ચીર મૌનની ચાદર ઓઢી શમાની ચોખટ પર બેઠી છું,
ભરે પગલાં પંથ અલખનો; એક અલગારી થઈ બેઠી છું.
તમારે મોલ હું દુષ્કાળ, ચૂસું પગ પીપળાનાં પાન પર,
હોઠમાં ગીતનું ખાબોચિયું; વક્ષમાં વરસાદ થઈ બેઠી છું.
આ ચરણોને અવકાશ થઈ પંખીઓ બની જવા દઈએ,
નિરભ્ર સ્વચ્છ ગગનમાં; હિમ-શીલાની રાવટી થઈ બેઠી છું.
ખૂંચી રહ્યા છે ચરણ ધૂંધવાઈ રહ્યા છે બદન ચોતરફ,
બસ આમ ધૂળને સમજી નદી; શ્વાસ ઉછીના લઈ બેઠી છું.
અલ્લાહ પણ નથી, નથી ઈશ્વર જડતો અહીં શહેરમાં,
સમાધિ પર દેખાવનાં ફૂલ; ઈન્સાનિયતનું અત્તર થઈ બેઠી છું.
ઘાટકોપર, મુંબઈ
e.mail : bijaljagadsagar@gmail.com