વાતાવરણ જુઓને,
કેવું બદલાય છે!,
સવારે ઠંડી હોય,
ને,
બપોરે ધગધગતો,
સૂરજ,
તો વળી,
સાંજે ધોધમાર,
વરસાદ !!!
સૌ વાતો કર્યા કરે છે,
આ જુઓ !!!
ચાર રસ્તે,
કેટલો ટ્રાફિક છે..!!?
આ પેટ્રોલ-ડીઝલનો,
ધૂમાડાની અસર,
વાતાવરણ પર થાય છે ને,
ગ્લોબલ વોર્મિંગ સર્જાય છે!
ને એ જ માણસ,
દુકાનેથી પાનનો,
ડૂચો ઠૂંસીને,
સ્કૂટરની કિક મારીને,
ચલતી પકડે છે..!!
e.mail : addave68@gmail.com