Opinion Magazine
Number of visits: 10,257,685
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

નેપાળનો જળપ્રલય માનવીય ભૂલોનું પરિણામ છે.

ચંદુ મહેરિયા|Opinion - Opinion|8 October 2026

ચંદુ મહેરિયા

ઓગસ્ટ ૨૦૨૬ના અંતિમ સપ્તાહમાં નેપાળમાં જે તારાજી થઈ છે તેના માટે પૂર કે જળપ્રલય બહુ હળવો શબ્દ છે. પાટનગર કાઠમાંડુના ઉત્તરે આવેલા લાંગટાંગ લિરુંગ પર્વતના શિખર પરનાં ગ્લેશિયર ફાટતાં પાણી, પહાડની મોટી શિલાઓ ૫,૧૫૦ મીટર ઊંચેથી તૂટીને ૧,૪૦૦ મીટર નીચે પડ્યા હતા. મોટા મોટા પથ્થરો નીચે પડતાં ઘર્ષણથી બરફ પિગળ્યો, તે તેના માર્ગમાં આવતાં બધાંને ખેંચતો ગયો. તેનાથી પાણી, માટી, પથ્થરો અને કાદવ નીચે આવ્યાં હતાં. આ સમગ્ર ઘટનાક્રમ ૭ થી ૮ મિનિટમાં ઘટ્યો હતો. પાણી અને કાળમાળ આગળ વધીને રસ્તામાં આવેલી નદીઓનાં વહેણ સાથે આગળ વધતો રહ્યો હતો. 

અચાનક આવેલા વિનાશક ફ્લૈશ ફ્લડથી નેપાળમાં ૧,૪૦૦ લોકોના મોત થયાં છે, આશરે ૭,૦૦૦ લોકો લાપતા છે. અગણિત ઘરો અને ગામો નાશ પામ્યા છે. રસ્તા, પુલ, ખેતરો, જળ વિધ્યુત મથકો, વીજળી અને સંચાર નેટવર્ક, શાળાઓ અને બીજા બાંધકામો તહસનહસ થઈ ગયાં છે. જે નુકસાન થયું છે તેમાંથી બહાર આવતા નેપાળને વરસો લાગશે અને અબજો રૂપિયાનો ખર્ચ થશે. 

આફતમાંથી ઉગરવા દુનિયાભરમાંથી નેપાળને આર્થિક સહયોગ મળી રહ્યો છે. પરંતું નેપાળ સરકારે અમેરિકા, ચીન અને ભારત પાસેથી આર્થિક સહયોગ નહીં વળતર માંગ્યું છે. નેપાળના સત્તાધીશોનું કહેવું છે કે આ દેશો ગ્રીન હાઉસ ગેસોનું સૌથી વધુ ઉત્સર્જન કરે છે અને તેને કારણે આ પ્રકારની આફત સર્જાઈ છે .એટલે તેમણે બદલામાં નેપાળને વળતર આપવું જોઈએ. યુનાઈટેડ નેશન્સની જનરલ એસેમ્બલીમાં નેપાળના વડા પ્રધાન યુનોના લોસ એન્ડ ડેમેજ ફંડમાંથી મદદ માંગવાના છે. આ માટે વર્તમાન આપદાનું કારણ ક્લાઈમેટ ચેન્જ છે તે સાબિત કરવા નેપાળના અસરગ્રસ્ત વિસ્તારોની ડ્રોન અને સેટેલાઈટ ઈમેજ પણ દસ્તાવેજી પુરાવા તરીકે રજૂ કરશે. નેપાળે પોતાનો કેસ જળવાયુ ન્યાયની દૃષ્ટિએ રજૂ કરવાનો નિર્ધાર કર્યો છે.

આરંભમાં નેપાળની પૂર કરુણાંતિકા માટે જળવાયુ પરિવર્તનની સટીક ભૂમિકા વિશે અવઢવ હતી. પરંતુ World Weather Attribution(WWA)નું તાજું અધ્યયન ક્લાઈમેટ ચેન્જની મુખ્ય ભૂમિકા જણાવે છે. વિશ્વમાં ગરમી જે પ્રકારે વધી રહી છે અને તાપમાન ગરમ થઈ રહ્યું છે તેનાથી આ પ્રકારની આફતોનું જોખમ સર્જાય છે. હિમાલય ક્ષેત્રની હિમનદીઓ આ કારણે સંકોચાઈ રહી છે, બરફ પીગળી રહ્યો છે. પર્વતોના ઢોળાવ અસ્થિર થઈ રહ્યા છે. આ ફેરફારોથી ખતરનાક તાપમાન બની રહ્યું છે. તેનાથી વિનાશકારી પૂર, ભૂસ્ખલન અને હિમસ્ખલન થઈ શકે છે. તાપમાનમાં એકાદ ડિગ્રીનો મામૂલી વધારો પણ બરફાચ્છાદિત હિમાલય ક્ષેત્ર માટે જોખમી છે. એક અનુમાન તો એમ કહે છે કે આપણે જળવાયુ પરિવર્તન રોકવા આજથી જ મંડી પડીએ અને વૈશ્વિક સરેરાશ તાપમાન વૃદ્ધિને ૧.૫ ડિગ્રી સેલ્સિયસે મર્યાદિત રાખી શકીએ તો પણ હાલની સદીમાં હિમાલયના ગ્લેશિયરોના ૧/૩ થી વધુ ભાગના બરફને પીગળતો રોકી શકીએ તેમ નથી. 

નેપાળની વર્તમાન કરુણાંતિકા અનેક માનવીય ભૂલોનું પરિણામ છે. માણસે સર્જેલા જળવાયુ પરિવર્તન ઉપરાંત ઝડપથી બદલાતું પર્યાવરણ, નદીઓના કુદરતી પ્રવાહોને રોકવો,, આડેધડ બાંધકામો, પાણીના નિકાલની વ્યવસ્થામાં અવરોધો ઊભા કરવા જેવાં કારણો પણ જવાબદાર છે. નેપાળમાં ૧૯૯૩માં વાદળો ફાટવાથી સર્જાયેલી કારુણી (૧,૩૩૬ મોત), ૨૦૧૫ના ભૂકંપ(૫,૧૭૪ મોત) અને ૨૦૧૭ તથા ૨૦૨૫ના પૂરથી કોઈ સબક શિખ્યા નથી. અગાઉની ભૂલોનું પુનરાવર્તન થયા કરે છે. કદાચ નેપાળની નબળી ભૂસંરચના પણ એક કારણ છે. 

ભૂગર્ભયીય રીતે નાજુક અને યુવા એવા હિમાલયી ક્ષેત્રમાં મૂસળધાર વરસાદથી માટીનું ધોવાણ થાય છે. તેથી નદીઓમાં કાંપ ભરાઈ જાય છે. ફળસ્વરૂપ નદીઓનું જળસ્તર ઝડપથી વધતાં પૂર આવે છે. અનિયંત્રિત શહેરીકરણ અને બાંધકામો, જંગલોનો સતત નાશ, પહાડી ક્ષેત્રમાં રસ્તાઓનું નિર્માણ પણ મહત્ત્વનું કારણ છે.  તીસરા  ધ્રુવ કહેવાતો હિમાલય પૃથ્વી પર ધ્રુવીય ક્ષેત્રો પછીનો બરફનો ત્રીજો સઘન ભંડાર છે. જળવાયુ પરિવર્તનને કારણે ગરમી વધતાં બરફ વધુ પ્રમાણમાં પીગળે છે અને ઓછા પ્રમાણમાં જામ થાય છે. હિમાલય ક્ષેત્રમાં હિમભૂમિ (પર્માફ્રોસ્ટ) આશરે ૧૦ લાખ વર્ગ કિલોમીટરમાં અને ગ્લેશિયરો એક લાખ વર્ગ કિલોમીટરથી ઓછા ક્ષેત્રમાં વિસ્તરેલા છે. વળી તેમાં હજારો હિમ ખંડો છે. તેના પર માનવસર્જિત કારણો અસર કરે જ છે. 

નેપાળ સરકારે વર્તમાન. જળપ્રલયનાં કારણો શોધવાં અને તેના ઉપાયો સૂચવવા નિષ્ણાતોની સમિતિ બનાવી છે. દરમિયાન તેણે જે દેશોને કારણે તેની હાલમાં હાલત થઈ છે તેમની પાસે વળતર માંગ્યું છે. એ સાચું છે કે ગ્રીન હાઉસ ગેસોના ઉત્સર્જનમાં નેપાળનો ફાળો નગણ્ય છે પરંતુ તેનો ભોગ બનવામાં તે અગ્રીમ છે. એટલે જવાબદાર દેશોએ નેપાળને મદદ નહીં પણ વળતર આપવું જોઈએ, તે માંગ પહેલી દૃષ્ટિએ વાજબી લાગે છે. આપણે વ્યક્તિગત રીતે ભૂખ્યાને કંઈક ખાવાનું આપીએ છીએ કે ગરીબને બેપાંચ રૂપિયા આપીએ છીએ. તેમ કરીને દયા દાખવીએ છીએ કે પુણ્ય કમાઈએ છીએ. પણ જો કોઈ ભૂખ્યો કે ગરીબ એમ કહે તેની ગરીબી અને ભૂખ તમારા કારણે છે, તમે શોષક છો. તમે મારા પર કરુણા ના વરસાવશો, દયા ના દાખવશો, મારા શોષણનો જવાબ આપો. તો આપણો પ્રતિભાવ શું હોય? કદાચ નેપાળને પણ મોટા દેશો આવો જ જવાબ આપવાના છે અને નાના દેશોનો મરો થયા કરવાનો છે. 

