લોર્ડ વેલેસ્લી કદી ફરવા ન આવ્યો,
ગુન્હાખોરી જોઈને મરવા ન આવ્યો.
કેમ ભૂલ્યો, હે અ’લા ગુલામ છે તું,
લોકશાહીનું રટણ રટવા ન આવ્યો.
રાયફલની ધડબડાટીનું ચલણ છે,
શ્વેત ખાદીનું વલણ વણવા ન આવ્યો.
ખુદ કૃષ્ણે વંશ-વારસને કપાવ્યા,
સાંસદોની દુષ્ટતા કળવા ન આવ્યો.
ચાંચિયાગીરીને લાયક છે પ્રજાજન,
ભ્રષ્ટ ભારત દેશમાં ભમવા ન આવ્યો.
e.mail : addave68@gmail.com