જાણે ભાવિમાં આવનારી નોઆખલી યાત્રાનો પૂર્વ શંખધ્વનિ! રમેશ સંઘવી|Opinion - User Feedback|1 January 2017 આદરણીય વિપુલભાઈ, સાદર. 'ગાંધીજીનો કચ્છપ્રવાસ' તમે સહુ માટે સુલભ કરી આપ્યો તે માટે આભાર અને અભિનંદન. તે એક અનોખો પ્રવાસ હતો, જાણે ભાવિમાં આવનારી નોઆખલી યાત્રાનો પૂર્વ શંખધ્વનિ! આભાર પુન:.
બહુ મોટી સેવા થઈ પ્રકાશ ન. શાહ|Opinion - User Feedback|1 January 2017 બહુ મોટી સેવા થઈ. સરોજબહેનનાં આપણે ઋણી રહીશું. તમારો આભાર, તમને મારાથી જુદા પાડીને માનતો નથી. એક નાનું અવલોકન :1925માં સરદાર એ પ્રયોગ ચલણી થયો ન હતો. બને કે 1925ની નોંધો પાછળથી ફેર કરતી વખતે પ્રભુલાલભાઈએ તે પશ્ચાદવર્તી ધોરણે વાપર્યો હોય. ગમે તેમ પણ હમણાં હૃદયના અશ્રુઅભિનંદન.