ભાઈ વિપુલભાઈ
“ઓપિનિયન” આજે પહેલી જ વાર નજરે પડ્યું અને જોતાવેંત ( એટલે કે વાંચતાંવેંત) મનમાં વસી ગયું. આવું સરસ કામ કર્યું તમે – ઘણી વખત કરતાં હશો એમ જ !
તમારી પસંદ – લેખ અને લેખકો બંનેની – દાદ માગી લે તેવી છે. શબ્દોની સરગમ અને વિચારોનું વૈવિધ્ય અનોખી ભાત પાડી જાય છે. કનુ સૂચક ૧૭ દિવસના પ્રવાસ વર્ણનને પણ ઉત્સુકતાથી વાંચી શકાય તેવું અવનવું બનાવે છે: અને વાત કેવી મજાની કરે છે – પ્રવાસ હિમાલયમાં, પણ દર્શન ખીણનાં !
નયના પટેલ ગોડ બ્લેસ હર ની વાત કરવામાં નવી ભાત પાડી ગયાં ..
મને વસવસો એટલો જ કે “ઓપિનિયન” વાંચવામાં મારો નંબર આઠ લાખ વાચકો પછી આવ્યો ! પણ વાચ્યું ત્યારે "નાનકડી કેડીથી (કીડીથી ?) આકાશની કિનારી" સુધી પહોંચી ગયો!
હસન દાભેલીએ એક જ અંકમાં કલાકારોના ગુલદસ્તાની મહેક વેરી દીધી : રણકો અને છણકો કે ઇનકાર અને ઇકરાર એક સાથે ગોઠવી દીધાં: પણ ટેરવે અડેલા એમના પાલવની અસર તો આપણને કલ્પના કરવા દેવા માટે બાકી જ રાખી દીધી ! કોઈની ગઝલમાંથી વેદના વરસે, કોઈની કલમમાંથી હાસ્યના ફૂવારા છૂટે – વાહ રે!
મારે લવાજમ ભરવું છે, આખુંયે “ઓપિનિયન” લાજવાબ છે પણ એમાં ક્યાં ય લવાજમ ભરવાનો ખૂણો ન મળ્યો !
આનંદની છોળોનો રેલો જેની પાસે પહોંચી ગયો છે એવા સુધાકરના વંદન એના પ્રતીક રૂપે –
આ એક છબી છે-
National Prize for Literature is a biennial award sponsored by the University of Oklahoma and World Literature Today. The Prize consists of $50,000, a replica of an eagle feather cast in silver, and a certificate…..
રેપ્લિકા ક્યાં મોકલવી છે મારે! એની આ એક છબી મોકલું છું – આ તો ભાવના છે – એનો ભાવ ક્યાં કરવો છે !
— સુધાકર શાહ
૨૪-૧૨-’૧૫