Opinion Magazine
Number of visits: 10,257,685
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

પ્રતિરોધની રાજનીતિ : દમ બ દમ વિપક્ષ ને જેન ઝી : કદમ બ કદમ 

પ્રકાશ ન. શાહ|Opinion - Opinion|8 October 2026

જેન ઝીએ ઝંકૃત અને પરિષ્કૃત બિનભા.જ.પ.વાદ અને કરવટ લેતી રાજનીતિ વિકલ્પને વાસ્તે આશા જન્માવે છે … થોભો અને રાહ જુઓ!

પ્રકાશ ન. શાહ

બુધવારે નમતી બપોરે આ ટિપ્પણી લખી રહ્યો છું ત્યારે જોઉં છું કે વિપક્ષી સાંસદો સાગમટે  જંતરમંતરના જેન ઝી ઝંકૃત જનસૈલાબમાં જોડાઈ ચૂક્યા છે. પ્રાતિનિધિક રીતે કહીએ તો અધઝાઝેરું હિંદ અહીં હાજરાહજૂર છે અને ખગોળશાસ્ત્રીય આંકડાઓમાં આ દેશમાં મતવંચિત સમુદાય બાબતે હિસાબ માંગી રહેલ છે. હિસાબ માંગવો એ તો કદાચ નરમ પ્રયોગ છે. હકાલપટ્ટીથી ઓછું કશું નહીં, એવો મત ઉછાળો લઇ રહેલ છે.

બંધારણીય મૂલ્યોની રક્ષાની લાયમાં ભોળી ભટાક  જનતાને  હાલના હાકેમો અને હુક્મરાનોએ કથિત સ્વર્ગને બદલે કિયા નરકમાં હડસેલેલ છે, એ સમજાય છે ? 2023માં ચૂંટણી કમિશનરોને સાર્વત્રિક અભયકવચ (ઇમ્યુનિટી) આપતો કાયદો બનેલ છે. સામાન્યપણે આ પ્રકારનાં અભયકવચનો લોકશાહી આશય એ હોય છે કે લોકલક્ષી કામગીરીમાં સત્તા તરફથી ખોટી હરકત ન થાય એ રીતે આપણાં સંસ્થાનો પોતાનું બંધારણીય કર્તવ્ય બેરોકટોક પાર પાડી શકે. સરકાર સાથે મળીને મતાધિકારપાત્ર લોકોને કૈંક સત્તાલક્ષી વ્યૂહરચનાવશ અગર તો નકરી લાપરવાહીના માર્યા મતવંચિત કરવાનો કારસો ચૂંટણીપંચે ધમધોકાર ચલાવ્યો છે. રાહુલ ગાંધીએ પુરાવા સાથે રજૂઆતનો દોર ચલાવ્યો તો પંચે શરૂમાં નોંધ ન લીધી. પછી બગાસુ  ખાતે ખાતે તબિયતથી સોગંદનામાં માંગ્યાં. વીરા મોરા, તમારી અક્ષૌહિણી ફોજ શી મેથી મારે છે, કોઈ તો પૂછો આપણા આ ઊંચી પાયરીના પગારદારને.

અને નામદાર અદાલત? સદ્ભાગ્યે હવે એ સક્રિય થઇ છે,અને હમણેના દિવસોમાં તો એના થકી જ દેશજનતાને સ્પષ્ટ જાણવા મળ્યું છે કે ચૂંટણીપંચે કરેલ ફોર્મ-સુધાર માટે અદાલતી સંમતિ લીધાનો પંચનો દાવો બિલકુલ ધુપ્પલ છે. એ હદે ગઈ છે વાત કે અદાલતે સામેથી વકીલમશાયને પૂછ્યું છે કે ધારો કે વડા કમિશનરને દૂર કરીએ તો પછી શું. વકીલોએ અલબત્ત સહજ  ક્રમે કહ્યું તો ખરું કે બાકી બે કમિશનરો તો છે જ ને. પણ અદાલત અને વકીલમંડળી   બેઉ જાણે જ છે કે કમિશનર અભયકવચે સજ્જ છે. મુદ્દે, અજબગજબની મીલી ભગતવશ એમના અભયકવચ સરકારને પણ શતધા ફળે છે.

વાતની ગંભીરતા પકડતાં સંબંધિત સૌને આટલી વાર કેમ થઇ હશે ? બિહાર અને બંગાળની હાર સુધી રાહ જોવાની જરૂર હતી? વડા ન્યાયમૂર્તિની અધ્યક્ષતામાં આ મુદ્દે કાર્યરત બેન્ચ સમક્ષ ધારાશાસ્ત્રી મેનકા ગુરુસ્વામીએ કહ્યું કે પંચે એસ.આઇ.આર.ને નામે ખાસ 13 કરોડ મતદારોના નામ કમી કરી નાખ્યાં, અને પેટનું પાણીય ન હાલે એવું કેમ. નાની સંખ્યા તો નથી આ : દુનિયાના કેટલા ય દેશોની વસ્તી પણ એનાથી ઓછી હશે. એક તબક્કે અદાલતે ટાઢે કોઠે એમ પણ કહી નાખ્યું કે ચૂંટણી ચાલવા દો. તે દરમ્યાન ફેરતપાસથી સુધર્યું તો ઠીક. બાકીનું ચૂંટણી પછી પણ ક્યાં નથી થતું? જય રામજીકી … ભવભૂતિથીયે ચઢિયાતી ભૂમિકાએ ભાળું  ને કંઈ! કાળ નિરવધિ છે, ને પૃથ્વી વિશાળ – ક્યારેક તો કોઈ કદરદાન મળશે ને.

પૂર્વે ‘ઇન્ડિયા’ની બેઠકમાં રાહુલ ગાંધીએ સચોટ કહ્યું હતું તેમ હાલની કેન્દ્ર સરકાર અને દેશનો વડો સત્તાપક્ષ સાદી રજૂઆતને કાને ધરવાના લોકશાહી વિવેક સારુ જાણીતો નથી. કાઁગ્રેસે અને એકંદર વિપક્ષે સંઘર્ષ અને પ્રતિરોધની રાજનીતિથી કામ લેવું રહેશે. સ્વરાજની વડી પાર્ટી તરીકે અચ્છી કામગીરી પછી સત્તાના મેદ અને કાટના એક દુર્નિવાર દોર બાદ એ  આળસ મરડી રહેલ છે. દુ:સાધ્ય અવશ્ય પણ અસાધ્ય મુદ્દલ નહીં એવી આશા સંપડાવતી મથામણ નેતા પ્રતિપક્ષ તરફથી તેમ એક અજબ જેવી જેન ઝી  કેમિસ્ટ્રી સાથે દેશજનતા હિલોળે ચઢી રહી છે.

2027ની વિધાન સભા ચૂંટણીઓમાં વિપક્ષ અસરકારક દેખાવ સાથે 2029ની લોક સભાને લાયક કાઠું કાઢી શકશે? ક્યારેક બિનકૉંગ્રેસવાદનું હતું તેમ અત્યારે બિનભા.જ.પ.વાદનુંયે એક લૉજિક  હોઈ તો શકે જ છે … અને હા. જેન ઝી સંમિલન વિના ચાલવાનું તો નથી સ્તો.

07 ઑક્ટોબર 2026 
e.mail : prakash.nireekshak@gmail.com

Loading

8 October 2026 Vipool Kalyani
← નેપાળનો જળપ્રલય માનવીય ભૂલોનું પરિણામ છે.
વિશ્વકોશ ભવનમાં યોજાયો ગ્રંથાલય સંસ્કૃતિ વિશે પરિસંવાદ →

Search by

Opinion

  • વિશ્વકોશ ભવનમાં યોજાયો ગ્રંથાલય સંસ્કૃતિ વિશે પરિસંવાદ
  • નેપાળનો જળપ્રલય માનવીય ભૂલોનું પરિણામ છે.
  • લાખો પુસ્તકોનું ગ્રંથાલય દિલ્હીના વિવાદાસ્પદ સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટનો ભોગ બનશે?
  • નિરાધાર, દીન, હીન, સર્વને સમાવતો ગાંધી-સમાજવાદ 
  • એક મચ્છરે ‘સ્મિત’ પાછું આણ્યું …

Diaspora

  • 55 Million Speakers, 84 Editors: The Challenge Facing Gujarati in the Age of AI  
  • ગુજરાતી સાહિત્ય અને અનુવાદ – દશા અને દિશા
  • આપણે કયા ગુજરાતની વાત કરી રહ્યા છીએ?
  • દશમી ભાષા-સાહિત્ય પરિષદ :
  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા

Gandhiana

  • નિરાધાર, દીન, હીન, સર્વને સમાવતો ગાંધી-સમાજવાદ 
  • બધી શાળાઓએ અપનાવવા જેવું પુસ્તક
  • યાંત્રિક યુગમાં માનવ ક્યાં ખોવાયો?
  • ગાંધીજીને પૂજવા સહેલા, સમજવા મુશ્કેલ અને અનુસરવા અસંભવ – શા કારણે?
  • ગાંધીજીનો ઘરડો દોસ્ત

Poetry

  • ને ,પાળ તૂટી! !
  • હળવે હળવે હળવે
  • બગલ ખંજવાળો
  • નિષ્ક્રમણ
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • State-Sponsored Communal Profiling : The Gujarat Government Must Be Held Accountable
  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved