પીંજવાનું શરૂ થાય. ઢેં ઢફ, ઢેં ઢફ, ઢેં ઢેં ઢેં ઢફ. બરફના ચોસલા જેવું બની ગયેલું રૂ ‘સ્નો બોલ’ જેવું બનતું જાય. એક વાર પીંજાઈ જાય પછી બીજી વાર પીંજે. હવે તો એ બની જાય બાળકૃષ્ણના હાથમાંના માખણના પીંડ જેવું. એક પછી એક ખોળમાં રૂ ભરાતું જાય. પૂરું ભરાઈ રહે એટલે ખોળનું ખુલ્લું મોઢું મજબૂત જાડા દોરાથી સીવીને બંધ. પછી એ નવા ભરાયેલા ગાદલાને પોલી લાકડીથી ઠમઠોરવામાં આવે. એટલે આખું ગાદલું પોચું પોચું પણ સમથળ. છોકરાઓને એના પર કૂદવાની મજા આવે, પણ વડીલો રોકે. ત્યારે પીંજારો કહે : ‘છો કૂદતા, મારું કામ મજબૂત કેટલું છે એની ખબર પડશે.’ દાંડી તૂટેલા કાચના કપમાં કડક મિઠ્ઠી ચા મળે તો રાજીપાના ટેભા મોઢા પર ખાસ્સા દેખાઈ આવે. છેક ૧૭મી સદીનું તાંજોર શૈલીનું પીંજારાનું ચિત્ર આજે જોવા મળે છે, એટલે આ ધંધો એટલો જૂનો તો ખરો.

૧૭મી સદીનું તાંજોર શૈલીનું પિંજારાનું ચિત્ર

પણ પછી રૂનાં ગાદલાં ગયાં અને ફોમનાં આવ્યાં. ગાદલાં, ઓશિકાં, રજાઈ બધું રેડીમેડ મળે. જાતજાતની ભાતનું કાપડ. ન વધુ પોચું થાય, ન વધુ કડક. આઠ-દસ વરસ તો આરામથી વપરાય. હવે પીંજારાની માથાકૂટ કોણ કરે? અને હવે એવો ટાઈમ પણ કોને છે? ત્રણ-ચાર જણનું નાનું કુટુંબ. ગૃહિણી પણ કાં નોકરી કરતી હોય, કાં કિટી પાર્ટીઓમાં જતી હોય. છતાં શોધવા જાવ તો હજી ક્યાંક પીંજારો મળી જાય ખરો. એ આવે નાનકડું ઇલેક્ટ્રિકથી ચાલતું પોર્ટેબલ કાર્ડીંગ મશીન લઈને. ઘરઘરાટી બોલાવીને આખા દિવસનું કામ એકાદ કલાકમાં કરી આપે. હવે પેલો ઢેં ઢફ ઢેં ઢફ, ઢેં ઢેં ઢેં ઢફ એવો અવાજ તો ભૂતકાળ જ બની ગયો.

* * *

હરજી દરજી, હરજી દરજી, સાંભળ મારી અરજી:
ભલા રે ભાઈ, પોલકે તું ભપકો ભરજી.

હા, એ જમાનામાં કાં લગનગાળા પહેલાં, કાં દિવાળી પહેલાં પાંચ-સાત દિવસ માટે દરજી ઘરે બેસાડતા. એ વખતે આઠ-દસ જણનાં મોટાં કુટુંબ. રેડિમેડનું ચલણ ઓછું. એટલે બધાંનાં કપડાં સીવવાનાં હોય. પહેલાં તો કાપડ માર્કેટમાંથી કાપડના તાકા લવાય. સાથે ધોતી જોટા ને સાડલાની થપ્પી પણ ખરી. ભાયડાઓ, બૈરાંઓ અને બાળકોની જરૂરિયાતો પ્રમાણે. પછી સારો દિવસ જોઈને દરજી પગથી ચલાવવાનો સંચો લાવીને ઘરે મૂકે. ઘણાં ઘરોમાં એ મશીનને નાનકડો, બે પૈસાવાળો હાર ચડાવાય. ઘરની દરેક વ્યક્તિ માટે શું અને કેટલું શિવવાનું છે તેની યાદી દરજીને અપાય. કાપડના તાકા અપાય.

