વૃક્ષ વલખે છે હવે ટહુકા વગર,
ડાળે માળા બાંધી પંખી કલરવ કરશે ?
વૃક્ષ લીલેરું શોભતું પર્ણ પીળાં બે થકી,
ખરેલું પાન ફરી ક્યારે પાછું ફરશે ?
પતંગિયું ભમે ફૂલે ફૂલે થઈ ટપાલી,
ફૂલની પ્રમત્ત સૌરભ ક્યારે પાછી મળશે ?
રંગ બે રંગી ફૂલ પાંખડી ભમરો ફરકે,
ઝાકળ ચૂમી વંદન પરોઢે તડકો કરશે ?
સૃષ્ટિ બેય હાથે વિષાદનાં ગુલાબો ફોરવતી
ધરતી પર ઢળેલા આકાશને પંખી લઈ ઉડશે?
ઊડી ગયું હવે પંખી કુંજ કુંજ કરતું,
પરોઢે પંખીની પાંખેથી ગીત નવું કોઈ ફૂટશે ?
ચોગમ લીલાં પાન, બારે માસી ફૂલ ઝરમર,
ઝાપટું વરસી શમ્યું, નવી કળીઓ ફરી ઊગશે ?
વેરાયો ચંદ્ર ભીના ઘાસમાં ઊગી ઊઠી ચાંદની,
અંધારે ગાતાં ઝરણાં તારક તેજ તરશે !!
ઘાટકોપર, મુંબઈ
e.mail : bijaljagadsagar@gmail.com