(હુરતી હાસ્ય)
આ વખતની ઉતરાણમાં મઝા ની મલે
પેલ્લાં હો કાં ઉતી
તેમાં આ વખતે તો ચાઇનીઝ માંજો હો ની
ને ચાઇનીઝ પતંગ હો ની તો કરવાનું હું?
એ તો બધા ધાબા પર લાલી, કાળી, પીળી
જોઈને જ રાજી રેહે, બીજું હું?
પેલ્લાં તો આંખદાર આંખ મીંચકાવતો
અવે ગોગલ્સ પેરે તો હું હમજ પડે કે
આંખથી જુએ છે કે બત્તી જ ગુલ છે?
અવે પટેદાર દેખાય કે ની દેખાય
પણ અગાહીમાં તો
આંખોના આટાપાટા ચાલહે જ તો !
અવે તો પતંગ હો માસ્ક પેરીને ઊડે
તો કયો પતંગ કોનો તેની ખબર હું પડે?
ની પતંગ ઓળખાય કે ની ચગાવવાવાળો
એ હો માસ્ક પેરીને જ ઠુમકા મારે કેની !
ને બધા પતંગો સોશિઅલ ડિસ્ટન્સ
જાળવહે તો
પેચ જ ની લાગહે તેનો વિચાર કઈરો છે?
પતંગ જ ની કપાહે તો ફિરકી લપેટહે કોણ?
પતંગ ની કપાય ને માણહ કપાય તો ચાલે?
આ હું મોંઘવારી કાપે જ છેને,
એમાં હાળી ચાઇનીઝ એપ હો બંધ !
માણહ મોબાઇલમાં જુએ તો બી હું ?
એ હો આજુબાજુ જ જોહે કે બીજું કૈં?
અવે તો તલિયા લાડુ હો ની મલે
કે લાડુ ખાઈને પેટ ભરીએ
ખાવા જાવ તો લાડુ ને બદલે
દાંત ભાંગે એવી આલત છે
આજકાલ બૌ નાટક ચાલતા છે જો !
એક બાજુ ચીની એપ બંધ કઇરી ને
બીજી બાજુ
બુલેટ ટ્રેનનો પ્રોજેકટ ચીનને આઇપો
એ હો કમાલ જ છેને !
આ તો ચાવવાના જુદા ને
બતાવવાના જુદા એવું જ થિયુંને !
એમાં આપણે સરતી મેલીએ કે
હાથિયા મારીએ
કપાવાનું તો આપણે જ કેની!
આ વખતે પતંગમાં તો આપણે
આત્મનિર્ભર બનહું, જોજેની !
દોરો ભારતીય ને પતંગ હો ભારતીય
ને કપાહે હો ભારતીય જ !
એમાં હો આત્મનિર્ભર, બીજું હું?
એ તો કપાઈ કપાઈને જ કાપહુંને !
આ વખતે તો
ધાબા પર ભેગા હો ની થવાહે
હું છે કે આપણે તો
ઢાબા ને ધાબામાં જ પૂરા થઈ ગિયા
ધાબે પચાહથી વધેની તેવું કીધેલું છે
તાં બાજુવાળો બુથ્થડ આઈવો –
મને કેય કે તમે બધાં આવહો?
મેં પૂઇછું કે કાં?
તો એ કેય કે ધાબે
મેં કીધું કે ધાબે હું કામ આવવાનું?
તો એ કેય કે તમે આવહો તો પચાહ થહે
મને અહવું આઇવું –
ડોબા, ધાબે પચાહથી વધે ની તે જોવાનું
ઓછા ઓય તો પચાહ કરવાના જ એવું ની મલે !
એ કેય કે ગમે તાંથી પચાહ તો કરવાના જ !
મેં કીધું-નીચે હો માણહો ને ઉપર પચાહ –
એ કેય કે તેની હો ઉપર જાવ તો?
નીચે રામ નામ સત્ય રેય, બીજું હું? – મેં કીધું.
