ગુજરાતીઓના સ્થળાન્તરોનો સમય અને સંજોગ
આપણે તે દેશ કેવા ?
આપણે વિદેશ કેવા ?
આપણે પ્રવાસી પારાવારના હે …જી.
(પારાવારના પ્રવાસી) − બાલમુકુન્દ દવે
માઇગ્રેશન માટે નરહરિ કે. ભટ્ટકૃત ‘વિનયન શબ્દકોશ’, ‘સ્થળાંતર, દેશાંતર, પ્રવાસ, પ્રવ્રજન, દેશાંતરગમન’ જેવા જેવા અર્થ આ પે છે. પરંતુ ‘સ્થળાંતર’ અને ‘દેશાંતરગમન’ સિવાયના શબ્દો, કદાચ, નબળા છે અને સ્વાભાવિકપણે ‘માઇગ્રેશન’ને જરૂરી સ્ફુટ કરી શકતા નથી.
લાંબા અંતર સુધી, અને કેટલીક વખત, ટોળાઓમાં વિચરતો સમૂહ એક જગ્યાએથી બીજા પ્રદેશ કે દેશ ભણી સ્થળાંતર કરતો આ વ્યો છે. આ વો ભ્રમણશીલ પ્રજાસમૂહ આ પણી વિરાસતને ય મળ્યો છે. ‘ઇન્ટરનેશનલ અૉર્ગનાઇઝેશન ફૉર માઈગ્રેશન્સ’ના 2010માં બહાર પડેલા ‘વિશ્વ સ્થળાન્તર અહેવાલ’ અનુસાર, આ શરે 214 મિલિયન (બે કરોડ ચૌદ લાખ) લોકો આ ભ્રમણશીલ પ્રજાસમૂહમાં હતા. અને જો આ વું ને આ વું રહેવા પામે, તો ઇ.સ. 2050 સુધીમાં, આ આ ંક 405 મિલિયન (ચાર કરોડ પાંચ લાખ) થઈ શકે, તેવું ય આ હેવાલના તારણમાં કહેવાયું છે.
ભારતમાંથી સૌથી મહત્ત્વપૂર્ણ ઐતિહાસિક દેશાંતર રોમાની લોકોનું હતું. પારંપરિક રીતે તેઓ ‘જિપ્સીઓ’ શબ્દ દ્વારા ઓળખાય છે. વિકિપીડિયા અનુસાર, ભાષાકીય અને આનુવંશિક પુરાવાઓ દર્શાવે છે કે રોમાનીઓ ભારતીય ઉપખંડમાં જન્મ્યા હતા, અને ભારતથી ઉત્તર-પશ્ચિમ દિશા તરફ તેમણે 11મી સદી કરતાં પહેલાં દેશાન્તર નહોતું કર્યું. સામાન્ય રીતે એમ મનાય છે કે રોમાની મધ્ય ભારતમાં જન્મ્યા હતા, શક્યપણે અર્વાચીન ભારતીય રાજ્ય રાજસ્થાનમાં, ઇસુના જન્મના 250 વર્ષ પહેલાંની આસપાસના સમયમાં, તેમણે ઉત્તર-પશ્ચિમ ભારત (પંજાબ પ્રાંત) તરફ સ્થળાંતર કર્યું હતું. અહીં પસાર કરેલી સદીઓમાં, રાજપૂતો અને જાટો જેવા સ્થાપિત સમૂહો સાથે તેમનો નજીકનો અરસપરસનો વ્યવહાર રહ્યો હોઈ શકે છે. પાછળથી પશ્ચિમ તરફ તેમનું સ્થળાંતર, શક્યપણે મોટી સંખ્યામાં, ઇસુના મૃત્યુના 500 અને 1000 વર્ષ બાદના સમય દરમિયાન, થયું હોવાનું મનાય છે. ક્યારેક રોમાની સાથે નજીકના સંબંધમાં ભાગીદાર તરીકે સૂચવાયેલી સમકાલીન વસ્તીઓ મધ્ય એશિયાના ડોમ લોકો અને ભારતના બંજારા છે.
ઉપખંડમાંથી અન્ય એક મુખ્ય દેશાંતર દક્ષિણ પૂર્વ એશિયા તરફનું હતું, તેમ વિદ્વાનો જણાવે છે. તે હિન્દુ અને દક્ષિણના બૌદ્ધ રાજાઓના સૈન્ય અભિયાનના કારણે હિન્દુઓ દ્વારા શરૂ થયું હતું, અને બાદમાં સ્થાનિક સમાજ દેશાન્તર વસાહતીમાં પરિણમ્યો. ચોલા, કે જેઓ તેમની નૌસૈનિક શક્તિઓ માટે જાણીતા હતા, તેમણે સુમાત્રા અને મલય દ્વીપકલ્પ પર જીત મેળવી. ભારતીય સંસ્કૃિતનો પ્રભાવ હજુ દક્ષિણ પૂર્વ એશિયામાં, ખાસ કરીને બાલી જેવા સ્થળોમાં (ઈન્ડોનેશિયામાં) દૃઢપણે અનુભવી શકાય છે. 16મી સદીના મધ્યમાં, મધ્ય એશિયા અને પર્સિયામાં ભારતીય વેપારીઓ ફેલાઈ ગયા અને ચાર સદીઓ સુધી સક્રીય રહ્યા. ત્સારદોમ ઓફ રશિયામાં વોલ્ગા(એક નદીનું નામ છે)ના મુખ પર આવેલું અસ્ત્રખાન પ્રથમ સ્થળ હતું, જ્યાં 1610 જેટલી વહેલી ભારતીય વેપારી વસ્તી સ્થપાઈ હતી. રશિયન ઇતિહાસકારોએ હિંદુ વેપારીઓની હાજરી મોસ્કો અને સેન્ટ પીટર્સબર્ગમાં 18મી સદીમાં નોંધી હતી.
19મી સદી દરમિયાન, અને ભારત પર બ્રિટિશ રાજના અંત સુધીમાં, મોટા ભાગની હિજરત કરારબદ્ધ પદ્ધતિ અંતર્ગત, (ગિરમીટિયા કરારપત્ર) ગરીબ શ્રમિકોની, અન્ય બ્રિટિશ વસાહતોમાં હતી. ક્રમાનુસાર, મુખ્ય સ્થળો, મોરેશિયસ, ગાયાના, કેરેબિયન, ફિજી અને પૂર્વ આફ્રિકા હતા. આમાંના કેટલાક દેશોમાં ઓછી સંખ્યામાં પણ કુશળ મજૂરો અને વ્યવસાયીઓ, 20મી સદીમાં, પોતે ખૂદ હિજરત કરી ગયા હતા. આ ફેલાવાના મૂળમાં સન 1834નો બ્રિટિશ કાયદો હોય તેમ લેખાય છે. બ્રિટિશ સંસદ દ્વારા 1 ઑગસ્ટ, 1834ના રોજ મંજૂર કરાયેલા ગુલામી નાબૂદી કાયદા લીધૈ તમામ બ્રિટિશ વસાહતોમાંથી ગુલામ મજૂરોને ય આઝાદી મળી. પરિણામે ઘણી ખેતીવાડી વસાહતોમાં કામ કરનારા લોકોની અછત સર્જાઈ, કેમ કે પહેલાના મજૂરો હવે આ ઝાદી અનુભવતા હતા. જેથી ઘણી બ્રિટિશ વસાહતો મજૂરોની આત્યંતિક અછતમાં પરિણમી. શ્રીલંકા અને બર્માની પાડોશી બ્રિટિશ વસાહતોમાં, ચાના બગીચાઓ અને બ્રિટિશ મલય(હવે મલેશિયા અને સિંગાપુર)ના રબરના બગીચાઓ માટે, કામદારોની ભરતીમાં એક અસંબંધિત પદ્ધતિ સામેલ હતી. મધ્ય પૂર્વમાં 1970ની તેલની તેજી બાદ, સંખ્યાબંધ ભારતીયો ખાડી દેશોમાં કામ કરવા માટે સ્થળાંતરિત થયા. આધુનિક પરિવહન અને અપેક્ષાઓ સાથે, 19મી સદીના કિસ્સાઓની જેમ આ કાયમી હોવાને બદલે કરાર આધારિત હતું. તેઓ જો ત્યાં જન્મ્યા હોય તો પણ, આ ખાડી દેશોની બિન-આરબોને નાગરિક હકો ન આપવાની એક સમાન નીતિ છે. યુએસએ(USA)ની 1990ની સોફ્ટવેર તેજી અને ચઢતી અર્થવ્યસ્થાએ સંખ્યાબંધ ભારતીયોને આકર્ષ્યા, જેઓ યુનાઈટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકામાં સ્થળાંતરિત થયા. આજે, યુએસએ (USA)માં ભારતીયોની ત્રીજી સૌથી મોટી સંખ્યા લેખવામાં આ વે છે.
શિરીન અને મકરન્દ મહેતા દંપતી નોંધે છે મુજબ, ‘ગુજરાતીઓએ હજારો વર્ષોથી શાંતિ, સહકાર અને અહિંસાનાં મૂલ્યો પર આ ધારિત વ્યાપારી સંસ્કૃિત ખીલવી છે. ગુજરાતીઓ સેંકડો વર્ષોથી વિદેશોમાં વસાહતો સ્થાપતા આ વ્યા છે. વ્વહારકુશળ પ્રજાને શોભે તેવી મીઠાશભરી ગુજરાતી ભાષાનું પણ ઘડતર થયું છે. આ જે ગુજરાતીઓ બ્રિટન, યુનાઇટેડ સ્ટેટ્સ, કેનેડા, ઓસ્ટૃલિયા, ટાન્ઝાનિયા, કેનિયા, યુગાન્ડા, દક્ષિણ આ ફ્રિકા, ઓમાન, ગલ્ફ દેશો અને ફિજી જેવા વિશ્વના 125 દેશોમાં વસવાટ કરે છે. તેની પાછળ વેપાર અને વહાણવટાની ગુજરાતની પરંપરા છે.’
‘છપનિયો’ નામે દુકાળ કેટલાને સાંભરે ? વિક્રમ સંવંત 1956 યાને કે ઇ.સ. 1900ના અરસાની આ વાત છે. જાણીતા લોકસાહિત્યકાર, લેખક અને કટારચી દોલતભાઈ ભટ્ટ લખે છે તેમ, છપનિયો દુકાળ ખાબક્યો. પરહિતકારીઓએ અન્નના દેગડા ચડાવ્યા. … ‘દેશમાં દુકાળનાં ડાકલાં વાગ્યાં. કડૂહલો બોલાવતો છપ્પનિયો ખાબક્યો. ચારેય સીમાડા સળગાવતો માણસ અને પશુનો સોથ વાળતો છપ્પનિયો … પૂગ્યો. ધરતી તરડાઈ ગઈ, ઊભાં ઝાડવાં સુકાણાં, પંખીઓના માળા પીંખાણા, ઢોરનાં મડદાં ચૂંથાણાં, દૂબળા-દૂબળા માણસો દુકાળના ડાચામાં ઓરાણાં. … માણસ માતર મૂંઝાણાં. રૈયતને ઉગારવા રાજારજવાડાઓએ દાખડો કર્યો. પણ છપ્પનના સપાટા ખમ્યા ખમાતા નથી. આવા વહમા વખતમાં… ‘ દલિત સમેતની ગુજરાતની ઠીકઠીક પ્રજાએ દેશાવરનો માર્ગ લીધો. એમાંના ઘણાંએ આ ફ્રિકા તેમ જ ફિજી તરફ પેટિયું રળવાની ખેપ આ દરી. પરિણામે ગુજરાતમાં શહેરીકરણને સાદ મળ્યો. અને સાથોસાથ ગુજરાતી ડાયસ્પોરા સમાજની આ ર્થિક વગ વધવા લાગી.
અમદાવાદ ખ્યાત ‘સેન્ટર ફૉર સોશિયલ નોલેજ અૅન્ડ એક્શન’ના સ્થાપક મંત્રી અને જાણીતા સમાજશાસ્ત્રી અચ્યુત યાજ્ઞિકના કહેવા મુજબ, મધ્ય વીસમી સદીમાં, ભૂમિસુધારના પગલાં સરકારે હાથ લીધા. તેને કારણે ગામડાંઓની વસ્તી ઘટવી શરૂ થયેલી અને ગુજરાતમાં શહેરો તગડા થવા લાગેલાં. સદીઓથી ચોમેર પ્રભાવક બની રહેલી, એક તરફ કાઠિયાવાડી સામંતશાહી સમાજવાળી વિરાસત, અને બીજી પા, મહાજન પરંપરાને હળવે હળવે અસર પહોંચી. તેમના સાંચા ઢીલા પડવા લાગ્યા. ભારતના અન્ય પ્રદેશો તરફનું વહન જેમ જેમ ઓસરવા લાગ્યું, તેમ તેમ પરદેશ ભણીનું દેશાન્તરગમન વિસ્તરવા લાગ્યું.
અને તે પછી, 2001નો ધરતીકંપ અને 2002ના કોમી તોફાનો જબ્બર કારણભૂત બની રહ્યા છે. આ બંનેને પ્રતાપે, અનેક વિસ્થાપિતોએ પરદેશની વાટ લીધી. આ ફ્રિકાના અનેક મુલકો ઉપરાંત, ઓસ્ટ્રેલિયા, અમેરિકા ઉપરાંત યૂરપના વિવિધ દેશોમાં ય આ વસાહતી પ્રસરી જવા પામી છે.
‘લોકો એક જ જગ્યાએ પડ્યા પાથર્યા રહે તો તેથી વિકાસ સંભવી શકતો નથી.’ − આ વું એમ્મા ક્ર્યૂ અને ઉમા કોઠારી સરીખાં તજજ્ઞોએ લખ્યું છે. દેશાન્તર માટેનાં કારણો ઘણી બધી રીતે જટિલ છે. અને દરેક વેળા તેને સારુ આ ર્થિક કારણો કેન્દ્રમાં રહ્યાં હોય તેમ બનતું નથી. બ્રિટનમાં અને અંગ્રેજ સંસ્થાનોમાં, ગુજરાતીઓની જમાત વસ્તી ગઈ, તેમાં તો મજૂર બજારની દેણગી મુખ્ય હતી. પરંતુ સંસ્થાનોમાંથી બ્રિટન આ વેલી વસાહતના પાયામાં રાજકારણ, હકાલપટ્ટી તેમ જ આ ંતરરાષ્ટૃીય ગતિવિધિ શાં કારણો જોવાં મળે છે. વળી, ઇ.સ. 1980ના અરસાથી, વિશ્વ સ્તરે અમેરિકા તથા યૂરપની વર્ચસવાળી આ ર્થિક નીતિ અપનાવાતી ગઈ, તેમ જ ઇન્ફોર્મેશન ટેકનોલોજીએ જે રીતે અત્રતત્રસર્વત્ર પાથરણ કર્યું છે, તેને કારણે પણ વિકસિત દેશો ભણીનું દેશાન્તરગમન થતું આ વ્યું છે. પરિણામે, ગુજરાતીઓનું યુવાધન, આ મુલકોમાં, અગ્રગામી ફાળો આ પતું આ વ્યું હોવાનું નોંધાયું છે.
મજૂર, ગિરમીટિયા કામદારો, વેપારવણજ, ઉદ્યોગધંધાથી માંડીને, દાક્તરી તથા ઈજનેરી ક્ષેત્રો તેમ જ હવે ‘આ ઈ.ટી.’ ક્ષેત્રે ય ગુજરાતીઓ ડંકો મારતા થઈ ગયા છે. ડાયસ્પોરા જગતમાં, તેના વિકાસમાં, તેમ જ જે તે મુલકના અર્થતંત્રમાં, ગુજરાતીઓની દેણગી મજબૂતપણે જામી છે, વિસ્તરી છે અને કાયમી બનવાને આ રે આ વી ખડી છે.
પાનબીડું :
આવી ચડ્યાં અમે દૂરનાં વાસી,
પ્રથમીની અમે પ્રીતનાં પ્યાસી;
મનખે મનખે ધામ ધણીનું –
એ જ મથુરાં ને એ જ રે કાશી;
ભોમકાનાં ભમનાર પ્રવાસી.
(પરકમ્માવાસી) − બાલમુકુન્દ દવે
e.mail : vipoolkalyani.opinion@btinternet.com