એમણે ઘોષણા કરી
એક અન્ય બીમાર વૃદ્ધનું પાછલી રાત્રે મૃત્યુ થયું છે
આમ તો મારે ઝાઝી ફરિયાદ નથી
કિન્તુ
આ સૌ ઠંડાગાર આંકડામાંનો એક બીજો આંકડો?
ઘડપણની સાવ નિર્મૂલ્ય અવહેલના?
નિસ્પૃહા:
એ આત્માએ વરસો સહેલી
દર્દોની અગણિત પીડાઓ
– પરંતુ
ધબકતા હાર્દનું બંધ થવું
એટલે બીજી કેટલી ય શક્યતાઓનો જન્મ
ઉપકરણો, ઈલાજ
…
કોઈ જિંદગીનો ભરોસો નથી
છતાં
એ હજુ એ કહ્યે જાય છે
એક વૃદ્ધ માત્રનું મૃત્યુ થયું છે.
૨૮ માર્ચ ૨૦૨૦
e.mail : fdghanchi@hotmail.com