0
e.mail : ravindra21111946@gmail.com
![]()


સરકાર કોઈ પણ હોય, સત્તાનો પરચો આપ્યા કરવાની તેને ટેવ હોય છે. 6 જાન્યુઆરી, 2021ને રોજ અમેરિકી સંસદમાં જે બન્યું તેણે લોકશાહીને કલંકિત કરી છે. 220 વર્ષ જૂની વિશ્વની સૌથી જૂની લોકશાહીને શરમાવાનું થયું છે. અમેરિકી પ્રમુખ ટ્રમ્પ અને તેમના સમર્થકોએ અમેરિકી સંસદમાં ઘૂસી જઈને હિંસા આચરી તેમાં પાંચ લોકોના મોત થયાં ને તોડફોડથી નુકસાન થયું તે નફામાં. હુમલો એવો શરમજનક હતો કે વોશિંગ્ટનમાં કરફ્યુ લાદવામાં આવ્યો અને નવા ચૂંટાયેલા પ્રમુખ કાર્યભાર ન સંભાળે ત્યાં સુધી પંદરેક દિવસની સ્ટેટ ઓફ ઈમરજન્સી જાહેર કરવામાં આવી. આ હુમલાખોરો અમેરિકી ધ્વજ સાથે લોકશાહીની સામે પડ્યા હોય એવું દૃશ્ય ઊભું થયું ને વધારે દુખદ એ હતું કે માનભેર વિદાય થવાને બદલે ટ્રમ્પે હઠ કરીને સત્તા પર ટકી રહેવા આ તાયફો કર્યો ને છેવટે સત્તા છોડવાની જાહેરાત કરવી પડી. દુનિયાને જોણું એ રીતે થયું કે રશિયા, ચીન અને ઈરાનના નેતાઓએ લોકશાહીની હાંસી થઈ તેનો હરખ પ્રગટ કર્યો ને ઘાટ, ડાહી સાસરે ન જાય ને ગાંડીને શિખામણ આપે એવો થયો. આ રાષ્ટ્રોએ પોતાની નીતિરીતિ અંગે વિચારવું જોઈએ તેને બદલે બીજા કેટલા ઉઘાડા છે તે બતાવવાનું શૂરાતન દાખવ્યું. ખરેખર તો એ સૌએ પોતાની જાત જોવાની ને ઢાંકવાની જરૂર છે.
કુદરતનો એક અર્થ ઇશ્વરીશક્તિ એવો પણ છે, જે ઈશ્વર હોવાનો સંકેત કરે છે. ઈશ્વર કહીએ તો કયો ઈશ્વર અને કોનો ઈશ્વર એ પ્રશ્ન આવે. એ આવે એટલે ધર્મ આવે. ધર્મ અનેક છે ને એના સ્થાપકો પણ અનેક છે. વળી ધર્મ પહેલાં પણ મનુષ્ય હતો અને એના પહેલાં પણ કુદરત, પ્રકૃતિ ને સૃષ્ટિ હતી એ પણ એટલું જ સાચું છે. એટલે એ બધાંમાં પડવા કરતાં એટલું સ્વીકારીએ કે મનુષ્ય પહેલાં આ બ્રહ્માંડ હતું ને કોઈ વિરાટ શક્તિ એવી હતી અને છે જે એનું સંચાલન કરે છે. એને ઈશ્વર કહો કે કુદરત, બંને સ્વીકાર્ય છે. વળી ઈશ્વરે આ સૃષ્ટિની રચના કરી એમ કહીએ તો પ્રશ્ન એ આવે કે ઈશ્વરની રચના કોણે કરી ને એનો જવાબ વળી પ્રશ્નો જન્માવે એમ બને. એટલે કોઈક રીતે આ વિશ્વ હતું એટલું સ્વીકારીએ તો પૂરતું ગણાય. એ ખરું કે મનુષ્ય પહેલાં પણ પશુપંખી, હવાપાણી હતાં, આ વિશ્વ હતું, સૂર્ય, ચંદ્ર, તારા, નક્ષત્રો હતા, પણ એની કોઈ ઓળખ ન હતી. આ સૂર્ય છે કે આ તારા છે એવી ઓળખ મનુષ્યે આપી. મનુષ્ય પહેલાં ધર્મ ન હતો. મનુષ્ય આવ્યો તે પહેલાં ઈશ્વર પણ ન હતો. હોય તો એની ઓળખ ન હતી. એ બધું શક્ય બન્યું જ્ઞાનને કારણે. એમાં વિજ્ઞાન ઉમેરાયું ને સમય જતાં એણે મનુષ્યમાં અહંભાવ ઉમેર્યો. એ પ્રગટ્યો માલિકીભાવને કારણે. એણે સત્તા ને સંપત્તિનો લોભ જન્માવ્યો ને એ પછી અનેક દૂષણો ને પ્રદૂષણોએ આજે તો આ સૃષ્ટિનું સંતુલન જોખમમાં મૂક્યું છે.