યુનોના જે ફંડમાંથી નેપાળે વળતર કે રાહત માંગ્યા છે તે ફંડની રચના હજુ ૨૦૨૨ના વરસે જ થઈ છે. (અમેરિકી પ્રેસિડન્ટ ટ્રમ્પનો ગાઝા પ્લાન યાદ આવે છે?) જળવાયુ પરિવર્તનના દુષ્પ્રભાવોનો ભોગ બનેલા લોકો કે દેશો પ્રત્યે સંવેદના વ્યક્ત કરવા અને આર્થિક મદદ આપવા આ કોષની રચના થઈ છે. હાલમાં આ ફંડમાં ૪૦ કરોડ ડોલર જમા થયા છે અને સામે લગભગ ૧૦૦ દેશોએ ૩ અબજ ડોલરની માંગણી કરી છે. એટલે નેપાળની દાળ ત્યાં કેટલી ગળશે તે મોટો સવાલ છે. 

નેપાળે વર્તમાન તબાહીમાંથી બહાર આવવા રાજકીય ઇચ્છા શક્તિ દર્શાવવાની જરૂર છે. સાથે સાથે આ પ્રકારની આફતોના પૂર્વાનુમાનનું તંત્ર વિકસાવવું જોઈશે. સામૂહિક જવાબદારીની ભાવનાથી જ અસરગ્રસ્તોનો પુર્નવાસ શક્ય છે. જ્યારે નદીઓનાં વહેણ બદલાઈ ગયાં હોય અને લોકોના ઘરો મૂળ જગ્યાએથી વહીને બીજે જતાં રહ્યાં હોય ત્યારે લોકોને મૂળ જગ્યાએ ફરી વસાવવા કપરાં છે. અસરગ્રસ્તો રાહત કેમ્પોમાં કે પોતાના ઘરોના કાટમાળમાં આવી રહે છે. આ લોકોએ પાણીના ધસમસતા પ્રવાહમાં પોતાના સ્વજનોને વહી જતાં સગી આંખે જોયાં છે. જે પાણી, માટી અને કાટમાળ વહેતો હતો તેમાં પુસ્તકો, કોઈ અસહાય બાળક કે વૃદ્ધનાં ચશ્માં,  જૂતાં, કપડાં, ગાદલા, તકિયા, ચાદર  વગેરે તણાતાં જોયાં છે તેમના માટે આ બધું ભૂલવું અશક્ય છે. ભલે દુ:ખનું ઓસડ દા’ડા કહેવાય પણ નેપાળનું દુ:ખ અખબારી પાને ઓઝલ રહીને ય ઝટ વિસરાય એવું નથી. 

e.mail :maheriyachandu@gmail.com                                                                                                                                                                              

Loading

8 October 2026 Vipool Kalyani
← લાખો પુસ્તકોનું ગ્રંથાલય દિલ્હીના વિવાદાસ્પદ સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટનો ભોગ બનશે?
પ્રતિરોધની રાજનીતિ : દમ બ દમ વિપક્ષ ને જેન ઝી : કદમ બ કદમ  →

Search by

Opinion

  • વિશ્વકોશ ભવનમાં યોજાયો ગ્રંથાલય સંસ્કૃતિ વિશે પરિસંવાદ
  • પ્રતિરોધની રાજનીતિ : દમ બ દમ વિપક્ષ ને જેન ઝી : કદમ બ કદમ 
  • લાખો પુસ્તકોનું ગ્રંથાલય દિલ્હીના વિવાદાસ્પદ સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટનો ભોગ બનશે?
  • નિરાધાર, દીન, હીન, સર્વને સમાવતો ગાંધી-સમાજવાદ 
  • એક મચ્છરે ‘સ્મિત’ પાછું આણ્યું …

Diaspora

  • 55 Million Speakers, 84 Editors: The Challenge Facing Gujarati in the Age of AI  
  • ગુજરાતી સાહિત્ય અને અનુવાદ – દશા અને દિશા
  • આપણે કયા ગુજરાતની વાત કરી રહ્યા છીએ?
  • દશમી ભાષા-સાહિત્ય પરિષદ :
  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા

Gandhiana

  • નિરાધાર, દીન, હીન, સર્વને સમાવતો ગાંધી-સમાજવાદ 
  • બધી શાળાઓએ અપનાવવા જેવું પુસ્તક
  • યાંત્રિક યુગમાં માનવ ક્યાં ખોવાયો?
  • ગાંધીજીને પૂજવા સહેલા, સમજવા મુશ્કેલ અને અનુસરવા અસંભવ – શા કારણે?
  • ગાંધીજીનો ઘરડો દોસ્ત

Poetry

  • ને ,પાળ તૂટી! !
  • હળવે હળવે હળવે
  • બગલ ખંજવાળો
  • નિષ્ક્રમણ
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • State-Sponsored Communal Profiling : The Gujarat Government Must Be Held Accountable
  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved