એ દૂર-દૂર જતી રહી છે,
હા, એનાં પગલાં અહીં છોડતી ગઈ છે :
એની છાપ ઉકેલવા
હવે સહુ મથી રહ્યા છે,
પણ કશું ઉકેલાતું નથી.
એ જોવાની મજા
સાવ અલગ હોવા સાથે પીડાદાયક પણ છે.
અધધ, આટલા બધા માણસો,
મથ્યા કરતા સતત
એનાં પગલાં ઉકેલવા
છતાં કશું ઉકેલી ના શકે,
એટલે જતા રહે અલગ થઈ
વેગળા.
બસ, એમ જ
રચે પછી એનાં તાત્ત્વિક સમાધાનો
પછી ઉકેલો
ને
જે
દૂર-દૂર જતી રહી છે
તે
નાખી-નાખી કેટલા નિસાસા નાખે!!
જુઓ તો
હકીકતમાં કેટલા ય વળગી રહ્યા છે
પડેલાં એ પગલાંને
મથી રહ્યાં છે
પોતાની હૈયા ઉકલતથી
તેઓ વેગળા થવાનું નામ નથી લેતાં.
ના ઉકેલાય તો કંઈ નહીં,
પગલાં તો હાથવગાં છે ને,
એ જ ક્યારેક દાખવશે
કોઈ દિશા, મારગ કે ઉકેલ :
આ એક આગવી રીત છે,
જે દૂર દૂર જતી રહી છે
એની સાથે પોતાને જોડી રાખવાની.
આવી સ્થિતિ વચ્ચે
આ દૃશ્ય
ધૂંધળું લાગે,
ધુમ્મસમય દેખાય.
એટલે ઘણા ફેલાવો કરી રહ્યા છે,
કોઈના દોરવ્યા
ધૂંધળાશ
અને ધુમ્મસ ફેલાવવાનો.
એ પણ
જે જતી રહી છે,
એના નામનો હવાલો આપીને.
તો પણ
માણસો, માણસો જ હોવાથી
એટલું સમજી શક્યા છે
એ દૂર-દૂર જતી રહી છે
એનાં પગલાંની છાપ છોડતી ગઈ છે
એમાં જરૂર કોઈ સંકેત છે :
આ સંકેત મળવામાંથી
સાંપડવાનાં છે
એના ફળવાનાં પગલાં …..
e.mail : barinmehta@gmail.com
સૌજન્ય : “નિરીક્ષક”, 01 જાન્યુઆરી 2022; પૃ. 02
![]()



ધર્મ એટલે કર્મકાંડ માત્ર નહિ, પરંતુ દેખીતા અન્યાય સામે લડત એ સાચો ધર્મ. એ વાત આવાં અનેક ઉદાહરણો થકી આપણને જાણવા મળે છે. આ બન્ને નેતાઓ તેમના લાંબા સમયના કાર્યકાળ પછી નોબેલ પારિતોષિક પ્રાપ્ત કરનારા પણ બન્યા હતા, જે આપણે સૌ જાણીએ છીએ.
એક સારા સમાચાર આવ્યા છે. ભારતની વસતિ સમસ્યા ઉકલવા પર છે. જેને અંગ્રેજીમાં ‘ટોટલ ફર્ટિલીટી રેટ’ કહેવામાં આવે છે તે ઘટીને ર.૦ જેટલો થયો છે. આ આંકડા પાંચમા નૅશનલ ફેમિલી હેલ્થ સર્વેમાંથી સાંપડ્યાં છે. ગુજરાતીમાં આપણે આ દરને કુલ પ્રજનન દર કહીશું. આ દર સ્ત્રીઓ દીઠ સરેરાશ બાળકોની સંખ્યા દર્શાવે છે, એટલે કે સ્ત્રીઓ દેશમાં સરેરાશ કેટલાં બાળકોને જન્મ આપે છે તે દર્શાવે છે. આ દર દેશમાં ર.૧ થાય ત્યારે દેશની વસતિ સમય જતાં સ્થિર થાય છે. તેથી અંગ્રેજીમાં એને ‘રીપ્લેસમેન્ટ લેવલ’ કહે છે. ભારતમાં ર૦૧પ-૧૬માં આ પ્રજનન દર ર.ર હતો, જે ઘટીને ર.૦ થયો છે. શહેરી વિસ્તારોમાં એ દર ૧.૬ છે. જ્યારે ગ્રામીણ વિસ્તારોમાં એ ર.૧ છે. એનો અર્થ એ છે કે દેશના ગ્રામીણ વિસ્તારો પણ વસતિવધારાના પ્રશ્નથી મુક્ત થયા છે.