ખંજનોને શણગારની ક્યાં જરૂર છે,
ખુશ્બૂને અણસારની ક્યાં જરૂર છે.
પ્રેમ તો ઉષ્માનો સમંદર ડહોળે,
એ જ ચાહતને હારની ક્યાં જરૂર છે.
ફૂલનો ગજરો જોઈ વારી ગયો છું.
પ્રિયતમને કિરદારની ક્યાં જરૂર છે.
પ્રેમનું ભીક્ષાપાત્ર ખાલી રહ્યું છે,
બે કરારીને પ્યારની ક્યાં જરૂર છે.
લાલસા સારી રાખ સારપ લળે છે,
એક-બે-ત્રણમાં ચારની ક્યાં જરૂર છે.
e.mail : addave68@gmail.com
![]()

