હવે પડવા, ગબડવા કે આખડવાનો ડર નથી મને,
હું સ્થિર થયા પછી લડખડાયેલો માણસ છું.
બગડી જશે આકાર એ ચિંતાનો વિષય નથી હવે,
હું બધી બાજુએથી ગોબાયેલો માણસ છું.
નવું કોઈ મિલન થશે એ અભિલાષા નથી હવે,
હું દશેય દિશાઓથી તરછોડયેલો માણસ છું.
ધક્કામુક્કીથી સાવ ટેવાઈ જ ગયો છું હવે,
હું સહુ દ્વારા એક હડસાયેલો માણસ છું.
મનાવવાની કોશિશ વ્યર્થ જ નીવડશે હવે,
‘મૂકેશ’ હું તો સ્વથી જોડાયેલો માણસ છું.
ન્યુ જર્સી, યુ.એસ.એ.
e.mai : mparikh@usa.com