હમણાં એક ગુજરાતી દૈનિકમાં ૮ સપ્ટેમ્બર, ૨૦૧૯ના રોજ ‘શ્રી આંબેડકરના આશીર્વાદ’ શીર્ષક હેઠળનો લેખ વાંચવામાં આવ્યો. કહેવાતા પ્રબુદ્ધ ચિંતકો જ્યારે રાગ દરબારી આલાપે, કેવા વરવા લાગે છે તે પણ અનુભવાયું.
જ્યારથી જમ્મુ-કાશ્મીર વિષયક બંધારણની કલમ (અનુચ્છેદ) ૩૭૦ના ઉપયોગથી ભારતના અવિભાજ્ય અંગ રહેલા રાજ્યના વિશેષ દરજ્જાને ખતમ કરવામાં આવ્યો છે (અને હજુ તે સુપ્રીમ કોર્ટમાં વિચારાધીન છે) ત્યારથી આ સમગ્ર બાબતમાં આર.એસ.એસ.ના ભા.જ.પ. સહિતના સમગ્ર સંઘપરિવાર અને હિંદુ મહાસભાની જુગલબંધીને બાબાસાહેબનું સમર્થન હતું, અને વૈચારિક રીતે ડૉ. બાબાસાહેબ આ વિચારસરણીની નજીક હતા, તેવું દલિતોને ઠસાવવાની કોશિષ થઈ રહી છે. ઇતિહાસ અને હકીકતો પર નજર કરીએ, ત્યારે આવી ચેષ્ટાઓથી એક દલિત તરીકે વેદના થાય છે.
હકીકતમાં ૧૯૫૨ની પહેલી લોકસભા ચૂંટણીમાં બાબાસાહેબની પાર્ટી ‘શિડ્યુલ્ડ કાસ્ટ ફેડરેશન(એસ.સી.એફ.)ના ચૂંટણી ઢંઢેરામાં જણાવાયું હતું કે કાશ્મીર ખીણમાં વસતા લોકોએ ભારતમાં રહેવું છે કે પાકિસ્તાનમાં એ બાબતે જનમત (પ્લેબિસાઇટ) લેવાવો જોઈએ. અને મુસ્લિમ બહુમતીવાળો વિસ્તાર જો પાકિસ્તાન સાથે જોડાવાની તરફેણ કરે, તો (ખીણમાં વસતા બહુમતી કાશ્મીરીઓની ઇચ્છા હોય તો જ) એ પાકિસ્તાનને સોંપવો અને જમ્મુ-લદ્દાખનો વિસ્તાર જે અનુક્રમે હિંદુ અને બૌદ્ધ બહુમતીવાળો વિસ્તાર છે તેને ભારત સાથે જોડવો જોઈએ. આના સમર્થનમાં દલિત ઇતિહાસકાર અને ધ બુદ્ધિસ્ટ સોસાયટીના ચૅરમેન ડૉ. પી.જી. જ્યોતિકરના સિક્કાવાળી ઉક્ત ચૂંટણી ઢંઢેરાની નકલ ઉપલબ્ધ છે. તેમાં પૃષ્ઠ ૧૨ ઉપર સ્પષ્ટ લખ્યું છે :
(૧) હિંદના ભાગલા રદ્દ કરી ફરી અખંડ ભારત સ્થાપવાની વાતો બંધ કરવી જોઈએ. ભાગલાને એક નક્કર સત્ય હકીકત તરીકે ખેલદિલીપૂર્વક સ્વીકારી લેવા જોઈએ અને બંને દેશો જુદાં જુદાં સાર્વભૌમ રાજ્યો તરીકે ચાલુ રહેવાં જોઈએ.
(૨) કાશ્મીરના ભાગલા પાડવા. મુસ્લિમ બહુમતીવાળો વિસ્તાર પાકિસ્તાન સાથે જોડાઈ જાય (ખીણમાં વસતા બહુમતી કાશ્મીરીઓની ઇચ્છા હોય તો જ) અને જમ્મુ અને લદ્દાખ બિન-મુસ્લિમ બહુમતીવાળા પ્રાંતો હિંદ સાથે જોડાય.
જ્યારે સામાન્ય રીતે ડૉ. બાબાસાહેબ અંગેનાં અધકચરાં નિવેદનો ઉછાળવામાં આવે છે, ત્યારે એમની ભૂમિકાને વિકૃત કરવાના પ્રયાસને પડકારતાં તથ્યો જાહેરમાં પ્રસ્તુત કરવાં એ એક દલિત તરીકે મારી ફરજ સમજું છું. હકીકતમાં સરદારસાહેબે બંધારણસભામાં ડૉ. બાબાસાહેબ મુંબઈ-મહારાષ્ટ્રમાંથી ચૂંટાય નહીં, એની કાળજી લેવા રાજ્યના મુખ્યમંત્રી બી.જી. ખેરને ભારપૂર્વક સૂચના આપી હતી. (સંદર્ભ : શ્રી એ. આનંદ ‘ભીમાયણ’) દલિત-મુસ્લિમ એકતાના હિમાયતી એવા જોગીન્દરનાથ મંડળે કૉંગ્રેસના વિરોધને જોતાં બાબાસાહેબ માટે બૉમ્બે પ્રોવિન્સમાંથી બંધારણસભામાં ચૂંટાવું અશક્ય હોવાનું તેમને સમજાવ્યું હતું અને મુસ્લિમ લીગના સહયોગથી એ વેળાના બંગાળના મુખ્યમંત્રી હુસૈન શહીદ સુહરાવર્દીના સહયોગથી બંગાળમાંથી તેમને ચૂંટી મોકલ્યા હતા. મંડળ એ વેળા બંગાળની મુસ્લિમ લીગ સરકારમાં સંસદીય બાબતો અને બાંધકામના મંત્રી હતા. આ હકીકતને રાગદરબારી આલાપતા ચિંતકો જાહેરમાં મૂકવાનું મુનાસીબ માનતા નથી. (સંદર્ભ : Cristophe Jaffrelot Dr. Ambedkar & Untouchability, page: 100) શ્રી દ્વૈપાયન સેન દ્વારા લિખિત Econmic and Social History Review નામક પુસ્તકમાં ઉપરોક્ત બાબત અંગે લખ્યું છે કે શા માટે મંડળ અને આંબેડકર દલિત-મુસ્લિમ એકતાના હિમાયતી હતા. “The spirit animating his (Mandal’s) alliance with the Muslim League was closely linked to the socio – economic circumstances experienced by Dalitsh and Muslims alike. They shared experience of the grinding poverty of rural Bengal was common to both their communities.”
ઉપર્યુક્ત લેખમાં બહુ સાચી રીતે જણાવાયું છે કે ડૉ. શ્યામાપ્રસાદ મુખરજી આદરણીય વિભૂતિ હતા; પરંતુ ફક્ત નેહરુ અને અન્ય વિભૂતિઓ વિશે જે તથ્યો જણાવે છે, એવાં શ્યામાપ્રસાદ વિશે પણ મૂકવાં જોઈએ. ડૉ. મુખરજીને હરિજનો વિશે કેટલો આદર હતો, એ વાત આનંદ તેલતુંબડે પોતાના પુસ્તક Republic of Casteમાં પાન ૨૭૩ પણ જણાવે છેઃ “In the wake to Curzon’s partition of Bengal in 1905, Shyama Prasad Mookerjee had grimly predicted that the Bhadrlok in East Bengal would now have to live under the Chandals (a derogatory term for Dalits in Bengal who had began to call themselves Namashudra)”. ૧૯૪૦માં લાહોરના મુસ્લિમ લીગ અધિવેશનમાં પાકિસ્તાનનો ઠરાવ રજૂ કરનાર ફઝલુલ હકની બંગાળ પ્રાંતની સરકારમાં શ્રી મુખરજી ૧૨ ડિસેમ્બર, ૧૯૪૧થી ૨૦ નવેમ્બર ૧૯૪૨, સુધી નાણામંત્રી રહ્યા હતા. ઇતિહાસવિદ અને દિલ્હી યુનિવર્સિટીના નિવૃત્ત પ્રાધ્યાપક શમ્સુલ ઇસ્લામ શ્યામાપ્રસાદ તો અંગ્રેજ શાસકો અને મુસ્લિમલીગ સાથેની સાઠગાંઠથી બ્રિટિશ વિરોધી આઝાદીની ચળવળને કચડવામાં સહયોગ કરનારા હોવાનું નોંધે છે.
મહામના ડૉ. બાબાસાહેબ આંબેડકરને વૈચારિક રીતે દત્તક લેવાનું આર.એસ.એસ.નું વલણ પણ કાયમ દ્વિધાજનક રહ્યું છે. કેન્દ્ર સરકાર હસ્તકના ઇન્દિરા ગાંધી નૅશનલ સેન્ટર ફૉર ધ આટ્ર્સના વર્તમાન અધ્યક્ષ અને સંઘની સંસ્થા અખિલ ભારતીય વિદ્યાર્થીપરિષદના સંગઠનમંત્રી રહેલા રામબહાદુર રાય ‘આઉટલુક’ને આપેલી મુલાકાતમાં બાબાસાહેબની બંધારણ ઘડવામાં ભૂમિકાને કલ્પિત અને ક્ષુલ્લક ગણાવે છે. એમના જ શબ્દો કંઈક આવા છે: It’s myth that B.R. Ambedkar framed the country’s Constitution. In fact it was B.N. Rau who did the actual drafting while Ambedkar corrected the language. B.R. Ambedkar’s role was limited.” said Rai, “So that whatever material B.R. Rao gave him he would correct its language. It was like RAW and IB where foot soldiers write reports in broken English and IPS officer turn it into good English capable of being presented to the PM. So Ambedkar did not write the Constitution.” આ જ વાતનો પડઘો સંઘના મુખપત્ર ઑર્ગેનાઇઝર”ના ૬ માર્ચ, ૨૦૧૧ના અંકમાં પાડવામાં આવે છે. “The Credit for drawing up the draft [of the Constitution] is generally known even among the literati is that most of the work has done by Rau who had been appointed by the Viceroy to be the advisor to the Constituent Assembly.”(કુલદીપ કુમારનો લેખ).
ડૉ. આંબેડકર થકી ભારે પરિશ્રમથી તૈયાર કરાયેલા ભારતીય બંધારણને ‘ગુલામીનો દસ્તાવેજ’ કહેવા સુધી રાય જાય છે. તેઓ તો લોકસભાને બંધારણ સભામાં પરિવર્તિત કરીને સમયને અનુકૂળ બંધારણ ઘડવાનું સમર્થન કરે છે. હિંદુ બ્રિગેડના સ્વામી મુક્તાનંદ સરસ્વતી અને સ્વામી વામદેવ મહારાજ દ્વારા વર્તમાન બંધારણને ‘હિંદુ વિરોધી’ ગણાવીને આ બંધારણને ફગાવી નવું બંધારણ ઘડવા ઉપરાંત રાષ્ટ્રધ્વજમાંથી અશોકચક્રને દૂર કરવા, જાતિને આધારે એસ.સી. અને એસ.ટી. માટેની અનામતને દૂર કરવાની તરફેણ કરવામાં આવી હતી.
આર.એસ.એસ.ના તત્કાલીન વડા પ્રા. રાજેન્દ્રસિંહે ૧૯૯૩માં ‘ઇન્ડિયન એક્સપ્રેસ’ દૈનિકમાં લખેલા લેખમાં નોંધ્યું હતું કે “ભારતનું બંધારણ મૂળ ભારતીય તત્ત્વો અને પરંપરાને અનુરૂપ નહીં હોવાથી ભવિષ્યમાં તો એને અનુરૂપ બંધારણ બનાવવું જોઈએ.” વાજપેયી સરકારે આ સલાહને અનુસરીને જ કદાચ સુપ્રીમ કોર્ટના નિવૃત્ત મુખ્ય ન્યાયમૂર્તિ વેંકટચેલૈય્યાના વડપણ હેઠળ બંધારણની સમીક્ષા માટે સમિતિ પણ બનાવી હતી. જો કે આ સમિતિની ભલામણો સત્તાધીશોની અપેક્ષા મુજબની નહોતી. હિંદુ કોડ બિલના મુદ્દે પંડિત નેહરુ અને ડૉ. આંબેડકરનો વિરોધ કરીને ૧૯૪૯માં તેમની નનામીઓ બાળનાર લોકો હવે આંબેડકરને પોતીકા ગણાવવાની કોશિષમાં લાગ્યા છે.
ગુજરાતના લોકપ્રિય અને ચિંતક કટારલેખકોને આ સત્તાપક્ષી પેરવીમાં કાંસીજોડાં વગાડવાની ગરજ ન હોવી જોઈએ.
સૌજન્ય : “નિરીક્ષક”, 01 ઑક્ટોબર 2019; પૃ. 17 તેમ જ 16
![]()


ગાંધી ફાઉન્ડેશન, યુનાઇટેડ કિંગ્ડમ અને બ્રહ્માકુમારી, યુનાઇટેડ કિંગ્ડમ દ્વારા, તાજેતરમાં, ગાંધી 150ના ઉપલક્ષ્યમાં, લંડનમાં એક પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું. એક દિવસીય પરિસંવાદ ત્રણ બેઠકોમાં વિભાજીત કરાયેલો: સંઘર્ષોનો અહિંસક ઉકેલ, આધુનિક વ્યાપારી ઢાંચો અને પર્યાવરણમાં આવતો બદલાવ. કુલ મળીને સાતેક વક્તાઓએ આપેલાં પ્રવચનોની ઝાંખી અહીં પ્રસ્તુત છે.
કાયદાના અભ્યાસ દરમ્યાન યુ.એન. ચાર્ટર બ્રુસ કેન્ટના હાથમાં આવ્યું (જે બ્રિટનના દરેક નાગરિકને વાંચવાની ભલામણ તેમણે કરી છે) અને તેની પ્રસ્તાવના વાંચી ગયા. આમ તો તેમના મનમાં પેસિફીસ્ટ લોકોના પ્રયાસો વિષે શંકા હતી, પરંતુ જ્યારે ગાંધીજી, મધર ટેરેસા, અબ્દુલ ગફારખાન અને માર્ટિન લ્યુથર કિંગ જેવાનાં જીવન અને કાર્યો વિષે જાણ્યું, ત્યારે અહેસાસ થયો કે તેમનાં જેવાં આગેવાનોએ સમાજને બદલવા અહિંસક માર્ગને અપનાવીને એક નવી દિશા બતાવી; એટલું જ નહીં યુદ્ધ વિરોધી હોવું એટલે કશું ન કરવું એ સાચું નથી, પરંતુ તે માટે જરૂર આકરાં પગલાં લેવાં, પણ તે અહિંસક હોવાં આવશ્યક તેમ સમજાયું. અને ત્યાર બાદ તેઓ યુદ્ધ અને અણુશસ્ત્રોના વિરોધમાં પોતાનો અવાજ ઉઠાવવા કટિબદ્ધ થયા. બ્રિટન શસ્ત્રોના વેચાણ પર પ્રતિબંધ લાવે તે માટે પ્રયાસ કરનારાઓમાં બ્રુસ કેન્ટ અગ્રણી છે. તેમનું દ્રઢ માનવું છે કે સમાજમાં પરિવર્તન આવે છે. ગુલામી પ્રથા નાબૂદ થઇ, મહિલાઓને મતાધિકાર મળ્યો, પીટરલૂ હત્યાકાંડ થયો, પણ અંતે સાર્વત્રિક મતાધિકાર મળ્યો તેમ એક વખત શસ્ત્રોનું વેચાણ બંધ થશે. છેવટ શ્રોતાઓને તેમણે ચીમકી આપી કે દુનિયામાં માનવહિત વિરોધી જે કઈં બની રહ્યું છે તે સમયે ‘અમે તો સારા છીએ’ એમ માનીને સંતોષ મેળવવો અને આસપાસની ઘટનાઓને બેઠા બેઠા જોયા કરવાનો સમય હવે નથી. એમણે પડકાર કર્યો, ‘ઊભા થાઓ અને કઈંક કરો.’ જોઈએ, કેટલા લોકોને આ વાત સ્પર્શે છે તે.
પ્રથમ બેઠકના બીજા વક્તા હતાં અનોખું વ્યક્તિત્વ ધરાવતા એક મહિલા જેઓ ફિલિપાઇન્સના મૂળ વાતનીઓના અધિકારો માટે અહિંસક લડત લડવા માટે જાણીતાં છે. વિક્ટોરિયા તાઉલી-કોર્પઝ [Victoria Tauli-Corpuz] અને તેમના પતિએ TEBTEBBA નામનું એક સંગઠન શરૂ કરેલું જેના વિષે એક અલગ લખાણ લખી શકાય. 
Initiatives of Change UKના મુખ્ય સૂત્રધાર પૉલ ગટરીજના વક્તવ્યથી પહેલી બેઠક સંપન્ન થઇ. વિશ્વમાં વ્યક્તિગત સ્તરે મૂલ્યોમાં બદલાવ લાવીને શાંતિ સ્થાપવાની નેમ ધરાવતા પૉલ છેલ્લા બે દાયકાથી Third Sectorના વિવિધ સંસ્કૃતિ, ધર્મ અને રાજકીય પૃષ્ઠભૂમિના લોકો સાથે મળીને કામ કરે છે. સામાજિક, આર્થિક, ધાર્મિક અને જાહેર સેવાઓના આગેવાનો સાથે કામ કરીને તેઓ પરિવર્તનનું વહેણ નીચેથી ઉપર તરફ ગતિમાન કરવા કોશિશ કરી રહ્યા છે. આ પ્રકારના કાર્યમાં જોડાવા પાછળનો પોતાનો હેતુ સ્પષ્ટ કરતાં કહ્યું, ઇંગ્લેન્ડમાં થયેલ કોમી રમખાણો સમયે તેમનો જન્મ. સાત-આઠ વર્ષની ઉંમરે હિંસા આચરાતી જોઈ. પોતાની માતાને તેની બૂરી અસર થયેલી. તે વખતે ખ્યાલ આવ્યો કે big doors swing on small hinges – મોટું બારણું નાના મજાગરા પર ઝૂલતું હોય છે. આપણે આગેવાન થવાની જરૂર નથી, પણ આગેવાન જેવા કાન – સાંભળીને સમજવાની શક્તિ હોવી જોઈએ. આજે પ્રસરી રહેલી હિંસાનું કારણ વ્યક્તિત્વવાદ અને વ્યક્તિનું નાના નાના કણમાં રૂપાંતર થઇ જવું તે છે.
પરિષદની બીજી બેઠક વિષે મારા મનમાં વિશેષ ઇંતેજારી હતી. ગાંધી વિચારની સહુથી વધુ અવમાનના ઉત્પાદન અને વેપારના ક્ષેત્રોમાં થઇ છે તેવું જોવા મળે છે, એથી એ ત્રણે વકતાઓ પોતપોતાના દ્રષ્ટિબિંદુ દ્વારા શું પ્રતિપાદિત કરશે તેના વિષે ઉત્કંઠા હતી. આ બેઠકનાં સંચાલિકા જીના લાઝેનબી એક વકતા, લેખિકા, શિક્ષિકા, માર્ગદર્શક અને મહિલાઓનાં સ્વાસ્થ્ય માટેના સમર્થક એવી બહુમુખી પ્રતિભા ધરાવે છે. તેમનું માનવું છે કે મૂડીવાદ અહીં અડ્ડો જમાવીને બેઠો જ છે, તો હવે સજાગ મૂડીવાદ લાવવાની કોશિષ કરવી રહી. જીનાનું મંતવ્ય છે કે હાલનો મૂડીવાદ એક નવ પ્રભાત લઈને આવ્યો છે. એ વિષે ત્યાર બાદના વકfતાઓએ વધુ માહિતી આપી તે જોઈએ.
આધુનિક વ્યાપારી ઢાંચા વિષે વાત કરતાં પહેલાં એન્ડ્રુએ કહ્યું કે આજનો મૂડીવાદ કુદરતને ચાર હાથે લૂંટવા બેઠો છે. જે ઝડપથી આપણા સ્રોતો વાપરીએ છીએ તે વિનાશક છે. ગાંધીજીએ કહેલું, “મારા ઘરને દીવાલો હશે, પણ બારી-બારણાં ખુલ્લાં રાખીશ જેથી બહારની હવા અંદર આવે. તેમ છતાં મારા પગ જમીન પરથી ડગી જાય તેવી પરિસ્થિતિનો હું તદ્દન અસ્વીકાર કરું છું.” તેમણે ભારતવાસીઓને ચેતવેલા કે બ્રિટન પોતાની જરૂરિયાતો સંતોષવા એક ગ્રહમાં ઉપલબ્ધ તમામ સાધનોનો ઉપભોગ કરે છે, જો ભારત પણ એ રસ્તે જશે તો તેને સાત ગ્રહોની જરૂર પડશે. અહીં તેમણે ભૂખાળવા ઉપભોક્તાવાદ અને તેને સંતોષતા મૂડીવાદ સામે લાલ બત્તી ધરી હતી. આપણી પાસે કુદરતી સંસાધનો ટાંચા છે, ખતમ થવા આવ્યા અને છતાં તેના પર જીવન નભાવીએ છીએ. આ ગતિએ દુનિયાનો અંત જોવો સહેલો છે, પણ આર્થિક પરિસ્થિતિમાં કોઈ બદલાવ નથી લાવતા. શા માટે?
એક વકીલ, કરવેરા વિશેના સલાહકાર અને આંતરરાષ્ટ્રીય વકીલાતની ફર્મના ભાગીદાર એવી ત્રિવિધ વ્યવસાયિક ભૂમિકા ભજવનાર આધુનિક વ્યાપારી મોડેલ વિષે વાત કરી શકે તેવી કલ્પના આવવી મુશ્કેલ. પરંતુ દ્વિતીય બેઠકના વક્તા ગ્રેઅમ નટલ એક એવી વ્યક્તિ છે જેઓ ઉપર ઉલ્લેખ કર્યો છે તે તમામ કામગીરી બજાવવા ઉપરાંત યુનાઇટેડ કિંગ્ડમની સરકારને નોકરિયાતો નાની મોટી કંપનીઓ અને ઉદ્યોગોના માલિક બને અથવા નફામાં સહભાગી બને તે માટે નીતિ ઘડવામાં મદદરૂપ થયા છે. સરકારે તેમના સૂચનોને માન્ય કરીને કંપની અને કરવેરા અંગેના કાયદાઓમાં ફેરફાર કર્યા છે. નોકરિયાતોના હિત માટે નીતિ ઘડવા બદલ તેમને OBEનો ઇલકાબ મળ્યો છે. વિવિધ ક્ષેત્રોમાં કામ કરવાને પરિણામે ગ્રેઅમનો અનુભવ કહે છે કે નાનોસૂનો બદલાવ મોટી અસર ઉપજાવી શકે છે. એમ્પ્લોઈ ઓનરશિપ ટ્રસ્ટ આ સિદ્ધાંત ઉપર સ્થપાયું. મૂડીવાદ પૂરજોશમાં પકડ જમાવી બેઠો છે જેને કારણે આર્થિક વિકાસ થતો જોવા મળે છે પરંતુ તેનાથી મળતો લાભ જે તે કંપનીના માલિકોને અનેક ગણો અને નોકરિયાતોને ઓછો મળે છે, જે સમાજમાં આર્થિક અને સામાજિક અસમાનતા પેદા કરે છે. આ હકીકતનો અહેસાસ થવાથી મિલકત ઊભી કરવા માટે કોઈ વૈકલ્પિક વ્યવસ્થાનું નિર્માણ કરવાના વિચાર સાથે ઘણી કંપનીઓ શેર હોલ્ડર્સને તેના માલિક બનાવવા લાગી છે. જ્હોન લુઈસ અને ઇલેક્ટ્રોનિક સાધનોના વેપારી રિચર સાઉન્ડ્સ તેના ઉદાહરણ છે. આ દેશમાં લગભગ 400 જેટલા એમ્પ્લોઈ ઓનરશિપ ટ્રસ્ટ સ્થપાઈ ચુક્યા છે. આ દિશામાં કામ કરનારાઓને વિશ્વાસ છે કે ઉત્પાદન અને વ્યાપારના ક્ષેત્રમાં આ નવીન રીતિ અપનાવવાથી આવકમાં અસમાનતા ઘટશે, નોકરિયાતો અને કામદારોમાં સ્વનિર્ભરતા વધશે અને સહકારથી કામ કરવાને કારણે માલની ગુણવત્તા પણ સુધરશે.
છેલ્લાં કેટલાંક વર્ષોથી પર્યાવરણમાં આવતા ધરખમ ફેરફારોને કારણે તેને સુરક્ષિત રાખવાની હિલચાલ જોર પકડતી જાય છે. તે વિષે ચિંતન અને સંશોધન કરનારાઓને ખ્યાલ આવ્યો કે માનવ જીવન પરનું કુદરતી સંકટ ટાળવા અને નિવારવા માટે આપણે આપણી જીવન પદ્ધતિમાં ફેરફાર અને તે પણ તાત્કાલિક કરવા પડશે. પરિષદની ત્રીજી બેઠક આ મુદ્દાને સમર્પિત હતી. ગાંધી ફાઉન્ડેશનના ટ્રસ્ટી અને જીવિકા ટ્રસ્ટના બોર્ડના સભ્ય માર્ક હોડાએ ત્રીજી બેઠકનું સંચાલન કર્યું. જીવિકા ટ્રસ્ટ ભારતના ગ્રામ્ય વિસ્તારોમાં આદિવાસી અને નિમ્ન જ્ઞાતિની ગણાતી મહિલાઓ માટે રોજગારીની તકો પૂરી પાડવાનું કાર્ય કરે છે.
લિંડસીએ ગાંધીજીનું પર્યાવરણવાદી તરીકેનું પાસું શ્રોતાઓ સમક્ષ ખડું કરતાં કહ્યું કે તેઓ આજે વપરાશમાં લેવાતી ભાષામાં નહોતા બોલ્યા, પરંતુ એક ખરા પર્યાવરણપ્રેમી તરીકેનું જીવન જીવ્યા અને દુનિયાને સાચો રાહ બતાવ્યો. કદાચ એનું કારણ એ છે કે પર્યાવરણ એ સામાજિક ન્યાય સાથે પણ જોડાયેલ મુદ્દો છે. ઊંડો વિચાર કરતા જણાશે કે ઔદ્યોગિકરણ થયા બાદ ઉત્પાદન અને વ્યાપારની પદ્ધતિ અને જીવનરીતિ ખૂબ બદલાયાં. ગાંધી લંડન અભ્યાસાર્થે આવ્યા, ત્યારે તેમના પર કવેકરની વિચારસરણીની અસર થયેલી, આજે હવે કવેકર તેમના વિચારો સમજીને અનુસરવા માગે છે! વિશ્વના વિકસિત અને વિકાસ પામી રહેલા દેશોને અહેસાસ થયો છે કે પર્યાવરણને થતું નુકસાન તાકીદનાં પગલાં માગી રહ્યું છે, જો મોડું થશે તો પૃથ્વી પરના માનવી અને કુદરત વચ્ચેનું સંતુલન જળવાશે નહીં. આધુનિક જગતમાં વિકાસની ઝડપ અને દિશા ઘણા લોકોને અસરકર્તા નીવડી છે. સંશોધન કરનારા સંગઠનો સરકારી નીતિ માનવ અધિકારની વિરુદ્ધમાં જણાય તો કોર્ટનો આશ્રય પણ લે છે. સમય આવ્યો છે કે આપણે સ્વીકારીએ કે જૈવિક વ્યવસ્થા પડી ભાંગવાને આરે આવી ઊભી છે. આપણે જરૂર તેને નાશ થતી અટકાવી શકીએ કેમ કે તે આંશિક રીતે માનવ જાતિએ લીધેલાં પગલાંઓનું જ પરિણામ છે.
ત્રીજી બેઠકના આખરી વકતા બ્રહ્મા કુમારીઝનાં યુરોપ ખાતેના ડાયરેક્ટર સિસ્ટર જયંતીએ અત્યંત મૃદુ કંઠે પર્યાવરણ, અહિંસા અને ગાંધી વિચારને સુંદર રીતે સાંકળી આપ્યાં. આધ્યાત્મિક મૂલ્યોનાં અનુસરણથી પૃથ્વી પરનાં તમામ જીવો અને સંસાધનોની રક્ષા થઇ શકે એ વાત રાજકારણીઓ, અર્થશાસ્ત્રીઓ, ઉદ્યોગપતિઓ અને વૈજ્ઞાનિકોની ચર્ચા સભાઓમાં ધીરજ પૂર્વક કહેનાર સિસ્ટર જયંતીએ ડાવોસ ખાતેની વર્લ્ડ ઇકોનોમિક ફોરમ 2018 વહેલી સવારે ધ્યાનની બેઠકથી શરૂ કરાવીને અધ્યાત્મ અને પર્યાવરણ તથા આર્થિક વિકાસને સીધો સંબંધ છે તે બતાવી આપ્યું. તેમનું કહેવું છે કે ગાંધીનો અવાજ બુલંદ અને સ્પષ્ટ છે – પ્રકૃતિના એટલે કે માનવીએ ન બનાવેલ કુદરતના તમામ પાસાં પવિત્ર છે. કુદરતી સંસાધનોના વપરાશ સાથે નૈતિકતા અને અહિંસાના ખ્યાલો જોડાયેલા છે. આથી જ કુદરતને એક ભૌતિક પદાર્થ નહીં પણ પાવક ધરોહર તરીકે જુઓ તો તેની જાળવણી કરશો. માનવ સમાજની જવાબદારી પ્રકૃતિના તમામ સર્જનની સંભાળ રાખવાની છે. ખરું જુઓ તો બીજા કોઈ પ્રાણી-પક્ષી માનવ જાત જેટલો સંહાર નથી કરતાં. આ હકીકત હવે ઘણા સ્વીકારે છે.
પરિષદનો સંક્ષેપમાં સારાંશ આપતાં પ્રોફેસર (લોર્ડ) ભીખુભાઈ પારેખે સુંદર વક્તવ્ય આપ્યું. તેમણે કહ્યું, આપણે જાણીએ છીએ કે સત્ય અને અહિંસા ગાંધી માટે અત્યંત મહત્ત્વનાં મૂલ્યો હતા. ક્રિશ્ચિયન આગેવાનોએ તેમને ધ મેન ઓફ નોન વાયોલન્સ તરીકે ઓળખાવ્યા અને જીસસ ક્રાઈસ્ટ સાથે સરખાવ્યા. કેમ કે તેમણે વ્યક્તિગત અહિંસાનો સિદ્ધાંત કોઈ સમૂહ પણ અમલમાં મૂકી શકે તે બતાવી આપ્યું. આખર અહિંસા છે શું? પ્રેમ અને કરુણાનું મૂર્ત સ્વરૂપ. અને એ ધારણા મૂળે આપણે બધા એક છીએ, તેથી કોઈ એકબીજાથી જુદા નથી એ વિચારમાંથી પ્રગટી.
જીવનના પ્રભાતકાળના સોનેરી હુંફાળા તડકા જેવા બચપણના દિવસો કોઈ ભૂલતું નથી. હું પણ ભૂલ્યો નથી. કરાંચીના જનાબ યાહ્યા હાશિમ બાવાણી. આઝાદી પહેલાંના કાળે અમારી નવ-દસની ઉંમરે એ મારા શેરીગોઠિયા હતા. પછી તો ૧૯૪૭માં હિજરત કરીને પાકિસ્તાન ચાલ્યા ગયેલા અને કાળક્રમે મારા ચિત્તમાં એ ઝાંખી છબી બની ગયેલા.