બાપુ!
આ ‘ગાંધીટોપી’ એટલે શું?
એમાં હીરા-મોતી જડેલાં હોય છે?
કે ટોપીને સોનાનો વરખ ચડાવેલો છે!
તમને થાતું હશે મારે શું પંચાત!
પણ આ તો એની ડિમાન્ડ
વધી ગઈ છે ને આજકાલ
એટલે પૂછું છું!
સાચું કહું તો … મને તો પહેલાં એમ જ હતું.
આ ‘ગાંધીટોપી’ ચોક્કસ
કોઈ મોટા ફૅશન-ડિઝાઇનરે ડિઝાઇન કરી હશે!
એ તો પછી શું થયું કે … મેં કાલે આ ‘ગાંધીટોપી’
સિગ્નલ ઉપર નાનાં ભૂલકાંઓના
સાદ સાથે વેચાતી જોઈ –
“લઈ લો … લઈ લો … ‘ગાંધીટોપી’,
એ લઈ લો … સો રૂપિયાની ત્રણ …
સો રૂપિયાની ત્રણ!”
ત્યારે મને સમજાયું કે આ તો
મારા દાદા પહેરતા હતા એ ધોળી ટોપી છે.
એટલે મેં જ્યારે સિગ્નલ પર,
લઈ લો … લઈ લો … ‘ગાંધીટોપી’ લઈ લો …
ને બદલે
“લઈ લો … લઈ લો …
‘મારા દાદા પહેરતા એ ટોપી’ લઈ લો …”
બોલીને એ સફેદ ટોપી વેચવાનો પ્રયાસ કર્યો તો,
કોઈએ ના લીધી!
પછી એની એ જ ટોપીને
તમારા નામની ટેગ લગાડી વેચી
તો એ … ‘ગાંધીટોપી’;
વેચાઈ ગઈ!
બસ ત્યારથી મેં શું કર્યું છે –
જે વસ્તુ બજારમાં ના ચાલે એને
તમારા નામ સાથે જોડું છું …
જેવી રીતે
ગાંધીની ટોપી
ગાંધીનાં ચશ્માં, ગાંધીની લાકડી, ગાંધીની ઘડિયાળ,
ગાંધીની ખાદી અને ….
ગાંધીનું સત્ય!
E-mail : panchalbrijesh02@gmail.com
સૌજન્ય : “નિરીક્ષક”, 01 નવેમ્બર 2019; પૃ. 11
![]()


નાનાભાઈ ભટ્ટ અને મનુભાઈ પંચોળી ‘દર્શક’ — આ બંનેનાં લખાણનો પરિચય બહુ મોડેથી થયો. ભણવામાં ‘દર્શક’ની નવલકથામાંથી કે નાટકમાંથી પાઠ આવતા હશે. પણ થોડાં વર્ષ પહેલાં તેમની સોક્રેટિસ અને લોકશાહી વિશેની પુસ્તિકા વાંચીને મનમાં ઘણા ચમકારા થયા. ત્યાર પછી તેમનાં એ પ્રકારનાં વધુ લખાણ વાંચ્યાં. સાથોસાથ, ‘વાગીશ્વરીનાં કર્ણફૂલ’માં તેમણે ક્લાસિક કૃતિઓનું જે રીતે (રસાસ્વાદલક્ષી) વિવેચન કર્યું, તેમાં પણ ‘દર્શક’ની સૂઝ, સ્પષ્ટતા, ઊંડાણ, ચોટદાર અભિવ્યક્તિ, સરળતા ઉપરાંત લોકશાહી અને નાગરિકધર્મ વિશેની નિસબત બહુ સ્પર્શ્યાં. એ વિષયોમાં ‘દર્શક’નાં કેટલાંક લખાણના પ્રકાશમાં આજની સ્થિતિની થોડી વાત કરવી છે.
આપણે વાત ‘દર્શક’ નિમિત્તે લોકશાહીની અને વર્તમાન સ્થિતિની કરવાની છે. એટલે આવા સવાલના જવાબ આપવા પણ પડે. તો, બીજા સવાલનો જવાબ પહેલોઃ તમે ક્યાં હતા? મારું તો જાણે સમજ્યા — ઇંદિરા ગાંધીએ કટોકટી લાદી ત્યારે હું બાળમંદિરમાં હતો — પણ પ્રકાશભાઈ જેવા મોટા ભાગના લોકો હોવા જોઈએ ત્યાં જ હતા — જેલમાં. ટૂંકમાં, જે અત્યારે આ સરકારની બિનલોકશાહી રીતરસમનો વિરોધ કરે છે, તેમાંના ઘણા ખરા ઇંદિરા ગાંધીની બિનલોકશાહી રીતરસમોના પણ વિરોધી હતા અથવા ધીમે ધીમે બન્યા હતા.
ભારતને આઝાદ થયે સિત્તેર વર્ષ થઈ ગયાં હતાં, પણ એ હવે આ આઝાદી ઓળખી નહોતા શક્યા. પણ પ્રજા ખુશ હતી, સ્વતંત્ર હતી – થોડી સ્વાર્થી પણ હતી – જ્યારે ખેડૂતો શહેરોમાં ન્યાયની માંગ લઈને મોરચો લાવતા કે જ્યારે દલિત વિદ્યાર્થી આત્મહત્યા કરે, ત્યારે સહેલાઈથી બારી બંધ કરી અવગણના કરી શકાતી હતી. આવે વખતે એ પોતાને યાદ કરાવતા – કે ૧૯૪૭ની કુલ વસ્તી કરતાં આજે ભારતમાં વધારે લોકો ગરીબ છે. આ સમૃદ્ધિ એક માયા છે. પણ આ બધું સમજવા એમને રિપોર્ટો વાંચવા પડતા નહોતા; એમની આંખો ખુલ્લી હતી, કાન સાફ હતા.
એવું વર્તન જોઈ રામને શું થતું હશે? રામ, કૃષ્ણ, લક્ષ્મી, સરસ્વતી, મા કાલી – શું એ દેવદેવીઓને આવાં સંરક્ષકોની જરૂર હશે? આ દેવદેવીઓ તો આપણા હૃદયમાં રહે છે; એ તો આ દેવદેવીઓને, જિસસને, બુદ્ધને, મહાવીરને, અલ્લાહને, અહુરમઝ્દને – સૌને પ્રાર્થના કરતા. આ સૌ દેવદેવીઓ એમના દેશને આશિષ આપ્યા હતા. પણ આજકાલ તો લોકો એવું માનવા મંડ્યા કે માત્ર એમના દેવદેવી સૌથી ઊંચાં! પણ આ દેવદેવીને સાંભળવાની તકલીફ થતી હશે, નહીં તો મંદિર-મસ્જિદમાં આટલા માઇક્રોફોન શા માટે? દેવદેવીઓને હવે કદાચ દેખાતું પણ નહીં હોય, નહીં તો આટલાં લાંબાં સરઘસ શાનાં? અરે, એમણે આવા વિચાર પણ ન કરવા જોઈએ, નહીં તો ફરી પાછું કોઈ ફરિયાદ કરશે અને એમણે ફરીથી જેલયાત્રા કરવી પડશે. એમને જેલ જવાનો વાંધો નથી; જેલ તો એમનું બીજું ઘર છે, પણ એમણે હજુ ઘણાં યુદ્ધ લડવાનાં છે : એમણે તો દેશનો આત્મા પાછો મેળવવાનો છે.