રિસાવવા માટે બગીચા સારાં સ્થળ હોય છે
અણીદાર વૂડૂ લીલીના ક્યારા આગળથી
પસાર થઈને મીઠા ગમ ટ્રીનાં મૂળિયા પર
ઠોકર ખાવ છો જ્યારે નીકળો છો શોધવા
મધ્યકાલીન વૃક્ષો જેનાં પાંદડાં જમીન પર ખરે
તો પંખી બની જાય છે અને પાણીમાં ખરે
તો રંગીન કાર્પ માછલી બની જાય છે.
એકાએક તમારામાં દરેક પ્રજાતિ સાથે
શાંતિ માટેની લાક્ષણિક માનવ ઈચ્છા
ઉભરાય છે. સિંહ અને ઘેટાનું બચ્ચું
એકબીજાંને વળગેલા.
સાપ અને ગોકળગાય ચૂંબન કરતા.
નીંદામણની રાણી, થીસલનો કાંટો વાગવાથી
શાશ્વત વસંતમાં તમારી ગુપ્ત આસ્થા
પુનર્જીવિ થાય છે,
તમારો એ વિશ્વાસ કે દરેક ઘાને મટાડવા માટે
એક પાંદડું હોય છે.
e.mail : rupaleeburke@yahoo.co.in