હરજી દરજી, હરજી દરજી, સાંભળ મારી અરજી

દર વરસે આવતો હોય એટલે માપ લેવાની જરૂર ન દરજીને જણાય, ન કપડાં સિવડાવનારને. છતાં ક્યારેક છોકરા કે પુરુષનું માપ લેવું પડે. પણ મા-બહેનોનું માપ તો લેવાય જ નહિ. ઘરમાં નવી વહુઆરુ આવી હોય તો ય તે હરતી-ફરતી હોય ત્યારે ત્રાંસી નજરે જોઈને દરજી માપનો અંદાજ બાંધી લે. બૈરાંઓનાં કપડાંમાં ખાસ્સો આંતરસીવો રાખે જ. જેથી ‘ટ્રાયલ’ પછી કશું નાનું-મોટું કરવું પડે તેમ હોય તો કરી શકાય. હજી કપડાંની ડિઝાઈન બુક તો આવી નહોતી. એટલે દબાતે અવાજે નવી વહુઆરુ કહે : ‘અણમોલ ઘડી’માં સુરૈયા પહેરે છે ને, એવું પોલકું સીવજો.’ પછી જ્યારે જ્યારે પહેરે ત્યારે ત્યારે પોતાને સુરૈયા માનીને પોરસાય. છોકરાં-છોકરીએ ફક્ત સ્કૂલમાં જ યુનિફોર્મ પહેરવાનો એવું નહિ. બીજાં કપડાં પણ એક જ તાકામાંથી છોકરા-છોકરી માટે સીવડાવ્યાં હોય એટલે ઘરમાં ય યુનિફોર્મ પહેર્યો હોય એવું લાગે. પછી તો કુટુંબો નાનાં ને નાનાં થતાં ગયાં. રેડીમેડ કપડાંનું પૂર આવ્યું. વ્યક્તિગત ચોઈસને મહત્ત્વ અપાતું ગયું. અને ઘરનો દરજી ધીમે ધીમે બહારનો બની ગયો.

* * *

દરજીની જેમ દર વરસે મસાલા કૂટવાવાળી બાઈઓ પણ આવતી. આજ જેટલી નહિ, તો ય બે-ચાર કંપનીના તૈયાર મસાલા તો એ વખતે પણ મળતા. પણ એક તો પૂરો ભરોસો નહિ, ને બીજું થોડા મોંઘા પડે. એટલે બજારમાં નવી સિઝનનો માલ આવે ત્યારે આખાં મરચાં, ધાણા, જીરું, હળદરના ગાંગડા, વગેરે જરૂર પ્રમાણે લાવવાનાં – આખું વરસ ચાલે તેટલાં. કૂટવાવાળી બાઈઓ મરાઠણ. ખડતલ. ગરમ મિજાજની. કોઈ જરા આડુઅવળું ભૂલમાં ય બોલે તો મણ મણની ચોપડાવે. કપાળની વચ્ચોવચ મોટો રૂપિયા જેવડો લાલ ચાંદલો. કછોટો વાળીને નવ વારી પહેરે – લાલ, ભૂરા, લીલા જેવા ભડક રંગોની. ઠરાવેલા દિવસે લાકડાનું મોટું ખાંડણિયું ને મૂસળ લઈને આવે. એક પછી એક મસાલો ખંડાતો જાય. બે બાઈઓ સામસામે ઊભી રહીને તાલબધ્ધ રીતે મૂસળના ઘાની જે ઝડી વરસાવે! મસાલા ભાંગીને ભુક્કો. પછી ખાંડેલા મસાલાને તેલથી મોળવીને કોડી કાચની સફેદ બરણીઓમાં ભરીને, ઢાંકણું સજ્જડ બંધ કરીને ઉપર ચોખ્ખા સફેદ કપડાનો કટકો બાંધી દેવાનો. અને બરણીઓ ગોઠવાઈ જાય રસોડાની લાકડાની અભરાઈઓ પર, હારબંધ.

હા, જી. આ બધું હવે તો હતું ન-હતું થઈ ગયું. પણ તેનો શોક શો કરવો? માલવપતિ મુંજ નાટકમાં માસ્ટર અશરફખાન પ્રભુલાલ દ્વિવેદીનું ગીત ગાતા તે ગણગણતા રહેવું :

એક સરખા દિવસ સુખના, કોઈના જાતા નથી.

e.mail : deepakbmehta@gmail.com

xxx xxx xxx

પ્રગટ : “ગુજરાતી મિડ-ડે”, 05 ફેબ્રુઆરી 2022

Loading

...102030...1,7231,7241,7251,726...1,7301,7401,750...

Search by

Opinion

  • રેવા / તત્ત્વમસિ  
  • लोकतंत्र का एंकाउंटर हो रहा है  
  • બ્રેઇન ડ્રેઇન નહીં, બ્રેઇન લીઝઃ ભારતીય પ્રતિભા સર્જે છે, મૂલ્ય બીજા વસૂલે છે
  • ચલ મન મુંબઈ નગરી—347
  • AIને માથે ચડાવવા જેવું નથી …

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 
  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …

Poetry

  • દરિયો
  • ગઝલ
  • ગઝલ
  • ગઝલ
  • નોકરી એક ચુડેલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved