Opinion Magazine
Number of visits: 9846552
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

क्या विधानसभा चुनाव, लोकसभा चुनाव का सेमीफाइनल हैं?

राम पुनियानी|Opinion - Opinion|15 December 2023

राम पुनियानी

हाल में संपन्न राजस्थान, मध्यप्रदेश, छत्तीसगढ़, तेलंगाना और मिज़ोरम के विधानसभा चुनावों में कई कारणों से पूरे देश की भारी दिलचस्पी थी. भाजपा पिछले दस सालों से केंद्र में सत्ता में है और उसने जो नीतियाँ लागू की हैं, उनका देश पर भयावह प्रभाव पड़ा है. चाहे वह नोटबंदी हो, जीएसटी हो या रातोंरात लागू किया गया कोरोना लॉकडाउन – सबसे आम जनता की खासी फजीहत हुई. देश में सरकारें और ज्यादा तानाशाह होती जा रही हैं और व्यक्तिगत स्वतंत्रताओं पर तरह-तरह की रोकें लगाई जा रही हैं. हंगर इंडेक्स में देश की गिरती हुई स्थिति और लोगों की बढ़ती परेशानियाँ बहुत कुछ बता रही हैं. भाजपा सरकार ने संविधान के अनुच्छेद 370 को कश्मीर से हटा दिया है. हमें बताया गया था कि इससे अतिवाद कम होगा. मगर ऐसा कुछ हुआ नहीं. देश भर में मुस्लिम अल्पसंख्यकों पर हमले जारी हैं और अलग-अलग स्थानों पर ईसाईयों के खिलाफ भी हिंसा हो रही है. इस पृष्ठभूमि में विपक्षी पार्टियों ने इंडिया गठबंधन का गठन किया. ऐसा कहा जा रहा था कि यह गठबंधन हमारे संविधान में निहित ‘आईडिया ऑफ़ इंडिया’ को संरक्षित रखने का प्रयास करेगा. सन 2024 के लोकसभा चुनाव के सिलसिले में इस गठबंधन से बहुत उम्मीदें थीं.

मगर ऐसा लगता है कि विधानसभा चुनावों के नतीजों ने इन उम्मीदों पर पानी फेर दिया है. कांग्रेस के राज्य-स्तरीय नेतृत्वों ने मनमानी करते हुए गठबंधन के अन्य दलों की उपेक्षा की. इससे दूसरी पार्टियाँ काफी नाराज़ हो गईं और गठबंधन के और मज़बूत होने की राह बाधित हो गयी. कांग्रेस केवल तेलंगाना में जीत हासिल कर सकी और हिंदी पट्टी के तीन राज्यों में उसे हार का सामना करना पड़ा. ये नतीजे चौंकाने वाले हैं क्योंकि अधिकांश एग्जिट पोल्स ने भविष्यवाणी की थी कि इन राज्यों में कांग्रेस का प्रदर्शन कहीं बेहतर रहेगा. इसलिए, कांग्रेस की हार एक पहेली बन गयी है.

यह सही है कि यदि कांग्रेस का अन्य राष्ट्रीय एवं छोटे दलों के साथ गठबंधन होता तो उसका प्रदर्शन बेहतर होता. फिर भी, इन राज्यों में उसकी हार का तर्कसंगत स्पष्टीकरण नहीं दिया जा सकता. लोकसभा चुनाव के लिए अपनी रणनीति बनाते समय इस पहलू पर इंडिया गठबंधन के सदस्यों को ध्यान देना होगा.

इन परिणामों का एक पक्ष यह भी है कि अधिकांश दक्षिण भारत भाजपा मुक्त हो गया है. कुछ टिप्पणीकारों का तर्क है कि भाजपा की हिन्दू राष्ट्रवादी राजनीति के प्रति समर्थन मुख्यतः हिन्दी-भाषी राज्यों या काऊ बेल्ट तक सीमित है. कांग्रेस और अन्य दलों को इस बात तथ्य की ओर भी ध्यान देना चाहिए कि उसके तमाम दावों के बावजूद भाजपा की स्थिति बहुत मजबूत नहीं है. यदि हम इन पांच राज्यों में डाले गए कुल वोटों की बात करें तो कांग्रेस को 4.92 करोड़ वोट मिले हैं जबकि भाजपा को 4.81 करोड वोट ही हासिल हुए हैं. इसके अलावा मिजोरम,जहां अभी तक एनडीए गठबंधन की सरकार थी, भी उसके हाथ से निकल गया है.

कांग्रेस पार्टी के कार्यकर्ताओं का मनोबल टूटने के बारे में भी कयास लगाए जा रहे हैं. यह कार्यकर्ताओं की त्वरित प्रतिक्रिया हो सकती है. लेकिन समय बीतने के साथ पार्टी कार्यकता, तेलंगाना की जीत और प्रतिद्वंद्वी भाजपा की तुलना में अच्छे खासे अधिक वोट हासिल करने को लेकर दुबारा जोश में आ सकते हैं. समय के साथ निराशा का भाव समाप्त हो जाएगा क्योंकि नेतृत्व स्थिति का सामना करने का हर संभव प्रयास कर रहा है. ‘भारत जोड़ो यात्रा’ इस दिशा में एक बड़ा कदम थी. पर्दे के पीछे कई कांग्रेस कार्यकर्ताओं द्वारा किए जा रहे कार्यों और जोश पुनर्जीवित होने से पार्टी के उत्साह पर सकारात्मक प्रभाव पड़ने की आशा की जा सकती है.

महत्वपूर्ण बिंदु यह है कि क्या वे सभी दल, जो इंडिया गठबंधन में शामिल थे, एक बार फिर गठबंधन के प्रति प्रतिबद्धता व्यक्त करेंगे? चुनाव के नतीजों से इंडिया गठबंधन को धक्का लगा है. इन तीन बड़े राज्यों में कांग्रेस की हार से कांग्रेस नेतृत्व चिंतन करेगा और उन गलतियों को सुधारने का प्रयास करेगा जिनके चलते गठबंधन के अन्य सदस्य नाराज हैं. विपक्षी दल यह अच्छी तरह जानते हैं कि वे अलग-अलग रहकर भाजपा की विशालकाय चुनावी मशीनरी का मुकाबला नहीं कर सकते. भाजपा के पास मानव संसाधन और धन प्रचुर मात्रा में हैं और उसमें दादागिरी करने की भी बहुत क्षमता है. मीडिया भी केन्द्र में सत्तारूढ़ पार्टी के चरणों में नतमस्तक है.

विपक्षी दलों को यह एहसास भी है कि भाजपा अकेली नहीं है. उसे आरएसएस के प्रचारकों और स्वयंसेवकों की पूरी सहायता उपलब्ध है. वे यह भी जानते हैं कि आरएसएस के सहयोगी संगठन वीएचपी, एबीव्हीपी, बजरंग दल, वनवासी कल्याण आश्रम और उससे जुड़ी अन्य संस्थाएं हर चुनाव में भाजपा की जीत सुनिश्चित करने में कोई कसर नहीं छोड़ते. चुनावी बांडों से प्राप्त अकूत धन, हिन्दू राष्ट्रवादी विचारधारा को एनआरआई का समर्थन और बड़े उद्योग समूह, जिन्हें भाजपा बहुत तरह की छूटें दे रही हैं, सब भाजपा के मददगार हैं. इस तथ्य से भी वे अवगत हैं.

विपक्षी दलों को यह अहसास भी है कि भाजपा देश को हिन्दू राष्ट्र बनाने की ओर ले जाना चाहती है. वह खुलकर और दबे-छुपे ढंग से भारतीय संविधान के मूल्यों को कमजोर कर रही है. ईडी, आयकर विभाग व सीबीआई का विपक्षी पार्टियों के नेताओं को प्रताड़ित करने में जिस तरह दुरुपयोग किया जा रहा है, वह भी इन पार्टियों को एक साथ लाने में मददगार होगा. हाँ, सभी को कुछ खोने और कुछ पाने के लिए तैयार रहना होगा. कांग्रेस का शीर्ष नेतृत्व, विशेषकर राहुल गाँधी और मल्लिकार्जुन खडगे, मिलकर चुनाव लड़ने के लिए ज़रूरी त्याग करने के लिए तैयार हैं. विधानसभा चुनावों में वे भले ही राज्य स्तरीय नेतृत्व को सभी पार्टियों के साथ सहयोग करने के लिए राजी न कर पाए हों लेकिन लोकसभा चुनाव में ऐसा नहीं होगा. राहुल गाँधी ने कहा है कि विपक्ष को एक रखने के लिए कांग्रेस कोई भी त्याग करने के लिए तैयार है. उन्होंने बिलकुल ठीक कहा है कि आने वाला आम चुनाव केवल चुनाव न होकर वैचारिक युद्ध होगा.

अभी ऐसा लग सकता है कि विभिन्न विपक्षी दल अलग-अलग दिशा में भाग रहे हैं. मगर सम्भावना यही है कि लोकसभा चुनाव की औपचारिक घोषणा से पहले ही इंडिया गठबंधन की मज़बूत बना लिया जायेगा और वह भाजपा-आरएसएस की विघटनकारी राजनीति से मुकाबला करने में सक्षम हो जायेगा. बहुसंख्यकवादी राजनीति द्वारा जिस ढंग की नफरत फैलाई जा रही है वह प्रजातंत्र को लम्बे समय तक जीवित नहीं रहने देगी. विपक्ष को यह समझना चाहिए कि शैक्षणिक संस्थाओं सहित राज्य तंत्र की विभिन्न संस्थाओं में हिन्दू राष्ट्रवादियों की घुसपैठ गंभीर चिंता का विषय है.

इन सारे मुद्दों पर विचार कर विपक्ष एक होगा, हम यह मान सकते हैं. और अगर वह एक हो गया तो चुनाव जीतना उसके लिए बहुत मुश्किल नहीं होगा. चुनाव में विजय, देश को हिन्दू राष्ट्रवादी एजेंडा के चंगुल से निकलने की दिशा में पहला कदम होगा.

12/12/2023
(अंग्रेजी से रूपांतरण अमरीश हरदेनिया; लेखक आईआईटी मुंबई में पढ़ाते थे और सन 2007 के नेशनल कम्यूनलहार्मोनी एवार्ड से सम्मानित हैं)

Loading

આપણું ઘોડું દશેરાએ જ દોડતું નથી …

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|15 December 2023

રવીન્દ્ર પારેખ

આજકાલ આખો દેશ વાઇ-ફાઈ, વાઇરસ અને વાઇરલથી પીડાઈ રહ્યો હોય એવું લાગે છે. ‘દેખાડા’નો વાઇરસ લોહીમાં એવો ભળી ગયો છે કે આપણે દંભ, ડંફાસ અને દોઢ ડહાપણમાંથી જ ઊંચા નથી આવતા. ટાંકણી જડી હોય, પણ ડંફાસ એવી મારીએ કે તલવાર જડી હોય ! જે આવે છે તે હોંશિયારીમાંથી હાથ નથી કાઢતા. એવી હોંશિયારી ખરેખર હોય તો ય સમજ્યા, પણ અહીં તો મુર્ખાઈઓને હોંશિયારીમાં ખપાવવાનો ઉદ્યમ ચાલે છે ને બધાં જ એમાં જાણ્યા મૂક્યા વગર હેઈસો હેઈસો કરતાં મંડી પડે છે. પછી ખબર પડે કે વહાણ તો રેતીમાં જ ચાલે છે, તો બધી હવા નીકળી જાય છે ને છેવટે માથે હાથ દઈને ખૂણે સંતાતા પાર નથી આવતો.

13 ડિસેમ્બર, 2023ને રોજ નવા સંસદ ભવનમાં આવું જ કૈંક થયું.

નવું સંસદ ભવન ભવ્ય છે. આધુનિક ટેક્નોલોજી ને સુરક્ષાને મામલે સુસજ્જ છે તેની ગાઈ વગાડીને જાહેરાતો થયેલી. સંસદ પરિસરની અંદર ડ્રોનથી કોઈને ટાર્ગેટ ન કરી શકાય એવી સિસ્ટમ લગાવાઈ છે કે બાજ જેવી સિક્યોરીટી ચોવીસે કલાક સક્રિય છે કે સિક્યોરિટી માટે કોમન સેન્ટર એક્ટિવ છે કે થર્મલ ઇમેજિંગ સિસ્ટમ કાર્યરત છે – જેવી ઘણી વાતો ફેલાવાઈ હતી, પણ બે યુવાનોએ સંસદની ગેલેરીમાંથી સીધો કૂદકો મારીને, બપોરે એક વાગે શૂન્યકાળ દરમિયાન સંસદને હચમચાવી દીધી, તે પણ જૂની સંસદ પર એ જ 13મી ડિસેમ્બરે થયેલા આતંકવાદી હુમલાની 22મી વરસીએ ! આખી સુરક્ષા વ્યવસ્થા કેટલી પોકળ છે તે બે યુવાનોએ સંસદમાં સ્મોક કેન ફેંકીને અને સ્મોક સ્પ્રે કરીને સાબિત કરી દીધું. આ ઘટનાને પગલે પછી તો અચોક્કસ મુદત માટે, મુલાકાતીઓને પ્રવેશ નિષેધ જાહેર કરાયો. લખનૌના સાગર અને કર્ણાટકના ડી. મનોરંજન્‌ને સંસદમાં ઘૂસવામાં સફળતા મળી, એ સાથે જ સંસદની બહાર હરિયાણાની હિસારની નીલમે અને મહારાષ્ટ્રના અમોલ શિંદેએ તાનાશાહી વિરુદ્ધ, મહિલાઓ પર થતાં અત્યાચાર વિરુદ્ધ, મણિપુરને થતાં અન્યાય વિરુદ્ધ સૂત્રો પોકારી દેખાવો કર્યા. કુલ છ જણાં આ મિશનમાં જોડાયેલાં હતાં, તેમાં 5ની પોલીસે અટક કરી છે, જ્યારે છઠ્ઠો લલિત ફરાર છે. આમાં 42 વર્ષની નીલમ એમ.એ., એમ.એડ્. એમ.ફિલ. છે ને સિવિલ સર્વિસિસની તૈયારીઓ કરે છે. સાગર બારમું પાસ છે ને મૈસૂરના ભા.જ.પ.ના સાંસદ સિમ્હાના વિઝિટર્સ પાસ પર તે ઘૂસ્યો હતો. મનોરંજન્‌ એન્જિનિયર છે. અમોલ રનિંગ ચેમ્પિયન છે, પણ બેકાર છે. આ બધાં જ સાધારણ કુટુંબનાં સભ્યો છે. એમનાં માબાપ મહેનત મજૂરી કરીને જેમ તેમ ટકી રહ્યાં છે. સાગરને સાંસદોએ ઘેર્યો, માર્યો ને સિક્યૉરિટીને સોંપ્યો. મનોરંજને જૂતામાંથી સ્મોક કેન કાઢીને હાઉસમાં ફેંક્યું. આ બધાં એકબીજાનાં સંપર્કમાં હતાં, ગુરુગ્રામમાં વિશાલને ત્યાં ભેગાં થયાં ને પ્લાનિંગથી સંસદ સુધી પહોંચ્યાં.

1,200 કરોડનાં નવાં ભવનની સિક્યૉરિટીની જવાબદારી દિલ્હી પોલીસની છે. પ્રેક્ષકો પર નજર રાખવાનું કામ સી.આર.પી.એફ.ના જવાનો સિવિલ ડ્રેસમાં કરે છે. જો કે, એમને તાલીમની જરૂર વર્તાય છે. આમ તો સંસદ પ્રવેશ પહેલાં એકથી વધુ વખત ટાઈટ ચેકિંગ થાય છે. આવાં ચેકિંગ છતાં સ્મોક કેન હાઉસ સુધી પહોંચ્યું ને તેનો લાલપીળો ઉપયોગ પણ થયો. એનો અર્થ એ થયો કે મેટલ ડિટેક્ટર દ્વારા ચેકિંગ થયું નહીં અથવા તો ચેકિંગમાં લાપરવાહી દાખવાઈ. ગમ્મત તો એ છે કે ભવન નવું છે, પણ સાધનો વીસેક વર્ષ જૂનાં છે. બીજી મુશ્કેલી એ છે કે દસેક વર્ષથી સ્ટાફની ભરતી જ થઈ નથી. સુરક્ષાકર્મીઓની દોઢસોથી વધુ જગ્યાઓ ખાલી છે. આટલું અંધેર સંસદમાં જ હોય તો બીજે હોય તેમાં નવાઈ નથી. કોણ જાણે કેમ પણ આટલી શિક્ષિત બેકારી છતાં, સરકારો જરૂરી સ્ટાફની ભરતી કરવામાં, કારણ વગરની કંજૂસાઈ અને બેદરકારી દાખવતી આવી છે. એક તરફ નોકરી માટે વલખાં મારતાં સુશિક્ષિત લાખો બેકારો છે ને બીજી તરફ શિક્ષણ અને સુરક્ષાને મામલે નવી ભરતીમાં શરમજનક કરકસર કરવામાં આવે છે. બહુ થાય તો માણસ દાંત વગર ચલાવે, પણ મોઢાં વગર તો કેમ ચલાવે? આપણી સરકારો મોઢાં વગર ચલાવવા માંગે છે. સંસદ ભવનમાં જ સુરક્ષાકર્મીની ખોટ હોય તો કોઈ પણ જોખમી તત્ત્વોને દાખલ થવાનો પરવાનો જ મળે કે બીજું કૈં?

આ તો નિરાશ-હતાશ-બેકાર યુવાનો માત્ર ધ્યાન ખેંચવા માંગતા હોય તેમ ભવનમાં ઘૂસી આવ્યા ને ધુમાડો કરીને કે સૂત્રો પોકારીને રહી ગયા. તેઓ કોઈ રાજકીય પક્ષ સાથે જોડાયેલા લાગતા નથી. એમને બદલે આતંકીઓ કે શત્રુદેશનાં જાસૂસો કે હથિયારધારી સૈનિકો પણ ઘૂસી શક્યા હોત !  સ્મોક કેનને બદલે એકાદ શક્તિશાળી બોમ્બ ફેંકાયો હોત, તો કેવી ભયાનક સ્થિતિ સર્જાઇ હોત તેની કલ્પના જ કરવાની રહે છે. ખરું તો એ છે કે શૂળીનું વિઘ્ન કાંટે ગયું, બાકી 22 વર્ષ પહેલાં જૂની સંસદમાં લોહી રેડાઈ ચૂક્યું છે. બાવીસ વર્ષ પર આવી જ 13 ડિસેમ્બરે લશ્કર-એ-તોયબા અને જૈશ – એ – મોહંમદના પાંચ આતંકીઓએ જૂનાં સંસદ ભવન પર હુમલો કર્યો ને એ પછી તો કાનૂની કાર્યવાહી થઈ ને ફાંસીની સજા પણ થઈ, પણ ભારતે નવ સુરક્ષા જીવો સંસદમાં ખોયા હતા ને પંદરેક ઘાયલ થયા હતા, એ બધું ભુલાઈ ગયું હોય તેવી ચૂક આ 13 ડિસેમ્બરે થઈ. એ જીવ સુરક્ષાકર્મીઓએ ખોયા હોય તે જાણ્યા પછી પણ સંસદ ભવનમાં 150 જેટલા સુરક્ષાકર્મીઓની ખોટ વર્તાય એ કેવળ ને કેવળ શરમજનક છે. આ કરકસર ભારે ન પડે એટલી ચિંતા કરવાની રહે જ છે. એ ખરું કે બે યુવકો સંસદભવન સુધી પહોંચવામાં સફળ રહ્યા તો એ મામલે ગૃહમંત્રાલયે તપાસના આદેશો આપ્યા છે. દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલે UAPA કલમ હેઠળ કેસ નોંધ્યો છે અને લોકસભા સચિવાલયે ઘટનાને બીજે જ દિવસે એટલે કે ગુરુવારે સુરક્ષા ચૂકને મામલે 8 સુરક્ષાકર્મીઓને સસ્પેન્ડ કરી દીધાં છે. સુરક્ષાને મામલે વડા પ્રધાને પણ કેબિનેટના મંત્રીઓની સાથે બેઠક યોજી અને તપાસ એજન્સીઓની સ્પેશિયલ ટીમો પણ તૈનાત કરવામાં આવી. સ્વાભાવિક રીતે જ વિપક્ષોને લોકસભા અને રાજ્યસભામાં આ મામલે હોબાળો કરવાની તક મળી ગઈ ને લોકસભાના 14 અને રાજ્યસભાના 1 મળીને કુલ 15 સાંસદોને બાકીના શિયાળુ સત્ર માટે સસ્પેન્ડ કરી દેવાયા.

આ બધું જ રાંડ્યાં પછીનાં ડહાપણ જેવું છે. સંસદમાં સુરક્ષા એ એવો મુદ્દો નથી કે કોઈ ઘટના પછી તંત્રો એક્શનમાં આવે તો ચાલે. એ તો કાયમ એક્શન મોડમાં જ હોયને ! આખો મામલો ઘોર બેદરકારીનો છે. ખાલિસ્તાન સમર્થક અમેરિકી ગુરૂપતવંતસિંહ પન્નૂએ સાંસદ પર હુમલાની ઓલરેડી ધમકી આપેલી હોય, વળી સંસદ પર હુમલાની 22મી વરસીની તારીખ ચાલુ જ હોય ને હુમલાના શહીદોને વડા પ્રધાન સહિતનાં મંત્રીઓ અંજલિ અર્પણ કરી ચૂક્યા હોય, એ પછી પણ બે યુવકો એ જ દિવસે સંસદમાં પ્રવેશવામાં ગેસના કેન સાથે સફળ થાય તો તેનો શો અર્થ કરીશું? એ જ ને કે સંસદની સુરક્ષામાં છીંડાં જ નથી, મસમોટાં મીંડાં છે, બાકોરાં છે. એ અંગે અગમચેતી ન વપરાય ને પછી ઘોડાં ભગાડીને તબેલા બંધ કરવા નીકળીએ તો એનો કોઈ અર્થ ખરો?

ઉત્તરોત્તર સંરક્ષણનું બજેટ વધતું જ જતું હોય ને બીજી તરફ સરહદી સુરક્ષા અને સંસદીય સુરક્ષા વિશ્વસનીય ન હોય તો એ અનેક જોખમોને નિમંત્રે છે તે સમજી લેવાનું રહે. કમ સે કમ સુરક્ષાને સંબંધ છે, ત્યાં સુધી રાષ્ટ્રીય કે રાજકીય વ્યવહાર પારદર્શી હોય એ અનિવાર્ય છે. ચીન, પાકિસ્તાન જેવા પડોશી દેશો લાઇન ઓફ એકચ્યુઅલ કંટ્રોલ અને લાઇન ઓફ કંટ્રોલ સંબંધે જે ચેડાં કરે છે તે કોઇથી અજાણ્યું નથી. ચીને અરુણાચલ અને અન્યત્ર ઘૂસણખોરી કરીને જાતભાતની હરકતો કરી જ છે. એ મામલે આપણું સુરક્ષાતંત્ર થોડું પણ બેધ્યાન રહે તો શું થઈ શકે તે કહેવાની જરૂર નથી. સંસદની સુરક્ષામાં પણ જરા ય ઓછી સાવધાની અપેક્ષિત નથી. એવામાં સાધારણ યુવકો સંસદમાં ગેસ સ્પ્રે કરવા સુધી પહોંચે એને જરા પણ હળવાશથી લઈ શકાય નહીં. આ યુવકો કોઈ આતંકી સંગઠન સાથે સંકળાયા હોય એવું લાગતું નથી. એમનો હેતુ પણ સ્પષ્ટ નથી. એમને તાનાશાહી, મણિપુર, દુષ્કર્મ જેવા મુદ્દે વાંધો હશે ને સરકાર એ તરફ ધ્યાન આપે એટલું જ એમના મનમાં હોય એ શક્ય છે. એની અભિવ્યક્તિ માટે એમને સંસદ ભવન યોગ્ય સ્થળ લાગ્યું ને એમાં પ્રવેશવાનું સાહસ કર્યું. એમ કરવાનું કેટલું સરળ કે જોખમી હશે એનો અંદાજ પણ કદાચ એમને નહીં હોય, પણ એ સાહસ કરવામાં એ સફળ થયા. આ સફળતાએ સંસદીય સુરક્ષાને ઉઘાડી કરી નાખી. એને લીધે નવી સંસદની સઘળી વિશેષતાઓ પર શંકા પડે તેવું થયું છે. સરહદ કે સંસદ બોડી બામણીનું ખેતર તો ન હોયને કે કોઈ પણ ચરી જાય. ચરી જાય તોય ધૂળ નાખી, મરી જાય એવી સગવડ તો ઊભી ન કરાયને !

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 15 ડિસેમ્બર 2023

Loading

370મી કલમ જોડાણ માટે હતી હવે એ અવરોધરૂપ ન હોઈ શકે

પ્રકાશ ન. શાહ|Opinion - Opinion|14 December 2023

 જમ્મુ-કાશ્મીર ચુકાદો

કાશ, ન્યાયમૂર્તિ કોલની એ નરવી ને ગરવી અપીલ સંબંધિત સૌને કાળજે વસે કે એક ‘ટ્રુથ એન્ડ રિકન્સિલિયેશન કમિશન‘ રચાય અને બાંધી મુદતમાં કામ પૂરું કરી વિશ્વાસનો માહોલ સરજે!

પ્રકાશ ન. શાહ

બંધારણની 370મી કલમ પડતી મૂકવાના કેન્દ્ર સરકારના નિર્ણયને કાનૂની ધોરણે તેના અધિકાર હસ્તકનો લેખીને સર્વોચ્ચ અદાલતે બહાર રાખ્યો છે. સ્વાભાવિક જ, વડા ન્યાયમૂર્તિ ચંદ્રચુડના વડપણ હેઠળની પાંચ ન્યાયમૂર્તિઓની બેન્ચના આ ચુકાદાને વ્યાપક આવકારી મળી રહેલો માલૂમ પડે છે.

ફલી નરીમાન સરખા વયજયેષ્ઠ બંધારણ પટુએ જો કે, આ ચુકાદાને આવકારવા માટે એટલી ટિપ્પણી જરૂર કરી છે કે સરકારે બંધારણની 368મી કલમે સૂચવેલ પ્રક્રિયાને અનુસરવું પસંદ કર્યું હોત તો ઉચિત થાત. ક્યારેક જમ્મુ-કાશ્મીરના સદરે રિયાસત રહેલા કરણસિંહે હવે યુનિયન ટેરિટરીમાંથી સ્વતંત્ર રાજ્યનો દરજ્જો આપવામાં ભારત સરકારે વિલંબ ન કરવો જોઈએ એવું કહેવા સાથે રાજ્યના પક્ષોને કહ્યું છે કે, હવે બીજું બધું છોડી ચૂંટણીની તૈયારીમાં લાગી જવું જોઈએ. બીજી બાજુ, એમણે હાલના રાજ્યકર્તાઓને એ હકીકતની યાદ આપવાની પણ તક ઝડપી છે કે મહારાજા હરિસિંહના જાહેરનામામાં એવું જરૂર હતું કે જોડાણ પછી પણ અમારું સાર્વભૌમત્વ રહે છે, પરંતુ એમના અનુગામી તરીકે મેં બહાર પાડેલા જાહેરનામામાં સ્પષ્ટ કર્યું હતું કે જમ્મુ-કાશ્મીરના કોઈ પણ કાયદા પર ભારતના બંધારણની સરસાઈ રહે છે.

કરણસિંહ

કરણસિંહના આ ઉદ્દગારો સામે રાજ્યસભામાં ગૃહમંત્રી અમિત શાહે વળી નેહરુની જવાબદારીનો રાગ આલાપ્યો છે તે અજબ જેવો વિરોધ સરજે છે. ન્યાયમૂર્તિ ચંદ્રચુડે બરાબર કહ્યું છે કે, 370મી કલમ ભારતના સંઘટન માટે હતી, વિઘટન માટે નહીં. મતલબ, ત્યારે શરૂ થયેલી (મહારાજા હરિસિંહની મોડી પડેલી) પ્રક્રિયા ઉત્તરોત્તર આગળ વધતી ગઈ. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ચુકાદા પછી તરતના કલાકોમાં લખેલ વિશેષ લેખમાં ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’ની હંમેશની તરજ પર વાત જરૂર મૂકી છે, પણ એમણે પોતાના વલણને સારું ‘અ નુઆન્સ્ડ અન્ડરસ્ટેડિંગ ઓફ ધ સ્પેસિફિક્સ એન્ડ ધ કોમ્પ્લેક્સિટીઝ ઓફ ધ ઇશ્યૂ’ની જિકર કરી છે. દેખીતી રીતે જ, ‘નુઆન્સ્ડ અન્ડરસ્ટેડિંગ’ પ્રચારસભાઓના વશની વાત નથી. નેહરુના નિધન પછીનાં અંજલિવચનોમાં દીનદયાલ ઉપાધ્યાય ‘કોઈક રીતે એ કાશ્મીરને ભારત સાથે રાખી શક્યા’ એ મતલબનું કહ્યાનું આ લખતી વેળાએ સાંભરે છે. મુદ્દે અટલ બિહારી વાજપેયીએ એક કલાસિક ત્રિપદીમાં કહ્યું હતું તેમ જમ્હુરિયત, કશ્મીરિયત ને ઇન્સાનિયત જરૂરી છે.

આ દોર પ્રસ્તુત ચુકાદા સાથે એક પરિશિષ્ટ રૂપે ન્યાયમૂર્તિ એસ.કે. કોલે આગળ ચલાવ્યો છે.

‘આપણે આગળ વધીએ તે માટે ઘાવ ભરાય એ જરૂરી છે’ એમ કહેવા સાથે એમણે ‘ટ્રુથ એન્ડ રિકન્સીલિયેશન કમિશન’ રચવા સૂચવ્યું છે. આ પ્રકારના કમિશન સમક્ષ સૌ, રિપીટ સૌ નિખાલસપણે બહાર આવે તો ભારતના ભાગલા પણ જે કોમી ને સામાજિક સંવાદિતા નષ્ટ નહોતા કરી શક્યા તેની પુનઃ પ્રતિષ્ઠા સાથે સામાજિક નરવાઈ ફરીને બની આવે.

જમ્મુ-કાશ્મીરને શા વાસ્તે ભોગવવું પડે છે એ પણ એમણે ફોડ પાડીને કહ્યું છે. બહારનાં બળોની, સ્ટેટ અને નૉન-સ્ટેટ પરિબળોની જવાબદારી તો જગજાહેર છે. પણ આપણા લશ્કરનું શું ? ન્યાયમૂર્તિ કોલ કહે છે કે જેની ચોક્કસ જરૂરત હતી અને છે તે લશ્કરની હાજરીનાં બીજાં પણ પરિણામો જણાય છે. જમ્મુ-કાશ્મીરની એની બચાવ પ્રક્રિયાઓમાં કાશ્મીરના સ્ત્રી-પુરુષ અને બાળકોએ પણ આકરી કિંમત ચૂકવવી પડી છે. આ બધું ત્યાં બન્યું છે જે પ્રદેશને ક્યારેક ગાંધીજીએ ‘માનવતાનું આશાકિરણ’ કહી પુરસ્કાર્યો હતો.

ન્યાયમૂર્તિ કોલે બનતી ત્વરાએ આવું કમિશન રચાય અને બાંધી મુદ્દતમાં તેની કામગીરી પૂરી કરે એ વાત પર ભાર મૂકતાં કહ્યું છે કે, કશા પર ભરોસો નહીં એવું અનવસ્થામાં કાશ્મીરની યુવા પેઢી ઉછરી રહી છે. એના ઘાવ ભરાય અને આપણે એકબીજાને ચાહતાસમજતા થઈએ એ તાકીદની વાત છે.

કાશ્મીર ચુકાદા સાથે આપણે એટલું સમજીને ચાલીએ કે જેને આપણે એકતા કહીએ છીએ તે કેવળ એક શાસન તંત્ર હેઠળનું એકમ કે એકમો નથી પણ જીવંત માનવવ્યવહાર છે.

e.mail : prakash.nireekshak@gmail.com
પ્રગટ : ‘પરિપ્રેક્ષ્ય’, “દિવ્ય ભાસ્કર”; 13 ડિસેમ્બર 2023

Loading

...102030...915916917918...930940950...

Search by

Opinion

  • ઈડલી અમ્મા
  • ગઝલ
  • સુરત મહાનગરપાલિકાને –
  • MET Gala 2026: સૉફ્ટ પાવરના મંચ પર ભારતનો ‘આર્કટેક્ચરલ’ વિજય
  • ચલ મન મુંબઈ નગરી—340

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 
  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …

Poetry

  • નોકરી એક ચુડેલ
  • સાંજ….ગઝલ.
  • મારા પછી
  • ગઝલ
  • મિસ્ટર આંબેડકર અને આંબેડકર કોણ હતા

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved