(ગેય કૃતિ)
જળને જાળવીએ જાણી જાણી.
પડે ના પોકાર કદી પાણી પાણી.
અમરત ભૂમિ તણું સૌની જરૂરત,
વાપરીએ જ્યમ સૌ વાણી વાણી.
જગના તાત તણો એક આધાર જે,
પાકે મૌલાત લઈએ માણી માણી.
પાણી બચાવીએ કર્તવ્ય સૌનું,
રહીએ ના વાત કરી શાણી શાણી.
જળને જીવન તમે જાણો સદાએ,
ગાઈએ રાગ કરી સૌ તાણી તાણી.
પોરબંદર.
e.mail : chaitanyajc555@gmail.com