Opinion Magazine
Number of visits: 9689523
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

રાજ્ય, બજાર અને નાગરિક છેડો

પ્રકાશ ન. શાહ|Opinion - Opinion|18 February 2017

તમે બધો વખત બધું બજારભરોસે કે બધો વખત બધું રાજભરોસે રેઢું નથી મેલી શકતા

શુક્રવારના અખબારી હેવાલો જોઉં છું તો લક્ષમાં આવે છે કે પશ્ચિમી ઉત્તર પ્રદેશની મતદાનીય રૂખ બાબતે ભાજપી વર્તુળો આશ્વસ્ત નથી. 2014ની ચૂંટણીમાં જે રીતે હિન્દુ મતોનું દૃઢીકરણ કે ધ્રુવીકરણ થયું હતું તે આ વખતે કંઈક ઓછું થયાની આશંકા કે અંદાજ સંબંધિત વર્તુળોમાં છે. હેવાલો પ્રમાણે, પક્ષનાં સ્થાનિક મંડળો હવે નમોના ઝંઝાવાતી રેલી દાવ વાસ્તે લાલાયિત છે. આમ તો, હમણાં સુધીની કોશિશમાં નીચે કોમી ફસલ (યોગી આદિત્યનાથની તરજ પર) અને ઉપર વિકાસની ખેતી (નમો તરન્નુમ મુજબ) એ અભિગમ રહ્યો હશે. પણ નોટબંધીની વાસ્તવિક અસર બાબતે બે મતની પરિસ્થિતિમાં વિકાસગાન જરીક વધુ જ જરૂરી લાગતું હોય અને રાજમાં કાયદાકાનૂનની અનવસ્થા એ પણ એક મુખ્ય મુદ્દો ઉભારવાપણું વરતાતું હોય તે શક્ય છે.

જ્યાં સુધી કોમી ધ્રુવીકરણની જુગજૂની શૈલીનો સવાલ છે, સપા-કૉંગ્રેસ સમજૂતીને મુસ્લિમો તરફથી એકજૂટ ટેકો નહીં મળે એ ગણતરી પર ભાજપનો મદાર જણાય છે. બહુજનસમાજ પક્ષે મુસ્લિમ ઉમેદવારોને વિક્રમ ટિકિટ વહેંચણી કરી છે અને ઇમામ બુખારી વગેરેએ માયાવતીને ટેકો જાહેર કર્યો છે એથી સપા-કૉંગ્રેસ તેમ જ બસપ વચ્ચે મુસ્લિમ મતો વહેંચાશે. પરિણામે, અમને (ભાજપને) ઓછાવત્તા પણ હિંદુ ધ્રુવીકરણનો ઠીક ટેકો મળી રહેશે અને બાકી હશે તે વિકાસગાનથી બની રહેશે એવું ભાજપનું આંકલન છે.

ગમે તેમ પણ, કોમી ધ્રુવીકરણનો વ્યૂહ પૂર્વવત્ નયે ફળે એવી એક સમજ જોવા મળે છે ત્યારે વિકાસ તેમ જ કાયદો-વ્યવસ્થાનો મુદ્દો (અથવા એ અંગેની આમ છાપ) કંઈ અંશે કેન્દ્રમાં આવી શકે છે. અહીં વાજપેયી શાસનના પ્રારંભગાળામાં અડવાણીએ સરકારમાં બેસેલા પક્ષ-સાથીઓ જોગ ઉચ્ચારેલાં હિતવચનો સાંભરે છે. એમણે કહ્યું હતું કે હવે આપણે શાસનમાં આવ્યા છીએ ત્યારે ધોરણસરની રાજવટ અને શાસન-પ્રશાસન (ગવર્નન્સ) મુખ્ય બાબત બને છે. સુશાસનમાં વિચારધારાકીય રૂકાવટ ન થવી જોઈએ. નમો શાસનને અરૂણ શૌરીએ જ્યારે ‘કૉંગ્રેસ વત્તા ગાય’ તરીકે ઓળખાવ્યું ત્યારે એમાં રહેલો મુદ્દો વિચારધારાકીય વળગણ ગવર્નન્સની ગાડીને પાટેથી ખડી પડવાની પરરિસ્થિતિ ન સરજે એ તો હતો જ.

હવે જરી વિકાસની વાત કરી લઈએ. સામાન્યપણે, દાયકાઓ સુધી દુનિયાભરમાં અર્થપ્રકરણી ચર્ચા ડાબાજમણી રાહે થતી રહી છે. તમે રાજ્યની સવિશેષ ભૂમિકા ઇચ્છો તો ડાબેરી અને મૂડીબજારની સવિશેષ ભૂમિકા ઇચ્છો તો જમણેરી એવું જાડી રીતે કહેવાતું રહ્યું છે. સામાન્યપણે નમોના પ્રશંસક રહેલાં તવલીન સિંહને મનરેગા માટેના એમના નવજાગ્રત પ્રેમમાં તેમ જ નોટબંધીના આરંભ તબક્કે કેટલાંક ડાબેરી તત્ત્વો દેખાયાં તેથી એ અસ્વસ્થ થઈ ગયાં હતાં. બીજા વિશ્વયુદ્ધમાં હિટલર સામે સામ્યવાદી રશિયા અને લોકશાહી યુરોપ-અમેરિકા એકત્ર આવ્યાં તે પછીના કોઈક તબક્કે વોલ્ટેર વિન્ચેલે માર્મિક વાત કરી હતી કે ઑલ અવર ઇઝમ્સ હેવ બીકમ વૉઝમ્સ!

‘ઇઝ’ અને ‘વૉઝ’ની આ શબ્દલીલામાં એક સાદું સત્ય એ પણ રહેલું છે કે તમે બધો વખત બધુંં બજારભરોસે કે બધો વખત બધું રાજભરોસે રેઢું નથી મેલી શકતા.

બેઉ છેડેથી યથાસમય નવતુલન સાધતા રહેવાનું હોય છે. જવાહરલાલ નેહરુએ લોકશાહી સમાજવાદ અને મિશ્ર અર્થતંત્રની જે જિકર કરી હતી એનો આ યુગસંદર્ભ છે. અલબત્ત, રાજ્યની ભૂમિકામાં જરૂરત મુજબ વધઘટની તેમ જ તે પ્રક્રિયામાં લોકશાહી બાલાશની વાત એમાં અભિપ્રેત છે. ગોર્બાચોફને પણ રશિયામાં વિશેષ મોકો મળ્યો હોત તો એમણે મિશ્ર અર્થતંત્રનો જ કોઈક ઢાંચો પકડ્યો હોત. કૉંગ્રેસે નરસિંહ રાવ – મનમોહનસિંહના સમયમાં દેખીતો યુ ટર્ન લેતે છતે, આગળ ચાલતાં મનરેગા જેવી ફ્લૅગશિપ યોજના મૂકી તેમાં જો રાજ્યકૈવલ્યવાદ નહોતો તો બજારકૈવલ્યવાદ પણ નહોતો. એટલે આપણે જ્યારે વિચારધારાઓનો યુગ આથમી ગયો છે કે કેમ એવો પ્રશ્ન ઉઠાવીએ છીએ ત્યારે એના બીજા જમાઉધાર વચ્ચે એક ખયાલ ખસૂસ રાખવો રહે છે કે સ્વતંત્રતા અને સમાનતા માટેની સહિયારી જદ્દોજહદમાં રાજ્ય કે બજાર, સમાજ કે વ્યક્તિ એવો એક છેડો પકડી શકાતો નથી.

અગિયારમી માર્ચે ઉત્તર પ્રદેશ સહિતનાં ચૂંટણી પરિણામો કેવુંક ચિત્ર, ખાસ તો 2019ની સંભવિત ભાતને અનુલક્ષીને ઉપસાવશે એ પ્રકારનાં અનુમાનો અને આકલનો વચ્ચે જરી હટીને, કંઈ નહીં તો કંઈક પોરો ખાઈને આ બધી વાત કરવાનું કારણ એ છે કે એ પરિણામો ધારો કે ભાજપની પ્રભાવક હાજરી છતાં કૉંગ્રેસના નવજીવનનો અને સવિશેષ તો આપની આગેકૂચનો સિનારિયો લઈને આવે તો એમાં સત્તાપક્ષ અને વિપક્ષ વચ્ચે સંતુલનની જે પણ સંભાવના રહેલી છે એટલા પૂરતા આપણે આશ્વસ્ત રહીએ તો પણ નાગરિક તરીકે તે પૂરતું નથી.

નમૂના દાખલા નમો-ટ્રમ્પ તરજ પર વિશ્વભરમાં જે પ્રકારના સાંકડા ને ઝનૂની રાષ્ટ્રવાદની સ્વીકૃતિ(લેજિટિમસી)ના સંકેતો છે, રૂસના પુતિન તરેહની રાજનીતિના રાષ્ટ્રવાદી ઉધમાતો પોતાને છેડેથી જેના મેળમાં હોવાના છે એ સંદર્ભ નાગરિક સમાજે લક્ષમાં લેવો રહેશે – અને તે મુદ્દે ભાજપ અને બીજા વચ્ચે વિવેક કરવો રહેશે. રાષ્ટ્રવાદ એક એવી લાગણી છે કે એને અંગે સારાનરસાનો વિવેક કરવો વખતોવખત અઘરું બની રહેતું હોય છે. તેમ છતાં, ધારો કે એ વિવેક કરી શકાયો અને બરકરાર રાખી શકાયો તો પણ વાત પૂરી થતી નથી.

આવે વખતે સામે આવતો એક બુનિયાદી મુદ્દો એ છે કે એક નાગરિક તરીકે તમે અને હું જેમને સામસામા પક્ષો તરીકે જોઈએ છીએ, જે તે સત્તાપક્ષને સ્વાભાવિક જ એસ્ટાબ્લિશમેન્ટના ખાનામાં ખતવીએ છીએ તે તાત્પૂરતી સમજ ખસૂસ હશે, પણ ખરું ને પૂરું ચિત્ર તો એ નથી જ નથી. એસ્ટાબ્લિશમેન્ટની સામે હથવગા વિકલ્પ તરીકે આપણે એકની તરફેણ અને બીજાનો વિરોધ કરીએ તે ખોટું નથી; છતાં પ્રસંગ આવે એ બંને એક સમગ્ર વર્ગ તરીકે આપણી સામે આવી ઊભા રહે છે એનું શું.

જોગાનુજોગ જ, ગુરુવારે અમદાવાદ મ્યુિનસિપલ કોર્પોરેશનમાં ભાજપ અને કૉંગ્રેસે એકબીજાને જે પરચો આપ્યો એનાં શોરજોણાંમાં દબાઈ ગયેલી એક વિગત નાગરિક છેડે કદાચ પૂરતી લક્ષમાં નયે આવી હોય કે ઉત્તરાર્ધ જો ફ્રી ફૉર ઑલ એમ છૂટ્ટા હાથની રાહે હતો તો પૂર્વાર્ધ વેતનભથ્થાં વધારવા બાબતે ‘મિલે સૂર મેરા તુમ્હારા’ની તરજ પર, ‘સમાની મે પ્રપા’ની વૈદિક પરંપરામાં હતો. મનમોહનસિંહ બચાડા રેઇનકોટબધ્ધ સ્નાનશુદા હતા તો હતા, પણ સઘળા રાજકીય પક્ષો આરટીઆઈ અંતર્ગત આવે તે માટે નમો ભાજપની કોઈ પહેલ બાબત આપણે જાણતા નથી.

જેવું ને જેટલું પણ આરટીઆઈ પગલું છે તે યુપીએની ભેટ છે! જવા દો એ વાત, પણ પિયુસિએલ અને માહિતી પહેલે ચૂંટણીસુધારા બાબત હાલ જે નાગરિક ઊહાપોહ હાથ ધર્યો છે એ દરમ્યાન બહાર આવેલી એક વિગત સંભારી લઈએ: રાજકીય પક્ષોના સંદર્ભમાં વિદેશી નાણાસ્રોતને લગતો જે કાયદો થયેલો છે તેમાં નમો શાસન હસ્તક પશ્ચાદ્‌વર્તી ધોરણે સુધારો કરવામાં આવ્યો છે. આ પશ્ચાદ્‌વર્તી સુધારાનું રહસ્ય એ હકીકતમાં પડેલું છે કે કૉંગ્રેસ અને ભાજપ બંને યુ.કે.માં નોંધાયેલ ‘વેદાન્ત’ની દેશી સબ્સિડિયરીઝનાં લાભાર્થી હતાં અને એ નાતે આ કાયદાને ધોરણે નસિયતપાત્ર હતાં … વિચારાંગનું તો જાણે સમજ્યા, પણ આચારાંગ ચોક્કસ છે: એક પા ચાલુ વિકલ્પો વચ્ચેની માથાકૂટ તો બીજી પા એ બધા વિકલ્પો મળીને સરજાતો એક રાજકીય અગ્રવર્ગ, એમ બે ધાગે નાગરિકે કામ લેવું રહે છે.

સૌજન્ય : ‘‘ઇઝમ’નું સત્ય’, “દિવ્ય ભાસ્કર”, 18 ફેબ્રુઆરી 2017

Loading

આખરે કોણ છે આ શિવરામ પ્રસાદ કલ્લૂરી?

નિલય ભાવસાર|Opinion - Opinion|18 February 2017

હાલમાં છત્તીસગઢમાં બસ્તરના આઈ.જી. એસ.આર.પી. કલ્લૂરી પર એ પ્રકારનો આરોપ લગાવવામાં આવ્યો છે કે તેમણે બસ્તરમાં રહીને કાર્ય કરતાં સામાજિક કાર્યકર્તા બેલા ભાટિયાની મદદની માગણી કરતી અરજીના જવાબમાં કેટલાક અભદ્ર સંદેશ મોકલ્યા છે.

બી.બી.સી. સાથેની વાતચીતમાં આઈ.જી. કલ્લૂરીએ આ અભદ્ર સંદેશ મોકલવાની વાતને ચોક્કસપણે નહિ નકારતા કહ્યું હતું કે, શું કોઈ ઓફિસર આવું કરી શકે અને અમારા ફોનમાં પણ ઘણા સંદેશાઓ રહેલા હોય છે, અમે પણ રિપોર્ટ કરી રહ્યા છીએ, તેઓને પણ રિપોર્ટ કરવા દો. અમે સાયબર એક્સપર્ટ સાથે પૂરતી તપાસ કરાવી રહ્યા છીએ. આ ઘટના બાદ અત્યારે રજાઓ પર જતાં પહેલાં શિવરામ પ્રસાદ કલ્લૂરીએ કહ્યું છે કે મારા તરફથી તમામ લોકોને વિનંતી છે કે મારા પોસ્ટિંગની ચર્ચાઓનો અંત લાવો અને ભવિષ્યમાં માઓવાદની સમસ્યાઓને કેવી રીતે દૂર કરવી તેના પર ચર્ચા શરુ કરો, અને તે આધારિત એક્શન પ્લાન તૈયાર કરો.

તો આખરે કોણ છે આ આઈ.જી. એસ.આર.પી. કલ્લૂરી ઉર્ફે શિવરામ પ્રસાદ કલ્લૂરી.

તેની હવે વિગતે વાત કરીએ. મધ્ય પ્રદેશથી અલગ થઈ અને છત્તીસગઢ જ્યારે એક અલગ રાજ્ય બન્યું, ત્યારે અજીત જોગી તેના મુખ્યમંત્રી બન્યા હતા. તે સમયે છત્તીસગઢ રાજ્યના ઘણાં ઓફિસરો ચર્ચામાં આવ્યા હતા, કારણ કે તેઓ અજીત જોગીને ‘ડેડી’ના નામથી બોલાવતા હતા. ભારતીય પોલીસ સેવાની ૧૯૯૪ની બેચના ઓફિસર શિવરામ પ્રસાદ કલ્લૂરી પણ તે સમયે જ પ્રથમ વખત ચર્ચામાં આવ્યા હતા. એવું કહેવામાં આવે છે કે શિવરામ પ્રસાદ કલ્લૂરી એ અજીત જોગીની ખાસ વ્યક્તિ છે. બિલાસપુર શહેરમાં એક પોલીસ અધિકારી રહેતા તેઓની ઉપર એવા આરોપ લગાવવામાં આવ્યા હતાં કે તેઓ (શિવરામ પ્રસાદ કલ્લૂરી) મુખ્યમંત્રી અજીત જોગીની કોંગ્રેસ પાર્ટીમાં જોડાવવા માટે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો ઉપર દબાણ કરી રહ્યાં છે. ‘પ્લાનિંગ’ના માસ્ટર તરીકે ઓળખાતા શિવરામ પ્રસાદ કલ્લૂરીએ સરગુજા(છત્તીસગઢનો એક જિલ્લો)માં જાતિ અને ધર્મમાં વહેંચાયેલા માઓવાદીના સંગઠનમાં ફાંટા પાડ્યા હતા. ત્યાં એક પછી એક ઘણાં ધીંગાણા થયા જેમાં માઓવાદીઓ મરવા લાગ્યા અને પકડાવા લાગ્યા, અને તેમાં જે માઓવાદીઓ બચી ગયા, તેઓ હંમેશાં માટે ઝારખંડ અને બિહાર સ્થાયી થઇ ગયા.

છત્તીસગઢ રાજ્યના ગૃહમંત્રી રામસેવક પેંકરા જણાવે છે કે શિવરામ પ્રસાદ કલ્લૂરીએ માઓવાદીને માત આપી હતી અને સરગુજા જિલ્લામાં માઓવાદીનો સંપૂર્ણ રીતે સફાયો કરી નાખ્યો હતો અને માઓવાદીના આતંકથી મુક્તિ અપાવી હતી. શિવરામ પ્રસાદ કલ્લૂરીને વર્ષ ૨૦૦૬માં ભારત સરકારે તેમની વીરતા બદલ પોલીસ મેડલથી સન્માનિત કર્યા હતા. પરંતુ આ જ સમયગાળામાં શિવરામ પ્રસાદ કલ્લૂરી પર એવો આરોપ લગાવવામાં આવ્યો હતો કે તેઓએ રમેશ નગેશિયા નામના એક કથિત માઓવાદીને સમર્પણ માટે પોલીસ સ્ટેશન બોલાવ્યો હતો અને ત્યાર બાદ નકલી ધીંગાણામાં તેને મારી નાખ્યો હતો. નગેશિયાની પત્ની લેધાની સાથે કલ્લૂરી અને અન્ય પોલીસ કર્મચારીઓ થકી કથિત બળાત્કારનો કેસ હાઈકોર્ટ સુધી પહોંચ્યો હતો, પણ બાદમાં આ કેસ પાછો ખેંચી લેવામાં આવ્યો હતો.

શિવરામ પ્રસાદ કલ્લૂરી રમણસિંહ સરકારની પણ પ્રથમ પસંદ બની રહ્યા અને તેઓને જ્યારે નક્સલ ઓપરેશન માટે ડી.આઈ.જી. તરીકે દાંતેવાડામાં નિયુક્ત કરવામાં આવ્યા, ત્યારે સરકારને કલ્લૂરી પાસેથી ઘણી આશાઓ હતી. પણ જ્યારે ૬ એપ્રિલ ૨૦૧૦ના રોજ તાડમેટલામાં માઓવાદીઓએ સી.આર.પી.એફ.ના ૭૬ જવાનોને મારી નાખ્યા હતા ત્યારે ત્યાંની પોલીસ વ્યવસ્થા પર પ્રશ્ન ઉઠાવવામાં આવ્યો હતો. ત્યાર બાદ કલ્લૂરીએ ગામેગામમાં પોતાની મુલાકાતો શરુ કરી દીધી હતી. તે સમયે દાંતેવાડાના પોલીસ અધિકારી અને બાદમાં ડી.આઈ.જી.ના પદ પર બિરાજતા કલ્લૂરીની ત્યાંના જંગલ વિસ્તારોમાં દખલગીરી વધી ગઈ હતી. કલ્લૂરીએ ત્યાંના ગામડાંઓમાં પોતાના સમર્થકોનું નેટવર્ક ફેલાવી દીધું હતું અને સલવા જૂડુમ(શાંતિયાત્રા)માં જૂના લોકોને એકઠા કરી અને તેમની સાથે કાર્ય કરવાની રણનીતિથી કલ્લૂરીએ માઓવાદી પર કાબૂ મેળવી લીધો હતો.

આ કહેવું તો કઠિન છે પણ તે સમયમાં તાડમેટલા, મોરપલ્લી અને તિમ્માપુરમમાં સુરક્ષાબળ થકી ત્રણ મહિલાઓની હત્યા, બળાત્કાર અને ૨૫૨ ઘરોને સળગાવવાની ઘટનામાં ફરી એક વખત કલ્લૂરીની મુશ્કેલીઓ વધી ગઈ હતી. પરંતુ, તે સમયે કલ્લૂરીએ જણાવ્યું હતું કે આ ઘટનામાં માઓવાદીનો હાથ છે, પણ ત્યાર બાદ સુપ્રીમ કોર્ટના આદેશ પર કરવામાં આવેલી તપાસ બાદ સી.બી.આઈ.એ તેઓના રિપોર્ટમાં સુરક્ષા બળના લોકોને આ ઘટના માટે જવાબદાર ઠેરવ્યા હતા. તાડમેટલા, મોરપલ્લી અને તિમ્માપુરમના આદિવાસીઓ માટે રાહતની સામગ્રી લઈને પહોંચેલા સ્વામી અગ્નિવેશ પર જ્યારે દોરનાપાલમાં સલવા જૂડુમના સમર્થકોએ હુમલો કર્યો, ત્યારે ફરી એક વખત આ ઘટના માટે કલ્લૂરી પર નિશાન સાધવામાં આવ્યું હતું. ત્યાર બાદ આખરે કલ્લૂરીની બદલી કરવામાં આવી હતી અને પોલીસ મુખ્યાલયમાં આઈ.જી. પદ દરમિયાન માત્ર જૂના કેસના આધારે જ તેમની ચર્ચા થતી રહી.

વર્ષ ૨૦૧૪માં ફરી એક વખત કલ્લૂરીને બસ્તરની કમાન સોંપવામાં આવી. તેઓને આ વખતે બસ્તરના આઈ.જી. તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા, અને આ વખતે જમીનસ્તરથી જ બસ્તરને પોલીસ છાવણીમાં પરિવર્તિત કરી દેવામાં આવ્યું, જેમાં ફરી એક વખત આત્મસમર્પણ અને ધીંગાણાઓની શરૂઆત થઇ ગઈ હતી. બીજી બાજુ બસ્તરમાં સામાજિક સંગઠનોનો સમૂહ રચી અને પ્રોપેગેંડા સેલ તૈયાર કરીને માઓવાદીઓ વિરુદ્ધ મોરચો શરુ કરવામાં આવ્યો. સામાજિક કાર્યકર્તા ડી. સુરેશ જણાવે છે કે આ સલવા જૂડુમનું શહેરી સંસ્કરણ હતું જેમાં ધીરે-ધીરે સામાજિક લોકોની જગ્યાએ આરોપીઓએ પોતાની જગ્યા લઇ લીધી. તે સમયે જેમણે પણ પોલીસની બર્બરતા વિરુદ્ધ અવાજ ઉઠાવ્યો તેઓ પર આઈ.જી. કલ્લૂરીના સંરક્ષણવાળા સંગઠનોએ હલ્લો બોલાવી દીધો. પત્રકારો અને વકીલો પર હુમલો, પત્રકારોની ધરપકડ, માનવઅધિકારના કાર્યકર્તાઓ વિરુદ્ધ કેસ, નંદિની સુંદર સહિત અન્ય લોકો પર કેસ, સામાજિક કાર્યકર્તા બેલા ભાટિયાના ઘર પર હુમલો, સુપ્રીમ કોર્ટમાં સી.બી.આઈ.ના રિપોર્ટ બાદ પોલીસ કર્મચારીઓનું રસ્તા પર ઊતરી આવી અને સામાજિક કાર્યકર્તાઓનાં પૂતળાઓનું દહન કરવું, માનવઅધિકાર આયોગનો પોલીસ વિરુદ્ધ યૌન શોષણનો રિપોર્ટ, હાઈકોર્ટમાં એક પછી એક પોલીસ એન્કાઉન્ટરને નકલી સાબિત કરતા કેસ વગેરે … શિવરામ પ્રસાદ કલ્લૂરીનું લિસ્ટ લાંબુ છે.

થોડા દિવસો પહેલાં, બેલા ભાટિયાના ઘર પર લગભગ ૩૦ જેટલાં અજાણ્યા લોકોએ હુમલો કરી અને તેમને બસ્તર છોડવાની ધમકી આપી હતી. આ દરમિયાન કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ ટ્વીટર પર બેલા ભાટિયાના સમર્થનમાં લખ્યું હતું કે ‘હિંસા ક્યારે ય પણ સત્યનું મુખ બંધ કરી શકે નહિ. હું બેલા ભાટિયા અને એ તમામ લોકોની સાથે છું કે જેઓ છત્તીસગઢમાં આદિવાસીઓના ન્યાય માટે લડત ચલાવી રહ્યાં છે.’ દેશના વિવિધ ક્ષેત્રોમાં કાર્ય કરી રહેલા વકીલો અને સમાજ સેવકોએ આઈ.જી. કલ્લૂરીને આ મુદ્દે મદદની અરજી કરતા સંદેશાઓ મોકલ્યા હતા. સુપ્રીમ કોર્ટના વકીલ પ્યોલી સ્વાતિજાના કહેવા પ્રમાણે તેઓએ મોકલેલા સંદેશના જવાબમાં આઈ.જી. કલ્લૂરીએ લખ્યું હતું કે નક્સલીઓને બસ્તરમાંથી હાંકી કાઢવામાં આવશે. પ્યોલીનું વધુમાં કહેવું છે કે આ ઉત્તર અંગે જ્યારે તેમણે આઈ.જી. કલ્લૂરીને પૂછ્યું કે તમારા ઉત્તર સાથે મારા પ્રશ્નને શું લેવા-દેવા છે. મહેરબાની કરીને આદિવાસીઓ, એક્ટીવિસ્ટ્સ, શિક્ષણવિદ અને પત્રકારોનું ઉત્પીડન બંધ કરો. ત્યારબાદ આઈ્.જી. કલ્લૂરીનો જવાબ આવ્યો કે ‘એફ યૂ’.

બી.બી.સી. સાથેની વાતચીતમાં પ્યોલીએ કહ્યું કે ‘હું સુપ્રીમ કોર્ટમાં વકીલ છું અને દિલ્હીમાં મારા સુરક્ષિત ખંડમાં બેસીને આ સંદેશ મોકલી રહી હતી, જો તેઓ (કલ્લૂરી) મારી સાથે આટલી અભદ્ર ભાષાનો ઉપયોગ કરી શકે છે તો આ ખૂબ ખતરનાક છે. ગત વર્ષે બસ્તરમાં ‘જગદલપુર લીગલ એડ ગ્રૂપ’ના નામથી કાર્ય કરી રહેલી મહિલા વકીલોને પણ વિસ્તાર છોડવા માટે ધમકી આપવામાં આવી હતી. આ સંગઠન સાથે હજુ પણ છત્તીસગઢમાં કાર્ય કરી રહેલી ઈશા ખંડેલવાલે બી.બી.સી. સાથેની વાતચીતમાં જણાવ્યું કે ધમકીઓ મળી રહી છે તેમ છતાં બસ્તરમાં હું મારું કાર્ય ચાલું રાખીશ. બેલા ભાટિયાની સુરક્ષાના મુદ્દે ઈશાએ પણ અરજીનો સંદેશ આઈ.જી. કલ્લૂરીને મોકલ્યો હતો, અને આ સંદેશના જવાબમાં આઈ.જી. કલ્લૂરીએ જણાવ્યું હતું કે ‘બહુ જ જલદી માઓવાદી અને તેમના કૂતરાઓને બસ્તરની બહાર ફેંકી દેવામાં આવશે. અમે આકરાં પગલાં ઉઠાવીશું. ઈશાના કહેવા પ્રમાણે આઈ.જી. કલ્લૂરીના આ સંદેશ થકી સૌથી મોટો પ્રશ્ન તો એ ઊભો થાય છે કે ‘શર્મનાક ઘટના તો છે જ, પણ આઈ.જી. સ્તરના પોલીસ અધિકારીઓની મહિલાઓની સાથે આ પ્રકારની ભાષાનો પ્રયોગ કરવાનો મતલબ છે કે હવે તેઓને કોઈનો ડર નથી, અને આ તેઓની તાકાતનો પરચો છે.’

[બી.બી.સી. હિન્દીમાંની વિવિધ સામગ્રીને આધારે]

Email: nbhavsarsafri@gmail.com

Loading

Communal Construction of the Past: Attack on Unit Filming Padmavati

Ram Puniyani|English Bazaar Patrika - OPED|18 February 2017

Sanjay Leela Bhansali’s (SLB) unit filming the period film, Padmavati was attacked recently (January 2017) near Jaipur in Rajasthan. The pretext was that there is a dream sequence in the film which depicts Alauddin Khilji, the Muslim King and the Rajput Princess Padmavati. The attack was organized by one Karni Sena which claims to be working for preservation of Rajput honor and which felt that the film is an insult on the community honor of Rajputs. Interestingly the film is at the shooting stage and the Karni Sena has no access to the script of the film. The rumor about the dream sequence made them launch the attack against the film unit. It was not surprising that the state sat back, no condemnation of the attack by the state leadership was there. SLB also decided to pack off and not to do the shooting in Rajasthan. He has been threatened by BJP-VHP leaders daring him to shoot the film anywhere in India. The same Karni Sena had earlier vandalized the cinema theaters showing the film Jodha Akbar, depicting another Rajput princess.

The Allauddin Khilji-Padmavati story is from the annals of fiction, while some unauthenticated sources claim that since Khilji was for real; the tale about him must also be true. As such the reality is that the popular narrative of Padmavati and her Jauhar (immolation) are based on the work of fiction by a Sufi saint, Malik Mohammad Jayasi, in sixteenth century, two centuries after reign of Khilji. The narration of Padmavat, a classic of sorts, revolves around the love story of Ratan Singh, the king of Chittor and Padmavati, the princess of imaginary Simhala Island. Ratan Singh came to know about the beauty of the princess from her parrot, Hiraman. Guided by Hiraman; Ratan Singh pursues the princess and the lovers unite. As per this fictional tale Ratan Singh is betrayed by some Raghav Pandit, is attacked by the King of Kumbhalner and dies. King of Kumbhalner has also an eye on Padmavati. Meanwhile Khilji, who has seen the beauty of princess and is smitten by that also attacks Ratan Singh’s kingdom, just to find that Padmavati along with other women have committed jauhar, mass self immolation. The Sufi mystic who has written this immortal classic presents the tale as a metaphor for human soul seeking out and futility of power.

Over a period of time the narration has just been reduced to Padmavati as a symbol of Rajput honor and Khilji as the Islamic invader; full of lust. The construction of the past by the communities has been greatly influenced by the present political scenario. This narrative revolves around the communal view of history where Kings are presented as the vehicles of their religion. The aspect of power as the central motive of kings is bypassed in this view of history. In contemporary times this is the orientation which forms the core of community memory, which has been constructed over a period of time. The aim of this narration is to present the valor of Rajput kings. As per this they defended valiantly against the Muslim rulers and protected the honor of ‘their women’. In turn women also committed immolation rather than being defiled by the Muslim kings. This narrative is totally in opposition to the reality of the long historical stretch where the Mughal-Rajput interaction was the fulcrum around which political alliances were forged and Rajput daughters married the Muslim-Mughal kings in particular.

Few years ago when the film Jodha Akbar was vandalized. This film also has the theme of Muslim King-Hindu princess. Presentation of many an incident of the past has also been heavily colored by the part of fiction as well. As such what was witnessed in the subcontinent was the attempt by Mughal kings to build an Empire, which involved battles and alliances both. Akbar and Rana Pratap had a battle but later Rana Pratap’s son Amar Singh enters into alliance with Akbar’s son Jahangir. Rajput kings also adorned high positions in Mughal administration. Mughal Rajput syncretism in particular was the important factor of medieval period at social and political level.

There are two sets of presentations about the Rajput Princesses. The powerful and more gripping one, which captures the mass imagination, is the one which glorifies the self immolation to save the community honor. The second one is that of the inter-marrying of princely families revolving around power. The prevalent patriarchal notions do see ‘giving away daughters’ as a sort of community defeat and so these narrations are being erased from memory and the notions of jauhar are being put forward as the badge of honor. Film Jodha Akbar presented the matter of fact marriage of a Rajput princess with a Mughal king as a political pact between two ruling families. Today the attempt is to wipe away such memories which are uncomfortable in prevalent constructions of community honor. So the discomfort with the presentations in Jodha Akbar was there.

With Padmavati, the matters are being taken one step further. The vigilantes of ‘community honor’ have attacked merely on the basis of a rumor. One does not know what the film director has in mind, but the dream sequence of a Muslim man with a Hindu girl is creating the discomfort in the minds of the likes of Karni Sena. Surely such attitudes have gone up during last three decades and seem to be growing unchecked over a period of time. The artistic freedom is being controlled by those belonging to right wing nationalism and their wings are becoming stronger and going unchecked as the Hindutva politics is getting legitimacy and strength. Film makers have felt the wrath of these groups with increasing intensity. The political system which should be committed to the values of freedom of expression is mostly a bystander, underlining the fact that this ideology of Hindutva has no place for diverse presentation of the past, neither for the creative freedom of the artists. The state is failing the ‘democracy test’ time and over again.  

Loading

...102030...3,4873,4883,4893,490...3,5003,5103,520...

Search by

Opinion

  • બંધારણ – દેશનું દર્પણ, દેશની ઓળખ, દેશની શોભા  
  • નથુરામનું ‘હુતાત્મા’ પદ અને કુરુંદકરનો તર્ક
  • ‘ડિવાઈડ એન્ડ રુલ’ની શતરંજનાં પ્યાદાં ન બનીએ
  • ઝાંઝવાનાં જળ
  • એક ‘રાની પંખીડું’ જિતુભાઈ પ્ર. મહેતા

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • મુખોમુખ
  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved